________________
૧૯
સંતોનાં વચનામૃત તેમને અવશ્ય કરી સહેલાઈથી સમજાય.
આમ જ્યારે એક બાજુ સ્વાધ્યાય અલ્પકસ્સાધ્ય છે ત્યારે બીજી બાજુ તેનાં અનેક ઉત્તમોત્તમ ફળ એવાં છે કે તેમનું વર્ણન ખરેખર કોઈ કરી શકે તેમ નથી.
આત્મસ્વરૂપનું જ્ઞાન કહો કે તત્ત્વનો યથાર્થ નિર્ણય કહો, હેય-શેય-ઉપાદેયનું પરિજ્ઞાન કહો, જડ-ચેતનની ભિન્નતાનું ભાન કહો કે સતુ-અસની પૃથકતાનું ભેદવિજ્ઞાન (વિવેક) કહો, તે બધાની પ્રાપ્તિ સ્વાધ્યાયરૂપી તપનું યથાર્થ આરાધન કરવાથી જ થાય છે. આમ, આ મુખ્ય ફળ ઉપરાંત બીજા પણ અનેક લાભ સ્વાધ્યાયથી થાય છે જેવા કે – (૧) બુદ્ધિ વધે છે. (૨) ચિત્તના ભાવોની શુદ્ધિ થાય છે. (૩) બાકીના બધા પ્રકારના બાહ્ય અને અત્યંતર તપમાં પ્રવર્તવાની વિધિ
અને ક્રમનું જ્ઞાન પણ આ સ્વાધ્યાયરૂપી તપ વડે જ પ્રાપ્ત થાય છે. (૪) જ્ઞાની-મહાત્માઓનાં વચનોમાં ચિત્ત લાગેલું રહે છે. (૫) લીધેલાં વ્રતોમાં દોષ (અતિચાર) લાગતા નથી. (૬) સંશયનો નાશ થાય છે. (૭) અજ્ઞાની પુરુષોના ઉપદ્રવથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે. (૮) મોક્ષરૂપ પુરુષાર્થ સિવાયની અન્ય ઇચ્છાઓ ઘટી જવાથી મુમુક્ષતા વર્ધમાન
થાય છે, સંકલ્પ-વિકલ્પોનું મંદપણું થાય છે અને ચિત્તવૃત્તિ અંતર તરફ વળવાથી ધ્યાનનો અભ્યાસ સરળતાથી અને સફળતાપૂર્વક થઈ શકે છે.
આવાં અનેકવિધ અને ઉત્કૃષ્ટ ફળોને આપનારા સ્વાધ્યાયમાં કયો સાધક ઉદ્યમી નહિ થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org