Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 16
________________ સામૂહિક રૂપમાં પણ હોઈ શકે છે અથવા વ્યક્તિગત રૂપમાં પણ હોઈ શકે છે. આ પ્રમાણે સવારની સાધનાના પહેલા તબક્કાથી નિવૃત્ત થઈ દાતણ, ચા-પાણી અને સ્નાનાદિ સમાપ્ત થયે પ્રભુદર્શન અથવા પ્રભુપૂજનમાં અથવા સંત-મહાત્માના દર્શનમાં યોજાવું અને લગભગ ૮-૩૦ વાગ્યાના સુમારે સત્સંગ-સ્વાધ્યાય પ્રવચન વગેરે માટે તૈયાર થવું જોઈએ. અહીં પણ એકાગ્ર ચિત્તથી શ્રવણ કરી જે બોધ મળે તેની નોંધ કરી લેવી અને જે કાંઈ વસ્તુ સમજમાં ન આવી હોય તે અન્ય સાધકોને પૂછવી અથવા તો યોગ્ય સમયે પ્રવચનકર્તાને પૂછવી, જેથી તે બાબતનો યથાર્થ નિર્ણય થાય. જો સંભવ હોય તો પોતાની નોંધ પ્રવચનકર્તાને બતાવવી જેથી પોતે યથાર્થ સમજ્યા છે કે નહિ તેનું નિરાકરણ થાય અને પ્રાપ્ત થયેલો બોધ યોગ્ય શુદ્ધિને પામે. આ પ્રકારે સવારના નિત્યક્રમમાં લગભગ ૧૧-૩૦ વાગી જાય. ત્યાર પછી આહાર વગેરે માટેની છુટ્ટીનો સમય રાખવો. આહાર લીધા પછી સામાન્ય કક્ષાનો સાધક થોડો આરામ કરી શકે છે. જે સાધક આગળ વધેલો હોય તે હવે સવારના પ્રવચનનું મનન કરે અથવા બપોરના સ્વાધ્યાય-પ્રવચનની તૈયારી કરે. લગભગ બપોરના ૨-૦૦ વાગ્યાથી સત્સંગ-પ્રવચનની બીજી બેઠક ચાલુ થાય છે. તેમાં સમય પહેલાં દસ મિનિટે પહોંચી જવાનો નિયમ રાખવો જેથી એવી જગ્યાએ બેસી શકાય કે જ્યાં શાંત અને એકાગ્ર ચિત્તથી શ્રવણ થઈ શકે અને ઘોંઘાટ કે બાળકોના રોવાથી વિક્ષેપ ન થાય. એક કે દોઢ કલાકના સત્સંગ પછી ઘણું કરીને બપોરના ચા-પાણી માટે રિસેસ પડે છે, અને ત્યાંથી માંડીને સાંજના ૫-૩૦ વાગ્યા સુધીના સમયમાં સામૂહિક કે વ્યક્તિગત ભક્તિ, સાંભળેલા પ્રવચનનું મનન અને લખી લીધેલી નોંધને પાકી કરી ફરીથી લખવારૂપ પુનરાવર્તન કરવું. મનની નિર્મળતા અને થોડી એકાગ્રતા પ્રાપ્ત થઈ હોય તો પોતે એકલા અર્થો કે એક કિલોમીટર દૂર જઈ અથવા મોટો આશ્રમ હોય તો એકાંત શાંત સ્થળે બેસી ભગવાન કે સદ્દગુરુની ભક્તિપૂર્વક ધ્યાનમાં - તત્ત્વવિચારમાં – આત્મવિચારમાં બેસવું. જો ચિત્તની તેટલી એકાગ્રતા સઘાતી ન લાગે તો લેખિત જાપ અથવા સમૂહ-તત્ત્વવાર્તા (Group discussion)માં જોડાવું. આ પ્રમાણે સાંજના લગભગ ૫-૩૦ વાગે ત્યારે આહાર માટે જવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90