Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 23
________________ ૧૦ ગુણવાળા શ્રમણની સાથે સદાય વસવું યોગ્ય છે. (૮) સાહેબકા ઘર સંતન માંહી, સાહેબ-સંત કછ અંતર નાહીં, કહે કબીર સંત ભલે હી પધારે, જનમ જન્મકે કારજ સારે. (e) Never contract friendship with a man that is not better than thyself. એવા મનુષ્યથી મૈત્રી ન કરવી જોઈએ, જે પોતાનાથી શ્રેષ્ઠ ન હોય. (૧૦) ક્ષણભંગુર દુનિયામાં પુરુષોનો સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે. સંતને શરણે જા. સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. મોટા મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષોના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ, કારણ એના જેવું હિતસ્વી સાધન આ જગતમાં જોયું નથી અને સાંભળ્યું નથી. સત્સમાગમ, સલ્ફાસ્ત્ર અને સદાચારમાં દૃઢ નિવાસ એ આત્મદશા થવાનાં પ્રબળ અવલંબન છે. સત્સમાગમનો યોગ દુર્લભ છે તો પણ મુમુક્ષુએ એ યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગ્ય છે. આરાધનાવિધિ અને ફળ : (૧૧) સત્સત્વે નિઃસંવિં નિઃસંત્વે નિદર્ઘા निर्मोहत्वे निश्चलचित्तं निश्चलचित्ते जीवनमुक्तिः। સત્સમાગમથી અસંગતા આવે છે, અસંગપણાથી નિર્મોહીપણું આવે છે. નિર્મોહીપણાથી ચિત્ત નિશ્ચળ થાય છે. અને ચિત્ત નિશ્ચળ થવાથી જીવન્મુક્તદશા પ્રગટે છે. (૧૨) એક ઘડી, આધી ઘડી, આધીમેં પુનિ આધ, તુલસી સંગત સંતકી કટે કોટિ અપરાધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90