Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ મુકુટ પહેરેલાં, એણે પહેરેલાં સોનાનાં નવાં, સુંદર, અચંબો પમાડે એવાં અથવા ચિત્રામણવાળી કારીગરીવાળાં અને વારેવારે હાલતાં બે કુંડલોને લીધે એના બંને ગાલ ઝગારા મારતા હતા, એનું શરીર ચમકતું હતું, પગ સુધી લટકતી એવી લાંબી વનનાં ફૂલોથી ગુંથેલી માળા એણે પહેરેલી, એવા એ ઇંદ્ર સૌધર્મ નામના કલ્પમાં - સ્વર્ગમાં આવેલા સૌધર્માવલંસક નામના વિમાનમાં બેઠેલી સૌધર્મ નામની સભામાં શક્રનામના સિંહાસનમાં બેઠેલો હતો. ૧૪. ત્યાં તે બત્રીસ લાખ વિમાનાવાસો, ચોરાશી હજાર સામાનિક દેવો, તેત્રીશ-ત્રાયસિંશ દેવો, ચાર લોકપાલો, પોતપોતાના પરિવાર સાથેની આઠ મોટી પટ્ટરાણીઓ, ત્રણ સભાઓ, સાત સૈન્યો, સાત સેનાધિપતિઓ, ચાર ચોરાશી હજાર એટલે ત્રણ લાખ છત્રીસ હજાર અંગરક્ષક દેવો અને સૌધર્મસભામાં વસનારા બીજા પણ ઘણા વૈમાનિક દેવો અને દેવીઓ એ બધાં ઉપર અધિપતિપણું ભોગવતો રહે છે, એટલે એ બધી પોતાની પ્રજાનું પાલન કરવાનું સામર્થ્ય તે ધરાવે છે તથા એ બધાંનો તે અગ્રેસરપરપતિ- છે. સ્વામી-નાયક છે. ભર્તા-પોષક છે. અને એ બધાનો તે મહત્તર-મહામાન્ય - ગુરસમાન છે, તથા એ બધાં ઉપર પોતાના નીમેલા માણસો દ્વારા ફરમાવીને પોતાનું ઐશ્વર્ય અને આજ્ઞાદાયિત્વ બતાવતો રહે છે - એ બધાં ઉપર ઈશ્વર તરીકે પ્રધાનપણે તેની પોતાની જ આશા ચાલે છે, એ રીતે રહેતો અને પોતાની પ્રજાને પાળતો તથા નિરંતર ચાલતાં નાટકો, સંગીત, વાગતાં વીણા હાથતાળીઓ, બીજાં વાજાંઓ અને મેહની જેવો ગંભીર અવાજવાળો મૃદંગ તથા સરસ અવાજ કરતો ઢોલ એ બધાના મોટા અવાજ દ્વારા ભોગવવા યોગ્ય દિવ્ય ભોગોને ભોગવતો તે ઈંદ્ર ત્યાં રહે છે. ૧૫. તથા તે ઇંદ્ર પોતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા સંપૂર્ણ જંબુદ્વીપ તરફ જોતો જોતો બેઠેલ છે ત્યાં તે. જંબદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં - ભરતમાં આવેલા માહણકંડગામ નગરમાં કોડાલગોત્રના રિષભદત્ત માહણની ભારજા – પત્ની જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે શ્રમણ ભગવાન મહાવીરને ઉપજેલા જુએ છે. ભગવાનને જોઈને તે હરખ્યો - રાજી થયો, ત્રુઠ્યો-તુષ્ટમાન થયો, ચિત્તમાં આનંદ પામ્યો. બહુ રાજી થયો, પરમ આનંદ પામ્યો. મનમાં પ્રીતિવાળો થયો, પરમ સૌમનસ્યને તેણે મેળવ્યું અને હરખને લીધે તેનું હૃદય ધડકતું બની ગયું તથા મેધની ધારાઓથી છંટાએલ કદંબના સુગંધી ફુલની પેઠે તેનાં રૂંવેરૂંવાં ખડાં થઈ ગયાં, તેનાં ઉત્તમ કમલ જેવાં નેત્રો અને મુખ વિકસિત થયાં – ખિલી ગયાં, તેણે પહેરેલાં ઉત્તમ કડાં, બહેરખાં, બાજુબંધ, મુગટ, કુંડલ અને હારથી સુશોભિત છાતી, એ બધું તેને થયેલ હરખને લીધે હલેહલું થઈ રહ્યું, લાંબું લટકતું અને વારેવારે હલતું ઝૂમણું તથા બીજાં પણ એવાં જ આભુષણ તેણે પહેરેલાં હતાં એવો તે શક્ર ઇન્દ્ર ભગવંતને જોતાં જ આદર વિનય સાથે એકદમ ઝપાટાબંધ પોતાના સિંહાસન ઉપરથી ઊભો થાય છે, તે સિંહાસન ઉપરથી ઊભો થઈ પોતાના પાદપીઠ ઊપર નીચે ઊતરે છે, પાદપીઠ ઉપર નીચે ઉતરી તે, મરકત અને ઉત્તમ રિષ્ટ તથા અંજન નામના રત્નોએ જડેલી અને ચળકતાં મણિરત્નોથી સુશોભિત એવી પોતાની મોજડીઓ ત્યાં જ પાદપીઠ પાસે ઉતારી નાખે છે, મોજડીઓને ઉતારી નાખી તે પોતાના ખભા ઉપર ખેસને જનોઈની પેઠે ગોઠવીને એટલે એકવડું ઉત્તરાસંગ કરે છે, એ રીતે એકવડું ઉત્તરાસંગ કરીને તેણે અંજલિ કરવા સાથે પોતાના બે હાથ જોડ્યા અને એ રીતે તે તીર્થકર ભગવંતની બાજુ લક્ષ્ય રાખી સાત-આઠ પગલાં તેમની સામે જાય છે. સામે જઈને તે ડાબો ઢીંચણ ઊંચો કરે છે. ડાબો ઢીંચણ ઊંચો કરીને તે જમણા ઢીંચણને ભોંતળ ઉપર ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78