________________
છઠ્ઠી આવૃત્તિ પ્રસંગે આધ્યાત્મિક સાધના કરનાર સાધકની ઉન્નતિનો ક્રમ દર્શાવનાર આ ગ્રંથ તેની છઠ્ઠી આવૃત્તિમાં જાય છે, તે તેની ઉપયોગિતા દર્શાવે છે.
- પ્રાચીન-અર્વાચીન આધ્યાત્મિક સાહિત્યને પ્રગટ કરવું અને આધ્યાત્મિક સાધના કરવાની ભાવનાવાળાં ભાઈ-બહેનોને સહાયક થવું એ અમારી સંસ્થાનો મુખ્ય હેતુ છે. આ હેતુને સિદ્ધ કરવા માટે કોબા મુકામે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રનું નિર્માણ કરેલ છે; જેનો લાભ ગુજરાત અને ગુજરાત બહારના સાધકમુમુક્ષુઓ પણ હવે વધુ અને વધુ સંખ્યામાં લઈ રહ્યા છે, જે અમારા માટે આનંદનો વિષય છે. સત્સંગ-સ્વાધ્યાય-ભક્તિ અને ચિંતનનો આરાધનાક્રમ સાધના કેન્દ્રમાં નિયમિત ચાલે છે.
સંસ્થાના પ્રેરણામૂર્તિ શ્રદ્ધેય ડૉ. સોનેજીએ વધુ નિવૃત્તિ લઈ સાધનાના માર્ગે વિશિષ્ટ ઉન્નતિ સાધવાના હેતુથી, જ્યારથી વતી જીવન અંગીકાર કરી પૂ. આત્માનંદજી નામ ધારણ કરેલ છે ત્યારથી, સંસ્થાએ પ્રશંસનીય પ્રગતિ કરીને સંસ્કાર-સિંચન, સાહિત્ય-પ્રકાશન અને ધર્મપ્રભાવનાના ક્ષેત્રોમાં મોટું યોગદાન કર્યું છે. આ અંગેની વિશેષ વિગત આ પુસ્તકમાં અન્યત્ર આપેલ છે; જે અવલોકવા વાચકવર્ગને વિનંતી છે.
નાત-જાત, ધર્મ કે સંપ્રદાયના ભેદ વગર, કોઈ પણ સાધકને પોતાના જીવનમાં ઉપયોગી થઈ શકાય તેવા પ્રાયોગિક ધોરણે લખાયેલા આ ગ્રંથનો વધુ જિજ્ઞાસુઓ લાભ લેશે તો ભૌતિકવાદ, આતંકવાદ, વિતંડાવાદ, સંઘર્ષ, સ્વાર્થીપણું અને હિંસકવૃત્તિના આ કાળમાં પણ, વ્યક્તિગત અને સામૂહિક સ્તરે સંપ, શાંતિ, મૈત્રી, અહિંસા અને અધ્યાત્મષ્ટિનો વિકાસ થઈ શકશે, જે આપણી સંસ્કૃતિની વિશ્વને સર્વોત્કૃષ્ટ દેન છે.
સંસ્થા અને સંસ્થાના પ્રકાશનો લોકોને વધારે ઉપયોગી થઈ શકે તેવાં સૂચનો સાધકો અને વિદ્વાનો તરફથી અમે હંમેશાં આવકારીએ છીએ. કોબા
| વિનીત, તા. ૨-૧૦-૨૦૦૨.
સાહિત્ય પ્રકાશન સમિતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org