Book Title: Sadhna Sopan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

Previous | Next

Page 6
________________ જીવનમાં ઘણું કરીને ઉદય થાય છે. પરમાર્થપ્રાપ્તિનું સૌથી પ્રથમ, સૌથી ઉત્કૃષ્ટ અને સૌથી વધારે અગત્યનું સાધન સત્સંગ છે. સત્સંગની વિનયપૂર્વકની ઉપાસનાથી સ્વાધ્યાયરૂપી તપમાં રુચિ ઉત્પન્ન થાય છે અને પ્રેરણા મળે છે. આ પ્રમાણે સત્સંગ-સ્વાધ્યાયની આરાધનાથી સેવાભાવ, શાંતપણું, વિનય, વિવેક, વૈરાગ્ય, ધૈર્ય, તિતિક્ષા, શ્રદ્ધા, તત્ત્વનિર્ણય વગેરે સદ્ગુણોનો સાધકના જીવનમાં ક્રમશઃ આવિર્ભાવ થાય છે. આ પ્રકારની સાધના સિદ્ધ કરનાર સાધકમાં ધીમે ધીમે દિવ્ય પ્રેમ અથવા પ્રભુપ્રેમનો સંચાર થાય છે અને તાત્ત્વિક દિવ્ય પ્રેમ જેમ જેમ વર્ધમાન થતો જાય છે તેમ તેમ સાંસારિક પદાર્થો પ્રત્યેનો તેનો સ્નેહ ઘટતો જાય છે. જ્યારે આ સ્થિતિને પહોંચાય છે ત્યારે સુવિચારના અભ્યાસની સુલભતા સાધકને સાંપડે છે-કારણ કે તેની રુચિ અને ઉપાદેયબુદ્ધિ હવે પ્રભુમાં જ થવા લાગે છે. જેમ જેમ આ પ્રક્રિયા સમ્યક્-અભ્યાસ દ્વારા સુદૃઢ બને છે તેમ તેમ સાધકનું, સ્વરૂપ-સ્મરણમાં સુસ્થિતપણે થાય છે અને એક દિવસ ધ્યાનમાં બેઠેલા એવા તેને સ્વાનુભવ-આત્મસાક્ષાત્કાર-અપરોક્ષ આત્માનુભૂતિ થાય છે અને અહીંથી જ તેના પારમાર્થિક દિવ્ય જીવનનો પ્રારંભ થાય છે. આ પ્રકારના સાધનાક્રમને (સેવાગર્ભિત સત્સંગ, સ્વાધ્યાય, પ્રભુપ્રેમ અને આત્મવિચાર-આત્મસાક્ષાત્કાર) લક્ષમાં રાખીને પ્રસ્તુત ગ્રંથને પાંચ અધ્યાયમાં વિભાજિત કર્યો છે. પ્રત્યેક અધ્યાયને અંતે તે વિષયને લગતું પરિશિષ્ટ મૂક્યું છે; જેમાં ઋષિમુનિઓ અને મહાત્માઓના તે વિષયને લગતા દિવ્ય અને પ્રેરક ઉપદેશને અવરરિત કર્યો છે. તેનું વાચન-મનન કરવા વાચકને ખાસ ભલામણ ક૨વામાં આવે છે. બધા પરિશિષ્ટોમાં અવતરણરૂપે લીધેલાં વચનામૃતોના મૂળ સ્રોતનાં નામ ત્યાં નથી આપ્યાં પણ પરિશિષ્ટ-૬માં આપ્યાં છે. જ્યાં મૂળ કર્તાનું નામ જાણી શકાયું નથી ત્યાં ‘અજ્ઞાત’ એમ લખ્યું છે. આ ગ્રંથ ચુસ્ત સંપ્રદાયવાદીને ઉપયોગી નથી. જે શબ્દજ્ઞાનથી, વાજાળથી અને શુષ્કજ્ઞાનથી જનમનરંજનને કે જીવનનિર્વાહને ઈચ્છે છે તેને તથા વિવેક વગરના બાહ્ય ક્રિયાકાંડમાં જે આગ્રહ રાખે છે તેને પણ આ ગ્રંથથી કાંઈ સાર્થકતા નથી. દૃષ્ટિરાગ અને વ્યક્તિરાગ છોડીને, પક્ષપાતરહિતપણે સત્યની સાધનામાં અનુરક્તિવાળા, આત્મસિદ્ધિથી આત્મશુદ્ધિને પામવાની જિજ્ઞાસાવાળા અન્વેષકોને આ ગ્રંથ મુખ્યપણે ઉપયોગી છે. અલ્પજ્ઞતા અથવા પ્રમાદને વશ થવાથી, સંતો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 90