Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ આવશ્યકતા જણાઈ અને તેમણે તે તે શબ્દપ્રયોગોને બદલી પણ નાખ્યા છે. આમ કરવાથી ગ્રંથનો વિષય સમજવામાં સરળતા થઈ, પરંતુ બીજી બાજુ જૈન આગમોની મૌલિક ભાષામાં ઘણું જ પરિવર્તન થઈ ગયું. જેને લીધે આજે “જૈન આગમોની મૌલિક ભાષા કેવી હતી? તે શોધવાનું કાર્ય દુષ્કર જ થઈ ગયું. આ પરિવર્તન માત્ર અમુક આગમ પૂરતું મર્યાદિત નથી, પરંતુ દરેકે દરેક આગમમાં અને એથી આગળ વધીને ભાષ્ય-ચૂર્ણાગ્રંથોમાં સુદ્ધાં આ ભાષાપરિવર્તન દાખલ થઈ ગયું છે. એટલે જૈન આગમોની મૌલિક ભાષાના શોધકે જૈન આગમ-ભાષ્ય આદિની જુદા જુદા કુલની પ્રતિઓ એકત્ર કરીને અતિધીરજથી આ નિર્ણય કરવાની જરૂરત છે. આ સ્થળે જરા વિષયાંતર થઈને પણ એટલું જણાવવું અતિ આવશ્યક માનું છું કે - ભાષા દૃષ્ટિએ જૈન આગમોનું અધ્યયન કરનારે જેસલમેરના કિલ્લાના શ્રીજિનભદ્રીય જ્ઞાનભંડારની તેમ જ લોકાગચ્છના ભંડારની અને તે ઉપરાંત આચાર્યવ૨ શ્રી જબૂસૂરિ મહારાજના જ્ઞાનભંડારની ભગવતીસૂત્રની એમ તાડપત્રીય પ્રાચીન ત્રણેય પ્રતિઓ જરૂર જોવી જોઈએ. પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં પધરાવેલા સંઘના જ્ઞાનભંડારની અનુયોગદ્વારસૂત્રની પ્રતિ પણ જોવી જોઈએ. જેસલમેરના કિલ્લાના ઉપર્યુક્ત ભંડારની અનુમાન દશમા સૈકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક ભાષ્યની પ્રતિ પણ ભૂલવી ન જોઈએ. આ ઉપરાંત જૈન આગમ ઉપરના ભાષ્યગ્રંથો અને ચૂર્ણાગ્રંથોનું પણ આ દૃષ્ટિએ અવલોકન કરવું જોઈએ. આ બધાં અવલોકનને પરિણામે ય જૈન આગમોની મૌલિક ભાષાનું વાસ્તવિક દિગ્દર્શન કરાવવું અશક્યપ્રાય છે, તે છતાં આ રીતે એ ભાષાના નજીકમાં પહોંચી શકવાની જરૂર શક્યતા છે. અસ્તુ, હવે મૂળ વિષય પર આવીએ. ઉપર જણાવવામાં આવ્યું તેમ પાછળના આચાર્યોએ આગમસૂત્ર આદિની ભાષામાં સમયે સમયે ઘણું ઘણું પરિવર્તન જરૂર કર્યું છે, તે છતાં ઘણે ય સ્થળે તે તે મૌલિક ભાષાપ્રયોગો રહી જવા પામ્યા છે. એટલે એ રીતે, મેં જે પ્રતિને મારા સંશોધન અને સંપાદનમાં મૂળ તરીકે રાખી છે તેમાં પણ તેવા પ્રયોગો વિદ્વાનોને ઠેકઠેકાણે જોવા મળશે. કેટલાક ખાસ તેવા પ્રયોગોના પાઠભેદો પણ આપવામાં આવેલા છે. મારા સંશોધનમાં જે ૪-જી નામની પ્રતિઓ છે, તેમાં ‘તકાર બહુલ પાઠો છે. ભરતનાટ્યશાસ્ત્રના ૧૭મા અધ્યાયમાં શકાબહુલ, પ્રકારબહુલ, નકારબહુલ, ૨કા૨બહુલ, ૩કારબહુલ, તકારબહુલ આદિ પ્રાકૃતભાષાપ્રયોગો વિશે જે, તે તે પ્રદેશની પ્રાકૃત ભાષામાં કે ભાષાપ્રિયતાને લક્ષીને વહેંચણી કરવામાં આવી છે તે, તે કાળમાં ભલે પ્રચલિત કે ઉચિત હો, પરંતુ પાછળના જમાનામાં તો પ્રાકૃત ભાષા દરેકે દરેક પ્રદેશમાં ખીચર્ડ બની ગઈ છે અને તે જ રીતે વિવિધ કારણોને આધીન થઈને જૈન આગમોની મૌલિક ભાષા પણ ખીચડું જ બની ગઈ છે. એટલે જૈન આગમોની મૌલિક ભાષાનું અન્વેષણ કરનાર ઘણી જ ધીરજ રાખવી જરૂરી છે. | સૂત્રાંકઃ આજે આપણા સામે કલ્પસૂત્રની જે પ્રાચીન પ્રતિઓ તાડપત્રીય કે કાગળની વિદ્યમાન છે, તે પૈકી કોઈમાં પણ સૂત્રોના અંકો નથી. માત્ર સોળમા સત્તરમા સૈકાની, ખાસ કરી સત્તરમા સૈકાની પ્રતિઓમાં સૂત્રકની પદ્ધતિ મળે છે. પરંતુ તે સૂત્રાંક સંખ્યા ઘણીવાર તો મેળ વિનાની જોવામાં આવે છે. એટલે મેં જે સૂત્રાંકો આપ્યા છે તે મારી દષ્ટિએ આપ્યા છે. ઉપર જણાવેલી પ્રતિઓમાં ઘેરાવલીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78