Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 34
________________ સત્ક્રુતનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે, પણ જો નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમ થઈ શકે એમ છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. નિયમિતપણે નિત્ય સદ્ગ્રંથનું વાચન તથા મનન રાખવું યોગ્ય છે. (७) स्वाध्यायप्रवचनाभ्याम् न प्रमदितव्याम् । સ્વાધ્યાયમાં અને પ્રવચનમાં આળસ ન કરવી જોઈએ. (८) नापि अस्ति नापि च भविष्यति स्वाध्यायसमं तपः कर्म । સ્વાધ્યાયના જેવું તપ હતું નહિ, છે નહિ કે થશે પણ નહિ. (૯) આહારનિદ્રામવમૈથુન ૨ ૨૧ ज्ञानं हि तेषां अधिको विशेषः सामान्यमेतद् पशुभिर्नराणाम् । ज्ञानेन हीनाः पशुभिः समानाः ॥ આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ ચાર પશુઓ તેમ જ મનુષ્યો બન્નેમાં સરખાં છે. માત્ર જ્ઞાન જ તેમનામાં વિશેષતાવાળું છે માટે જે જ્ઞાન વગરના છે તે પશુ સમાન છે. (१०) यत्पवित्रम् जगत्यस्मिन् विशुद्धयति जगत्त्रयी । न तद् हि सतां सेव्यं श्रुतज्ञानं चतुर्विधम् ॥ આ લોકમાં જે અત્યંત પવિત્ર છે, ત્રણે લોકની વિશુદ્ધિનું જે કારણ તેવું આ ચાર પ્રકારનું* સત્શાસ્ત્રનું જ્ઞાન સંતજનો વડે સેવનીય છે. (૧૧) ન હિં જ્ઞાનેન સદૃશનું પવિત્રમિન્હ વિદ્યતે। જ્ઞાન સમાન પવિત્ર વસ્તુ આ જગતમાં અન્ય કોઈ નથી. (૧૨) વૈજ્ઞો, કૃતિ યા વૃદ્ધિ અવિધા સા પ્રીતિતા । नाहं देहः चिदात्मेति बुद्धिः विद्येति भण्यते ॥ હું દેહ છું એવી બુદ્ધિ તે અવિદ્યા કહેવાય છે, હું ચૈતન્યસ્વરૂપી આત્મા છું, દેહ નથી; એવી બુદ્ધિ તે (સાચી) વિદ્યા છે. Jain Education International આ ચાર પ્રકાર એટલે – (૧) દ્રવ્યાનુયોગ-તત્ત્વનિરૂપકજ્ઞાન (૨) ચરણાનુયોગ-આચારસંબંધી જ્ઞાન (૩) કરણાનુયોગ-કર્મ સિદ્ધાંતાદિનું જ્ઞાન (૪) કથાનુયોગ-પૂર્વે થયેલા મહાત્માઓના જીવનચરિત્રાદિનું નિરૂપણ કરનારું જ્ઞાન. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90