Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 40
________________ ૨૭ જો તથારૂપ યોગ અને વર્તન નહિ હોય અને સાધક માત્ર પોતાના સામાન્ય બળ ઉપર જ આધાર રાખીને આગળ વધશે તો તે અમુક અંશે દૈવી સંપત્તિ, સાત્ત્વિક ગુણો કે શુભ ભાવની ભૂમિકા સુધી પહોંચી શકશે ખરો પરંતુ તે લૌકિક ગુણોને પહોંચીને જે અલૌકિક ગુણ-નિજત્મદૃષ્ટિ – શુદ્ધ દૃષ્ટિ – ગુણાતીત દૃષ્ટિ – પ્રાપ્ત કરવાની છે તેનાથી વંચિત રહી જશે, અને જો આમ થશે તો અજ્ઞાન, અવિદ્યા કે મોહગ્રંથિને છેદવાનું તેના જીવનું લક્ષ્ય સિદ્ધ થશે નહિ. જે ગુણોને સંપન્ન કરતાં વિવેકી સાધકને છ માસ લાગવા યોગ્ય છે તે જ કાર્ય તે સાધકને સત્સંગના યોગમાં દોઢથી બે માસમાં સિદ્ધ થઈ શકે એવું અલૌકિક માહાભ્ય સત્સંગનું છે; જેના યોગમાં વગર કહ્યું અને વગર શીખવ્યું પણ ગુણોની યાદ સાધકને આવ્યા જ કરે છે. આ ઉપરથી એમ નક્કી થયું કે પોતાના કાર્યને સફળતાથી, સહેલાઈથી, ત્વરાથી અને તત્ત્વદૃષ્ટિસહિત સફળ બનાવવા માટે સામાન્ય સાધકને આત્માનુભવી સંતની તેટલી જ જરૂર છે. જેટલી બગીચાને માળીની છે અથવા ખેતરને રખેવાળની છે. જિજ્ઞાસુના સામાન્ય ગુણોની ગણના મુમુક્ષુને માટે જે વધારે ઉપયોગી છે તેવા ગુણોને પ્રાપ્ત કરવાની વિધિનું વિવરણ કરીએ તે પહેલાં કંઈક વિસ્તારથી મુમુક્ષુને ઉપયોગી સામાન્ય ગુણો ઉપર એક દૃષ્ટિપાત કરી જઈએ. (૧) વિનય (૧૩) મધ્યસ્થતા (૨) શાંતપણું (૧૪) વિશાળ દૃષ્ટિ (૩) સરળતા (૧૫) મૈત્રી (૪) સાદાઈ (૧૬) બ્રહ્મચર્યમાં પ્રીતિ (૫) સંતોષ (૧૭) સેવાવૃત્તિ (૬). જાગૃતિ (૧૮) પરમાત્માની ભક્તિ (૭) ગુણગ્રાહકતા (૧૯) ગુરુભક્તિ (૮) દયા (૨૦) નિર્બસનતા | (૯) ધૈર્ય (૨૧) સત્યપ્રિયતા (૧૦) અચંચળતા (૨૨) નિઃસ્વાર્થભાવ (૧૧) જીવમાત્રમાં સમદ્રષ્ટિ (૨૩) અભ્યાસમાં રસ (૧૨) પરોપકારવૃત્તિ (૨૪) તત્ત્વગ્રાહી દૃષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90