________________
૧૫
ઊપજી છે જેને તેવા સાધકે, સર્વપ્રથમ જ મારે શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો છે એવો પાકો નિર્ણય કરવો અને પછી તેનો આનંદ વત્તેઓછે અંશે પ્રગટ કર્યો છે જેમણે એવા શ્રીસદ્ગર અથવા સત્પરુષની વાણીનું તેમના સાન્નિધ્યમાં રસપાન કરવું. જ્યાં આવો પ્રત્યક્ષ સમાગમનો યોગ ન બની શકે ત્યાં ગ્રંથારૂઢ અથવા યંત્રારૂઢ (ટેપરેકર્ડ) થયેલાં તેમનાં વચનામૃતોનું એકનિષ્ઠાથી રુચિપૂર્વક રસપાન કરવું.
આમ જે જે ઉત્તમ શાસ્ત્રો આત્માનું સર્વતોમુખી સ્વરૂપ ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી દર્શાવતાં હોય તે તે સન્શાસ્ત્રના શ્રવણ, મનન, સ્મરણ દ્વારા સત્સંગના યોગમાં રહી મારા આત્મામાં જ અનંત શાશ્વત આનંદ છે એવો વજલપરૂપ નિર્ધાર જે સાધકને થાય તેને સ્વાધ્યાયરૂપી તપ સફળ થયું છે તેમ જાણવું.
સ્વાધ્યાયનું વિશેષ સ્વરૂપ (૧) નિયમતિપણે સગ્રંથોનું વારંવાર વાંચનઃ યદ્યપિ સ્વાધ્યાયનો મુખ્ય હેતુ તો સ્વરૂપ પ્રાપ્તિ છે. પરંતુ સ્વરૂપ પ્રાપ્તિની ભૂમિકાને પહોંચતાં પહેલાં સ્વરૂપનિર્ણયની આવશ્યકતા છે. હવે અહીં વિશેષ એમ છે કે પારમાર્થિક સ્વરૂપનિર્ણય માત્ર બુદ્ધિબળ કે તર્કબળની જ અપેક્ષા નથી રાખતો પરંતુ બીજા પણ વૈરાગ્ય, શાંતભાવ, મધ્યસ્થતા, તીવ્ર મુમુક્ષુતા ઇત્યાદિ ગુણોની અપેક્ષા રાખે છે અને તેથી આવા ગુણોનું સિંચન પોતાના જીવનમાં જે જે જ્ઞાનભાવનાઓ દ્વારા થાય છે તે જ્ઞાનભાવનાઓનો ઉદ્યમ સાધક જીવે કરવો રહ્યો. તેથી અધ્યાત્મગ્રંથોના સેવન ઉપરાંત પણ સંસારની અસારતા અને અશરણતા દર્શાવનાર અન્ય પશુ-નરક આદિ ગતિનાં પ્રત્યક્ષ-પરોક્ષ દુઃખોનું વર્ણન કરનારાં, કર્મોની અનેક વિચિત્રતાઓનું નિરૂપણ કરનારાં અને ભૂતકાળમાં થઈ ગયેલા ભિન્ન ભિન્ન કોટિના અનેકવિધ સંત મહાત્મા-મુનીશ્વરાદિનાં જીવનચરિત્રોનું આલેખન કરનારાં શાસ્ત્રોનું વાચન-મનન પણ સાધક જીવને ખૂબ જ ઉપકારી છે. આ પ્રકારે વાચનરૂપી સ્વાધ્યાયમાં નિયમિતપણે પ્રવર્તવાથી સાધકને વિષયની વિવિધતા, દૃષ્ટિની વિશાળતા, જ્ઞાનની સૂક્ષ્મતા અને આચાર્યો પ્રત્યેની ભક્તિ આદિ અનેક લાભદાયક સદ્ગુણોની પ્રાપ્તિ થાય છે.
વાચન કરવા માટે શાંતિવાળું સ્થાન વધારે ઉપયોગી છે. જેથી બહારના ઘોઘાટ, ટેલિફોનની ઘંટડીઓ, મહેમાનોની અવરજવર વગેરે કારણોથી ચિત્તની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org