________________
ત્રીજા અધ્યાય “ગુણજિજ્ઞાસા' નું પરિશિષ્ટ
(૧) વિવિનો વિવેત્ત શામવિલુખશાસિનઃ
मुमुक्षोरेव हि ब्रह्मजिज्ञासा योग्यता मता ॥
વિવેકી, વૈરાગ્યવાન અને ઉપશમાદિ ગુણોથી વિભૂષિત એવો મુમુક્ષુ જ બ્રહ્મજિજ્ઞાસાને યોગ્ય ગણવામાં આવ્યો છે. (૨) () વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું – આટલા ગુણ
જેનામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે (a) (ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ) એ ગુણો જ્યાં સુધી જીવને વિષે સ્થિરતા પામશે નહિ ત્યાં સુધી
આત્મસ્વરૂપનો વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે. (૩) કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જોગ.
મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. (४) शान्तो दान्तो, सदागुप्तो मोक्षार्थी विश्ववत्सलः । निर्दभायां क्रियां कुर्यात् साध्यात्मगुणवृद्धये ॥ શાંત, જિતેન્દ્રિય, અંતર્મુખ બાહ્યચેષ્ટારહિત) મોક્ષાર્થી અને જગતના જીવો પ્રત્યે વાત્સલ્યભાવવાળો જે (સાધક) માયારહિત ક્રિયા કરે છે તે
અધ્યાત્મગુણોની વૃદ્ધિ માટે થાય છે. (૫) સગુ મેરી જુળનુ પ્રમોર્વ
क्लिष्टेषु जीयेधु कृपापरत्वम् । माध्यस्थभावं विपरीतवृत्तौ
सदा ममात्मा विदधातु देव ॥ હે પરમાત્મા ! જીવમાત્ર સાથે મૈત્રી, ગુણીજનો પ્રત્યે પ્રમોદભાવ, દુઃખી જીવો પ્રત્યે કરૂણાશીલતાનો ભાવ અને વિપરીત આચારવાળા જીવો
પ્રત્યે માધ્યસ્થભાવ મને આપજો. (ડ) મંદ વિષય ને સરળતા, સહઆજ્ઞા સુવિચાર,
કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ઘાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org