________________
સ્મરણ રાખવા આજ્ઞા આપે છે.
વ દેહાભિમાન, કર્તુત્વબુદ્ધિ, માયાચાર અને ક્રોધાદિ ભાવો સાધનાના કાળ દરમિયાન ન થાય તેની નિરંતર સાવચેતી રખાવે છે.
દૈનિક ચર્યામાં પણ તત્ત્વોનુસંધાનનો અભ્યાસઃ ખાતાં, પીતાં, ઊઠતાં, હરતાંફરતાં, પહેરતાં-ઓઢતાં, જાજરૂ- બાથરૂમમાં, સ્નાન કરતાં, પથારીમાં કે વાહનમાં કોઈ પણ નિત્યનૈમિત્તિક ક્રિયા કરતી વખતે તે ક્રિયા કરવામાં અથવા તત્સંબંધી પદાર્થોમાં ચિત્ત તલ્લીન ન થઈ જાય તે શિખવાડે છે. દાખલા તરીકે,
આ માણસે કેવાં સારાં કપડાં પહેર્યા છે'', ““શાક કેવું, સરસ થયું છે”, “ઓરડામાં કેવી સરસ ઠંડી હવા આવે છે'', “સૂવા બેસવાની કેવી સારી સગવડ છે' એવા વચનાલાપમાં અને વિચારધારામાં ન વહી જવું એમ સાધકને ટકોર કરીને તેને સાવધાન બનાવી દે છે.
- ૩ સત્સંગના અપૂર્વ-અલૌકિક માહાભ્યનું પોતાની ચર્ચા વડે દિગ્દર્શન : પૂર્વસંસ્કારને વશ એવા સામાન્ય માનવીને અસત્સંગ-અસત્યસંગમાં જ રુચિ રહ્યા કરે છે. પરંતુ સંતોને તો અંતરમાં સત્સંગનો મહિમા જ રહ્યા કરે છે. જેથી તેઓ અન્ય સત્સંગીઓ પ્રત્યે અને આગંતુક (સત્સંગાથે ખાસ નિમંત્રિત) મહાત્માઓ પ્રત્યે યથાપદવી આદર-સત્કાર-વાત્સલ્ય બહુમાનનો ભાવ લાવીને વર્તે છે, તેમની (નિમંત્રિત સંતોની) વાણી પોતે શ્રદ્ધા અને ધ્યાન સહિત સાંભળે છે અને કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિકતા કે સંકુચિતતાને પોતાના આત્મામાં સ્થાન આપ્યા વિના જે જે કાંઈ આત્મકલ્યાણ અર્થે ગ્રહણ કરવા યોગ્ય હોય તેને ગ્રહણ કરે છે, અને પૂર્વ-આગ્રહને છોડી દે છે.
આવા સહજ ગુણગ્રાહી મહાત્માઓનો સંગ નિઃસંશય સૌને હિતકારી છે એમ અંતરમાં દૃઢ નિશ્ચય કરીને ચાલો, સત્સંગનો લાભ લેવા, જરૂર તે હિતકારી થશે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org