Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 19
________________ ઊંચું છે તેઓ નાની નાની વસ્તુઓના ત્યાગનો અભ્યાસ અને નિયમ આ સમય દરમિયાન કરી શકે છે. જેમ કે રસાસ્વાદ-ત્યાગ (મીઠું, ખાંડ, મરચું કે તેલનો ત્યાગ), સૂવા માટે માત્ર ચટાઈ કે શેતરંજી વાપરવાનો નિયમ, અથવા એક આહારનો નિયમ (અઠવાડિયામાં એક કે બે દિવસ). જ્યારે બીજા સાધકો પણ વ્રત-નિયમ લેતા હોય ત્યારે ઉલ્લાસના વાતાવરણમાં એકબીજાને પ્રેરણા મળે છે અને જો વિવેકથી નિયમ લીધો હોય તો કાયમની કુટેવ જાય છે અને જીવન શિસ્તબદ્ધ બને છે. બ્રહ્મચર્ય વગેરે મોટા વ્રતના નિયમ માટે પોતાનો પૂર્વ અભ્યાસ, વર્તમાન દશા અને સમગ્ર રીતે વ્રતપાલનની શક્તિ જોયા પછી જ નિયમ લેવો યોગ્ય છે. જેઓએ સત્સંગ દરમિયાન પોતાની વિશિષ્ટ લાયકાતથી સંતને પ્રભાવિત કર્યા હોય અથવા બીજાં યોગ્ય કારણોસર જેના ઉપર સંતની કૃપા ઊતરી હોય તેઓ સંતના ‘અંતેવાસી' થઈ જાય છે અને તેવા વિશિષ્ટ મુમુક્ષુઓના અધ્યાત્મવિકાસનો ભાર કથંચિત્ સંત સ્વીકારી લે છે, કારણ કે એવો જ સહજ પરોપકારી તેમનો સ્વભાવ છે. તેવા સાધકોને તેમની આગળની સાધનાના બધા જ તબક્કામાં સંતનું અનુપમ માર્ગદર્શન, પ્રેરણા અને કૃપા આત્મજ્ઞાનપ્રાપ્તિની છેક છેવટની દશા સુધી મળતાં રહે છે. સત્સંગથી લાભાન્વિત થવાના ઉપાયો સત્સંગનો શ્રેષ્ઠ લાભ લેવા માટે, અને સત્સંગ નિષ્ફળ ન જાય તે માટે સત્સંગ કરતા સાધક જીવે નીચેની બાબતો ઉપર ખાસ લક્ષ આપવું જરૂરી છે. (૧) પોતાની માન્યતાને સાથે લઈને જીવે સત્સંગમાં જવું જોઈએ નહિ. સત્યનો સ્વીકાર કરવાનો જ જીવે આગ્રહ રાખવો. કુળધર્મને સત્સંગમાં વચ્ચે લાવવો નહિ. (૨) ‘હું જાણું છું.' એ અભિમાનને તિલાંજલિ આપી ‘હું કંઈક મેળવવા માટે જાઉં છું' એવો નમ્ર ભાવ રાખવો. (૩) સંત પુરુષની હાજરી હોય તો તેમના પ્રત્યેનો અહોભાવ લાવી, પરમ વિનયવંતપણે વર્તવું. (૪) કોઈ પણ પ્રકારની લૌકિક ઇચ્છા સ્થાપિત કરી ત્યાં જવું નહિ. (૫) લોકોને દેખાડવા માટે, ધર્મી કોઈ કહે તે માટે સત્સંગ કરવાનો નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90