________________
૧૭
તેવાં શાસ્ત્રોની પસંદગી સ્વાધ્યાય માટે કરવી હિતાવહ છે.
(૨) લેખિત સ્વાધ્યાય : જેમને ઑફિસે, દુકાને ને નોકરીએ જવાનું છે તેમણે એક નાની પૉકેટ-સાઇઝની' ડાયરી રાખવી જોઈએ. આ ડાયરીમાં નાનાં નાનાં, સુંદર, મુખ્યપણે પદ્યાત્મક સચનોનો સંગ્રહ લખવો. જ્યારે જ્યારે ઘરની બહાર નીકળીએ ત્યારે બસ કે ટ્રેનની મુસાફરીમાં અથવા રિસેસમાં અથવા ઘરાકી ન હોય ત્યારે અથવા બીજા અવકાશના સમયે પોતાના મનને નવરું ન રાખતાં આ વચનોના વાચનમાં એવી રીતે જોડવું કે ઘીમે ધીમે તે વચનો આપણને યાદ રહી જાય. આ પ્રકારે આવાં સચનો સ્મૃતિમાં રહેવાથી રાત્રે અંધારામાં, ધ્યાન દરમિયાન અથવા આંખોનું તેજ ઘટી જાય તેવે સમયે આત્મચિંતન કરવામાં ઘણાં ઉપયોગી થઈ પડશે. આ રીતે સ્મૃતિમાં રાખેલાં વચનો સાધકને નિરંતર જ્ઞાનાભ્યાસમાં અત્યંત ઉપયોગી થાય છે અને આત્મશુદ્ધિના પ્રયોજનમાં નિરંતર સાથીની ગરજ સારે છે.
ઉપરોક્ત વિધિથી જેમ નાની પૉકેટ ડાયરીમાં સ્મૃતિમાં રાખવા માટે વચનો લખ્યાં તે પ્રકારે મોટા પાયા ઉપર લેખિત સ્વાધ્યાય નિવૃત્તિનાં (૧/૨ કલાકથી વધારે એકસાથે) સમયમાં કરવાનો છે. આ માટે ત્રણસોથી ચારસો પાનાંનો એક ચોપડો અથવા રોજમેળની સાઇઝની પાકા પૂંઠાની નોટ વાપરવી સરળ પડશે. જેટલું વાંચીએ તેનાથી ચોથા ભાગનું પણ જો લખીએ તો જે સચનો લખ્યાં હોય તેનો ભાવ વધારે સ્પષ્ટપણે ભાસે છે અને તેથી સમજવામાં, સ્મરણમાં રાખવામાં અને મનન કરવામાં વધારે અનુકૂળતા રહે છે. ધીમે ધીમે બોલતાં બોલતાં જો લેખિત સ્વાધ્યાય કરવામાં આવે તો હાથ, આંખો, જીભ, કાન અને ચિત્ત એમ શરીરનાં પાંચ અંગો એકીસાથે સાધનામાં જોડાશે અને આમ લખેલાં વચનોનો ઘનિષ્ઠ અને સર્વતોમુખી પરિચય થતાં સાધકને જ્ઞાનાર્જનમાં સુવિધાપૂર્વક સફળતા સાંપડશે.
આ ઉપરોક્ત પ્રશ્નારની સ્વાધ્યાય-પદ્ધતિ જ્યારે આત્મસાધનાના અંગરૂપે જ બનાવી લેવામાં આવશે ત્યારે તેનાથી થતા લાભનો સાધકને પોતાને જ અનુભવ થશે અને સાધનાનું એ અંગ તેને માટે એક દૈનિકચર્ચાનો વિષય થઈ જશે.
(૩) પરિવર્તનારૂપી સ્વાધ્યાય : સ્વાધ્યાયનો આ પ્રકાર આમ્નાય અથવા ઘોષણા નામથી પણ ઓળખાય છે. વાચન અથવા લેખન દરમિયાન જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org