Book Title: Pratikraman Rahasya Prakash
Author(s): Prabhakarvijay
Publisher: Jain Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ આત્મા મોક્ષમાર્ગથી પાછા પડે તેને “પાપ” કહે છે. આવા કેઈપણ પાપથી પાછા ફરવા માટે અસાધારણ શૂરાતનની જરૂર પડે છે. આવું શૂરાતન “પ્રતિકમણ” કરવાથી પ્રગટે છે અથવા એમ પણ કહી શકાય કે આવા શૂરાતનનો પર્યાય પ્રતિકમણ છે. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રમય આત્માના શુદ્ધ સ્વરૂપની અપ્રમત્તપણે નિત્ય આરાધના કરવાના શ્રી જિનોપદેશના અંગભૂત પ્રતિકમણુ સકળ શ્રી સંઘના ચારે અંગેના આરાધક આત્માઓ નિયમિતપણે સવાર-સાંજ કરે છે, તેના પ્રભાવે સકળ શ્રી સંઘનું વિશ્વવ્યાપી પ્રભુત્વ યથાર્થ પણે જળવાઈ રહે છે. સર્વત્ર પાપરૂપી અંધકારનું પ્રભુત્વ સ્થાયી રહી શકતું નથી. સંગ્રામમાં શત્રુ સામે ટક્કર લેવા માટે જે શુરાતન દાખવવું પડે છે તેના કરતાં ચઢીઆતા શૂરાતન વડે પાપકરણવૃત્તિને પરાસ્ત કરવા માટે દાખવવું પડે છે. ધર્મશૂરા આત્માએ આવું શુરાતન દાખવીને અનંત શક્તિશાળી આત્માને સર્વ કર્મમુક્ત બનાવતા હોય છે. આ શરીરને ચપુને ઘા વાગે તે ઈજા થઈ કહેવાય. આત્માને હિંસા, જૂઠ, ચેરીને ઘા વાગે તે “પાપ” થયું કહેવાય. શરીરને થતી ઈજાથી સમાજ, રાષ્ટ્ર અને વિશ્વરૂપી શરીરને ઈજા થતી નથી, પણ આત્માને થતી પાપરૂપી ઈજાથી સમાજ, રાષ્ટ્ર તેમજ વિશ્વને માઠી અસરરૂપી ઈજા થાય છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 154