________________
ઇત્યાદિ બધું આગળ આવ્યું છે તે પ્રમાણે કહેવું યાવત્ “પોતે જ ચાર મુષ્ટિ લોચ કરે છે ત્યાં સુધી. તે સમયે તેમણે પાણી વગરના છઠ્ઠ ભક્તનું તપ કરેલ હતું, હવે એ સમયે આષાઢા નક્ષત્રનો જોગ થતાં ઉગ્રવંશના, ભોગવંશના, રાજન્યવંશના અને ક્ષત્રિયવંશના ચાર હજાર પુરુષો સાથે તેમણે એક દેવદૂષ્ય લઈને મુંડ થઈને ઘરવાસમાંથી નીકળી અને અનગાર દશાને-ભિક્ષુદશાને સ્વીકારી.
૧૯૬. કૌશલિક અહિત ઋષભે એક હજાર વરસ સુધી હમેશાં પોતાના શરીર તરફના લક્ષ્યને તજીને દીધેલ હતું, શારીરિક વાસનાઓને છોડી દીધેલ હતી એ રીતે પોતાના આત્માને ભાવિત કરતાં કરતાં તેમનાં એક હજાર વરસ વીતી ગયાં. પછી જ્યારે જે તે હેમંત ઋતુનો ચોથો માસ, સાતમો પક્ષ એટલે ફાગણ માસનો વ. દિ. પક્ષ આવ્યો ત્યારે તે ફાગણ વ. દિ. અગિયારશના પક્ષે દિવસના આગળના ભાગમાં પુરિમતાલ નગરની બહાર શકટમુખ નામના ઉદ્યાનમાં વડનાં ઉત્તમ ઝાડની નીચે રહીને ધ્યાન ધરતાં તેમણે પાણી વગરના અટ્ટમનું તપ કરેલું હતું એ સમયે આષાઢા નક્ષત્રનો જોગ થતાં એ રીતે ધ્યાનમાં વર્તતા તેમને અનંત એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયું યાવત્ હવે તેઓ બધું જાણતા વિહરે છે. - ૧૯૭. કૌશલિક અરહત ઋષભને ચોરાશી ગણો અને ચોરાશી ગણધરો હતા.
કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં ઋષભસેન પ્રમુખ ચોરાશી હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણ સંપત હતી.
કૌશલિક અરહંત ઋષભના સમુદાયમાં બ્રાહ્મી વગેરે ત્રણ લાખ આર્થિકાઓની ઉત્કૃષ્ટ આર્થિકાસંપત હતી.
કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં સિજર્જસ પ્રમુખ ત્રણ લાખ અને પાંચ હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપત હતી.
કૌશલિક અહિત ઋષભના સમુદાયમાં સુભદ્રા પ્રમુખ પાંચ લાખ અને ચોપન હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ સંપત હતી.
કૌશલિક અહિત ઋષભના સમુદાયમાં જિન નહીં પણ જિનની જેવા ચાર હજાર સાતસેને પચાસ ચૌદ પૂર્વધરોની ઉત્કૃષ્ટ સંપત હતી.
કૌશલિક અહિત ઋષભના સમુદાયમાં નવ હજાર અવધિજ્ઞાનિઓની ઉત્કટ સંપત હતી. કૌશલિક અરહંત ઋષભના સમુદાયમાં વીર હજાર કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ણ કેવલજ્ઞાનિસંપત
હતી.
કૌશલિક અરહંત ઋષભના સમુદાયમાં વીસ હજાર અને મેં વૈક્રિયલબ્દિવાળાઓની ઉત્કૃષ્ટ સંપત હતી.
કૌશલિક અરહંત ઋષભના સમુદાયમાં અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં વસતા પર્યાપ્ત સંશી પંચેન્દ્રિયોના મનોભાવને જાણનારા એવા વિપુલમતિજ્ઞાનવાળાઓની બાર હજાર છસેંને પચાસ એટલી ઉત્કૃષ્ટ સંપત હતી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org