________________
[૧૦]
આત્મશ્રીની પૂર્ણતા અને રેગથી ઘેરાય ત્યારે માણસને પરવશતાને અનુભવ થાય અને મૃત્યુ થાય એટલે આ દેહ બળી જાય. આ બધી અવસ્થાએ કેની થઈ? દેહની થઈ
પણ આ આત્મા છે એ અવસ્થાહીન છે. એને કઈ ઉંમર નડતી નથી. એને શૈશવે નથી, ઘડપણે નથી, મરણે નથી અને જન્મ પણ નથી. આત્મા અમર છે, શાશ્વત છે, અને જે શાશ્વત છે એ જ સત્ છે.
સના અસ્તિત્વના અનુભવમાં સત્તા કેન્દ્ર બને; પછી ભલે શરીર ઉપર થઈને ઘડપણ પસાર થતું, દેહ ભલે જીર્ણ થતેપણ એ અંદર બેઠે બેઠે મલકાય છે કે હું તે એવે ને એ જ છું. આ બધું ય બહાર થઈ રહ્યું છે. આત્મા જ્યારે સ્વસત્તામાં કેન્દ્રિ બને છે ત્યારે એને લાગે છે કે હું તે આ બધાની કેન્દ્રમાં બેઠેલે છું. આ બધું ય આસપાસ બની રહેલું છે. આ દેહનું જ એક નાટક ચાલી રહ્યું છે.
એટલે જ ઉપાધ્યાયજીએ કહ્યું કે “નાટ પ્રતિ પાટ' જ્ઞાનદશામાં એને દરેક શેરીમાં નાટક લાગે છે; નાટકને જ જુએ અને નાટકને જેવા છતાં પિતે પ્રેક્ષક તરીકેને અધિકાર ગુમાવે નહિ.
મારે એ જ કહેવાનું છે કે તમે પ્રેક્ષક રહે; પ્રેક્ષક તરીકેનો તમારે અધિકાર છે. તમે નટ ન બની જાઓ. પ્રેક્ષક જેટલે સુખી છે એટલે દુનિયામાં કેઈ સુખી નથી. એ રંગશાળામાં આવે છે, બેસે છે, જુએ છે અને સમય પૂરે થાય ત્યારે ચાલતે થાય છે, એને પડદા સંકેલવાના નહિ કે ગઠવવાના નહિ; સામાન ઉઠાવવાને નહિ કે મુકાવવાને નહિ. એ તે પ્રેક્ષક છે. તટસ્થતાથી જુએ છે.