________________
૨૬
ત્યારે જ તેના જીવનમાં તે દોષોને ઉખાડીને ફેંકી દેવાનો પુરુષાર્થ ઊમટી પડે છે જેમ કે :
बुरा देखने मैं गया, बुरा न मिलिया कोई । जो खोजूं दिल आपका मौंसे बुरा न कोई ॥ અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ?
માનવ' અને ‘સદ્ગૃહસ્થ'ની ભૂમિકા : હવે વિધેયાત્મક વિધિથી ગુણગ્રાહકતાની સાધનાના ક્રમનો વિચાર કરીએ તો ત્યાં પ્રથમ ભૂમિકાને ‘માનવતા’ની ભૂમિકા અને તેથી કાંઈક આગળ વધીને ‘સદ્ગૃહસ્થ’ની ભૂમિકા પ્રાપ્ત કરવાની છે, એમ કહી શકાય. આ બન્ને ભૂમિકાઓમાં સામાન્યપણે જે જે ગુણોનો વિકાસ ક૨વાનો છે તેમાં મુખ્યત્વે નીચેના ગુણોનો સમાવેશ થાય છે :
[૧] કોઈ પણ જીવનું કોઈ પણ રીતે બૂરું ઇચ્છવું નહિ.
[૨] સમાજ અને ધર્મ : બન્ને દૃષ્ટિકોણથી જોતાં જેનો સામાન્યપણે નિષેધ કરવામાં આવ્યો હોય તેવાં ખરાબ વ્યસનો છોડી દેવાં જેમ કે જુગાર, દારૂ પીવો, પરસ્ત્રીગમન કરવું વગેરે.
[૩] વિશ્વાસઘાત ન કરવો.
[૪] વ્યાવહારિક જીવનમાં સામાન્યપણે સત્યનિષ્ઠા પાળવી; જેમ કે કોઈને વચન આપ્યું હોય તો તે આપ્યા પછી ફરી ન જવું.
[૫] જેના વિના ચાલી શકે છે એવા માંસાદિકનો આહાર કદાપિ ન લેવો, કારણ કે તે સ્થૂળ હિંસાનું કારણ છે અને અન્ય મૂક પ્રાણીઓના ઘાત વગર તેની પ્રાપ્તિ થતી નથી.
[૬] જ્યારે પોતાને મોકો મળે ત્યારે તન, મન અને ધનથી અન્યનો ઉપકાર કરવાની વૃત્તિ રાખવી.
[૭] પોતાનો પોશાક સ્વચ્છ પરંતુ સાદો રાખવો.
[૮] હિસાબ કરવામાં સામી વ્યક્તિને છેતરવી નહિ ઇત્યાદિ.
આ પ્રમાણે સામાન્ય જીવનસુધારણાને પ્રાપ્ત કરીને જ્યારે લક્ષપૂર્વક આત્માર્થીના કે મુમુક્ષુના ગુણોને પ્રાપ્ત કરવા તરફ સાધકજીવ વળે છે ત્યારે તેને માટે સત્સંગનો યોગ અને તત્ત્વગ્રહણની જિજ્ઞાસા જરૂરી બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org