________________
૨૯
સંતના જેવો જ ઉદાત્ત વ્યક્તિત્વવાળો થઈ જાય છે.
જુદા જુદા મનુષ્યોને અને પશુઓને જુદાં જુદાં કર્મોનો સંયોગ છે. કોઈકને ધનનું, કોઈને કુટુંબનું, કોઈકને શરીરનું, કોઈકને ભૂખનું, કોઈકને તરસનું, કોઈકને અપયશનું, કોઈકને પુત્રવિયોગનું, તો કોઈકને વળી અન્ય પ્રકારનું દુ:ખ દેખાય છે. તે દુ:ખી જીવોને જોઈને તેમને થતાં દુઃખથી જેનું મન દ્રવિત થઈ જાય છે અને તેમનાં દુ:ખોને દૂર કરવાની ભાવનાથી જે જીવ યથાશક્તિ અને યથાપદવી તેમને મદદ કરે છે તેવા તે તે સાધકને ‘કરુણા' નામનો ગુણ પ્રગટે છે. પોતાના આત્માને અજ્ઞાનથી બચાવી સાચા જ્ઞાન-વૈરાગ્ય-ધ્યાન વડે પોતાના આત્માનો ઉદ્ધાર કરવાની ભાવના તેને પ૨મ કરુણા કહીએ છીએ.
આ કળિયુગની અંદર સાચા સાધક જીવો પ્રમાણમાં થોડા જ છે. સત્યની અને ધર્મની ભાવનાથી સર્વથા વિમુખ એવા દયાપાત્ર જીવો ધર્મને માત્ર ધતિંગ અથવા અંધશ્રદ્ધાનો વિષય માની તેનાથી વંચિત રહી જાય છે અને અજ્ઞાન તથા વિષયભોગમાં રહી મનુષ્યજીવનને પશુની જેમ જીવી જાય છે. આવા મનુષ્યજીવોની સંખ્યા વર્તમાનમાં બહુ જ મોટી છે. કેટલાક જીવો આટલેથી જ ન અટકતાં ધર્મપ્રેમી જીવોનો અનાદર કરી ક્રૂરતાથી તેમની સાથે વર્તાવ કરે છે અને વર્તમાન તેમ જ પૂર્વકાલના ધર્માત્માઓનો તથા તેમનાં સત્યાર્થ વચનામૃતોનો વિરોધ કરી પોતાની દુર્જનતા પ્રગટપણે વ્યક્ત કરે છે. વળી બીજા કેટલાક જીવો પોતાને મુમુક્ષુ-સાધક-આત્માર્થી કહે છે તેઓ પણ એકાંત-હઠાગ્રહથી અથવા વ્યક્તિરાગ કે દૃષ્ટિરાગથી અથવા સત્ની આરાધના કરવાની પાત્રતાની ઊણપને લીધે સાચા મોક્ષમાર્ગમાં નહિ પ્રવર્તતાં વારસાગત ધર્મ, સંપ્રદાય કે કોઈકના માત્ર બાહ્યત્યાગ અથવા શબ્દજ્ઞાનથી અંજાઈ જઈને તેમાં જ રાચે છે અને પોતાને સાચા મુમુક્ષુ માને છે. આવા અનેક પ્રકારના જીવોનો પ્રસંગ થતાં પણ જીવોનું કર્માધીનપણું જાણીને તેઓના પ્રતિબંધને વિસારીને, અદ્વેષભાવથી આત્મકલ્યાણની સાધનામાં લાગી રહેવું તેને મધ્યસ્થતાની ભાવના કહે છે.
આમ આ ચાર પ્રકારની ભાવનાઓથી પોતાના જીવનને સુશોભિત કરનાર ગમે તે કક્ષાનો સાધક તે તે ભાવનાઓથી અવશ્ય પોતાને મોક્ષમાર્ગમાં આગળ ધપાવે છે.
જ્યાં સુધી, ક્રોધાદિ ભાવો સાધકમાં મંદતા ન પામે ત્યાં સુધી તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org