Book Title: Ram ane Krishna
Author(s): Kishorlal Ghanshyamlal Mashruwala
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ આપણે આપણા આશયને ઉદાર બનાવીએ, આપણી આકાંક્ષાઓને ઉચ્ચ બાંધીએ અને પ્રભુની શક્તિનું જ્ઞાનપૂર્વક આલમ્બન લઈએ તે આપણે અને અવતાર ગણાતા પુરુષ તત્ત્વતઃ જુદા નથી. વીજળીની શક્તિ ઘરમાં ગોઠવાયેલી છે; એને ઉપયોગ આપણે એક દ્ર ઘંટડી વગાડવામાં કરી શકીએ તેમ જ તે વડે દીવાની પંક્તિથી આખા ઘરને શણગારી શકીએ. તે જ પ્રમાણે પરમતત્ત્વ આપણું પ્રત્યેકના હૃદયમાં વિરાજી રહ્યું છે; એની સત્તા વડે આપણે એક ક્ષુદ્ર વાસનાની તૃપ્તિ કરી શકીએ અથવા મહાન અને ચારિત્રવાન થઈ સંસારને તરી જઈએ અને બીજાને તારવામાં મદદગાર થઈએ. મહાપુરુષોએ પિતાની રગેરગમાં અનુભવાતા પરમાત્માના બળથી પવિત્ર થવા, પરાક્રમી થવા, પરદુઃખભંજન થવા આકાંક્ષા ધરી. એમણે એ બળ વડે સુખદુ:ખથી પર, કરણહદયી, વૈરાગ્યવાન, જ્ઞાનવાન અને પ્રાણીમાત્રના મિત્ર થવા ઈચ્છા કરી. સ્વાર્થના ત્યાગથી, ઈદ્રિયના જયથી, મનના સંયમથી, ચિત્તની પવિત્રતાથી, કરુણાની અતિશયતાથી, પ્રાણીમાત્ર તરફને અત્યંત પ્રેમથી, બીજાનાં દુઃખોને નાશ કરવા પિતાની સર્વશક્તિ અર્પણ કરવા માટેની નિરંતર તત્પરતાથી, પિતાની અત્યંત કર્તવ્યપરાયણતાથી, નિષ્કામતાથી, અનાસક્તિથી અને નિહંકારીપણાથી, ગુરજનોને સેવી તેમના કૃપાપાત્ર થવાથી એ મનુષ્યમાત્રને પૂજનીય થયા. આપણે ધારીએ તો આપણે પણ એવા પવિત્ર થઈ શકીએ, એવા કર્તવ્યપરાયણ થઈ શકીએ, એટલી કરુણુ વૃત્તિ કેળવી શકીએ, એવા નિષ્કામ, અનાસક્ત અને નિરહંકારી થઈ શકીએ. એવા થવાનો આપણે નિરંતર પ્રયત્ન રહે એ જ તેમની ઉપાસના કરવાનો હેતુ. જેટલે અંશે આપણે એમના જેવા થઈએ તેટલે અંશે જ આપણે એમની સમીપ પહોંચ્યા એમ કહેવાય. જે આપણે એમના જેવા થવા પ્રયત્ન ન હોય તે આપણે કરેલું એમનું નામસ્મરણ પણ વૃથા છે,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 152