Book Title: Sadhna Sopan Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 7
________________ આચાર્યોના બતાવેલા સમીચીન માર્ગથી કાંઈ પણ હીનાધિક અથવા સદોષ પ્રરૂપણ થયું હોય તો સુજ્ઞ પુરુષો તે દોષો તરફ કટાક્ષદ્દષ્ટિથી નહિ જોતાં તે ત્રુટિઓ બતાવવાની કૃપા ક૨શે તેવી નમ્ર પ્રાર્થના છે; જેથી આગળ ઉપર યોગ્ય સુધારો થઈ શકે. સાધક દ્વારા આલેખિત થયેલો, સાધકોને સમર્પિત થયેલો, સત્સાધનોને દર્શાવવાવાળો, સાધનામાં પ્રેરણા આપવાવાળો આ ગ્રંથ સાધકોને સત્ત્ની સાધનામાં સહાયક થઈને તેઓને સ્વ-પર-કલ્યાણના માર્ગમાં પ્રેરો તેવી અંતરની ભાવના પ્રગટ કરી વિરમું છું, . તા. ૯-૫-૧૯૭૬ ડૉ. સોનેજી (હાલના પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજી) શ્રી દેવ-ગુરુ-ધર્મ વંદના નમું સિદ્ધ પરમાત્માને, અક્ષય બોધસ્વરૂપ; જેણે આત્મા આત્મરૂપ; પર જાણ્યું પરરૂપ. નિર્મળ, કેવળ, શુદ્ધ, જિન, પ્રભુ, વિવિક્ત પરાત્મ; ઈશ્વર પરમેષ્ઠી અને અવ્યય તે પરમાત્મ. આત્માજ્ઞાન, સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણી, પરમ શ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. વિષયોની આશા નથી જેને, સામ્યભાવ ધન ધારે છે; નિજપરના હિત સાધનમાં, નિશદિન તત્પરતા રાખે છે. સ્વાર્થત્યાગની કઠિન તપસ્યા, ખેદરહિત થઈ સેવે છે; તેવા સાધુ જ્ઞાની જગતના, દુઃખ સમૂહને છેદે છે. પમાડવા અવિનાશી પદ, સદ્ગુરુવિણ કોઈ સમર્થ નથી; ભવનો લવ જો અંત ચહો તો, સેવો સદ્ગુરુ તનમનથી. છૂટે દેહાધ્યાસ તો, નહીં કર્તા તું કર્મ; નહીં ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિએ કેટલું કર વિચાર તો પામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 90