Book Title: Sadhna Sopan Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra KobaPage 33
________________ બીજા અધ્યાય “સ્વાધ્યાયનું પરિશિષ્ટ સ્વાધ્યાયનું સ્વરૂપ અને માહામ્ય : (१) ज्ञानभावनाऽऽलस्यत्यागः स्वाध्यायः । જ્ઞાનાર્જનમાં* આળસનો ત્યાગ કરવો તે સ્વાધ્યાય છે. (૨) વાવનાપૃચ્છનાનુબેલાના શાઃ || વાંચવું, સંશયના નિવારણ અર્થે વિનય સહિત પૂછવું, જાણેલા અર્થનું ફરી ફરી ચિંતન કરવું, સ્પષ્ટ ઉચ્ચારણ સહિત (શાસ્ત્રવચનોનું) બોલવું અને ધર્મનો ઉપદેશ કરવો એ પાંચ, સ્વાધ્યાયના પ્રકાર છે. (3) परतप्तिनिरपेक्षः दुष्टविकल्पानां नाशनसमर्थः तत्त्वविनिश्चयहेतुः स्वाध्यायः ध्यानसिद्धिकरः । સ્વાધ્યાયરૂપી તપ પરનિંદાથી નિરપેક્ષ હોય છે, ખોટા વિકલ્પોનો નાશ કરવામાં સમર્થ છે, તત્ત્વોનો નિર્ણય કરવામાં કારણરૂપ છે અને ધ્યાનની સિદ્ધિ કરવાવાળું છે. (४) यः आत्मानं जानाति अशुचि शरीरात् तत्त्वतः भिन्नम् ज्ञायकरूपस्वरूपं स शास्त्रं जानाति सर्वम् । જે પોતાના આત્માને આ અપવિત્ર શરીરથી ખરેખર જુદો અને જ્ઞાયકરૂપે જાણે છે તે સર્વ શાસ્ત્રોને જાણે છે. (५) ज्ञानमेकाग्रचित्तश्च स्थितः च स्थापयति परम् । श्रुतानि च अधीत्य, रतः श्रुतसमाधौ ॥ અધ્યયનથી જ્ઞાન અને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે, પોતે ધર્મમાં સ્થિર થાય છે અને અન્યને પણ ધર્મમાં સ્થિર કરે છે. અનેક પ્રકારના શાસ્ત્રાધ્યયનથી તે શ્રુતસમાધિમાં સ્થિર થાય છે. (૬) આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુજીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે, સત્કૃત અને સત્સમાગમ. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સત્કૃતનો પરિચય છે. * જ્ઞાનપ્રાપ્તિની ભાવનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90