________________
૧૪
પામે છે. આમ, આત્માના મૂળ સ્વભાવના પ્રતિસ્પર્ધી હોવાના કારણે આવા ભાવો સર્વથા હેય છે.
- હવે અહીં વિશેષ એમ છે કે આત્મા સિવાયના અન્ય બાહ્ય પદાર્થોનો આશ્રય લેવાથી (તેમાં ચિત્ત લગાવવાથી) આવા વિકારી ભાવો ઊપજે છે, તેથી જે સાધકને તેવા ભાવો ઈષ્ટ નથી. તેણે બુદ્ધિપૂર્વકના તે તે બાહ્ય પદાર્થોના સંસર્ગને છોડવો જોઈએ. અર્થાત્ તેવા બાહ્ય પદાર્થો તેને માટે હેય છે. દૃષ્ટાંતરૂપે દુર્જનોનો સંગ, પરસ્ત્રીસંગ, શિકાર, દારૂ, ધૂળ ચોરી, બહુ પદાર્થોનો સંગ્રહ ઇત્યાદિ.
ઉપરોક્ત પદાર્થોના સંસર્ગથી માત્ર વર્તમાનમાં જ ક્લેશાદિ ઊપજે છે તેટલું નથી પણ તે તે પ્રસંગોમાં પ્રવર્તતા આત્મામાં નવાં નવાં કર્મોનું આગમન થાય છે અને તે કર્મો આત્મા સાથે બંધાય છે. આમ વર્તમાનમાં ક્લેશ, અને ભાવિમાં કર્મબંધનરૂપ પરતંત્રતાનું કારણ હોવાથી આવા પ્રસંગો અને ભાવો સાધકને માટે અપરિચય કરવા યોગ્ય છે. ઉપાદેય તત્ત્વનું પરિજ્ઞાન :
આપણો આત્મા સર્વ પ્રકારના વિકારોથી સર્વથા રહિત થાય તે ઉપાદેય છે એટલે કે આત્માની સર્વવિશુદ્ધ દશા થવી અને તેના જ્ઞાન-આનંદ આદિ ગુણોનો પ્રાદુર્ભાવ થવો, તેમનું સંવેદનમાં-અનુભવમાં આવવું તે જ (એકદેશ -શુદ્ધિથી-આંશિક શુદ્ધિથી માંડીને સર્વથા શુદ્ધદશા-પૂર્ણ શુદ્ધદશારૂપ મોક્ષ અથવા મુક્તિ) સાધકનું ધ્યેય છે.
અહીં આત્માની શુદ્ધિને ઉપાદેય ગણી તો તે શુદ્ધિના વિકાસક્રમનું પણ યથાર્થ જ્ઞાન હોવું જરૂરી છે. આ વાત સોનાના દૃષ્ટાંતથી સારી રીતે સમજી શકાય. જેમ ખાણમાંથી કાઢેલું સોનું એકવલું, બેવલું, ત્રણવલું એમ થતાં થતાં સોળવલું એટલે સર્વથા શુદ્ધ થાય છે તેમ આત્માની શુદ્ધિ વિષે પણ તેવો જ ક્રમ છે. આત્મા સાથે જ્યાં સુધી કર્મો લાગેલાં છે ત્યાં સુધી તે મલિન છે. જે પ્રમાણે અગ્નિ, તેજાબ આદિના પ્રયોગથી સોનામાં રહેલી અશુદ્ધિ ઓછી થતી જાય છે તેમ સાચા જ્ઞાન-સંયમાદિના અનુસરણથી આત્મા સાથે લાગેલાં કર્મો છૂટતાં જાય છે અને અશુદ્ધિના હેતુભૂત નવાં કર્મો લાગતાં ન હોવાથી, ક્રમે ક્રમે શુદ્ધ થતો આત્મા સર્વથા શુદ્ધ થઈ જાય છે.
આ પ્રમાણેના આત્મશુદ્ધિના વિકાસક્રમનો સાક્ષાત્કાર કરવાની જિજ્ઞાસા
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org