Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 50
________________ અત્યંત પ્રેમથી જ્યારે પોતાને અને અન્યને પણ સંભળાય તેવી રીતે મોટા અવાજથી ગદ્યમય કે પદ્યમય શૈલીમાં રજૂ કરવામાં આવે ત્યારે તે ભક્તિ કીર્તન કહેવાય છે. ઘણુંખરું તેની આરાધના ભાવાવેશમાં આવી જઈ સંગીતના માધ્યમથી લોકચિકર શૈલીમાં કરવામાં આવે છે, જેથી ભક્તની પોતાની ભક્તિ તો ખીલે જ છે પરંતુ શ્રોતાઓને પણ પ્રભુગુણોના અમૃતરસની સરિતામાં સ્નાન કરવાનો સુભગ સંયોગ સાંપડે છે. શ્રી તુકારામજી મહારાજ અને ચૈતન્ય મહાપ્રભુએ સંકીર્તન-ભક્તિની આરાધના કરી તેનો મહિમા ખૂબ વધાર્યો છે. ભક્તિની આરાધનાથી પોતાના ચિત્તની જ્યારે નિર્મળતા થાય છે અને તેથી જ્યારે સૂક્ષ્મદ્રષ્ટિ ઉદય પામે છે ત્યારે જ્ઞાન, ધ્યાન, તપ, સમાધિ, સમતા, ક્ષમા, ઔદાર્ય, વિશ્વવાત્સલ્ય આદિ અનેક ગુણોનું દિગ્દર્શન કરાવનારા મહાન પુરુષોના જીવનપ્રસંગોનું સ્મરણ કરવું, તેમાં જ વારંવાર તલ્લીન થવું તે ચિંતવનરૂપ ભક્તિ છે. ભગવાનની મૂર્તિ કે ચિત્રપટ સમક્ષ જાણે કે તેઓ પોતે જ સાક્ષાત્ વિરાજમાન હોય એવો ઉત્તમ ભાવ આત્મામાં લાવીને તેમના ગુણાનુવાદ સહિત જ્યારે પ્રણામ, નમસ્કાર વગેરે કરવામાં આવે છે ત્યારે વન્દના ભક્તિ ઉદય પામે છે, અને જ્યારે ચંદન, કેસર આદિ દ્રવ્યો સહિત વિધિપૂર્વક પ્રાદપ્રક્ષાલન, પૂજન વગેરે દ્વારા તેમની આરાધના કરવામાં આવે છે ત્યારે તે સેવનરૂપ ભક્તિ કહેવાય છે. આમ આ પાંચ પ્રકારની ભક્તિ અધ્યાત્મવિકાસની મધ્યમકક્ષા સુધી પહોંચેલા સાધકને પ્રાપ્ત થાય છે - થઈ શકવા યોગ્ય છે. તેનાથી આગળના જે ચાર પ્રકાર – ધ્યાન, લઘુતા, સમતા અને એકતા-તત્ત્વદૃષ્ટિથી માત્ર ઉત્તમ મુમુક્ષુને અથવા આત્મજ્ઞાની સંતને જ પ્રાપ્ત થાય છે. પોતાના ઈષ્ટદેવ પરમાત્માનું સર્વતોમુખી તત્ત્વદર્શન થયું છે જેને એવા ઉત્તમ મુમુક્ષુભક્તની દૃષ્ટિ અને સાધનાપદ્ધતિ હવે ખૂબ જ સૂક્ષ્મ, સમીચીન અને પરિમાર્જિત થઈ જાય છે કારણ કે ભક્ત-ભગવાનનું તત્ત્વદૃષ્ટિથી જે ઐક્ય તે તેના સ્મરણમાં વારંવાર આવવા લાગે છે અને તેથી ભગવાનના પારમાર્થિક સ્વરૂપનું સત્ ચિત આનંદસ્વરૂપનું ધ્યાન તેને થવા લાગે છે. ભગવાનની મૂર્તિ, ચિત્રપટ, ફોટો વગેરેનું અવલંબન લઈ તેમના ગુણોના ચિંતવન સહિત ભક્ત જ્યારે ચિત્તને એકાગ્ર કરે છે ત્યારે તેને ધ્યાન નામની ભક્તિનો પ્રકાર ધીમે ધીમે સિદ્ધ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90