Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 57
________________ સત્કાર અને સન્માન કરીને તે જ મિત્રો જ્ઞાતિજનો પોતાનાં સ્વજનો અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોની તથા જ્ઞાતવંશના ક્ષત્રિયોની આગળ ભગવાનનાં માતાપિતા આ પ્રમાણે બોલ્યા : ૧૦૩. પહેલાં પણ હે દેવાનુપ્રિયો ! અમારો આ દીકરો જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે અમને આ આ પ્રકારનો વિચાર ચિંતન યાવત્ મનોગત પેદા થયો હતો કે જ્યારથી માંડીને અમારો આ દીકરો કૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી માંડીને અમે હિરણ્યવડે વધીએ છીએ, સુવર્ણ વડે, ધન વડે થાવત્ સાવટાવડે તથા પ્રીતિ અને સત્કાર વડે ઘણા ઘણા વધવા માંડ્યા છીએ અને સામતરાજાઓ અમારે વશ થયેલા છે. તેથી કરીને જ્યારે અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે એ દીકરાનું એને અનુસરતું એના ગુણને શોભે એવું ગુણનિષ્પન્ન યથાર્થ નામ “વર્ધમાન” એવું પાડશું તો હવે આ કુમાર “વર્ધમાન નામે થાઓ એટલે આ કુમારનું નામ અમે ‘વર્ધમાન” એવું પ્રસિદ્ધ કરીએ છીએ. . શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામો આ પ્રમાણે કહેવામાં આવે છે તે જેમકે – તેમનું માતાપિતાએ પાડેલું પહેલું નામ વર્ધમાન, સ્વાભાવિક સ્મરણ શક્તિને લીધે તેમનું બીજું નામ શ્રમણ એટલે સહજ સ્કૂરણ શક્તિને લીધે તેઓએ તપ વગેરે કરીને સાધનાનો પરિશ્રમ કરેલ છે એથી તેમનું બીજું નામ શ્રમણ અને કોઈ આકસ્મિક ભય ઊભો થતાં કે ભયાનક ક્રૂર સિંહ વગેરે જંગલી જનાવરોનો ભય આવતાં એઓ તદન અચલ રહેનારા છે - જરાપણ પોતાના સંકલ્પથી ડગતા નથી એવો અકંપ છે. ગમે તેવા પરીષહો એટલે ભૂખ-તરસ વગેરેનાં સંકટો આવતાં તે એટલે બીજાઓ તરફથી ગમે તેવાં શારીરિક સંકટો આવતાં લેશ પણ ચલિત થતા નથી. એ અને ઉપસર્ગોને ક્ષમા વડે શાંતચિત્તે બરાબર સહન કરવામાં સમર્થ છે. ભિક્ષઓની પ્રતિમાઓ છે, ધીમાન છે, શોક અને હર્ષ આવતાં તે બંનેને સમભાવે સહન કરનારા છે તે તે સગુણોના ભાજન છે અને ભારે શક્તિ ધરાવનારા છે માટે દેવોએ તેમનું ત્રીજું નામ શ્રમણ ભગવાન મહાવીર કર્યું છે. ૧૦૫. શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા, તેમનાં ત્રણ નામો આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમ કે, સિદ્ધાર્થ, સર્જસ-શ્રેયાંસ અને સંસ-યશસ્વી. ૧૦૬. શ્રમણ ભગવાન મહાવીરની માતા વાસિષ્ઠ ગોત્રનાં હતાં, તેમનાં ત્રણ નામો આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમ કે, ત્રિશલા અથવા વિદેહદિના અથા પ્રિયકારિણી. ૧૦૭. શ્રમણ ભગવાન મહાવીરના પિતૃત્વ એટલે કાકા સુપાસ નામે હતા, મોટા ભાઈનું નામ નંદિવર્ધન હતું, બહેનનું નામ સુદંસણા હતું અને તેમનાં પત્નીનું નામ યશોદા હતું અને એમનું ગોત્ર કૌડિન્ય હતું. ૧૦૮, શ્રમણ ભગવાન મહાવીરનાં દીકરી કાશ્યપ ગોત્રનાં હતાં, તેમનાં બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમ કે, અણોજજા અથવા પ્રિયદર્શના. ૧૦૯. શ્રમણ ભગવાન મહાવીરનાં દૌહિત્રી - દીકરીનાં દીકરી કાશ્યપગોત્રનાં હતાં. તેમનાં બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમ કે, શેષવતી અથવા સ્વતી-યશસ્વતી. ४८ Jain Education International , For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78