Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 43
________________ ૩૦ આત્માની વિશુદ્ધિ થતી નથી. જેમ ખારી ભૂમિમાં બીજ વાવવાથી તે ઊગતું નથી પરંતુ બળી જવાથી તે નિરર્થકપણાને પામે છે તેમ વિશુદ્ધિ વિનાના સાધકના આત્મામાં સંતપુરુષોની વાણીરૂપ બીજ નિરર્થકપણાને પામે છે અર્થાત્ બોધ પરિણામ પામતો નથી. આ સિદ્ધાંતને લક્ષમાં રાખીને પૂર્વે મહાત્માઓએ સાધકને વિવિઘ ગુણો સેવવા પ્રત્યે પ્રેરણા કરી છે. પાંચ ઇન્દ્રિયોના ભોગના પદાર્થોનું માહાત્મ અંતરમાં ઘટાડી તે તે અસતુ-પ્રસંગોના અપરિચયનો અભ્યાસ કરવાથી વિષય-લોલુપતાની માત્રા ધીમે ધીમે ઘટે છે. આવો અભ્યાસ કરવા માટે સત્સંગ-સત્સાધન અર્થે જ્યાં સાદાઈથી જીવન જીવવાનું હોય તેવા સ્થાનમાં થોડા થોડા દિવસ રહેવાનો નિયમ રાખવો, જેથી ક્રમે કરીને વિષયલોલુપતાનો અપરિચય થઈ શકે. વિનય ગુણની આરાધનાને મોક્ષમાર્ગમાં પ્રથમથી જ અનિવાર્ય કહી છે. પ્રજ્ઞાવંત શાસ્ત્રકારોએ આઠ પ્રકારના અભિમાનને (કુળના-જાતિના-જ્ઞાનનાપૂજાના બળના-ઋદ્ધિના-તપના-શરીરના) નિરંતર છોડવા માટે ઉદ્યમી રહેવાની સાધકને આજ્ઞા કરી છે. લૌકિક વિદ્યા પ્રાપ્ત કરવા માટે પણ વિનયી થવું પડે છે તો પરમ અલૌકિક એવી આ અધ્યાત્મવિદ્યા મેળવવા માટે વિનયગુણની વિશિષ્ટ આરાધના કરવી પડે તે સહેજે સમજી શકાય તેવી વાત છે. વિનયગુણની આરાધનામાં પૂર્વે થયેલા પરમપુરુષોનું અને સંત-મહાત્માઓનું સ્મરણ અને તેમણે પ્રાપ્ત કરેલો લોકોત્તર અધ્યાત્મવિકાસ સાધકને ખૂબ ઉપયોગી છે કારણ કે ભગવાનશ્રી ઋષભદેવ, શ્રીરામ, શ્રીમહાવીર, મહાત્મા બુદ્ધ, શ્રીમદ્ શંકરાચાર્ય, શ્રીમદ્ રાજચંદ્ર વગેરેને સંભારતાં પોતાની તુચ્છતાનો-અલ્પત્વનો ખ્યાલ સાધકને તુરત આવી જાય છે અને તેનું અભિમાન ઓગળી જાય છે. આ ગુણની આરાધના માટે સાચા સંતનો બોધ-સમાગમ પ્રાપ્ત કરવાના આશયથી લોકલાજ આદિ પ્રતિબંધોથી રહિત થવું જોઈએ અને જ્યારે આમ કરવામાં આવે ત્યારે વિનય ગુણની આરાધના કોઈ અપેક્ષાએ સર્વધર્મ સમભાવમધ્યસ્થભાવ-ની આરાધના પણ સમાવેશ પામી જાય છે. જ્યાંથી જ્યાંથી સત્ય પ્રાપ્ત થાય અને આત્મકલ્યાણ પ્રત્યે વળી શકાય ત્યાંથી ત્યાંથી સત્યને ગ્રહણ કરવું અને આ પ્રકારની સત્યગ્રહણની સાધનામાં બાહ્ય પ્રતિબંધોને ગૌણ કરી તેમને ઓળંગવામાં આવે ત્યારે જ મધ્યસ્થતાની સિદ્ધિ હોય છે અને આત્મબળ વર્ધમાન થાય છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90