Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 74
________________ દસ હજાર કરોડ સાગરોપમ જેટલો સમયમાંથી બેતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ બાદ માસ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું. ૧૮૬. અરત સુમતિને યાવત્ સર્વદુઃખોથી તદન હીણા થયાંને એક લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે : અર્થાત્ તે એક લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઉપર કહ્યા પ્રમાણે જાણવું. ૧૮૭. અરહત અભિનંદનને યાવત્ સર્વદુઃખોથી તદ્દન હીણા થયાંને દસ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ તે દસ લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઉપર કહ્યા પ્રમાણે જાણવું. ૧૮૮. અરહત સંભવને યાવત્ સર્વદુઃખોથી હીણા થયાંને વીશ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ વીશ લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેતાળીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમય મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઉપર કહ્યા પ્રમાણે જાણવું. ૧૮૯. અરહત અજિતને યાવત્ સર્વદુઃખોથી હીણા થયાંને પચાસ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ પચાસ લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેતાળીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઉપર કહ્યા પ્રમાણે જાણવું. શ્રીકૌશલિક અરહત ઋષભદેવ ૧૯૦, તે કાલે તે સમયે કૌશલિક એટલે કોશલા-અયોધ્યા-નગરીમાં થયેલા અરહત ઋષભ ચાર ઉત્તરાષાઢાવાળા અને પાંચમા અભિજિત નક્ષત્ર વાળા હતા એટલે તેમના જીવનના ચાર પ્રસંગોએ ઉત્તરાષાઢા નક્ષત્ર આવેલુ હતું અને જીવનના પાંચમા પ્રસંગે અભિજિત નક્ષત્ર આવેલ હતું. તે જેમ કે, કૌશલિક અરહત ઋષભદેવ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા યાવત્ અભિજિત નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. ૧૯૧. તે કાલે તે સમયે કૌશલિક અરહત ઋષભ, જે તે ગ્રીષ્મ ઋતુનો ચોથો માસ, સાતમો પક્ષ એટલે અષાઢમાસનો વ. દિ. પક્ષ આવ્યો ત્યારે તે અષાઢ વ. દિ. ચોથના પક્ષે તેત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાંથી આયુષ્યમર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર ઇત્યાદિ છૂટી જતાં યાવત્ - તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં ઇક્ષ્વાકુભૂમિમાં નાભિ કુલકરની ભારજા મરુદેવીની કુક્ષિમાં રાતનો પૂર્વભાગ અને પાછલો ભાગ જોડાતો હતો એ સમયે મધરાતે - ઉત્તરાષાઢા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. Jain Education International ૧૯૨. અને કૌશલિક અરહત ઋષભ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા, તે જેમ કે, ‘હું ચવીશ' એમ ૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78