Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 47
________________ ૩૪ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. (૭) પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. (૮) ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુજીવે સહજસ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે. (e) दैवीसंपद्विमोक्षाय निबन्धायासुरी मता દૈવી સંપત્તિ (સાત્ત્વિકતાના ગુણો) મોક્ષાર્થે અને આસુરી સંપત્તિ (તામસિક-રાજસિક ગુણો) બંધન માટે માનવામાં આવી છે. (૧૦) રેવપૂના કયા રા; રક્ષણં તમ રક્ષતા . यस्यैते षड्दकाराः स्युः स देवांशी नरः स्मृतः ॥ ભગવાનની પૂજા, દયા, દાન, વિનય, ઈન્દ્રિયોનું દમન અને કુશળતા આ છ જેનામાં હોય તે પુરુષ દૈવી સંપત્તિવાન ગણવામાં આવ્યો છે. (૧૧) તારઃ સંવિમવતારો ઢીનાનુપ્રળિઃ II सर्वभूतदयावन्तः ते शिष्टाः शिष्टसम्मताः ॥ જે દાન કરનારા હોય, અતિથિઓમાં વહેંચીને ભોજન કરનારા હોય, ગરીબ દુઃખીજનો પર કરુણા કરનારા હોય અને સર્વ જીવો પ્રત્યે દયાવાળા હોય તેમને આર્ય પુરુષોએ સજ્જનો તરીકે સમ્મત કર્યા છે. (૧૨) છોડકે કુસંગત, સુસંગથી સનેહ કીજે; ગુણ ગ્રહી લીજે, અવગુણ-દૃષ્ટિ ટારકે. શ્રીમદ્ ચિદાનંદજી મહારાજ (૧૩) શાન્તો સાત્ત ૩૫રસ્તિતિ સહિતઃ श्रद्धावन्तो भूत्वाऽऽत्मन्येवात्मनं पश्येत् ॥ શાંત, જિતેન્દ્રિય, ઉપરત, તિતિક્ષાવાન (સહનશીલ), ઈન્દ્રિયમનને એકાગ્ર કરી અને શ્રદ્ધાવાન થઈને (મુમુક્ષુ) આત્મામાં જ આત્માનું અવલોકન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90