________________
(૨૫) અલ્પાહારીપણું (૨૬) અલ્પનિદ્રાપણું (૨૭) ‘સ્વ’સુધારની વૃત્તિ
(૨૮) વાણીનો સંયમ (૨૯) અલ્પારંભીપણું (૩૦) સત્સંગમાં પ્રીતિ
(૩૧) સાધનામાં નિષ્ઠા (૩૨) એકાંતપ્રિયતા
૨૮
(૩૩) નિંદાત્યાગ (૩૪) નિયમિતતા
(૩૫) સદાચારમાં નિષ્ઠા
(૩૬) ઉદારતા
(૩૭) વાત્સલ્ય
(૩૮) શ્રદ્ધા
(૩૯) અડગ નિર્ધાર
ઉપરોક્ત ગુણોને કંઈક વિસ્તારથી કહેવાનું પ્રયોજન એ છે કે પોતાની શક્તિ, પોતાની યોગ્યતા અને પોતાના સંજોગોનો વિવેકપૂર્વક વિચાર કરી તેમાંથી જે ગુણોની સાધના થઈ શકે તેમ હોય તે ગુણોની સાધનામાં સાધકે તુરત જ લાગી જવું જેથી સન્માર્ગ વિષેની પોતાની યોગ્યતા વધવા લાગે અને મહાત્માઓનો બોધ પોતાના જીવનમાં ઊતરી શકે.
મોક્ષમાર્ગમાં વિશિષ્ટ ઉપકારી ગુણોની સાધના
જેવો મારો આત્મા છે તેવો જ મૂળસ્વરૂપે સર્વ જીવોનો આત્મા છે એવો ભાવ જેના અંતરમાં સુનિશ્ચિત થયો હોય તે સાધક એમ વિચારે છે કે જેમ મને દુ:ખ ગમતું નથી તેમ અન્ય જીવોને પણ દુ:ખ ગમતું નથી તેથી પોતા પ્રત્યે જે પ્રકારનો વ્યવહાર અન્ય પાસેથી ઇચ્છે છે તેવો જ વ્યવહાર અન્ય પ્રત્યે પણ તે આદરે છે અને આમ જ્યારે જીવનમાં બને છે ત્યારે ક્રમે કરીને સાધકના જીવનમાં ‘“ભવત્ સર્વ ભૂતેષુ’”ની ભાવના સાકાર થવા લાગે છે અને જેટલા પ્રમાણમાં તેની જાગૃતિ હશે તેટલા પ્રમાણમાં તેને જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ અર્થાત્ નિવૈરબુદ્ધિ પ્રગટ થશે.
Jain Education International
જેની પાસે જે વસ્તુ હોય તેની પાસેથી તે વસ્તુ મળી શકે છે એ ન્યાયને અનુસરીને પોતાને જે ઇષ્ટ છે તેવા પરમાર્થસાધક સદ્ગુણો જેમનામાં પ્રગટ્યા હોય તેવા ગુણીજનો અને સંતોનો સમાગમ સેવવો, તેમના ગુણોને અંતરથી અનુમોદવા, તેમનો પોતાના તન, મન, ધન અને સર્વસ્વથી સત્કાર કરવો, તેમનું બહુમાન કરવું, ભક્તિ કરવી અને પ્રાંતે તેઓના સદ્ગુણ પોતાના જીવનમાં ઉતારવાનો નિરંતર ઉદ્યમ કરવો તે વિશાળ દૃષ્ટિથી ગુણપ્રમોદ નામના મુમુક્ષુના લક્ષણની સાધના છે, જે સાધવાથી ક્રમે કરીને સાધક પણ તે તે
For Private & Personal Use Only
www.jainelibrary.org