________________
અધ્યાય ચોથો
પ્રભુભક્તિ
ભૂમિકા : પ્રભુભક્તિ અધ્યાત્મસાધનાનું અવિનાભાવી અંગ છે. ગમે તો ભક્ત હો, ગમે તો શાની હો, ગમે તો યોગી હો, દરેક સાધકને પરમાત્મતત્ત્વ સાથે લય લગાડવી જ પડે છે.
રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ સર્વ દોષો જેના ટળી ગયા છે અને સર્વગુણસંપન્ન જેઓ થયા છે તેવા પરમાત્માના સ્વરૂપને સાચી રીતે ઓળખીને તેમના ગુણોની પ્રાપ્તિ અર્થે તેમની સાથે પ્રેમસંબંધ જોડવાની વિધિ અને ચેષ્ટા તે જ દિવ્ય પ્રેમ અથવા પ્રભુપ્રેમ કહેવાય છે.
ભક્તિમાં ‘દાસત્વ’ ભક્તની વ્યાપકતા ઃ પોતપોતાની પાત્રતા, રુચિ અને પુરુષાર્થને અનુરૂપ ભક્ત ભગવાન સાથે વિવિધ પ્રકારના સંબંધની ભાવના કરે છે, જેમાં સૌથી વધારે વ્યાપક અને સરળ ભાવ તે ‘દાસત્વ'નો ભાવ છે. આ ભાવમાં ભક્ત પોતાને ભગવાનના દાસ-નોકર-સેવા કરનારના રૂપમાં માને છે અને પ્રભુની પ્રતિમા જાણે પ્રભુ જ હોય તેમ માનીને દરેક પ્રકારે તેની સેવા કરે છે. દાસત્વ સિવાય પણ ‘સખા’, ‘પત્ની’, ‘પુત્ર’ આદિ રૂપે પણ ભગવાન સાથે સંબંધ જોડવાની વિવિધ પદ્ધતિઓનું વર્ણન ભક્તિમાર્ગના પ્રણેતાઓએ કર્યું છે.
પરમાર્થ-ભક્તિનું સ્વરૂપ : અહીં તો અધ્યાત્મદૃષ્ટિથી પ્રભુભક્તિ સાધકને આત્મવિકાસમાં કઈ રીતે મદદરૂપ થાય છે તે આપણે વિચારવું છે. ગમે તે પ્રકારે ભક્તિની આરાધના કરવામાં આવે પરંતુ જ્યાં સુધી ભગવાનના અપૂર્વ અલૌકિક માહાત્મ્યનો સાધકના ચિત્તમાં ખરેખર સંચાર થતો નથી ત્યાં સુધી તે સંબંધ ઉપલક રહે છે - આછો રહે છે, ટેવરૂપે, રૂઢિરૂપે અથવા નિયમરૂપે જ માત્ર તેનું નિર્વહન થાય છે. તાત્ત્વિક સમજણ સહિત જ્યારે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા ભક્તિનો વિપાક થાય છે ત્યારે પ્રભુ સાથે સંબંધ વધારે ને વધારે ગાઢ થતો જાય છે. અને પછી તો ભક્તની રગરગમાં, રોમ-રોમમાં, અંગ-અંગમાં એવી ભક્તિ જાગે છે, કે ખાતાં-પીતાં, બેસતાં ઊઠતાં, હરતાં-ફરતાં, ઘરમાં કે બહાર, દિવસે કે રાત્રે, સૂતાં કે જાગતાં સર્વત્ર-સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org