________________
અધ્યાય બીજો
સ્વાધ્યાય
સ્વાધ્યાયનું સ્વરૂપ :
સમતાભાવને પ્રાપ્ત થયેલા પુરુષો દ્વારા પ્રણીત થયેલાં, શાંતભાવને ઉત્પન્ન કરનારાં, સાધકને સાચો મોક્ષમાર્ગ બતાવનારાં વચનોનું શ્રવણ, વાચન, સ્મરણ, પુનઃસ્મરણ અને ઉપદેશ કરવો તેને સ્વાધ્યાય કહે છે. આ પ્રમાણે જ્ઞાનાર્જનની ભાવનાથી પ્રેરિત થઈ, સત્સંગના યોગમાં રહી, સન્શાસ્ત્રના વાચન-વિચારમાં પ્રમાદરહિતપણે વર્તવું તે સ્વાધ્યાય છે.
સ્વાધ્યાયનો હેતુ સાધકનું ધ્યેય આત્મશાંતિ છે. તેની પ્રાપ્તિ આત્મસમાધિથી છે. તેની પ્રાપ્તિ આત્મજ્ઞાનથી છે. તેની પ્રાપ્તિ વિવેકથી છે.
તે વિવેક હેય-ઉપાદેયના પરિજ્ઞાનથી થાય છે. તેની પ્રાપ્તિ સ્વાધ્યાયથી થાય છે.
આત્મનિષ્ઠ સંતના મુખેથી શ્રવણ કરેલો ઉપદેશ તે પણ સ્વાધ્યાયનો જ એક પ્રકાર છે. અર્થાત્ સદ્ગરબોધ અને સ્વાધ્યાય કથંચિત્ એકરૂપ છે.
હેય અને ઉપાદેય તત્ત્વોનું પરિજ્ઞાન જે છોડવા યોગ્ય, ત્યાગવા યોગ્ય, અપરિચય કરવા યોગ્ય છે તેને હેય કહે છે, અને જે આદરવા યોગ્ય, અંગીકાર કરવા યોગ્ય, ઉપાસના કરવા યોગ્ય હોય તેને ઉપાદેય કહે છે. હેય તત્ત્વનું પરિજ્ઞાન :
આત્મામાં ઉત્પન્ન થતા કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મત્સર વગેરે વિકારી ભાવો નિશ્ચયથી છોડવા યોગ્ય છે કારણ કે તે હોતાં આત્મામાં ક્લેશ અને આકુળતા ઊપજે છે જેના ફળરૂપે આત્માનો સ્વાભાવિક આનંદ નાશ * છોડવા યોગ્ય અને પ્રહણ કરવા યોગ્ય વસ્તુના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org