________________
પ્રથમ આવૃત્તિનું પ્રા-કથન આ નાના ગ્રંથમાં આત્માના અધ્યાત્મવિકાસને માટે જરૂરી મુખ્ય મુખ્ય આરાધનાનાં અંગોનું વર્ણન છે. આરાધનાનાં તે વિવિધ અંગોને સાધક પોતાના રોજિંદા જીવનવ્યવહારની અંદર કેવી રીતે વણી લે છે અને એ રીતે સાધનાનાં એક પછી એક પગથિયાં સાધક કેવી રીતે અને ક્યા ક્રમથી ચડે છે તેનું દિગ્દર્શન આ ગ્રંથમાં થયેલું હોવાથી તેનું નામ “સાધના-સોપાન” રાખવામાં આવ્યું છે.
અધ્યાત્મવિકાસની પ્રાપ્તિ આત્મકલ્યાણના માર્ગે ચાલવાથી થાય છે, તે માર્ગની પ્રાપ્તિ પરમાર્થથી, આત્મજ્ઞાન સિદ્ધ થતાં થાય છે, તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ સુવિચારના અભ્યાસથી થાય છે, તે સુવિચારનો અભ્યાસ સત્-અસત્નો બોધ પ્રાપ્ત થયે બની શકે છે અને તેવો બોધ પ્રાયે આત્મનિષ્ઠ ગુરુથી પ્રાપ્ત થાય છે. આત્મનિષ્ઠ ગુરુનો બોધ અને તેમનું સાન્નિધ્ય ચંદ્રયાનવાળા આ અણુયુગમાં બહુ જ વિરલ છે અને ક્વચિત્-ક્વચિત્ મળે તો પણ થોડા દિવસ પૂરતું મર્યાદિત હોય છે. વળી જ્યારે તેમનો સુયોગ પ્રાપ્ત થાય ત્યારે પણ દિવસમાં બે-ત્રણ કલાક જ તેમનો સીધો લાભ મળે છે.
આ પ્રમાણે પોતાની ગૃહસ્થ વ્યવસ્થા સંભાળતા થકા જ્યારે મહાત્માઓનો યોગ વધુ સમય નથી મળતો ત્યારે પ્રારંભિક અવસ્થાવાળા સાધકના મનમાં અનેક વિચારો આવે છે કે હવે શું કરવું ? સૌથી પહેલાં સાધનાની શરૂઆત કઈ રીતે કરવી? કયાં કયાં સત્ સાધનોને અંગીકાર કરવાં ? સ્વાધ્યાય અને ચિંતનને માટે કયાં ગ્રંથોનું અવલંબન લેવું ? સંત પુરુષોએ સંભળાવેલી સત્ય વાતનો અંતરમાં વિચાર કરતાં પશ્ચાત્તાપના અનેક ભાવો ઉત્પન્ન થાય છે અને એમ પણ ભાસે છે કે અરેરે ! અત્યાર સુધીનું મારું જીવન ખરેખર નિષ્ફળ ગયું અને અંતરમાં રાજી થઈને અવળી બાજી ખેલ્યો તેનું કેવું ભયંકર ફળ આવશે ઈત્યાદિ વિચારતાં નિરાશા અને ખેદનું વાદળું જીવન ઉપર છવાઈ જાય છે. આ અને આવા અનેકવિધ પ્રશ્નો જેના ચિત્તમાં ઊપજ્યા છે તેવા, પ્રથમ અને મધ્યમ ભૂમિકાના જિજ્ઞાસુઓના ચિત્તના કથંચિત્ સમાધાનને અર્થે આ ગ્રંથનો સ્વાધ્યાય-મનન-અનુશીલન ઉપયોગી થશે તેવી તેના પ્રસ્તુતકારની ભાવના છે.
આ ગ્રંથની અંદર તે તે વિષયનું વિવેચન કરનારા પાંચ અધ્યાય છે તેમનો ક્રમ પણ તે જ રીતે ગોઠવવામાં આવ્યો છે કે જે ક્રમથી તે સાધનાનો સાધકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org