Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 38
________________ અધ્યાય ત્રીજો ગુણજિજ્ઞાસા ભૂમિકા : આગળના બે અધ્યાયોમાં આપણે સત્સંગ અને સ્વાધ્યાયરૂપી બે સાધનોનો વિચાર કર્યો. આ બે સાધનોની જેમણે પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક આરાધના કરી હોય તેવા સાધકોને પોતાના જીવનમાં અનેક સદ્ગણોનો આવિર્ભાવ થતો હોય એમ અનુભવમાં આવે છે. કારણ કે તે બન્ને સત્સાધનોનું સ્વરૂપ જ એવું છે કે તેમની આરાધના કરતી વખતે અમુક નિયમોનું પાલન કરવું પડે છે અને સારી ટેવો પાડીને જીવનને શિસ્તબદ્ધ બનાવવું પડે છે. વળી આ ઉપરાંત જેમના સાન્નિધ્યમાં રહીને સત્સંગ-સ્વાધ્યાયની આરાધના કરવામાં આવે છે તેમના ઉદાત્ત અને વિશુદ્ધ વ્યક્તિત્વની છાપ વિવેકી સાધકના જીવન ઉપર પડ્યા વિના રહેતી નથી, અને તેથી સદ્ગણોનો સંચાર તેના જીવનમાં સહેજે થવા લાગે છે. આ પ્રમાણે જોકે, ગુણ પ્રાગટ્યની પ્રક્રિયા સાધકના જીવનમાં થવા લાગે છે તોપણ શુદ્ધ આત્મજ્ઞાનધારણા માટેની પાત્રતા માત્ર આટલાથી જ સંપ્રાપ્ત થઈ શકતી નથી. તથારૂપ પાત્રતા પ્રગટ કરવા માટે એક સુનિશ્ચિત અને સુસંકલિત સદ્ગુણગ્રાહકતાના કાર્યક્રમને અંગીકાર કરવો રહ્યો અને પોતાના સર્વ પ્રયત્નોથી તેની સિદ્ધિ કરવી રહી. નિજદોષોની સ્વીકૃતિ ઃ આવા સગુણો જીવનમાં પ્રગટાવવા માટેના યત્નની પહેલી ભૂમિકામાં સાધક માટે એ જરૂરી છે કે, તે ગુણોના પ્રતિસ્પર્ધી એવા દોષો પોતામાં છે તેનો તેને સ્પષ્ટ ખ્યાલ હોય. વળી તે દોષો ત્વરાથી અને સંપૂર્ણપણે કાઢવા એમાં જ મારું કલ્યાણ છે એમ જ્યારે અંતરમાં ભાસે અને એ દોષો આંખમાં પડેલી કાંકરી કે પગમાં વાગેલા કાંટાની જેમ ખૂંચે ત્યારે જ તે કાઢવાનો યથાયોગ્ય પ્રયત્ન બની શકશે, નહિતર શિથિલતા અને પ્રમાદને લીધે યોગ્ય સફળતા મળશે નહિ. આ પ્રમાણે જ્યારે નિજ દોષોની સ્વીકૃતિથી સાધક જીવને અત્યંત પશ્ચાત્તાપ થાય છે અને પોતાની લઘુતાનો અને અધમદશાનો ખ્યાલ આવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90