Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/002159/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશપૂર્વવિદ્ સ્થવિર આર્યભદ્રબાહુસ્વામી વિરચિત પવિત્ર કલ્પસૂત્ર સંપાદક વિદ્વન્દ્વર્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી ગુજરાતી ભાષાંતર પંડિત બેચરદાસ જીવરાજ દોશી વ્યાકરણશાસ્ત્રી પ્રકાશક / પ્રાપ્તિસ્થાન જશવંતભાઈ એન. શાહ એડવોકેટ સી/૯, વિમલ એપાર્ટમેન્ટ, આલય ટાવર પાસે, ગીરીશ કોલ્ડ્રીંક સામે, વિજય ચાર રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯ ફોન : ૨૬૪૩ ૧૬૪૫ (આ પવિત્ર પુસ્તકની આશાતના ન થાય તેની કાળજી લેશો.) www.jalnelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશપૂર્વવિદ્ સ્થવિર આર્યભદ્રબાહુસ્વામી વિરચિત પવિત્ર કલ્પસૂત્ર સંપાદક વિદ્વન્દ્વર્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી ગુજરાતી ભાષાંતર પંડિત બેચરદાસ જીવરાજ દોશી વ્યાકરણશાસ્ત્રી હે ઇન્દ્રભૂતિ ! ક્ષણવાર પણ પ્રમાદ ન કર, મદ ન કર, પર પરિવાદ ન કર. આ જીવ પીપળાના પાકેલા પાંદડાની માફક ક્ષણવારમાં શરીરરૂપ વૃક્ષથી પડી જશે, અથવા ડાભના અગ્ર ભાગ ઉપર રહેલ જલબિંદુની માફક ખરી જશે. - ભગવાન મહાવીર Page #3 -------------------------------------------------------------------------- ________________ • પ્રકાશક જશવંતભાઈ એન. શાહ મૂલ્ય : રૂ. ૪૫/ (M.A.LL.B.) એડવોકેટ કાવ્ય, વ્યાકરણ, ન્યાયવિદ્ સાહિત્યરત્ન (પ્રયાગ) ફોન : ૨૬૪૩ ૧૬૪૫ પ્રથમ આવૃત્તિ : મે, ૨૦૦૬ ટાઇપ સેટિંગ માનસી ગ્રાફિક્સ અમદાવાદ - ૩૮૨ ૪૮૦ ફોન : (૦૭૯) ૨૭૫૨ ૩૦૨૪ મુદ્રક મરક્યુરી પ્રિન્ટર્સ બી-૨૦૨, ઑક્સફર્ડ એવન્યુ, સી. યુ. શાહ કૉલેજ સામે, આશ્રમરોડ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪ ફોન : (૦૭૯) ૨૭૫૪ ૫૨૧૧ (મો.) ૯૩૨૭૦ ૦૭૦૧૬ પ્રાપ્તિસ્થાન સી૯, વિમલ એપાર્ટમેન્ટ, આલય ટાવર પાસે, ગીરીશ કોલ્ડ્રીંક સામે, વિજય ચાર રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ ફોન : ૨૬૪૩ ૧૬૪૫ ૩૮૦ ૦૦૯ . Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાવાપુરી જલમંદિરના મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાન પિતા : શ્રી સિધ્ધાર્થ રાજા માતા : ત્રિશલાદેવી ધર્મપત્ની : યશોદા લાંછન : સિંહ શરીરની ઊંચાઈ : સાત હાથ શરીરનો વર્ણ : પીળો (સુવર્ણ) જન્મકાળ : ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ પછી ૧૦૮મા વર્ષે દિક્ષાનો સમય : ઇ.સ. પ૬૯ પૂર્વે ગૃહસ્થપર્યાય : ૩૦ વર્ષ છઘસ્થપચ : ૧૨ વર્ષ શા માસા આયુષ્ય. : ૦૨ ગણધર ભગવંત : ૧૧ પ્રથમ ગણધર : ઈન્દ્રભૂતિ શ્રી ગૌતમસ્વામી શ્રમણ સંખ્યા : ૧૪,૦૦૦ શ્રમણી સંખ્યા : ૩૬,૦૦૦ કેવલી સંખ્યા : ૦૦૦ શ્રાવક : ૧,૫૯,૦૦૦ શ્રાવિકા : ૩,૧૮,૦૦૦ શાસનના ચક્ષ : શ્રી માતંગચક્ષ ચક્ષિણી : શ્રી સિધ્ધાયિકા દેવી ચ્યવન કલ્યાણક : અષાઢ સુદ - ૬ જન્મ કલ્યાણક : ચૈત્ર સુદ - ૧૩ દીક્ષા કલ્યાણક : કારતક વદ - ૧૦ કેવળજ્ઞાન કલ્યાણક : વૈશાખ સુદ - ૧૦ નિવણ કલ્યાણક : આસો વદ - ૩૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન જૈન આગમ ગ્રંથો પ્રાકૃત અર્ધમાગધી ભાષામાં હોવાથી તે સમજવા દરેક માટે શક્ય નથી. ભગવાન મહાવીરના સમયમાં આ ભાષા બોલચાલની ભાષા રહી હશે, અને તેથી જ મહાવીર સ્વામીએ લોકો સમજી શકે તેવી તેમની ભાષામાં ઉપદેશ આપ્યો. પંડિતોની ભાષા કે જે થોડા લોકો જાણતા હતા, તે ભાષાની સામે વિરોધ કરીને તેમણે લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. બુદ્ધિ અને મહાવીરે વૈદિક સંસ્કૃતિ સામે વિરોધ કર્યો હતો તે સૌ જાણે છે. આજે હવે જે ભાષા લોકો સમજી શકતા નથી તે ભાષાને બદલે હાલની આમ સમુદાય સમજી શકે તેવી ભાષામાં આગમગ્રંથોને લોકો સમક્ષ મૂકવા જોઈએ. ચૌદ પૂર્વ બચ્યા નથી, તેના કેટલાક અવશેષો બચ્યા છે. ચૌદ પૂર્વના જાણકાર શ્રી ભદ્રબાહુસ્વામીએ નવમા પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધ સૂત્ર જુદું કરીને લોકો સમક્ષ પ્રસ્તુત કરેલ. તેનું આઠમું અધ્યયન એટલે કલ્પસૂત્ર. કલ્પસૂત્ર કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી. સાધુઓ તેનો પાઠ મોઢે કરતા હતા. પરંતુ મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૯૮૦ વર્ષ પછી તે વંચાયુ કે લિપિબદ્ધ થયેલ હોય તેમ જણાય છે. હવે પર્યુષણમાં નિયમિતપણે વંચાય છે. મુનિશ્રી પુણ્યવિજયજીએ આગમ ગ્રંથોના સંશોધનનો જે પ્રયાસ કર્યો છે તે જૈન સમાજ ઉપર મોટો ઉપકાર કરેલ છે. કલ્પસૂત્રની પ્રત મુનિ પુણ્યવિજયજીએ અનેક પ્રાચીન તાડપત્રીય અને કાગળની પ્રતોમાંથી ઘણી જ મહેનત કરીને હાલની પ્રત તૈયાર કરી છે. સૌથી પ્રાચીન પ્રત વિક્રમ સંવત ૧૨૪૭ની છે. તે પહેલાની કોઈ પ્રત તેમને મળી આવી નથી. મુનિશ્રીએ અનેક પ્રતોના વાંચન પછી હાલની પ્રત તૈયાર કરી છે. જેથી કલ્પસૂત્ર વાંચતાં પહેલાં તેમણે લખેલ પ્રાસ્તાવિક પણ વાંચવું જોઈએ. એવું પણ કહેવાય છે કે કલ્પસૂત્રનું એકવીસ વખત શ્રવણ-વાંચન-મનન કરવાથી ભવિષ્યમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી પણ કલ્પસૂત્ર મહત્ત્વનો ગ્રંથ છે. જૈન ધર્મમાં બે ગ્રંથો મહત્ત્વના છે : કલ્પસૂત્ર અને તત્વાર્થ સૂત્ર. કલ્પસૂત્રમાં જૈન પરંપરા અને આચારનો ઈતિહાસ છે. જયારે તત્ત્વાર્થ સૂત્ર દાર્શનિક ગ્રંથ છે. ઉમાસ્વાતી મહારાજે સંસ્કૃતમાં તત્વાર્થ સૂત્રની સૂત્રશૈલીમાં રચના કરી છે. જેમાં જૈન તત્ત્વજ્ઞાનનો અમૂલ્ય વારસો છે. તેના ઉપર અનેક આચાર્યઓએ સંસ્કૃતમાં વિવેચનાત્મક અને પાંડિત્યપૂર્ણ ટીકાઓ લખી છે. પંડિત સુખલાલજીએ સરળ ગુજરાતી અનુવાદ કરેલ છે. તે વિસ્તૃત છે, પરંતુ તેની પણ સંક્ષિક આવૃત્તિ તૈયાર કરવામાં આવે તો શ્રાવક સામાયિક કરતી વખતે નિયમિત રીતે વાંચન કરી શકે અને તેનાથી જૈન તત્ત્વજ્ઞાનનો અને કલ્પસૂત્રના વાંચનથી જૈન ઇતિહાસ અને જીવનચરિત્રનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. આજે પણ હિન્દુઓમાં ગીતાપાઠનો રિવાજ છે, તેવી જ રીતે કલ્પસૂત્ર અને તત્ત્વાર્થસૂત્રનું નિયમિત વાંચન થઈ શકે છે. ના નાનાં ૩૪૪ સૂત્રો મોઢે પણ કરી શકાય તેમ છે અને વિવેચન વાંચીને આત્મસાત થઈ શકે છે. જેનાથી જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દઢ થશે. હવે પછી તત્ત્વાર્થસૂત્રની સંક્ષિપ્ત આવૃત્તિ તૈયાર કરવાની ઇચ્છા છે. મહાવીર સ્વામીની પરંપરામાં સુધર્મા સ્વામીની પરંપરાનો હાલનો સાધુ સમુદાય છે. સુધર્મા સ્વામી પછી જંબુસ્વામી, પ્રભવ સ્વામી, શયંભવ સ્વામી, યશોભદ્રસૂરિ અને સંભૂતિવિજયસૂરિ તથા ભદ્રબાહુ સ્વામી થઈ ગયા છે. સ્થવિરાવલી હવે ઘણી લાંબી થઈ ગઈ છે. ઉપાધ્યાય વિનયવિજયજીએ તેમના Page #7 -------------------------------------------------------------------------- ________________ લોકપ્રકાશગ્રંથમાં વિસ્તારથી આપેલ છે. જેથી મૂળ કલ્પસૂત્રનો ભાગ હોવા છતાં આ સંક્ષિપ્ત ગ્રંથમાં તેને લીધી નથી. સમાચારી સાધુઓના આચાર અંગેના નિયમો છે તે હવે કોઈ પાળી શકે તેમ નથી. જેથી તેને પણ ગ્રંથમાં સામેલ કરેલ નથી. કલ્પસત્ર ઉપર ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ સંસ્કૃતમાં સુબોધિકા ટીકા લખી છે અને તેમાં ઘણા નવા પ્રસંગો ઉમેર્યા છે. લોકો સમક્ષ વાંચવા માટે ગણધરવાદ ઉમેરીને જૈન તત્ત્વજ્ઞાનની સમજ આપી છે. ઉપાધ્યાયજીએ રચનાને વિસ્તૃત બનાવી છે, જે હાલ વાંચનામાં ઉપયોગી થાય છે. તેનો ગુજરાતી અનુવાદ પણ થઈ ગયેલ છે. આ પુસ્તક શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીને અર્પણ કરેલ છે. તેમના માટે પંડિત સુખલાલજીએ દર્શન અને ચિંતન ભાગ ૧ માં તેમને યુગપ્રવર્તક કહીને યાદ કર્યા છે. જૈન યુવકો સંસ્કૃત, પ્રાકૃત અને આગમના અભ્યાસી બને તે માટે તેમણે કાશીમાં યશોવિજયજી જૈન સંસ્કૃત - પાઠશાળાની સ્થાપના કરીને, જૈન વિદ્યાર્થીઓને ત્યાં રાખીને તૈયાર કર્યા. પંડિત સુખલાલજી તે પાઠશાળાના વિદ્યાર્થી હતા. બીજા પણ વિદ્યાર્થીઓ તૈયાર થયા. પરંતુ તેમના દેહાવસાન પછી તે પરંપરા આગળ ચાલી નહીં અને તેમનું સ્વમ અધૂરું રહ્યું. પંડિત સુખલાલજીએ દર્શન અને ચિંતન ભાગ ૧માં તેમને ભવ્ય અંજલિ આપી છે. કલ્પસૂત્ર પોતાના ઘરમાં રાખીને શ્રદ્ધાપૂર્વક વાંચન થઈ શકે તે માટે આ આવૃત્તિ તૈયાર કરી છે. કિંમત ઘણી ઓછી - પડતર કરતાં પણ ઓછી રાખી છે, અને જે રકમની આવક થશે તે પણ જૈન ટ્રસ્ટમાં જમા કરાવવામાં આવશે. વ્યવસાયનો કોઈ આશય નથી, તેટલી સ્પષ્ટતા પણ કરીને વિરમું છે. તા. ૧૪-૫-૨OO૬ “જન્મદિન” : ૧૪-૫-૧૯૩૨ જશવંતભાઈ એન. શાહ અમદાવાદ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયધર્મ સૂરિને સમર્પણ શ્રી શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મ સૂરિ (કાશીવાળા) સમાધિસ્થળ શિવપુરી (ગ્વાલિયર સ્ટેટ), મધ્યપ્રદેશ Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ ॥ નયન્તુ વીતરાગા : || પ્રાસ્તાવિક આજે વિદ્વાનોના કરકમલમાં કલ્પસૂત્ર અને તે સાથે તેની નિર્યુક્તિ, ચૂર્ણ તથા પૃથ્વીચન્દ્રાચાર્યવિરચિત ટિપ્પનક અર્પણ કરવામાં આવે છે. આ સૌના સંશોધન અર્થે જે પ્રાચીન પ્રાચીનતમ તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી પ્રતિઓને અમે કામમાં લીધી છે. તેનો સંપૂર્ણ પરિચય આપવો અત્યારે અશક્ય હોઈ તે માટે યથાશક્ય પ્રયત્ન કરવામાં આવે છે. કલ્પસૂત્રની પ્રતિઓ TM પ્રતિ : અમદાવાદ ઉજમબાઈની ધર્મશાળામાંના શ્રી મુક્તિવિજયજી (મૂળચંદજી) મહારાજના જ્ઞાનભંડારની તાડપત્રીય પ્રતિ. સ્વ-ગ-૨ : પ્રતિઓ - આ ત્રણે પ્રતિઓ ખંભાતના શ્રી શાન્તિનાથના પ્રાચીનતમ તાડપત્રીય જ્ઞાનભંડારની છે. આ પ્રતિઓ તાડપત્ર ઉપર લખાયેલી અને અનુક્રમે તેમની પત્ર સંખ્યા ૧૭૪-૮૭ અને ૧૫૬ છે. T પ્રતિ સચિત્ર છે અને તેના અંતમાં નીચે મુજબની ગ્રંથ લખાવનારની પુષ્પિકા છે मंगलं महाश्रीः ॥ छ ॥ शुभं भवतु श्रीसमणसंघस्य ॥ श्रीमानूकेशवंशे ध्वज इव विलसत्सद्गुणौधैर्वलक्षः श्रेष्ठ्यासीद् भावडाख्यः प्रथितपृथुयशः किंकिणीक्वाणरम्यः । तत्पुत्राः सच्चरित्रत्रय उदयमगुर्धान्धलो माधलश्च श्रेष्ठी नागेन्द्र इन्द्राचलदृढविलसच्छुद्धसम्यक्त्वभाजः श्रीमद्देवगुरुज्ज्वलो ज्ज्वलगुणोद्गानावदानार्जित स्फूर्जत्पुण्ययशस्ततेः प्रियमाऽभून्माधल श्रेष्ठिनः । श्रीमद्दानतपः सुशीलकमलासद्भावनाद्यार्हत श्रीधर्माध्वनि जांधिकी सुविनयाद्यालंकृता लक्षिका ૧ - - ॥॥ રા Page #11 -------------------------------------------------------------------------- ________________ साधुर्यशोधवल उज्ज्वलकीर्तिपात्रं दानेश्वरः स जनकोऽजनि बापु यस्याः । श्रीसुन्दरी च जननी जगति प्रतीता ___ सा लक्षिका तदनुरूपगुणेति युक्तम् ॥३॥ श्रीमत्सूरिजिनप्रबोधसुगुरोः सज्ज्ञानदुग्धाम्बुधे - क्यात् स्फूर्जदगण्यपुण्यकमलाविस्फूर्तिसत्कार्मणम् । ज्ञानालेखनमाकलयष्ठय्य विलसत्सद्भावना लक्षिका श्राद्धा लेखयति स्म वर्णरुचिरां श्रीकल्पसत्पुस्तिकाम् ॥४॥ वर्ष्याऽसौ भुवि लक्षिका बहु ययैतत्पुस्तिकाव्याजतो मोहग्रीष्मकदर्थितांगिरतयेऽमंडि प्रपेवामृती । यस्यां ज्ञानसुधां निपीय नितरां निर्मोहतापाः सुखात् पश्चानंतकबंधुरे शिवपुरे यास्यन्ति मोक्षाध्वगाः ॥५॥ ॥५॥ नभःसरोवरे तारकौमुदे क्रीडतीन्दुना । यामिनी कामिनी यावत्तावन्नन्दतु पुस्तिका ॥६॥ छ । छ । च प्रतिना तमा नीथे प्रभारीनी पुष्पि छ. सं. १२४७ वर्षे आसाढ सुद ९ बुधेऽद्येह श्रीभृगुकच्छे समस्ताराजावलीविराजितमहाराजाधिराजउमापतिवरलब्धप्रसादजंगमजनार्दनप्रतापचतुर्भुजश्रीमद्भीमदेवकल्याणविजयराज्ये एतत्प्रसादावाप्तश्रीलाटदेशे निरूपितदण्डश्रीसोभनदेवे अस्य निरूपणया मुद्राव्यापारे रत्नसीहप्रतिपत्तौ इह श्रीभृगुकच्छे श्रीमदाचार्यविजयसिंहसूरिपट्टोद्धरणश्रीमज्जिनशासनसमुञ्चयआदेशनामृतपयप्रपापालकअवोधजनपथिकज्ञानश्रमपीलितकण्र्पुटपेयपरममोक्षास्पदविश्रामश्रीमदाचार्यश्रीपद्मदेवसूरिशिष्याणां हेतोः परमार्थमण्डपपyषणाकल्प पं. साजणेन लिखितेति ॥ छ । मङ्गलं महाश्री ॥ छ । ग्रं. २२०० ॥ छ । यादृशं पुस्तके दृष्टं तादृशं लिखितं मया । यदि शुद्धमशुद्ध वा मम दोषो न दीयते ॥१॥ ઇ પ્રતિ - આ પ્રતિ મારા પોતાના સંગ્રહની છે અને તાડપત્ર ઉપર લખાયેલી છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રતિ-આ પ્રતિ ભાઈ સારાભાઈ મણિલાલ નવાબના સંગ્રહની છે અને તે કાગળ ઉપર લખાયેલી છે. ઉપર જણાવ્યા પ્રમાણેની છ પ્રતિઓનો મેં મારા કલ્પસૂત્રના સંશોધનમાં અક્ષરશઃ ઉપયોગ કર્યો છે. અને આ ઉપરાંત જ્યાં જ્યાં પાઠભેદોને વધારે ઝીણવટથી તપાસવાની આવશ્યકતા જણાઈ ત્યાં ત્યાં મેં ખંભાત, અમદાવાદ, જૈસલમેર વગેરેના સંગ્રહોમાંની પ્રાચીન તાડપત્રીય પ્રતિઓનો ઉપયોગ પણ કર્યો છે. મારા જોવામાં આવેલા પ્રાચીન જ્ઞાનભંડારોમાં આજે જે કલ્પસૂત્રની પ્રાચીન પ્રતિઓ છે તે સૌમાં પ્રાચીનતમ પ્રતિ ખંભાતના જ્ઞાનભંડારની છે. જે સંવત ૧૨૪૭માં લખાયેલી છે આ પ્રતિનો મેં ૨ સંકેતથી સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. આ પ્રતિ પ્રાચીનતમ (જૂનામાં જૂની) હોવા છતાં ખંડિત અને અસ્તવ્યસ્ત પાઠોવાળી હોવા ઉપરાંત ઘણી જ અશુદ્ધ હોવાથી તેને મેં મૌલિક તરીકે સ્વીકારવી પસંદ કરી નથી. મૌલિક આદર્શ તરીકે તો મેં ઉજમબાઈની ધર્મશાલાના શ્રીમૂલચંદજી મહારાજના જ્ઞાનભંડારની પ્રતિને જ સ્વીકારી છે. એ પ્રતિ ઉપરથી સ્વતંત્ર નવી પ્રેસકોપી કરાવીને નવેસર અક્ષરશઃ ઉપરોક્ત પ્રતિઓ સાથે સરખાવીને તૂટતા પાઠોની પૂર્તિ, અશુદ્ધિઓનું પરિમાર્જન અને પાઠભેદોની નોંધ કરવામાં આવી છે. આ ઉપરથી વિદ્વાનો એ સમજી જશે કે તેમના હાથમાં વિદ્યમાન પ્રસ્તુત કલ્પસૂત્ર, એક પ્રાચીન પ્રતિનું સંપૂર્ણ એકધારું સ્વરૂપ છે. કલ્પસૂત્રની પ્રતિઓનું સ્વરૂપ ભાષા અને મૌલિક પાઠો : આજે આપણા માટે કલ્પસૂત્રની જે પ્રાચીન તાડપત્રીય કે કાગળની પ્રતિઓ વિદ્યમાન છે, તેમાં વિક્રમના તેરમા સૈકા પહેલાંની એક પણ પ્રતિ નથી. તેમાં પણ ખંભાતના શ્રીશાંતિનાથજીના પ્રાચીન તાડપત્રીય ભંડારની એક પ્રતિ. કે જે વિક્રમ સંવત ૧૨૪૭માં લખાયેલી છે તેને બાદ કરતાં બાકીની બધીય પ્રતિઓ વિક્રમના ચૌદમા અને પંદરમા સૈકાની અને મોટા ભાગની પ્રતિઓ તે પછીના સમયમાં લખાયેલી છે. આ બધી પ્રતિઓમાં ભાષાષ્ટિએ અને પાઠોની દૃષ્ટિએ ઘણું ઘણું સમવિષમપણું છે, અને પછી ગયેલા પાઠો, ઓછાવત્તા પાઠો તેમ જ અશદ્ધ પાઠોની પરંપરા વિશે તો પૂછવાનું જ શું હોય ! આજે આપણા માટે અતિદુઃખની વાત જ એ છે કે - જેસલમેરદુર્ગના ખરતરગચ્છીય યુગપ્રધાન પ્રવર આચાર્યશ્રી જિનભદ્રસૂરિના પ્રાચીનતમ જૈન જ્ઞાનભંડારમાંથી મળી આવેલ અનુમાન દશમા સૈકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક મહાભાષ્યની પ્રતિ જેવા કોઈ રડ્યાખડ્યા અપવાદ સિવાય, કોઈ પણ જૈન આગમની મૌલિક પ્રાચીન કે અર્વાચીન સાત સાંગોપાંગ અખંડ શુદ્ધ પ્રતિ એક પણ આપણા સમક્ષ નથી. તેમ જ ચૂર્ણાકાર ટીકાકાર આદિએ કેવા પાઠો કે આદર્શને અપનાવ્યા હતા એ દર્શાવનાર આદર્શો - પ્રતિઓ પણ આપણા સામે નથી. આ કારણસર કલ્પસૂત્રની મૌલિક ભાષા ને તેના મૌલિક પાઠોના સ્વરૂપનો નિર્ણય કરવો આપણા માટે અતિદુષ્કર વસ્તુ છે. અને એ જ કારણને લીધે આજના દેશી-પરદેશી ભાષા-શાસન્ન વિદ્વાનોએ આજની અતિઅર્વાચીન હસ્તપ્રતિઓના આધારે જૈન આગમોની ભાષાવિશે જે કેટલાક નિર્ણયો બાંધેલા છે કે આપેલા છે એ માન્ય કરી શકાય તેવા નથી. જર્મન વિદ્વાન ડૉ. એલ. આલ્સડોર્ફ મહાશય ચાલુ વર્ષમાં જેસલમેર આવ્યા ત્યારે તેમની સાથે આ વિશેની ચર્ચા થતાં, તેમણે પણ આ વાતને માન્ય રાખીને જણાવ્યું હતું કે “આ વિશે પુનઃ ગંભીર વિચાર કરવાની જરૂરત છે.” Page #13 -------------------------------------------------------------------------- ________________ આ પરિસ્થિતિમાં કલ્પસૂત્રની મૌલિક ભાષા અને તેના મૌલિક પાઠોની ચિંતાને જતી કરીને, માત્ર એની અત્યારે મળી શકતી પ્રાચીન પ્રતિઓ અને ચૂર્ણ, ટિપ્પનક, ટીકાકાર વગેરેનો આશ્રય લઈ મૌલિક પાઠોની નજીકમાં આવી શકે તેવી આવૃત્તિ તૈયાર કરવા પ્રયત્ન કર્યો છે અને તે સાથે વિવિધ પાઠભેદો અને પ્રત્યુત્તરોની નોંધ પણ તે તે સ્થળે આપી છે. શ્રી ચૂર્ણાકાર ભગવાન સામે જે કેટલાક પાઠો હતા તે આજની અમે તપાસેલી સંખ્યાબંધ પ્રતિઓ પૈકી કોઈ પણ પ્રતિમાંથી મળી શક્યા નથી. ટિપ્પનકકાર શ્રી પૃથ્વીચન્દ્રસૂરિ પણ કેટલીક વાર ચૂર્ણાકારને જ અનુસરે છે, પણ તેટલા માત્રથી એમ માની લેવું ન જોઈએ કે તેમણે એ બધા પાઠો પ્રત્યન્તરોમાં નજરે જોયા જ હશે. કલ્પકિરણાવલિકાર મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી અનેકાનેક પાઠભેદોની નોંધ સાથે ચૂર્ણકારે સ્વીકારેલા પાઠોની નોંધ આપે છે, પરંતુ તેથી ચૂર્ણાકાર ભગવાને માન્ય કરેલા પાઠો તેમણે કોઈ પ્રતિમાં જોયા હોય તેમ માનવાને કશું જ કારણ નથી. એક વાત ખાસ નોંધપાત્ર છે કે - ખંભાતની સં. ૧૨૪૭ વાળી પ્રતિ, જે મારા‘પ્રસ્તુત સંશોધનમાં સામેલ છે તે, કિરણાવલી ટીકાકાર સામે પણ જરૂર હાજર હતી. આ પ્રતિના પાઠભેદોની નોંધ કિરણાવલીકારે ઠેક-ઠેકાણે લીધી છે. ચૂર્ણકાર મહારાજ સામે જે કેટલાક પાઠો હતા તે આજની ટીકાઓ વાંચનારને નવા જ લાગે તેવા છે. એ પાઠભેદોની નોંધ અમે ચૂર્ણો અને ટિપ્પનકમાં તે તે સ્થળે પાદટિપ્પણીમાં આપી છે અને આગળ ઉપર આ પ્રાસ્તાવિકમાં પણ આપીશું. પ્રતિઓમાં શબ્દપ્રયોગોની વિભિન્નતાઃ (૧) આજે કલ્પસૂત્રની જે સંખ્યાબંધ પ્રતિઓ આપણા સમક્ષ વિદ્યમાન છે તે પૈકી મોટાભાગની પ્રાચીન પ્રતિઓમાં, જ્યાં શબ્દોચ્ચારમાં કઠિનતા ઊભી થતી હોય તેવાં સ્થળોમાં અસ્પષ્ટ “ ' શ્રુતિવાળા જ પાઠો વ્યાપકરીતે જોવામાં આવે છે. જેમ કે - કળિયા, તત્થરે, નાથયાં, કયાડંશુ, સવ્વીડય ઇત્યાદિ. જ્યારે કોઈ કોઈ પ્રાચીન પ્રતિઓમાં અને કેટલીક અર્વાચીન પ્રતિઓમાં ‘' શ્રુતિ વિનાના જ પાઠો વ્યાપકરીતે જોવામાં આવે છે. આ વિશે પ્રાચીનતા કયા પ્રયોગની એ નિર્ણય કરવો મુશ્કેલ છે. તે છતાં એટલી વાત તો ચોક્કસ જ છે કે આમાં , મારૂં વમળ વગેરે શબ્દો જે રીતે લખાય છે તે રીતે બોલવા ઘણા મુશ્કેલીભર્યા આપણી જીભને લાગે છે. સંભવ છે અતિપ્રાચીન કાળમાં આ શબ્દો આ રીતે જ લખાતા હોય અને ઉચ્ચારમાં ‘' શ્રુતિ કરાતી હોય. એ “' શ્રુતિને જ વૈયાકરણોએ સૂત્ર તરીકે અપનાવી લીધી હોય. આ વિશે ગમે તે હો, પણ આપણી જીભ તો આવા પ્રયોગોના ઉચ્ચારણમાં વિષમતા જરૂર અનુભવે છે અને આવા પ્રયોગો સ્પષ્ટ ઉચ્ચારણ માટે આપણી ધીરજ પણ માગી લે છે. એ ધીરજ વ્યાપકરીતે દુર્લભ હોવાથી અર્વાચીન પ્રાકૃત ભાષામાં “વ' શ્રુતિએ વ્યાપકપણું લીધું હોવાનો વધારે સંભવ છે. (૨) પ્રાકૃત ભાષામાં જયાં અસ્પષ્ટ “' શ્રુતિ કરવામાં આવે છે, ત્યાં કલ્પસૂત્રની કેટલીક પ્રતિઓમાં રૂ કરાયેલો પણ જોવામાં આવે છે, જેમ કે વડું વત્તા વગેરે. આવા પ્રયોગો પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં ઘણે સ્થળે જોવામાં આવે છે. આચાર્ય શ્રી ધર્મઘોષ સૂરિએ ચૈત્યવંદનભાષ્ય ઉપરની સંઘાચારટીકામાં આપેલી પ્રાકૃત કથાઓમાં આવા પ્રયોગો જ વ્યાપકરીતે આપેલા છે, જેને લીધે ક્યારેક ક્યારેક અર્થ મેળવવામાં ગૂંચવણ પણ ઊભી થાય છે. એ ગમે તેમ હો, પ્રયોગોની પસંદગી એ ગ્રંથકારોની ઇચ્છા ઉપર જ આધાર રાખે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ (૩) અર્વાચીન પ્રાકૃત ભાષામાં અને ગ્રંથપતિઓમાં હૃક્વ: સંથોને' (સિદ્ધહેમ ૮-૧-૮૪) એ વ્યાકરણનિયમને અનુસરીને સંયોગમાં ગુત્ત થર પુષિામાં યુવક્રેત વગેરમાં હ્રસ્વ સ્વરનો પ્રયોગ જોવામાં આવે છે. પરંતુ પ્રાચીન કાળની પ્રાકૃત ભાષાઓમાં આ નિયમને કશું જ સ્થાન ન હતું. એ જ કારણ છે કે પ્રાકૃત ભાષાના દરેકે દરેક આગમગ્રંથો પ્રકરણગ્રંથો તેમજ કથાસાહિત્ય ગ્રંથોની પ્રાચીન પ્રાચીનતમ લિખિત પ્રતિઓમાં હ્રસ્વ સ્વરને બદલે નોર, થોર, પfoણમા, વોવ એ પ્રમાણે ગુરુસ્વરનો પ્રયોગજ મુખ્યત્વે જોવામાં આવે છે અને આ જ નિયમ કલ્પસૂત્રને પણ લાગુ પડે છે. (૪) પ્રાચીન કાળમાં પ્રાકૃત ભાષામાં માત્ર 7 7િ મત્ત વગેરે પ્રયોગોમાં પરસવર્ણ તરીકે ' વ્યંજનને સ્થાન હતું. તે સિવાય પ્રાકતમાં “=' વ્યંજન સ્વીકારવામાં જ નહોતો આવ્યો. એ જ કારણ છે કે કોઈ પણ પ્રાકૃતભાષાના ગ્રંથની પ્રાચીન હાથપોઓમાં “' બદલે જો, પરં ત ારો વા, ખાં વગેરેમાં ‘'નો પ્રયોગ જ જોવામાં આવે છે. નાટ્યશાસ્ત્રના પ્રણેતા મહર્ષિ ભરતે તેમના નાટ્યશાસ્ત્રમાં અધ્યાય ૧૭માં જ્યાં પ્રાકૃત ભાષાના નિયમો આપ્યા છે ત્યાં તેમણે નીચેના પદ્યદ્વારા પ્રાકૃત ભાષામાં “' નથી એમ જણાવ્યું છે - ए-ओकारपराई, अंकारपरं च पायए णत्थि - વ-સVIRપશ્વિનિ , ૩-વ-તવારિખાવું છે કલ્પ (બૃહત્કલ્પ) સૂત્ર ચૂર્ણકારે તેમજ ટીકાકાર આચાર્ય શ્રીમલયગિરિ સૂરિએ પણ કલ્પભાષ્યની સક્ષયપાયવયTIM. ગા.ના વ્યાખ્યાનમાં પણ પ્રાકૃતલક્ષણનો નિર્દેશ કરતાં ઉપર્યુક્ત ભરતમુનિપ્રણીત લક્ષણગાથાનો જ ઉલ્લેખ કર્યો છે. (૫) અર્વાચીન પ્રાકૃતમાં ‘-૧-૨-ન-ત-૨-૫--વાં પ્રાયો સુ (સિદ્ધહે ૮--૨૭૭) આ નિયમનું અનુસરણ જેવું જોવામાં આવે છે તેવું અને તેટલું પ્રાચીન કાળમાં ન હતું. તેમજ “g--ધમામ્' (સિદ્ધહેમ ૮-૧-૧૮૭) વગેરે નિયમોને પણ એટલું સ્થાન ન હતું. આ કારણસર પ્રાચીન પ્રાકૃત અને અર્વાચીન પ્રાકૃતમાં ઘણીવાર શબ્દપ્રયોગોની બાબતમાં સમ-વિષમતા જોવામાં આવે છે. (૬) આ ઉપરાંત કલ્પસૂત્રની પ્રતિઓમાં જ્યાં સામાસિકપદો છે ત્યાં હસ્વદીર્ઘ સ્વર તેમજ વ્યંજનોના દ્વિર્ભાવ-અદ્વિર્ભાવ વગેરેને લક્ષીને શબ્દપ્રયોગોમાં કે પાઠોમાં ઘણો ઘણો વિપર્યાસ જોવામાં આવે છે, જે મોટેભાગે નકલ કરનાર લેખકોને આભારી છે. ઉપર મેં સંક્ષેપમાં પ્રાચીન-અર્વાચીન પ્રાકૃત ભાષા અંગેના નિયમો વિશે જે કાંઈ જણાવ્યું છે, તેને લીધે પ્રાચીન - અર્વાચીન ગ્રંથપતિઓમાં શબ્દપ્રયોગોની સમ-વિષમતાને લગતા ઘણા ઘણા પાઠભેદો થઈ ગયા છે. આ પાઠભેદો સ્વાભાવિક રીતે જ થઈ ગયા નથી, પરંતુ પાછળના આચાર્યોએ જાણીબુઝીને પણ આ શબ્દપ્રયોગોને સમયે સમયે બદલી નાખ્યા છે; અથવા પ્રાચીન પ્રાકૃતભાષાના પ્રયોગો સાથેનો સંપર્ક ઓછો થવાને લીધે જ્યારે મુનિવર્ગ સહેલાઈથી તે તે શબ્દપ્રયોગોના મૂળને સમજી શકતો ન હોવાથી શ્રી અભયદેવાચાર્ય, શ્રીમલયગિરિ આચાર્ય વગેરેને તે તે શબ્દપ્રયોગો બદલી નાખવાની Page #15 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકતા જણાઈ અને તેમણે તે તે શબ્દપ્રયોગોને બદલી પણ નાખ્યા છે. આમ કરવાથી ગ્રંથનો વિષય સમજવામાં સરળતા થઈ, પરંતુ બીજી બાજુ જૈન આગમોની મૌલિક ભાષામાં ઘણું જ પરિવર્તન થઈ ગયું. જેને લીધે આજે “જૈન આગમોની મૌલિક ભાષા કેવી હતી? તે શોધવાનું કાર્ય દુષ્કર જ થઈ ગયું. આ પરિવર્તન માત્ર અમુક આગમ પૂરતું મર્યાદિત નથી, પરંતુ દરેકે દરેક આગમમાં અને એથી આગળ વધીને ભાષ્ય-ચૂર્ણાગ્રંથોમાં સુદ્ધાં આ ભાષાપરિવર્તન દાખલ થઈ ગયું છે. એટલે જૈન આગમોની મૌલિક ભાષાના શોધકે જૈન આગમ-ભાષ્ય આદિની જુદા જુદા કુલની પ્રતિઓ એકત્ર કરીને અતિધીરજથી આ નિર્ણય કરવાની જરૂરત છે. આ સ્થળે જરા વિષયાંતર થઈને પણ એટલું જણાવવું અતિ આવશ્યક માનું છું કે - ભાષા દૃષ્ટિએ જૈન આગમોનું અધ્યયન કરનારે જેસલમેરના કિલ્લાના શ્રીજિનભદ્રીય જ્ઞાનભંડારની તેમ જ લોકાગચ્છના ભંડારની અને તે ઉપરાંત આચાર્યવ૨ શ્રી જબૂસૂરિ મહારાજના જ્ઞાનભંડારની ભગવતીસૂત્રની એમ તાડપત્રીય પ્રાચીન ત્રણેય પ્રતિઓ જરૂર જોવી જોઈએ. પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં પધરાવેલા સંઘના જ્ઞાનભંડારની અનુયોગદ્વારસૂત્રની પ્રતિ પણ જોવી જોઈએ. જેસલમેરના કિલ્લાના ઉપર્યુક્ત ભંડારની અનુમાન દશમા સૈકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક ભાષ્યની પ્રતિ પણ ભૂલવી ન જોઈએ. આ ઉપરાંત જૈન આગમ ઉપરના ભાષ્યગ્રંથો અને ચૂર્ણાગ્રંથોનું પણ આ દૃષ્ટિએ અવલોકન કરવું જોઈએ. આ બધાં અવલોકનને પરિણામે ય જૈન આગમોની મૌલિક ભાષાનું વાસ્તવિક દિગ્દર્શન કરાવવું અશક્યપ્રાય છે, તે છતાં આ રીતે એ ભાષાના નજીકમાં પહોંચી શકવાની જરૂર શક્યતા છે. અસ્તુ, હવે મૂળ વિષય પર આવીએ. ઉપર જણાવવામાં આવ્યું તેમ પાછળના આચાર્યોએ આગમસૂત્ર આદિની ભાષામાં સમયે સમયે ઘણું ઘણું પરિવર્તન જરૂર કર્યું છે, તે છતાં ઘણે ય સ્થળે તે તે મૌલિક ભાષાપ્રયોગો રહી જવા પામ્યા છે. એટલે એ રીતે, મેં જે પ્રતિને મારા સંશોધન અને સંપાદનમાં મૂળ તરીકે રાખી છે તેમાં પણ તેવા પ્રયોગો વિદ્વાનોને ઠેકઠેકાણે જોવા મળશે. કેટલાક ખાસ તેવા પ્રયોગોના પાઠભેદો પણ આપવામાં આવેલા છે. મારા સંશોધનમાં જે ૪-જી નામની પ્રતિઓ છે, તેમાં ‘તકાર બહુલ પાઠો છે. ભરતનાટ્યશાસ્ત્રના ૧૭મા અધ્યાયમાં શકાબહુલ, પ્રકારબહુલ, નકારબહુલ, ૨કા૨બહુલ, ૩કારબહુલ, તકારબહુલ આદિ પ્રાકૃતભાષાપ્રયોગો વિશે જે, તે તે પ્રદેશની પ્રાકૃત ભાષામાં કે ભાષાપ્રિયતાને લક્ષીને વહેંચણી કરવામાં આવી છે તે, તે કાળમાં ભલે પ્રચલિત કે ઉચિત હો, પરંતુ પાછળના જમાનામાં તો પ્રાકૃત ભાષા દરેકે દરેક પ્રદેશમાં ખીચર્ડ બની ગઈ છે અને તે જ રીતે વિવિધ કારણોને આધીન થઈને જૈન આગમોની મૌલિક ભાષા પણ ખીચડું જ બની ગઈ છે. એટલે જૈન આગમોની મૌલિક ભાષાનું અન્વેષણ કરનાર ઘણી જ ધીરજ રાખવી જરૂરી છે. | સૂત્રાંકઃ આજે આપણા સામે કલ્પસૂત્રની જે પ્રાચીન પ્રતિઓ તાડપત્રીય કે કાગળની વિદ્યમાન છે, તે પૈકી કોઈમાં પણ સૂત્રોના અંકો નથી. માત્ર સોળમા સત્તરમા સૈકાની, ખાસ કરી સત્તરમા સૈકાની પ્રતિઓમાં સૂત્રકની પદ્ધતિ મળે છે. પરંતુ તે સૂત્રાંક સંખ્યા ઘણીવાર તો મેળ વિનાની જોવામાં આવે છે. એટલે મેં જે સૂત્રાંકો આપ્યા છે તે મારી દષ્ટિએ આપ્યા છે. ઉપર જણાવેલી પ્રતિઓમાં ઘેરાવલીમાં Page #16 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક છે જ નહિ અને સામાચારીમાં પણ કેટલીકમાં જ મળે છે, પરંતુ આ રીતથી એ પ્રતિઓમાં મોટે ભાગે સૂત્રાંકોનું અખંડપણે જળવાયું નથી. જ્યારે મેં સૂત્રકોનું અખંડપણું જાળવવા પ્રયત્ન કર્યો છે. મેં જે સૂત્ર વિભાગ કર્યો છે તેના ઔચિત્ય-અનૌચિત્યપણાની પરીક્ષાનું કાર્ય વિદ્વાનોને સોંપું છું. સંક્ષિપ્ત અને બેવડા પાઠો : કલ્પસૂત્રની પ્રાચીન અર્વાચીન પ્રતિઓમાં કોઈમાં કોઈ ઠેકાણે તો કોઈમાં કોઈ ઠેકાણે એમ, વારંવાર આવતા શબ્દો કે પાઠોને સંક્ષિપ્ત કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે देवाणुप्पिया ने पहले देवा, असणपाणखाइमसाइम ने पहले अ । पा । खा । सा असण ४४ अ४ એમ કરવામાં આવ્યું છે. ખંભાતની સં. ૧૨૪૭માં લખાયેલી પ્રતિમાં પ્રાચીન લેખન પરંપરા જળવાયેલી હોઈ અસM અથવા મસ % અને કોઈ ઠેકાણે અસળ હૃવ એમ કરેલ છે. જ્યાં એક શબ્દથી ચાર શબ્દ સમજી લેવાના હોય ત્યાં ચારના અંક તરીકે , કે સ્ત્ર અક્ષરનો પ્રયોગ કરવામાં આવતો. આ જ પ્રમાણે જ્યાં છ શબ્દો સમજી લેવાના હોય ત્યાં છ સંખ્યાના સૂચક તરીકે , I કે , અક્ષર વાપરવામાં આવ્યો છે. તાડપત્રીય પ્રતિઓમાં એક બાજુ આ અક્ષરાંકો દ્વારા જ પત્રાંક સૂચવવામાં આવે છે. જેમને આ અક્ષરાંકોનું જ્ઞાન નથી હોતું તે આવા અક્ષરાંકોને ગ્રંથમાંના ચાલુ પાઠના અક્ષર તરીકે માની લેવા કે અર્થસંગતિ કરવા પ્રયત્ન કરે છે અથવા એ અક્ષરાંકોને નકામા સમજી કાઢી નાખે છે. આ અક્ષરાંકોનું જ્ઞાન પાછલા જમાનામાં વીસરાઈ જવાને લીધે ગ્રંથોમાં ઘણા ગોટાળા થયા છે અને પ્રતિઓનાં પાનાં અસ્તવ્યસ્ત રીતે લખાઈ ગયાં છે. જેની માઠી અસર આપણે પૂજયપાદ આગમોદ્ધારક આચાર્ય ભગવાન શ્રી સાગરાનસુરીશ્વરજી મહારાજના અનુયોગદ્વારÍ આદિના સંપાદન સંશોધનમાં જોઈ શકીએ છીએ. પૂજયપાદશ્રી સમક્ષ આદર્શો અસ્તવ્યસ્ત આવ્યા અને તેઓ વધારે પ્રત્યુત્તરો મેળવવાની આવશ્યકતા નહોતી ગણતા, એટલે ઉપરોક્ત અસરનું પ્રતિબિમ્બ તેમના સંપાદનમાં આવી જ જાય એમાં શંકાને સ્થાન જ ન હોય. આ તો થઈ સંક્ષિપ્ત પાઠોની વાત. હવે આપણે બેવડાએલા પાઠો વિશે જોઈએ - કલ્પસૂત્રમાં આર્ષ સૂત્રપદ્ધતિ હોવાને લીધે સ્થાને સ્થાને કેટલીકવાર પાઠોનો બેવડો ઉચ્ચાર કરવાનો હોય છે, આ સ્થળે તેને કેટલીકવાર ટુંકાવવામાં આવે છે. આ ટુંકાવવાનો ક્રમ કોઈ પણ પ્રતિમાં આદિથી અંત સુધી એકધારો નથી. જેમ કે વામં નાનું ગંડુ, વાપં નાનું મંવિતા આ પાઠને કોઈ પ્રતિમાં વાપં નાનું એવું, વારત્તા આમ લખેલો હોય છે, તો કોઈ પ્રતિમાં વાપં નાણું , ૨ ત્તા એમ લખેલો છે, જ્યારે કોઈ પ્રતિમાં વાપં નાનું સંડુ, ૨ મવિના એમ લખેલું છે. મેં પ્રથમથી જ જણાવી દીધું છે કે મારા સંપાદનમાં એક પ્રતિને મુખ્ય તરીકે સ્વીકારીને હું ચાલ્યો છું, એટલે હું આશા રાખું છું કે મારા સંપાદન દ્વારા આ બધી વિવિધતા સહેજે જ વિદ્વાનોના ખ્યાલમાં આવી જશે. અને એથી આવા વિવિધ અને વિચિત્ર પાઠભેદોને મેં જતા કર્યા છે. કલ્પસૂત્ર શું છે? પ્રસ્તુત કલ્પસૂત્ર, એ કોઈ સ્વતંત્ર સૂત્ર છે કે કોઈ સૂત્રનો અવાન્તર વિભાગ છે?' એ વિશે શ્વેતાંબર જૈન શ્રીસંઘમાં, જેમાં સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘનો પણ સમાવેશ થાય છે, ભિન્ન Page #17 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન પ્રકારની માન્યતા ચાલુ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી સંઘ, જેમાં દરેકે દરેક ગચ્છોનો સમાવેશ થાય છે, એકી અવાજે એમ કહે છે અને માને છે કે – કલ્પસૂત્ર એ, કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી, નવીન ગ્રંથ નથી, પરંતુ દશાશ્રુતસ્કંધ નામના છેદ આગમનો આઠમાં અધ્યયન તરીકેનો એક મૌલિક અને પ્રાચીનતમ વિભાગ છે, અને તેના પ્રણેતા ચતુર્દશપૂર્વવિદ્ સ્થવિર આર્યભદ્રબાહુસ્વામી છે. જયારે સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘો, દશાશ્રુતસ્કંધસૂત્રની કેટલીક પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં પ્રસ્તુત આઠમા અધ્યયનરૂપ કલ્પસૂત્રની અતિસંક્ષિપ્ત વાચનાને જોઈને એમ માની લે છે કે ચાલુ અતિવિસ્તૃત કલ્પસૂત્ર એ એક નવું સૂત્ર છે. આ બંનેય માન્યતા અંગે પ્રમાણિક અને સ્પષ્ટ સમાધાન અને ઉત્તર મેળવવાના સબળ સાધન તરીકે આપણા સામે દશાશ્રુતસ્કંધસૂત્રની નિયુક્તિ અને એ સૂત્ર ઉપરની ચૂર્ણ કે જે નિયુક્તિગ્રંથને આવરીને રચાયેલી છે, એ બે છે. આ નિર્યુક્તિ અને ચૂર્ણા એ બંને ય કલ્પસૂત્ર ઉપરના વ્યાખ્યાગ્રંથો છે. નિર્યુક્તિ ગાથારૂપે - પદ્યરૂપે પ્રાકૃત વ્યાખ્યા ગ્રંથ છે. નિર્યુક્તિ કે જે સ્થવિર અર્યભદ્રબાહુસ્વામિ વિરચિત છે અને ચૂર્ણ કે જેના પ્રણેતા કોણ? એ હજુ સુધી જાણવામાં નથી આવ્યું, તે છતાં આ બંને ય વ્યાખ્યાગ્રંથો ઓછામાં ઓછું સોળસો વર્ષ પૂર્વેની રચનાઓ છે, એમાં લેશ પણ શંકાને અવકાશ નથી. કલ્પસૂત્ર ઉપરના આ બંને ય વ્યાખ્યાગ્રંથો કે જે વ્યાખ્યાગ્રંથો મેં પ્રસ્તુત કલ્પસૂત્ર સાથે સંશોધન કરીને સંપાદિત કર્યા છે, તેનું બારીકાઈથી અધ્યયન અને તુલના કરતાં નિર્યુક્તિચૂર્ણીમાં જે હકીક્ત અને સૂત્રાશોનું વ્યાખ્યાન જોવામાં આવે છે, એ ઉપરથી સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘના ગીતાર્થોને પ્રસ્તુત કલ્પસૂત્રને કલ્પિત માની લેવાને કશું જ કારણ નથી મળતું. તેમ જ દશાશ્રુતસ્કંધ સૂત્રની ચૌદમા સૈકાના પ્રારંભમાં લખાયેલી અને પ્રતિઓ આજે વિદ્યમાન છે, જેમાં પ્રસ્તુત કલ્પસૂત્ર આઠમા અધ્યયન તરીકે સળંગ અને સંપૂર્ણ લખાયેલું છે. આથી કોઈને એમ કહેવાને તો કારણ જ નથી રહેતું કે સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાય સામે કોઈ કલ્પિત આરોપો ઊભા કરવા માટે કે કલ્પિત ઉત્તરો આપવા માટેના સાધન તરીકે આ સૂત્ર રચી કાઢવામાં આવ્યું છે. જો આમ હોય તો સ્વતંત્ર કલ્પસૂત્રની કે એ કલ્પસૂત્રગર્ભિત દશાશ્રુતસ્કંધસૂત્રની આજે વિક્રમ સંવત ૧૨૪૭થી લઈને જે અનેકાનેક પ્રાચીન તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી પ્રતિઓ મળે છે તે આજે મળતી જ ન હોત. તેમ જ ઉપર જણાવેલી પ્રતિઓ ઉપરાંત નિર્યુક્તિ અને ચૂર્ણમાં આ કલ્પસૂત્રનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે તે પણ ન હોત. પ્રસ્તુત કલ્પસૂત્ર સાથે પ્રસિદ્ધ કરેલી નિયુક્તિ અને ચૂર્ણ, એ કોઈ સ્વતંત્ર વ્યાખ્યાગ્રંથો નથી, પરંતુ દશાશ્રુતસ્કંધસૂત્ર ઉપરની નિર્યુક્તિ અને ચૂર્ણાઓમાંથી કલ્પસૂત્ર પૂરતો જુદો પાડી લીધેલો અંશ જ છે, એ ધ્યાનમાં રહે. કલ્પસૂત્રનું પ્રમાણ કલ્પસૂત્ર, કેવડુ અને કેવા સ્વરૂપમાં હોવું જોઈએ, એ વિશે આજે પાશ્ચાત્ય વિદ્વાનો અને તેમના મતને માન્ય કરનાર આપણા દેશના વિદ્વાનો એક જુદી જ માન્યતા ધરાવે છે. તેમનું ધારવું છે કે કલ્પસૂત્રમાં ચૌદ સ્વપ્ર આદિને લગતાં કેટલાંક આલંકારિક વર્ણનો વગેરે કલ્પસૂત્રમાં પાછળથી ઉમેરાયેલાં છે. વિરાવલી અને સામાચારીનો કેટલોક અંશ પણ પાછળથી ઉમેરાયેલો હોવાનો સંભવ છે. આ વિશે મારા અધ્યયનને અંતે મને જે જણાયું છે તે અહીં જણાવવામાં આવે છે – Page #18 -------------------------------------------------------------------------- ________________ આજે આપણા સમક્ષ કલ્પસૂત્રની જે પ્રતિઓ છે, તે પૈકી ખંભાતના શ્રી શાંતિનાથના તાડપત્રીય ભંડારની પ્રતિ વિ.સં. ૧૨૪૭માં લખાયેલી હોઈ સૌ કરતાં પ્રાચીન છે; તેમાં ચૌદ સ્વપ્રને લગતો વર્ણક ગ્રંથ બિલકુલ છે જ નહિ. તેમ જ મેં મારા સંશોધન માટે જે છ પ્રતિઓનો સંપૂર્ણપણે ઉપયોગ કર્યો છે તે પૈકી અને છ એ બે પ્રતિઓમાં સ્વપ્રને લગતો વર્ણકગ્રંથ પ્રકારાન્તરે અને અતિ સંક્ષિપ્ત છે. જ્યારે બીજી પ્રતિઓમાં વર્તમાનમાં પ્રચલિત સ્વમ વિશેનો વર્ણકગ્રંથ અક્ષરશઃ મળે છે. આ રીતે ચૌદ સ્વ વિશે ત્રણ વાચનાત્તરો મારા જોવામાં આવ્યાં છે. શ્રીમાનું ચૂર્ણાકાર અને તેમને પગલે ચાલનાર ટિપ્પનક્કાર પણ સ્વપ્ન સંબંધી વર્ણકગ્રંથ માટે સર્વથા ચૂપ જ છે, સ્વપ્ન સંબંધી વર્ણકગ્રંથના એક પણ શબ્દની તેઓ વ્યાખ્યા નથી કરતા. આ બધું જોતાં સ્વપ્ન સંબંધી પ્રચલિત વર્ણકગ્રંથ અંગેના મૌલિકપણા વિશે જરૂર શંકાને સ્થાન છે. પરંતુ તે સાથે બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે ત્રિશલા ક્ષત્રિયાણી ચૌદ સ્વપ્રોને જોઈને જાગે છે, એ ચૌદ સ્વપ્રોના નામ પછી તરત જ ત ાં ના ઉતસતા વરિયાળી રૂપે અયાવે ગોરાત્રે વસ મહાસુને પfસત્તા જ પડવું સૂત્ર આવે છે, અર્થાત્ “ત્રિશલા ક્ષત્રિયાણી આ અને આ પ્રકારનાં ઉદાર ચૌદ મહાસ્વપ્રને જોઈને જાગી” એ સૂત્રમાં “આ અને આ પ્રકારના ઉદાર” એ વાક્ય જોતાં આપણને સહેજે એ પ્રશ્ન થાય છે કે “આ પ્રકારનાં ઉદાર એટલે કેવાં ઉદાર ?” આ જાતનો પ્રશ્ન કે જિજ્ઞાસા, આપણને ચૌદ સ્વપ્નને લગતા વર્ણકગ્રંથના અસ્તિત્વની કલ્પના તરફ ખેંચી જાય છે. અને આ કારણસર આ ઠેકાણે ચૌદસ્વપ્નને લગતા કોઈને કોઈ પ્રકારના વર્ણકગ્રંથનું હોવું એ અનિવાર્ય બની જાય છે. પરંતુ જ્યાં સુધી આપણા સામે બીજી પ્રાચીન પ્રતિઓ ન હોય ત્યાં સુધી એ વર્ણકગ્રંથ કેવો હોવો જોઈએ, એનો નિર્ણય કરવાનું કામ ઘણું કઠિન છે. અત્યારના પ્રચલિત વર્ણકગ્રંથના મૌલિકપણા વિશે શંકાને સ્થાન છે, તે છતાં એટલું ધ્યાનમાં રાખવું અતિ આવશ્યક છે કે પ્રચલિત સ્વપ્રવિષયક વર્ણકગ્રંથ અર્વાચીન હોય તો પણ તે અનુમાન હજાર વર્ષથી અર્વાચીન તો નથી જ. આ ઉપરાંત ઈન્દ્ર, ગર્ભાપહાર, અટ્ટણશાલા, જન્મ, પ્રીતિદાન, દીક્ષા, કેવલજ્ઞાન, ચાતુર્માસ, નિર્વાણ, અંતકદૂભૂમિ આદિ વિષયક સૂત્રપાઠ અને વર્ણકગ્રંથના અસ્તિત્વની સાક્ષી તો ચૂર્ણાકાર પોતે પણ આપે છે. એ પછીનાં જિનચરિતો કે જેમાં ત્રેવીસ જિનેશ્વરોનાં ચરિત્ર અને અંતરો વિશેના સૂત્રપાઠનો સમાવેશ થાય છે. તેની તથા ગણધરાદિ સ્થવિરોની આવલી અને સામાચારીગ્રંથ હોવાની સાક્ષી નિયુક્તિકાર અને ચૂર્ણાકાર એમ બંને ય સ્થવિરો પરિવરિયા ખો. નિ, ગ. દર અને તેની ચર્થી દ્વારા આપે છે. ગણધરાદિ સ્થવિરોની આવલી આજે કલ્પસૂત્રમાં જે રૂપે જોવામાં આવે છે તેવી અને તેટલી તો ચતુર્દશપૂર્વધર ભગવાન શ્રી આર્યભદ્રબાહુસ્વામિપ્રણીત કલ્પસૂત્રમાં હોઈ જ ન શકે. એટલે જયારે પ્રસ્તુત કલ્પસૂત્રને અથવા આગમોને પુસ્તકારુઢ કરવામાં આવ્યાં તે જમાનાના સ્થવિરોએ એ ઉમેરેલી છે, એમ કહેવું એ જ સવિશેષ ઉચિત છે. આમ છતાં એક પ્રશ્ન તો આપણા સામે આવી ઊભો જ રહે છે કે આજની અતિઅર્વાચીન અર્થાત સોળમા સત્તરમા સૈકામાં લખાયેલી પ્રતિઓમાં જે સ્થવિરાવલી જોવામાં આવે છે, એ ક્યાંથી આવી? કારણ કે ખંભાત, અમદાવાદ, પાટણ, જેસલમેર વગેરેની સંખ્યાબંધ તાડપત્રીય પ્રતિઓ તપાસી, તેમાંથી મને પાછળના સ્થવિરોને લગતી સ્થવિરાવલી કોઈ પણ પ્રતિમાંથી મળી નથી. આમ છતાં એમ માનવાને તો આપણું મન જરા યે કબૂલ નથી થતું કે એ અંશ નિરાધાર Page #19 -------------------------------------------------------------------------- ________________ હોય ! એટલે આ વિશે ચોક્કસાઈભર્યું અન્વેષણ કરવાની આપણી ફરજ ઊભી જ રહે છે. આટલું વિચાર્યા બાદ સામાચારી આવે છે. તેમાં શરૂઆતનાં પર્યુષણાવિષયક જે સુત્રો છે તે પૈકી સુત્રાંક ૨૩૧માં અંતર વિ ચ સે . નો સે \M; નં ર ૩વાથવિત્તા આ પ્રમાણે જે સૂત્રાશ છે તે પંચમીની ચતુર્થી કરાઈ તે પછીનો છે, એમ આપણને સ્વાભાવિક જ લાગે છે. આ સૂત્રાશનો આપણે કેવો અર્થ કરવો જોઈએ અને ઉત્સર્ગ-અપવાદની મર્યાદાને લક્ષમાં રાખીને એની સંગતિ કેવી રીતે સાધવી જોઈએ ?, એ વિચારવા જેવી બાબત છે. મને લાગે છે, અને ઉત્સર્ગ-અપવાદની મર્યાદાને મારી અલ્પ બુદ્ધિએ હું સમજયો છું ત્યાં સુધી “સંવત્સરીપર્વની આરાધના કારણસર ભાદ્રપદ શુદિ પંચમી પહેલાં થઈ શકે, પરંતુ તે પછી નહિ” આ વચન સ્થવિર ભગવંતે તે સમયની મર્યાદાને લક્ષીને જ જણાવ્યું છે, પરંતુ તેટલા માત્રથી ઉત્સર્ગ-અપવાદની મર્યાદા જાણનાર ગીતાર્થોએ આ સૂત્રને સદા માટે એકસરખું વ્યાપક કરવું ન જોઈએ. અર્થાત ભગવાન શ્રીકાલકાર્ય સમક્ષ જે પ્રકારનો પ્રસંગ ઉપસ્થિત થયો તે જ પ્રકારનો તેથી ઉલટો પ્રસંગ કોઈ સમર્થ ગીતાર્થ સમક્ષ આવી પડે તો તે, પંચમી પછી પણ સંવત્સરીની આરાધના કરીને આરાધક થઈ શકે અને બીજાઓને પણ આરાધક બનાવી શકે. અને તેમ કરવામાં તે ગીતાર્થ સૂત્રાજ્ઞાન અને ઉત્સર્ગ-અપવાદની મર્યાદાને સંપૂર્ણ રીતે આરાધે છે, એમ આપણે સમજવું જોઈએ. આ ઉપરાંત સામાચારીનું વ્યાખ્યાન સંક્ષેપમાં નિર્યુક્તિકારે અને સમગ્રભાવે ચૂર્ણકારે કરેલ હોવાથી તેના અસ્તિત્વની પ્રાચીનતા સ્વયંસિદ્ધ છે, એટલે એ વિશે મારે ખાસ વધારે કહેવા જેવું કશું જ રહેતું નથી. કલ્પસૂત્રમાં પાઠભેદો અને સૂત્રોનું ઓછાવત્તાપણું કલ્પસૂત્રની પ્રાચીન પ્રતિઓમાં પાઠભેદો અને સૂત્રોનું ઓછાવત્તાપણું ઘણે સ્થળે છે અને વિવિધ રીતે આવે છે. આ બધું ય અમે કલ્પસૂત્રની પાદટિપ્પણીમાં વિસ્તૃત રીતે આપેલું છે. આમ છતાં ચૂર્ણાકાર અને તેમને પગલે ચાલનાર ટિપ્પનકકારે તેમના યુગની પ્રાચીન પ્રતિઓને આધારે જે પાઠો સ્વીકારીને વ્યાખ્યાન કર્યું છે તે પાઠભેદોનો સમાવેશ ઉપર જણાવેલ પાદટિપ્પણીમાં મોટે ભાગે થતો નથી. એટલે તે પાઠભેદોને તારવીને આ નીચે આપવામાં આવે છે. ચૂર્ણકારે સ્વીકારેલા પાઠભેદો सूत्रांक मुद्रित सूत्रपाठ चूर्णीपाठ ३ पुव्वरत्तावरत्तकालसमयंसि पुव्वरत्तावरत्तंसि १४ -મુડું -મુરવपट्टेहि कुसलेहिं मेहावीहिं जिय. पढेहिं णिउणेहिं जिय. ६२ उण्होदएहिय (નથી) Page #20 -------------------------------------------------------------------------- ________________ અસ્તવ્યસ્ત पेत्तेज्जए १२२ अणेगगणनायग. माहि सामासिवाध्य १०७ पित्तिज्जे अंतरावास १२३ अंतगडे १२६-२७ सूत्र २३२ पज्जोसवियाणं २८१ अणट्ठाबंधिस्स अंतरवास (नथी) પૂર્વાપર છે. पज्जोसबिए अट्ठाणबंधिस्स सूत्रांक ટિપ્પનકકારે સ્વીકારેલા પાઠભેદો मुद्रित सूत्रपाठ टिप्पनकपाठभेद पुप्वरत्तावरत्त अड्डरत्तावरत्त -माणंदिया -माणंदिया णंदिया अत्थोग्गहं अत्थोग्गहणं विनाय विनयधारए वारए परिनिट्टिए सुपरिनिट्ठिए महयाहयनट्टगीयवाइयतंतीतलताल महयाहयनट्टीगीयवाइयसंखसंखियखरमुहीपोतुडियघणमुइंगपडुपडहवाइयरवेणं यापिरिपिरियापणवपडहभंभाहोरंभभेरीझल्लरीदंदुहिततविततघणझुसिरतंतीतलतालतु डियमुइंगपडुनाइयरवेणं रयणाणं इत्याहि अहाबायरे रयणाणं जाव अहाबायरे पुव्वरत्तावरत्त अड्डरत्तावरत्तअतुरियं अचवलमसंभंताए अतुरियमसंभंताए फलवित्तिविसेसे फलविसेसे -चुंचुमालइयरोमकूवे चुंचुमालइए ऊसवियरोमकूवे -संपुन्न -पुन्नविनाय विनय cww ११ Page #21 -------------------------------------------------------------------------- ________________ ५४ ६० ६१ ६१ ६२ ६३ ६५ ६८ ७८ ८४ ८४ ९२ ९२ सूरे वीरे - गुंजद्धरागसरिसे कमलायरसंडविबोहए उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे तेयसा जलते य सयणिज्जाओ अब्भुइ पीणणिज्जेहिं जिघणिज्जेहिं दप्पणिज्जेहिं मयणिज्जेहिं विहणिज्जेहि सव्विपहिं कुसलेहिं मेहावीहिं जियअहयसुमहग्धदूसरयणसुसंवुए अंगसुहफरिस सिंग्घ. आदिपदरहित रना वंदिय विउलेणं पुप्फ 1- -1 આ ચિહ્ન વચ્ચેનો પાઠ सन्निखित्ताई उड्डभयमाण - गंधमल्लेहिं ववगयरोगसोगमोहभयपरित्तासा जं तस्य गब्भस्स हियं मियं पत्थं गब्भ पोसणं तं देसे य काले य आहारमाहारेमाणी विवित्तमउएहिं सयणासणेहिं परिक्कसुहाए मणाणुकू लाए ૧૨ सूरे धीरे वीरे - गुंजद्धबंधुजीव (पारावतचलणनयणपरहुयसुरतलोयण जासुयणक सुमरासिः) हिंगुलयणियराति रेयरेहंतसरिसे कमलायरसंडबोहर उट्टियम्मि सूरे सहस्सरस्सिम्मितस्य य करपहारपरद्धम्मि (अंधकारे बालायव कंकुमेणं खचिय व्व जीवलोए सय णिज्जाओ अब्भुट्ठेइ II) पीणणिज्जेहिं दीवणिज्जेहिं दप्पणिज्जेहिं तिप्पणिज्जेहिं सव्वि पत्तट्ठेहिं णिउणेहिं जिय नासानीसासवायजोज्झचक्खुहरवन्नफरिसजुत्तहयलालापेलवातिरेगधवलकणगखचियंत कम्मदूसरयणसंवु अंगसुहफास सिग्घ. आदिपदसहित रन्ना अश्चियवंदिय विउलेणं असणेणं जाव पुष्फ महापसु वा पछी छे सन्निकिखत्ताईं सन्निहियाई सब्धत्तुभयमाण गंधमलेहि जं तस्स गब्भस्स हियं मियं पत्थं गब्भपोसणं तं देसे य काले य आहारमाहारेमाणी विवित्तमउएहिं सयणासणेहिं पइरिक्कसुहाए मणाणुकू लाए विहारभूमीए पसत्थदोहला सम्माणियदोहला अविमाणियदोहला For Private Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ९७ भने ९८ ९७ १०१ १०२ १११ ११३ २४० विहारभूमी पसत्थदोहला संपुत्रदोहला सम्माणियदोहला अविमाणियदोहला वुच्छिनदोहला विणीयदोहला शुहं सुहेणं -आइंखग तेणं मित्तनाइनियगसयणसंबंधिप रिजणेणं नायएहि य सिद्धि तं - भुत्तोत्तरागया चेच्चा धणं चेच्चा रज्जं मीसिएणं मंजुमंजुणा 1- - આ ચિહ્ન વચમાંનો પાઠ સૂત્રાં મુદ્રિત સૂત્રપાઠ ११३ १२३ १२३ १२७ २२५ २४९ २९१ घोसेण य पढिबुज्झमाणि पर सव्वि सुव्वयग्गी नामं अच्चे लवे मुहुत्ते पाणू अमावसाए सट्टा संपधूमियाई उसिणोद विडे नगरेथी चेव एवमाइक्खर सुधी वच्छिन्नदोहला सपुन्नदोहला विणीयदोहला ववगयरोगसोगमोहभयपरित्तासा सुहं सुहेणं ૧૩ સૂત્ર ટિપ્પનક પત્ર ૧૨-૧૩ની ૩ અંકની पाहटिप्पणी दुखो. एए सूत्रमांनी उस्सुक्कं थी अणेगतालायराणुचरियं सुधीनो सूत्रपाठ ટિપ્પનકમાં ૯૭મા સૂત્રમાં આવી જાય છે. -आरक्खग ચૂર્ણાકાર ટિપ્પનકકારે સ્વીકારેલા પાઠભેદો ચૂર્ણી ટિપ્પનક પાઠભેદ घोसेण अपडिबुज्झमाणे सव्वि अग्गवेसे नामं अच्ची लवे मुत्ते पाणु अवामंसाए तस्स नियगसयणसंबंधिपरिजणस्स नायाण य तं भुत्तोत्तराए चेच्चा रज्जं चेच्चा धणं सिणं अभिभविय गामकं टए मंजुमंजुणा २४१ सूत्रमा भत्तद्वेणं पज्जोसवित्तए पछी छे. मट्ठाई सम्मट्ठाई संपधूमियाई सुद्धवि नगरे सदेवमणुयासुराए परिसाए मज्झट्ठिते चेव एवमाइक्खइ Page #23 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાંત પ્રત્યંતરોમાં ઓછાવત્તાં સૂત્રો, ઓછાવત્તા પાઠો, પાઠભેદો અને સૂત્રોના પૂર્વાપરને લગતાં જે વિવિધ પાઠાંતરો છે તે અને તે તે સ્થળે પાદટિપ્પણીમાં આપેલા છે, તેનું અવલોકન કરવા વિદ્વાનોને ભલામણ છે. કલ્પસૂત્રનિર્યુક્તિ આદિની પ્રતિઓ પ્રસ્તુત કલ્પસૂત્રની આવૃત્તિ સાથે કલ્પનિર્યુક્તિ, કલ્પચૂર્ણ અને પૃથ્વીચંદ્રાચાર્યવિરચિત કલ્પટિપ્પનક આ ત્રણ વસ્તુ પ્રકાશિત કરવામાં આવી છે એ ઉપર કહેવાઈ ગયું છે. આ ત્રણે ગ્રંથોની પાંચ પાંચ પ્રતિઓનો મેં આદિથી અંત સુધી સળંગ ઉપયોગ કર્યો છે. એ પ્રતિઓ ખંભાત અને જેસલમેરના જ્ઞાનભંડારની હતી. આ પ્રતિઓનો મેં ખાસ કોઈ સંકેત કે તેની સંજ્ઞા રાખી નથી. પણ જે પાઠ એક પ્રતિમાં હોય તેને પ્રત્ય. કે પ્રત્યરે થી જણાવેલ છે કે જે પાઠ ઘણી પ્રતોમાં હોય ત્યાં પ્રત્યુત્તરવું એમ પાઠભેદ સાથે જણાવ્યું છે. ઉપરોક્ત બધી જ પ્રતિઓ તાડપત્રીય પ્રતિઓ છે અને તે તેરમા અને ચૌદમાં સૈકામાં લખાયેલી છે. અર્થાત મેં મારા સંશોધન માટે પ્રાચીન પ્રતિઓ કામમાં લીધી છે. નિર્યુક્તિ અને ચૂર્ણની ભાષા ઉપર જેમ કલ્પસૂત્ર માટે કહેવામાં આવ્યું છે તેમ નિર્યુક્તિ - ચૂર્ણાની જે પ્રાચીન પ્રતિ મારા સામે છે તેમાં ભાષાપ્રયોગોનું વૈવિધ્ય ઘણું છે. આ ભાષાવૈવિધ્ય અને તેના મૌલિક સ્વરૂપને વિસરી જવાને કારણે આજની જેમ પ્રાચીન કાળના સંશોધકોએ પણ ગ્રંથોમાં ઘણા ઘણા ગોટાળા કરી નાખ્યા છે. આ ગોટાળાઓનો અનુભવ પ્રાચીન પ્રતિઓ ઉપરથી ગ્રંથોનું સંશોધન કરનારને બહુ સારી રીતે હોય છે. આવા પાઠોનાં ઢગલાબંધ ઉદાહરણો આપી શકાય તેમ છે. તે છતાં હું અહીં માત્ર પ્રસ્તુત કલ્પચૂર્ણમાંથી એક જ ઉદાહરણ આપું છું, જે ઉપરથી વિદ્વાનોને ખ્યાલ આવશે કે આવા પાઠોના સંશોધકોને શાબ્દિકશુદ્ધિ સિવાય અર્થસંગતિ વિશે કશું ય ધ્યાન નથી હોતું. પ્રસ્તુત કલ્પસૂત્રની ચૂર્ણમાં (પૃ. ૯૪માં) માં પતિનર્સ તિ આ શુદ્ધ પાઠ લેખકોના લિપિદોષથી ના પ્રતિનિતિ પાઠ બની ગયો અને ઘણી પ્રતિઓમાં આ પાઠ મળે પણ છે. આ પાઠ કોઈ ભાગ્યવાને સુધારવા પ્રયત્ન કર્યો અને તેને બદલે તેમણે ગોળ નિર્ણ fત પાઠ કર્યો, જેની અર્થદષ્ટિએ સંગતિ કશી જ નથી. ખરે રીતે પત્તિનને (. મા નિયષ્યન તો એનો અર્થ “નિગોદ અથવા ફૂગ ન વળે” એ છે. આવા અને આથીય લિપિદોષ આદિના મોટા ગોટાળાઓ ચૂર્ણાગ્રંથોમાં ઘણા જ થયા છે. અને આ બધા ગોટાળાઓ આજના મુદ્રિત ચૂર્ણાગ્રંથોમાં આપણને જેમના તેમ જોવા મળે છે. અહીં પ્રસંગોપાત જૈન મુનિવરોની સેવામાં સવિનય પ્રાર્થના છે કે જૈન આગમો અને તે ઉપરના નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણ આદિ વ્યાખ્યાગ્રંથોનું વાસ્તવિક અધ્યયન અને સંશોધન કરવા ઇચ્છનારે પ્રાકૃતાદિ ભાષાના ગંભીર જ્ઞાન માટે શ્રમ લેવો જોઈએ. આ જ્ઞાન માટે માત્ર ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યકૃત પ્રાકૃત વ્યાકરણ જ બસ નથી. પ્રાકૃતભાષાના અગાધ સ્વરૂપને જોતાં આચાર્ય શ્રી હેમચંદ્રકૃત પ્રાકૃત વ્યાકરણ એ તો પ્રાકૃતભાષાની બાળપોથી જ બની જાય છે. એટલે આ માટે નિયુક્તિ-ભાગ્ય-ચૂર્ણા આદિ ગ્રંથોનું ભાષાજ્ઞાનના વિવેક અને પૃથક્કરણ પૂર્વક અધ્યયન કરવું અતિ આવશ્યક છે. આ અધ્યનને પરિણામે ૧૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રીહેમચંદ્રસૂરિના ઉપર બાળપોથીરૂપે ઓળખાવેલા પ્રાકૃત વ્યાકરણમાં કેટલાં અગાધતા અને ગાંભીર્ય ભર્યા છે અને એ વ્યાકરણનું સર્વાગી સ્વરૂપ ઘડવા માટે તેમણે કેટલું અગવાહન અને શ્રમ કર્યો છે તેનો આપણને ખ્યાલ આવી શકે છે. પ્રાચીન પ્રાકૃત વ્યાકરણોમાં જે પ્રયોગો અને સૂત્રો નહોતાં એ આચાર્ય શ્રી હેમચંદ્રના વ્યાકરણમાં ક્યાંથી આવ્યાં? તેમજ એ ભાષા ઉપર લેખકોના લિપિદોષ, ભાષાઓના વિમિશ્રણ વગેરેની શી શી અસર થઈ છે અને તેનો વિવેક કેટલી ધીરજથી શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો છે. તેનો સાચો જવાબ જૈન આગમો અને તે ઉપરના વ્યાખ્યાગ્રંથો આદિના અધ્યયનથી જ આપી શકાય તેમ છે. આચાર્ય શ્રી હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણની રચના બાદ વિશ્વનાં બધાં જ પ્રાચીન પ્રાકૃત વ્યાકરણો ગૌણ બની ગયાં છે તેનું કારણ એમના વ્યાકરણની સર્વદેશીયતા અને સર્વાગપૂર્ણતા છે. આ ઉપરાંત, જૈન આગમોના અધ્યયન અને સંશોધન માટે જેટલી ભાષાજ્ઞાનની આવશ્યકતા છે તેટલી જ જરૂરિયાત ઉત્તરોત્તર લેખકદોષાદિને કારણે અશદ્ધિના ભંડારરૂપ બની ગયેલ જૈન આગમો અને તે ઉપરના નિર્યુક્તિ-ભાષ્ય આદિ વ્યાખ્યાગ્રંથોના અધ્યયન આદિ માટે પ્રાચીન ગ્રંથસ્થ લિપિ અને તેમાંથી લેખકોએ ઉપજાવી કાઢેલા ભ્રામક પાઠો કે વિવિધ પ્રકારના લિપિદોષોના જ્ઞાનથી પણ છે. આ લિપિની મૌલિકતા અને લેખકોએ કરેલી વિકૃતિઓનું ભાન જેટલું વિશેષ એટલી જ ગ્રંથસંશોધનમાં સરળતા રહે છે. આ સાથે પ્રાચીન ગ્રંથોમાં જ્યાં સંખ્યાનો નિર્દેશ કરવામાં આવતો કે ભાંગાઓ અથવા ભંગજાળ વગેરેની સંખ્યા આદિ દેખાડવામાં આવતાં ત્યાં તેમને અક્ષરાંકોમાં દેખાડતા. એટલે એ અક્ષરાંકોનું જ્ઞાન પણ એટલું જ આવશ્યક છે. વિષયાંતર થઈને આટલું જણાવ્યા પછી હું મૂળવિષય તરફ આવું છું - ઉપર જણાવેલા ભ્રામક પાઠો કે લિપિભેદજનિત વિકૃત અશુદ્ધ પાઠોના પાઠાભેદોને મોટે ભાગે મેં જતા કર્યા છે. તેમ છતાં, કેટલેક ઠેકાણે તેવા વિવિધ પાઠો કે જેની અર્થસંગતિ કોઈ રીતે થઈ શકતી હોય તેવા પાઠો આપ્યા પણ છે. જુઓ ચૂર્ણ પત્ર ૯૦ ટિ. ૨ આ ઠેકાણે પવુિં . મૃત્તિમ્ માિં સં. પ્રકૃત્તિમ પૂમિનાં સં. પ્રાન્તવ્યમ્ આ ત્રણ પાઠભેદો અપાયા છે. એ જ રીતે યોગ્ય લાગ્યું છે ત્યાં તેવા પાઠભેદોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કેટલીક વાર પ્રાકૃત ભાષાભેદજનિત હજારો પ્રકારના પાઠો પૈકી કોઈ કોઈ પાઠભેદો નોંધ્યા છે. બાકી મોટે ભાગે જતા કરવામાં આવ્યા છે. ઉ. તરીકે હું તુરું પતિ णतुर्ति, उउवबद्धता उडुबद्धिता, ओवद्धिता, पुण्णिमाते पुण्मिमाए पोण्णिमाते, लोक लोअ लोय लोग लोत, મોજ મા મોગ માય મોત ઇત્યાદિ. આવા સ્વરવિકાર, વ્યંજનવિકાર પ્રત્યયવિકાર વગેરેને લગતા અનેકવિધ પાઠો પૈકી ક્વચિત્ ક્વચિત્ પાઠભેદો આપ્યા છે. બાકી મોટે ભાગે એવા પાઠોને જતા કરવામાં આવ્યા છે. ટિપ્પનકકાર આચાર્ય શ્રી પૃથ્વીચંદ્રસૂરિ મહારાજ છે. તેમના સમયાદિ વિશે હાલ તુરતમાં કશું કહેવાની મારી તૈયારી નથી. એટલે માત્ર તેમને વિશે એટલું કહું છું કે તેઓ ચૌદમા સૈકામાં વિદ્યમાન હોવાનો સંભવ છે. ટિપ્પનકકારે ટિપ્પનકની રચના કરવામાં ચૂર્ણાકારનું અનુગામિપણું સાધ્યું છે. ચૂર્ણાકાર અને ટિપ્પનકકારે આખા કલ્પસૂત્ર ઉપર શબ્દશઃ વ્યાખ્યા નથી કરી એટલે તેમના સામે કલ્પસૂત્રની ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ વાચના કેવી હશે એ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. તેમ છતાં તેમની વ્યાખ્યાઓમાં જે કેટલાંક બીજો છે તે ઉપરથી જે પૃથક્કરણ થઈ શકે તે મેં આ પ્રસ્તાવનામાં જણાવ્યું છે. અંતમાં પ્રસ્તુત કલ્પસૂત્રનું જે રૂપ ઘડાવું જોઈએ તેમાં મારી નજરે કેટલીક ઊણપ રહી છે, પણ તેમાં મારી જેસલમેરના જ્ઞાનભંડાર વગેરેની પ્રવૃત્તિ કારણ છે. તે છતાં પ્રસ્તુત કલ્પસૂત્રનું સંખ્યાબંધ પ્રાચીન પ્રતિઓને આધારે જે પ્રામાણિક રૂપ ઘડાયું છે તે એકંદર ઠીક જ ઘડાયું છે. આ કાર્યમાં છઘસ્થભાવજનિત અનેકાનેક અલનાઓ થવાનો સંભવ સહજ છે, તેને વિદ્વાનો માની નજરે જુએ અને યોગ્ય સંશોધન કરે એ અભ્યર્થના છે. લિ. પ્રવર્તકજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રીકાંતિવિજયજી મ. શિષ્ય મુનિવર શ્રી ચતુરવિજયજી મહારાજ અંતેવાસી મુનિ પુણ્યવિજય Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રવણ ભગવાન વિરવર્તમાન સ્વામિને નમસ્કાર થાઓ ચરમશ્રુતકેવલિશ્રીભદ્રબાહુસ્વામિ વિરચિત કલ્પસૂત્ર (દશાશ્રુત સ્કંધનું આઠમું અધ્યયન) Page #27 -------------------------------------------------------------------------- ________________ Page #28 -------------------------------------------------------------------------- ________________ | શ્રીસર્વશને નમસ્કાર ! (અરિહંતોને નમસ્કાર સિદ્ધોને નમસ્કાર આચાર્યોને નમસ્કાર ઉપાધ્યાયોને નમસ્કાર લોકમાંના સર્વ સાધુઓને નમસ્કાર આ પાંચ નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનારા છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલરૂપ છે. ૧) ૧. તે કાલે તે સમયે શ્રવણ ભગવાન મહાવીરના પોતાના જીવનના બનાવોમાં પાંચવાર હસ્તોત્તરા નક્ષત્ર આવેલ હતું (હસ્તોત્તરા એટલે ઉત્તરાફાલ્યુની નક્ષત્ર) તે જેમ કે (૧) હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાન ચવ્યા હતા અને ચવીને ગર્ભમાં આવ્યા હતા. (૨) હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાનને એક ગર્ભસ્થાનમાંથી ઉપાડીને બીજા ગર્ભસ્થાનમાં ફેરવવામાં આવ્યા હતા. (૩) હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાન જન્મ્યા હતા. (૪) હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાને મુંડ થઈને ઘરથી નીકળી અનગારપણું – મુનિપણું - સ્વીકારી પ્રવ્રયા લીધી (૫) હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાનને અનંત, ઉત્તમોત્તમ, વ્યાઘાત-પ્રતિબંધ-વગરનું, આવરણરહિત, ૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર અને પ્રતિપૂર્ણ એવું કેવલ વરજ્ઞાન અને કેવલ વરદર્શન પેદા થયું. (૬) સ્વાતિનક્ષત્રમાં ભગવાન પરિનિર્વાણ પામ્યા. ૨. તે કાલે તે સમયે જ્યારે ઉનાળા-ગ્રીષ્મનો ચોથો મહિનો અને આઠમો પક્ષ (આઠમું પખવાડીયું) એટલે આષાઢ મહિનાનો શુક્લપક્ષ (અજવાળીયું) ચાલતો હતો, તે આષાઢ શુક્લ છઠને દિવસે સ્વર્ગમાં રહેલા મહાવિજય પુષ્પોત્તર પ્રવરપુંડરીક નામના મહાવિમાનમાંથી ચવીને શ્રમણ ભગવાન મહાવીર માહણકંડગામ નગરમાં રહેતા કોડાલગોત્રના રિષભદત્ત માહણ-બ્રાહ્મણ-ની પત્ની જાલંધરગોત્રની દેવાનંદા માહણી-બ્રાહ્મણી-ની કુખમાં ગર્ભરૂપે ઉપજ્યા જે મહાવિમાનમાંથી ભગવાન ચવ્યા તે વિમાનમાં વીસ સાગરો પમ જેટલી આયુષ્યની સ્થિતિ હતી - ચવતી વેળાએ ભગવાનનું તે આયુષ્ય ક્ષીણ થયેલ હતું, ભગવાનનો દેવભવ તદન ક્ષીણ થયેલ હતો, ભગવાનની દેવવિમાનમાં રહેવાની સ્થિતિ ક્ષીણ થયેલ હતી. આ બધું ક્ષીણ થતાં જ તરત ભગવાન તે દેવવિમાનમાંથી ચવીને અહીં દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભરૂપે આવ્યા. જ્યારે ભગવાન દેવાનંદાની કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે અહીં જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં, દક્ષિણા ભરતમાં આ અવસર્પિણીના સુષમસુષમા, સુષમા અને સુષમદુઃષમા નામના આરાઓનો સમય તદન પૂરો થઈ ગયો હતો. દુઃષમસુષમા નામનો આરો લગભગ વીતી ગયો હતો એટલે એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ-દુઃષમસુષમા નામનો આરો વીતી ચૂક્યો હતો, હવે માત્ર તે દુઃષમસુષમા આરાનાં બેતાલીશ હજાર અને પંચોતેર વરસ તથા સાડા આઠ માસ જ બાકી રહ્યા હતા, તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, ભગવાન ગર્ભરૂપે આવ્યા પહેલાં ઇક્વાકુકુલમાં જનમ અને કાશ્યપગોત્રવાળા એકવીશ તીર્થકરો ક્રમે ક્રમે થઈ ચૂક્યા હતા, હરિવંશકુલમાં જનમ પામેલા ગૌતમ ગોત્રવાળા બીજા બે તીર્થંકરો થઈ ચૂક્યા હતા અર્થાત્ એ રીતે કુલ તેવીશ તીર્થંકરો થઈ ચૂક્યા હતા તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, આગળના તીર્થકરોએ “હવે પછી શ્રમણ ભગવાન મહાવીર છેલ્લા તીર્થંકર થશે’ એ પ્રમાણે ભગવાન મહાવીર વિશે નિર્દેશ કરેલો હતો. આ રીતે ઉપર કહ્યા પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર આગલી રાતની છેવટમાં અને પાછલી રાતની શરૂઆતમાં એટલે બરાબર મધરાતને સમયે હસ્તોત્તરા-ઉત્તરાફાગુની નક્ષત્રનો યોગ થતાં જ દેવાનંદાની કૂખમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. વળી ભગવાન જ્યારે કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે તેમનો આગલા દેવભવને યોગ્ય આહાર, દેવભવની હયાતી અને દેવભવનું શરીર છૂટી ગયાં હતાં અને વર્તમાન માનવભવને યોગ્ય આહાર, માનવભવની હયાતી અને માનવભવનું શરીર તેમને સાંપડી ગયાં હતાં. ૩. શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા – “હવે દેવભવમાંથી હું ચવીશ” એમ તેઓ જાણે છે. વર્તમાનમાં દેવભવમાંથી હું ચ્યવમાન છું' એમ તેઓ જાણતા નથી. “હવે દેવભવથી હું ચુત થયેલો છું એમ તેઓ જાણે છે. ૪. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જાલંધરગોત્રની દેવાનંદા માણીની કૂખમાં ગર્ભરૂપે આવ્યા તે રાત્રે સૂતી જાગતી તે દેવાનંદા માહણી સેજ-પથારીમાં સૂતાં સૂતાં આ પ્રકારનાં ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય અને મંગલરૂપ તથા શોભાસહિત એવાં ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી ગઈ. ૨૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૫. તે ચૌદ સ્વપ્નોનાં નામ આ પ્રમાણે છે : ૧. ગજ-હાથી ૨. વૃષભ-બળદ, ૩. સિંહ, ૪. અભિષેક - લક્ષ્મીદેવીનો અભિષેક, ૫. માળા - ફૂલની માળા, ૬. ચંદ્ર, ૭. સૂર્ય - સૂરજ, ૮. ધ્વજ, ૯. કુંભ-પૂર્ણકલશ, ૧૦. પદ્મસરોવર - કમલોથી ભરેલું સરોવર, ૧૧. સાગર – સમુદ્ર ૧૨. દેવવિમાન કે દેવભવન, ૧૩. રત્નરાશિ-રત્નોનો ઢગલો અને ૧૪. અગ્નિ-ધૂમાડા વગરનો અગ્નિ. તે વખતે તે દેવાનંદા માહણી આ પ્રકારના ઉદાર, કલ્યાણરૂપ શિવરૂપ ધન્ય અને મંગલરૂપ તથા શોભાસહિત એવાં ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી જતાં હરખી, સંતોષ પામી, ચિત્તમાં આનંદ પામી અને તેના મનમાં પ્રીતિ નીપજી, તેણીને પરમ સૌમનસ્ય થયું, હરખને લીધે તેણીનું હૃદય ધડકવા લાગ્યું - પ્રફુલ્લિત થયું, મેઘની ધારાઓ પડતાં જેમ કદંબનું ફૂલ ખીલી જાય - તેના કાંટા ખડા થઈ જાય - તેમ તેણીનાં રોમેરોમ ખડાં થઈ ગયાં. પછી તેણીએ પોતાને આવેલાં સ્વપ્નોને યાદ કર્યા. સ્વપ્નોને યાદ કરી તે પોતાની પથારીમાંથી ઊભી થઈને તેણી ધીમે ધીમે અચપલપણે વેગરહિતપણે રાજહંસની સરખી ગતિથી જ્યાં રિષભદત્ત માહણ છે ત્યાં તેની પાસે જાય છે. જઈને રિષભદત્ત માહણને “જય થાઓ. વિજય થાઓ' એમ કહીને વધાવે છે, વધાવીને ભદ્રાસનમાં બરાબર બેસીને આશ્વાસ પામેલી, વિશ્વાસ પામેલી તે દશનખસહિત બંને હથેળીઓની માથાને અડે એ રીતે આવર્ત કરીને ફેરવી અંજલિ કરીને આ પ્રમાણે બોલી : એ પ્રમાણે ખરેખરું છે કે હે દેવાણુપ્રિયા ! હું આજે જ્યારે સૂતી જાગતી ઊંઘતી ઊંઘતી પથારીમાં પડી રહી હતી ત્યારે હું આ આ પ્રકારનાં ઉદાર યાવત્ શોભાસહિત એવાં ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી ગઈ. તે સ્વપ્નોનાં નામ આ પ્રમાણે છે : હાથી યાવત્ અગ્નિ સુધી. હે દેવાનુપ્રિયા ! એ ઉદાર યાવત્ એવાં ચૌદ મહાસ્વપ્નોનું કલ્યાણમય એવું કોઈ વિશેષ પ્રકારનું ફલ થશે એમ હું માનું છું. ૭. ત્યાર પછી તે રિષભદત્ત માહણ દેવાનંદ માણી પાસેથી સ્વપ્નોને લગતી હકીકત સાંભળીને બરાબર સમજીને રાજી થયો, સંતોષ પામ્યો. યાવત્ હરખને લીધે તેનું હૃદય પ્રફુલ્લ બન્યું અને મેઘની ધારાથી છંટકારાયેલું કદંબનું ફૂલ જેમ ખીલી ઊઠે તેમ તેનાં રોમેરોમ ઊભાં થઈ ગયાં. પછી તેણે એ સ્વપ્નોની યાદી કરી, યાદી કરીને તે, તેના ફલ વિશે વિચારવા લાગ્યો, વિચાર કરીને તેણે પોતાના સ્વાભાવિક - સહજ - મતિયુક્ત બુદ્ધિના વિજ્ઞાન દ્વારા તે સ્વપ્નોના અર્થોનો ઉકેલ કર્યો, પોતાના મનમાં એ સ્વપ્નોના અર્થોનો ઉકેલ કરી તે માહણ ત્યાં પોતાની સામે બેઠેલી દેવાનંદા માહણીને આ પ્રમાણે કહેવા લાગ્યો. ૮. હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વપ્નો જોયાં છે, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલમય અને શોભાયુક્ત સ્વપ્નો તમે જોયાં છે, તમે આરોગ્ય કરનારાં, સંતોષ પમાડે એવાં, દીર્ઘ આયુષ્ય કરે એવાં, કલ્યાણ કરનારાં અને મંગલ કરનારાં સ્વપ્નો જોયાં છે. તે સ્વપ્નોનું વિશેષ પ્રકારનું ફલ આ પ્રમાણે છે : હે દેવાનુપ્રિયે ! અર્થનો – લક્ષ્મીનો લાભ થશે, હે દેવાનુપ્રિયે ! ભોગોનો, પુત્રનો અને સુખનો લાભ થશે અને એ પ્રમાણે ખરેખર બનશે કે હે દેવાનુપ્રિયે ! તમે બરાબર પૂરા નવ માસ અને સાડા સાત રાત દિવસ વીતાવી દીધા પછી પુત્રને જન્મ આપશો. એ પુત્ર હાથેપગે સુકુમાળ થશે, પાંચ ઇંદ્રિયોએ અને શરીરે હીણો નહીં પણ બરાબર સંપૂર્ણ - પૂરો થશે, સારાં લક્ષણવાળો થશે, સારાં વ્યંજનવાળો થશે. સારા ગુણોવાળો થશે, મનમાં, વજનમાં ૨ ૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ તથા પ્રમાણે કરીને એટલે ઊંચાઈમાં બરાબર પૂરો થશે, ઘાટીલાં અંગોવાળો તથા સર્વાગ સુંદર-સર્વઅંગોએ સુંદર-હશે, ચંદ્ર જેવો સૌમ્ય હશે તથા મનોહર-નમણો, દેખાવે વહાલો લાગે તેવો, સુંદર રૂપવાળો અને દેવકુમારની સાથે સરખાવી શકાય તેવો હશે. ૯. વળી, તે પુત્ર, જયારે બાલવય વટાવી સમજણો થતાં મેળવેલી સમજણને પચાવનારો થઈ જુવાન વયમાં પહોંચશે ત્યારે તે ઋવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદને – એ ચારે વેદોને અને તે ઉપરાંત પાંચમા ઈતિહાસને – મહાભારતને - છઠ્ઠા નિઘંટુ નામના શબ્દકોશને જાણનારો થશે. તે, એ બધાં પૂર્વોક્ત શાસ્ત્રોને સાંગોપાંગ જાણનારો થશે, રહસ્યસહિત સમજનારો થશે, ચારે પ્રકારના વેદોનો પારગામી થશે, જેઓ વેદ વગેરેને ભૂલી ગયા હશે તેમને એ તમારો પુત્ર યાદ કરાવનાર થશે, વેદનાં છએ અંગોનો વેત્તા-જાણકાર થશે, ષષ્ટિતંત્ર નામના શાસ્ત્રનો વિશારદ થશે, તથા સાંખ્ય શાસ્ત્રમાં કે ગણિતશાસ્ત્રમાં, આચારના ગ્રંથોમાં, શિક્ષાના-ઉચ્ચારણના શાસ્ત્રમાં, વ્યાકરણશાસ્ત્રમાં, છંદશાસ્ત્રમાં, વ્યુત્પત્તિશાસ્ત્રમાં, જયોતિષશાસ્ત્રમાં અને એવાં બીજાં પણ ઘણાં બ્રાહ્મણશાસ્ત્રોમાં અને પરિવ્રાજકશાસ્ત્રોમાં એ તમારો પુત્ર ઘણો જ પંડિત થશે. ૧૦. તો હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વપ્નો જોયાં છે યાવતુ આરોગ્ય કરનારાં, સંતોષ પમાડનારાં, દીર્ઘઆયુષ્ય કરનારાં, મંગલ અને કલ્યાણ કરનારાં સ્વપ્નો તમે જોયાં છે. ૧૧. પછી તે દેવાનંદા માહણી રિષભદત્ત માહણ પાસેથી સ્વપ્નોના ફલને લગતી આ વાત સાંભળીને, સમજીને હરખાઈ, સુઠી યાવત્ દશ નખ ભેગા થાય એ રીતે આવર્ત કરીને, અંજલિ કરીને રિષભદત્ત માહણને આ પ્રમાણે કહેવા લાગી : ૧૨. હે દેવાનુપ્રિય ! જે તમે ભવિષ્ય કહો છો એ એ પ્રમાણે છે, હે દેવાનુપ્રિય ! તમારું કહેલું એ ભવિષ્ય તે પ્રમાણે છે, હે દેવાનુપ્રિય ! તમારું ભાખેલું એ ભવિષ્ય સાચું છે, હે દેવાનુપ્રિય ! એ સંદેહ વગરનું છે, હે દેવાનુપ્રિય ! મેં એવું ઇચ્છેલું છે, હે દેવાનુપ્રિય! તમારા એ વચનને સાંભળતાં જ સ્વીકારેલું છે – પ્રમાણભૂત માનેલ છે, હે દેવાનુપ્રિય ! એ તમારું વચન મેં ઇશ્કેલ છે અને મને માન્ય પણ છે, હે દેવાનુપ્રિય ! જે એ હકીકત તમે કહો છો તે એ સાચી જ હકીકત છે, એમ કહીને તે સ્વપ્નોનાં ફલોને એ દેવાનંદા માહણી બરાબર સ્વીકારે છે, તે સ્વપ્નોનાં ફલોને બરાબર સ્વીકારીને એટલે એ સ્વપ્નોનાં ફલોને બરાબર જાણી-સમજી રિષભદત્ત માહણની સાથે ઉદાર-વિશાલ એવા માનવોચિત અને ભોગવવા યોગ્ય ભોગોને ભોગવતી તે દેવાનંદા માહણી રહે છે. ૧૩. હવે તે કાલે તે સમયે શક્ર, દેવોનો ઇંદ્ર દેવોનો રાજા, વજપાણિ-હાથમાં વજને રાખનારો, અસુરોના પુરોનો - નગરોનો નાશ કરનાર - પુરંદર, સો ક્રતુ-પ્રતિમા કરનાર - શતકતુ, હજાર આંખવાળો સહસ્રાક્ષ, મોટા મોટા મેઘોને તાબે રાખનાર-મઘવા, પાક નામના અસુરને સજા કરનાર – પાકશાસન, દક્ષિણ બાજુના અડધા લોકોનો માલિક-દક્ષિણાર્ધલોકાધિપતિ બત્રીસ લાખ વિમાનોનો સ્વામી અને ઐરાવણ હાથીના વાહન ઉપર બેસનાર એવો સુરેન્દ્ર પોતાના સ્થાનમાં બેઠેલો હતો. એ સુરેન્દ્ર રજ વગરનાં અંબર-ગગન જેવાં ચોખાં વસ્ત્રો પહેરેલાં, યથોચિત રીતે માળા અને ૨ ૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ મુકુટ પહેરેલાં, એણે પહેરેલાં સોનાનાં નવાં, સુંદર, અચંબો પમાડે એવાં અથવા ચિત્રામણવાળી કારીગરીવાળાં અને વારેવારે હાલતાં બે કુંડલોને લીધે એના બંને ગાલ ઝગારા મારતા હતા, એનું શરીર ચમકતું હતું, પગ સુધી લટકતી એવી લાંબી વનનાં ફૂલોથી ગુંથેલી માળા એણે પહેરેલી, એવા એ ઇંદ્ર સૌધર્મ નામના કલ્પમાં - સ્વર્ગમાં આવેલા સૌધર્માવલંસક નામના વિમાનમાં બેઠેલી સૌધર્મ નામની સભામાં શક્રનામના સિંહાસનમાં બેઠેલો હતો. ૧૪. ત્યાં તે બત્રીસ લાખ વિમાનાવાસો, ચોરાશી હજાર સામાનિક દેવો, તેત્રીશ-ત્રાયસિંશ દેવો, ચાર લોકપાલો, પોતપોતાના પરિવાર સાથેની આઠ મોટી પટ્ટરાણીઓ, ત્રણ સભાઓ, સાત સૈન્યો, સાત સેનાધિપતિઓ, ચાર ચોરાશી હજાર એટલે ત્રણ લાખ છત્રીસ હજાર અંગરક્ષક દેવો અને સૌધર્મસભામાં વસનારા બીજા પણ ઘણા વૈમાનિક દેવો અને દેવીઓ એ બધાં ઉપર અધિપતિપણું ભોગવતો રહે છે, એટલે એ બધી પોતાની પ્રજાનું પાલન કરવાનું સામર્થ્ય તે ધરાવે છે તથા એ બધાંનો તે અગ્રેસરપરપતિ- છે. સ્વામી-નાયક છે. ભર્તા-પોષક છે. અને એ બધાનો તે મહત્તર-મહામાન્ય - ગુરસમાન છે, તથા એ બધાં ઉપર પોતાના નીમેલા માણસો દ્વારા ફરમાવીને પોતાનું ઐશ્વર્ય અને આજ્ઞાદાયિત્વ બતાવતો રહે છે - એ બધાં ઉપર ઈશ્વર તરીકે પ્રધાનપણે તેની પોતાની જ આશા ચાલે છે, એ રીતે રહેતો અને પોતાની પ્રજાને પાળતો તથા નિરંતર ચાલતાં નાટકો, સંગીત, વાગતાં વીણા હાથતાળીઓ, બીજાં વાજાંઓ અને મેહની જેવો ગંભીર અવાજવાળો મૃદંગ તથા સરસ અવાજ કરતો ઢોલ એ બધાના મોટા અવાજ દ્વારા ભોગવવા યોગ્ય દિવ્ય ભોગોને ભોગવતો તે ઈંદ્ર ત્યાં રહે છે. ૧૫. તથા તે ઇંદ્ર પોતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા સંપૂર્ણ જંબુદ્વીપ તરફ જોતો જોતો બેઠેલ છે ત્યાં તે. જંબદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં - ભરતમાં આવેલા માહણકંડગામ નગરમાં કોડાલગોત્રના રિષભદત્ત માહણની ભારજા – પત્ની જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે શ્રમણ ભગવાન મહાવીરને ઉપજેલા જુએ છે. ભગવાનને જોઈને તે હરખ્યો - રાજી થયો, ત્રુઠ્યો-તુષ્ટમાન થયો, ચિત્તમાં આનંદ પામ્યો. બહુ રાજી થયો, પરમ આનંદ પામ્યો. મનમાં પ્રીતિવાળો થયો, પરમ સૌમનસ્યને તેણે મેળવ્યું અને હરખને લીધે તેનું હૃદય ધડકતું બની ગયું તથા મેધની ધારાઓથી છંટાએલ કદંબના સુગંધી ફુલની પેઠે તેનાં રૂંવેરૂંવાં ખડાં થઈ ગયાં, તેનાં ઉત્તમ કમલ જેવાં નેત્રો અને મુખ વિકસિત થયાં – ખિલી ગયાં, તેણે પહેરેલાં ઉત્તમ કડાં, બહેરખાં, બાજુબંધ, મુગટ, કુંડલ અને હારથી સુશોભિત છાતી, એ બધું તેને થયેલ હરખને લીધે હલેહલું થઈ રહ્યું, લાંબું લટકતું અને વારેવારે હલતું ઝૂમણું તથા બીજાં પણ એવાં જ આભુષણ તેણે પહેરેલાં હતાં એવો તે શક્ર ઇન્દ્ર ભગવંતને જોતાં જ આદર વિનય સાથે એકદમ ઝપાટાબંધ પોતાના સિંહાસન ઉપરથી ઊભો થાય છે, તે સિંહાસન ઉપરથી ઊભો થઈ પોતાના પાદપીઠ ઊપર નીચે ઊતરે છે, પાદપીઠ ઉપર નીચે ઉતરી તે, મરકત અને ઉત્તમ રિષ્ટ તથા અંજન નામના રત્નોએ જડેલી અને ચળકતાં મણિરત્નોથી સુશોભિત એવી પોતાની મોજડીઓ ત્યાં જ પાદપીઠ પાસે ઉતારી નાખે છે, મોજડીઓને ઉતારી નાખી તે પોતાના ખભા ઉપર ખેસને જનોઈની પેઠે ગોઠવીને એટલે એકવડું ઉત્તરાસંગ કરે છે, એ રીતે એકવડું ઉત્તરાસંગ કરીને તેણે અંજલિ કરવા સાથે પોતાના બે હાથ જોડ્યા અને એ રીતે તે તીર્થકર ભગવંતની બાજુ લક્ષ્ય રાખી સાત-આઠ પગલાં તેમની સામે જાય છે. સામે જઈને તે ડાબો ઢીંચણ ઊંચો કરે છે. ડાબો ઢીંચણ ઊંચો કરીને તે જમણા ઢીંચણને ભોંતળ ઉપર ૨૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ વાળી દે છે, પછી માથાને ત્રણવાર ભોંયતળ ઉપર લગાડી પછી તે થોડો ટટ્ટાર બેસે છે. એ રીતે ટટ્ટાર બેસીને કડાં અને બહેરખાને લીધે ચપોચપ થઈ ગયેલી પોતાની બંને ભુજાઓને ભેગી કરે છે. એ રીતે પોતાની બંને ભુજાઓને ભેગી કરીને તથા દશ નખ એકબીજાને અડે એ રીતે બંને હથેળીઓને જોડી માથું નમાવી માથામાં – મસ્તકે અંજલિ કરીને તે આ પ્રમાણે બોલ્યો : ૧૬. અરહંત ભગવંતને નમસ્કાર થાઓ, (૧) તીર્થનો પ્રારંભ કરનારા એવા તીર્થંકરોને, પોતાની જ મેળે બોધ પામનારા સ્વયંસંબુદ્ધોને, (૨) પુરુષોમાં ઉત્તમ અને પુરુષોમાં સિંહસમાન, પુરુષોમાં ઉત્તમ કમળસમાન અને પુરુષોમાં ઉત્તમ ગંધહસ્તી જેવા, (૩) સર્વલોકમાં ઉત્તમ, સર્વલોકના નાથ, સર્વલોકનું હિત કરનારા, સર્વલોકમાં દીવા સમાન અને સર્વલોકમાં પ્રકાશ પહોંચાડનારા, (૪) અજ્ઞાનથી અંધ બનેલા લોકોને આંખ સમાન શાસ્ત્રની રચના કરનારા, એવા જ લોકોને માર્ગ બતાવનારા, શરણ આપનારા અને જીવનને આપનારા એટલે કદી મરવું ન પડે એવા જીવનને - મુક્તિને – દેનારા તથા બોધિબીજને - સમક્તિને આપનારા, (૫) ધર્મને દેનારા, ધર્મનો ઉપદેશ કરનારા, ધર્મના નાયક, ધર્મરૂપ રથને ચલાવનારા સારથી સમાન અને ચાર છેડાવાળા ધર્મરૂપ જગતના ઉત્તમ ચક્રવર્તી, (૬) અજ્ઞાનથી ડુબતા લોકોને દીપ-બેટ-સમાન, રક્ષણ આપનારા, શરણ દેનારા, આધાર સમાન અને અવલંબન આપનારા તથા ક્યાંય પણ સ્કૂલના ન પામે એવાં ઉત્તમ જ્ઞાન અને દર્શનને ધરનારા, ઘાતકર્મ તદન ખસી ગયેલ છે તેવા, (૭) જિન-રાગદ્વેષ વગેરે આંતરશત્રુઓને જીતી ગયેલા, જેઓ એ આંતરશત્રુઓને જીતવા મથે છે તેમને જિતાડનારા, સંસાર સમુદ્રને તરી ચૂકેલા, જેઓ તરવા મથે છે તેમને તારનારા, પોતે જાતે બોધને પામેલા બીજાઓને બોધ આપનારા, મુક્તિને પામેલા અને બીજાઓને મુક્તિ સુધી પહોંચાડનારા. (૮) સર્વજ્ઞ-બધું જાણનારા, બધું જોનારા, જે પદ શિવરૂપ છે, અચલ છે, રોગ વગરનું છે, અંત વગરનું છે, ક્ષય વિનાનું છે, કોઈ પણ પ્રકારની પીડા વગરનું છે અને જયાં પહોંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના પદને પહોંચેલા તથા ભયને જીતી ગયેલા એવા જિનોને નમસ્કાર થાઓ. (૯) તીર્થની શરૂઆત કરનારા, છેલ્લા તીર્થકર, આગલા તીર્થકરોએ જેમના થવાની સૂચના આપેલી હતી એવા અને પૂર્વે વર્ણવેલા તમામ ગુણોવાળા યાવત્ જ્યાં પહોંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના પદને પામવાની અભિલાષાવાળા એવા શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ. અહીં સ્વર્ગમાં રહેલો હું ત્યાં એટલે દેવાનંદાની કુક્ષિમાં રહેલા ભગવંતને વંદન કરું છું, ત્યાં રહેલા ભગવંત અહીં રહેલા મને જુઓ એમ કરીને તે દેવરાજ ઇંદ્ર શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરે છે, નમન કરે છે અને પોતાના ઉત્તમ સિંઘાસણમાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસે છે. ૧૭. ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રને આ બે પ્રકારનો એના અંતરમાં ચિંતનરૂપ, અભિલાષરૂપ મનોગત સંકલ્પ પેદા થયો કે - “એ થયું નથી, એ થવા જોગ નથી અને એવું થનારું ય નથી કે અરહંત ભગવંતો, ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ, વાસુદેવ રાજાઓ અંત્યકુલોમાં – હલકાં કુલોમાં કે અધમ ૨૪ Page #34 -------------------------------------------------------------------------- ________________ કુલોમાં કે તુચ્છ કુલોમાં કે દળદરિયા કુલોમાં કે કંજુસી કુલોમાં કે ભિખારી કુલોમાં કે માહણ કુલોમાં એટલે બ્રાહ્મણનાં કુલોમાં આજ સુધી કોઈવાર આવેલ નથી કે આવતા નથી કે હવે પછી કોઈવાર આવનારા નથી, એ પ્રમાણે ખરેખર છે કે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ ઉગ્રવંશનાં કુલોમાં કે ભોગવંશનાં કુલોમાં કે રાજન્યવંશનાં કુલોમાં કે ઇક્વાકુવંશનાં કુલોમાં કે ક્ષત્રિયવંશનાં કુલોમાં કે હરિવંશનાં કુલોમાં કે કોઈ બીજાં તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ, કુલ અને વંશવાળાં કલોમાં આજ પહેલાં આવેલા છે, વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં પણ તેઓ બધા તેવા ઉત્તમ કુલોમાં આવનારા છે. ૧૮. વળી, એવો પણ લોકમાં અચરજરૂપ બનાવ, અનંત અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ વીતી ગયા પછી બની જાય છે કે જયારે તે અરહંત ભગવંતો વગેરેએ નામગોત્ર કર્મનો ક્ષય નથી કરેલો હોતો, એ કર્મનું વેદન નથી કરેલું હોતું અને એમનું એ કર્મ એમના આત્મા ઉપરથી ખરી પડેલું નથી હોતું એટલે કે એમને એ કર્મનો ઉદય હોય છે ત્યારે તે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અંત્ય કુલોમાં કે અધમ કુલોમાં કે તુચ્છ કુલોમાં કે દળદરિયાં કુલોમાં કે ભિખારીનાં કુલોમાં અને કંજુસનાં કુલોમાં પણ આવેલા છે કે આવે છે કે આવશે એટલે એવાં હલકાં કુલોવાળી માતાઓની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે કે ઉપજે છે કે ઉપજશે છતાં તે કુલોમાં તેઓ કદી જન્મ્યા નથી કે જનમતા નથી કે હવે પછી જનમવાના પણ નથી. ૧૯. અને આ શ્રમણ ભગવંત મહાવીર જંબૂઢીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં માહણકુંડગ્રામ નામના નગરમાં કોડાલગોત્રવાળા રિષભદત્ત માહણની ભારજા-પત્ની જાલંધરગોત્રની દેવાનંદા માહણીબ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે. ૨૦. તો થઈ ગયેલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેન્દ્ર દેવરાજ શક્રોના એ આચાર છે કે અરહંત ભગવંતોને તેવા પ્રકારનાં અંતકુલોમાંથી કે અધમકુલોમાંથી કે તુચ્છકુલોમાંથી કે દળદરિયાં કુલોમાંથી કે ભિખારીનાં કુલોમાંથી કે કંજૂસનાં કુલોમાંથી ખસેડીને ઉગ્રવંશનાં કુલોમાં કે ભોગવંશનાં કુલોમાં કે રાજન્યવંશનાં કુલોમાં કે જ્ઞાતવંશનાં કુલોમાં કે ક્ષત્રિયવંશનાં કુલોમાં કે હરિવંશનાં કુલોમાં કે વિશુદ્ધ જાતિ કુલ અને વંશનાં તેવા પ્રકારનાં કોઈ બીજાં ઉત્તમ કુલોમાં ફેરવી નાખવા ઘટે. તો મારે સારુ ખરેખર શ્રેયસ્કર પ્રવૃત્તિ છે કે, આગળના તીર્થકરોએ જેમના થવાની સૂચના આપેલી છે એવા છેલ્લા તીર્થકર શ્રમણ ભગવંત મહાવીરને માહણકુંડગ્રામ નામના નગરમાંથી કોડાલગોત્રના માહણ રિષભદત્તની ભારજા - પત્ની જાલંધરગોત્રની માહણી દેવાનંદાની કૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં રહેતા જ્ઞાતિ નામના ક્ષત્રિયોના વંશમાં થયેલા કાશ્યપગોત્રવાળા સિદ્ધાર્થ ક્ષત્રિયની ભારજા વાસિષ્ઠગોત્રની ક્ષત્રિયાણી ત્રિશલાની કુખમાં ગર્ભપણે સ્થાપિત કરવા ઘટે, અને વળી જે-તે ત્રિશલા ક્ષત્રિયાણીનો ગર્ભ છે તેને પણ જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે સ્થાપિત કરવો ઘટે એમ કરીને એમ વિચારે છે, એમ વિચારીને પાયદળસેનાના સેનાપતિ હરિપ્લેગમેસિ નામના દેવને સાદ દે છે, હરિસેગમેસિ નામના દેવને સાદ દઈ તેને એ ઇન્દ્ર આ પ્રમાણે કહ્યું : ૨૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૧. હે દેવાનુપ્રિય! એમ ખરેખર છે કે આજ લગી એ થયું નથી, એ થવા યોગ્ય નથી અને હવે પછી એ થવાનું નથી કે અરહંત ભગવંતો, ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ, વાસુદેવ રાજાઓ અંત્યકુલોમાં, અધમકુલોમાં, કંજુસનાં કુલોમાં, દળદરિયાં કુલોમાં, તુચ્છ કુલોમાં કે ભિખારીનાં કુલોમાં આજ લગી કોઈવાર આવેલા નથી, વર્તમાનમાં આવતા નથી અને હવે પછી કોઈવાર આવનારા નથી, ખરેખર એમ છે કે, અરહંત ભગવંતો, ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ ઉગ્રવંશનાં કુલોમાં, ભોગવંશનાં કુલોમાં, રાજન્યવંશનાં કુલોમાં, જ્ઞાતવંશનાં કુલોમાં, ક્ષત્રિયવંશનાં કુલોમાં, ઇક્વાકુવંશનાં કે હરિવંશનાં કુલોમાં કે બીજા કોઈ તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ વિશુદ્ધ કુલ એ વિશુદ્ધવંશમાં આજ લગી આવેલા છે, વર્તમાનમાં આવે છે અને હવે પછી પણ તેઓ ઉત્તમકુલમાં આવવાના છે. ૨૨. વળી, એવો પણ લોકોને અચરજમાં નાખી દે એવો બનાવ, અનંત અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ વીતી ગયા પછી બની આવે છે કે જ્યારે નામગોત્ર કર્મનો ક્ષય નહીં થયો હોય, એ કર્મ પૂરેપૂરું ભોગવાઈ ગયેલું ન હોય અને ભોગવાયું ન હોવાથી જ એ કર્મ આત્મા ઉપરથી ખરી પડેલું ન હોય એટલે કે અરહંત ભગવંતો વગેરેને એ કર્મનો ઉદય આવેલો હોય ત્યારે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અંત્યકુલોમાં કે હલકાં કુલોમાં કે તુચ્છકુલોમાં કે કંજુસનાં કુલોમાં કે દળદરિયાં કુલોમાં કે ભિખારીનાં કુલોમાં આવેલા છે કે આવે છે કે આવવાના છે છતાં તે કુલોમાં તેઓ કદી જન્મેલા નથી, જન્મતા નથી કે હવે પછી જન્મવાના પણ નથી. ૨૩. અને આ શ્રમણ ભગવંત મહાવીર જંબૂદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં માહણકુંડગ્રામ નામના નગરમાં કોડાલગોત્રના રિષભદત્ત માહણની ભારજા જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે. ૨૪. તો થઈ ગેયલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેન્દ્ર દેવરાજ શક્રોનો એ આચાર છે કે અરહંત ભગવંતોને તેવા પ્રકારનાં અંતકુલોમાંથી કે અધમકુલોમાંથી કે તુચ્છકુલોમાંથી કે કંજુસનાં કુલોમાંથી કે દળદરિયાં કુલોમાંથી કે ભીખ મંગાનાં કુલોમાંથી યાવતું માહણનાં કુલોમાંથી ખસેડીને તેવા પ્રકારનાં ઉગ્રવંશનાં કુલોમાં કે ભોગવંશનાં કુલોમાં કે રાજન્યવંશનાં કુલોમાં કે જ્ઞાતવંશનાં કુલોમાં કે ક્ષત્રિયવંશનાં કુલોમાં કે ઇક્વાકુવંશનાં કુલોમાં કે હરિવંશનાં કુલોમાં કે કોઈ બીજાં તેવા પ્રકારનાં વિશુદ્ધજાતિનાં, વિશુદ્ધવંશનાં અન વિશુદ્ધ કુલવાળાં કુલોમાં ફેરવી નાખવા ઘટે. ૨૫. તો હે દેવાનુપ્રિય ! તું જા, શ્રમણ ભગવંત મહાવીરને માહણકુંડગ્રામ નામના નગરમાંથી કોડાલગોત્રના રિષભદત્ત માહણની ભારજા જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં જ્ઞાતવંશનાં ક્ષત્રિયોનો વંશજ અને કાશ્યપગોત્રનો સિદ્ધાર્થ ક્ષત્રિય છે તેની ભારજા વાસિગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણી છે તેની કખમાં ગર્ભપણે સ્થાપિત કર અને ગર્ભપણે સ્થાપિત કરીને મને આ મારી આજ્ઞા તરત જ પાછી આપી દે. ૨૬. ત્યારપછી પાયદળસેનાનો સેનાપતિ તે હરિભેગમેસી દેવ, દેવેન્દ્ર દેવરાજ શક્રની ઉપર મુજબની આજ્ઞા સાંભળીને રાજી થયો અને યાવત્ તેનું હૃદય રાજી થવાને લીધે ધડકવા લાગ્યું. તેણે થાવત બંને હથેળીઓ ભેગી કરીને અંજલિ જોડીને “એમ દેવની જેવી આજ્ઞા' એ પ્રમાણે એ આજ્ઞાના ૨૬ Page #36 -------------------------------------------------------------------------- ________________ વચનને તે, વિનયપૂર્વક સ્વીકારે છે, આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારીને તે હરિભેગમેલી દેવ, દેવેન્દ્ર દેવરાજ શક્રની પાસેથી નીકળે છે, નીકળીને ઉત્તરપૂર્વની દિશાના ભાગમાં એટલે ઈશાનખૂણા તરફ જાય છે, ત્યાં જઈને વૈક્રિયસમુઘાતવડે પોતાના શરીરને બદલવાનો પ્રયત્ન કરે છે, એમ કરીને તે પોતાના શરીરમાં રહેલા આત્માના પ્રદેશોના સમૂહને અને કર્મયુગલના સમૂહને સંખ્યય યોજનાના લાંબા દંડના આકારે શરીરમાંથી બહાર કાઢે છે, તેમ કરતાં તે દેવ, ભગવંતને એક ગર્ભમાંથી ખસેડીને બીજા ગર્ભમાં સ્થાપિત કરવા સારુ પોતાના શરીરને નિર્મળ-ઘણું સારું બનાવવા માટે એ શરીરમાં રહેલા સ્કૂલ પુદ્ગલ પરમાણુઓને ખંખેરી કાઢે છે અર્થાત્ એ પુદ્ગલ પરમાણુઓ જેમ કે રતનનાં, વજન, વૈડૂર્યનાં, લોહિતાક્ષનાં, મસારગલ્લનાં, હંસગર્ભનાં, પુલકનાં, સૌગંધિકનાં, જયોતિરસનાં, અંજનનાં, અંજનપુલકનાં, રજતનાં, જાતરૂપનાં, સુભગનાં, અંકનાં, ફટિકનાં અને રિષ્ટનાં એ તમામ જાતનાં રત્નોની જેવાં સ્થૂલ છે તો એવાં પોતાના શરીરમાં જે સ્થૂલ પુદ્ગલ પરમાણુઓ છે તેને ખેરવી નાખે છે અને તેની જગ્યાએ સૂક્ષ્મ પુદ્ગલોને એટલે સારરૂપ એવાં સારાં પુદ્ગલોને ગ્રહણ કરે છે. ૨૭. એ રીતે ભગવંતની પાસે જવા માટે પોતાના શરીરને સરસ બનાવવા સારુ સારાં સારાં સૂક્ષ્મ પુદ્ગલોનું ગ્રહણ કરીને ફરીવાર પણ વૈક્રિયસમુદ્દાત કરે છે, એમ કરીને પોતાના મૂળ શરીર કરતાં જુદું એવું બીજું ઉત્તર વૈક્રિય શરીર - પોતાનું બીજું રૂપ બનાવે છે, એવું બીજું રૂપ બનાવીને ઉત્તમ પ્રકારની, તરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ બીજી બધી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે ચાલતો ચાલતો એટલે નીચે આવતો નીચે આવતો તે, તીરછે અસંખ્ય દ્વીપો અને સમુદ્રોની વચ્ચોવચ્ચ જે બાજુએ બૂદ્વીપ આવેલો છે, તેમાં જ્યાં ભારતવર્ષ આવેલું છે અને તેમાં જયાં માહણકુંડગ્રામ નગર આવેલું છે, તેમાં જ્યાં રિષભદત્ત બ્રાહ્મણનું ઘર આવેલું છે અને એ ઘરમાં જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે તે બાજુએ આવે છે. તે બાજુએ આવતાં ભગવંતને જોતાં જ શ્રમણ ભગવંત મહાવીરને પ્રણામ કરે છે. તેમને પ્રણામ કરીને તે દેવ. પરિવારસહિત દેવાનંદા માહણીને અવસ્થાપિની નિદ્રામાં મૂકે છે એટલે પરિવાર સહિત દેવાનંદા માહણી ઉપર ઘેનનું ઘારણ મૂકે છે, એ બધાંને ગાઢનિદ્રામાં મૂકીને ત્યાં રહેલાં અસ્વચ્છ પરમાણુ – પુદ્ગલોને દૂર કરે છે, દૂર કરીને ત્યાં સ્વચ્છ પરમાણ પદગલોને ફેંકે છે - વેરે છે - ફેલાવે છે. એમ કર્યા પછી ભગવાન ! મને અનુજ્ઞા આપો' એમ કહી પોતાની હથેળીના સંપુટ દ્વારા શ્રમણ ભગવંત મહાવીરને કોઈ જાતની લેશ પણ પીડા ન થાય એ રીતે ગ્રહણ કરે છે. એ રીતે એ દેવ, શ્રમણ ભગવંત મહાવીરને ગ્રહણ કરીને જે બાજુ ક્ષત્રિયકુંડગ્રામ નગર છે, તે નગરમાં જે બાજુ સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, તે ઘરમાં જયાં ત્રિશલા ક્ષત્રિયાણી રહે છે તે બાજુએ વે છે. તે બાજએ આવીને પરિવારસહિત ત્રિશલા ક્ષત્રિયાણીને ગાઢ ઊંધના ઘારણમાં મૂકે છે, તેમ કરીને ત્યાં રહેલાં અસ્વચ્છ પરમાણુ યુગલોને દૂર કરે છે, અસ્વચ્છ પરમાણુ યુગલ કરીને સ્વચ્છ પરમાણુ યુગલોને ફેકે છે - વેરે છે, તેમ કરીને તે શ્રમણ ભગવંત મહાવીરને લેશ પણ પીડા ન થાય એ રીતે ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં ગર્ભપણે ગોઠવે છે અને વળી જે-તે ત્રિશલા ત્રિયાણીનો ગર્ભ છે તેને પણ જાલંધર ગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કંખમાં ગર્ભપણે ગોઠવે છે. આ રીતે બધું બરાબર ગોઠવીને તે દેવ, જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશા તરફ પાછો ચાલ્યો ગયો. ૨૮. હવે જે ગતિથી આવ્યો હતો, તે ઉત્તમ પ્રકારની, તરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ, Page #37 -------------------------------------------------------------------------- ________________ બીજી બધી ગતિઓ કરતાં વિશેષ વેગવાણી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે પાછો તીરછે અસંખ્ય દ્વીપો અને સમુદ્રોની વચ્ચોવચ્ચ થતો અને હજાર હજાર જોજનની મોટી ફાળો ભરતો – એ રીતે ઊંચે ઊપડતો તે દેવ જે તરફ સૌધર્મ નામના કલ્પમાં સૌધર્માવલંસક નામના વિમાનમાં શક્ર નામના સિંધાસણમાં દેવેન્દ્ર દેવરાજ શક્ર બેઠેલો છે તે જ બાજુ તેની પાસે આવે છે, પાસે આવીને દેવેન્દ્ર દેવરાજ શક્રની એ આજ્ઞાને તરત જ પાછી સોંપી દે છે અર્થાત આપે જે આજ્ઞા કરેલી તેનો મેં અમલ કરી દીધો છે એમ જણાવે છે. ૨૯, તે કાલે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. (૧) મને ફેરવીને બીજે લઈ જવામાં આવશે એમ તેઓ જાણે છે. (૨) પોતે પોતાને ફેરવાતા જાણતા નથી. (૩) પોતે ફેરવાઈ ચૂક્યા છે એ પ્રમાણે જાણે છે. ૩૦. તે કાલે તે સમયે જયારે વર્ષાઋતુ ચાલતી હતી અને વર્ષાઋતુનો જે તે પ્રસિદ્ધ એવો ત્રીજો મહિનો અને પાંચમો પખવાડો ચાલતો હતો એટલે આસો મહિનાનો વદિ પક્ષ ચાલતો હતો તથા તે સમયે તે વદિ પક્ષની તેરમી તિથિ એટલે તેરશની તિથિ આવેલી હતી. ભગવાનને સ્વર્ગમાંથી વ્યાને . અને દેવાનંદા માહણીના ગર્ભમાં આવ્યાને એકંદરે કુલ વાશી રાત દિવસો વીતી ગયાં હતાં અને તેરશને દિવસે વ્યાશીમો રાતદિવસ ચાલતો હતો, તે વ્યાશીમા દિવસની બરાબર મધરાતે એટલે આગલી રાતનો છેડો અને પાછલી રાતની શરૂઆત થતી હતી એવે સમયે ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો યોગ આવતાં હિતાનુકમ્પક એવા હરિણેગમેલી દેવે શકની આજ્ઞાથી માહણકુંડગ્રામ નગરમાંથી કોડાલ ગોત્રના રિષભદત્ત બ્રાહ્મણની ભારજા જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાંથી ભગવંતને ખસેડીને ક્ષત્રિયકંડગ્રામ નગરમાં જ્ઞાતવંશના ક્ષત્રિયોમાંના કાશ્યપગોત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયની ભારજા વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા. ક્ષત્રિયાણીની કુખમાં લેશ પણ પીડા ન થાય એ રીતે બરાબર ગોઠવી દીધા. ૩૧. શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. (૧) ‘હું લઈ જવાઈશ” એમ તેઓ જાણે છે, (૨) “હું લઈ જવાઉં છું’ એમ તેઓ જાણતા નથી અને (૩) “હું લઈ જવાઈ ચૂક્યો' એમ તેઓ જાણે છે. - ૩૨. જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગોત્રવાળી દેવાનંદા માહણીની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ઠ ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં ગર્ભપણે ગોઠવી દીધા તે રાત્રે એ દેવાનંદા માહણી પોતાની પથારીમાં સૂતીજાગતી ઉંઘતી ઉંઘતી પડી હતી અને તે દિશામાં એણીએ, પોતાને આવેલાં આ એ પ્રકારનાં ઉદાર કલ્યાણરૂપ શિવરૂપ ધન્ય મંગલ કરનારાં શોભાવાળાં એવાં ચૌદ મહાસ્વપ્નો ત્રિશલા ક્ષત્રિયાણી હરી ગઈ એવું જોયું અને એમ જોઈને તેણી જાગી ગઈ. તે ચૌદ સ્વપ્નો આ પ્રમાણે છે. હાથી, વૃષભ વગેરે ઉપર પ્રમાણેની ગાથામાં કહેલાં છે. ૩૩. હવે જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગોત્રવાળી દેવાનંદા માહણીની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ટ ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં ગર્ભપણે ગોઠવવામાં આવ્યા તે રાત્રે તે ત્રિશલા ૨૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ ક્ષત્રિયાણી પોતાના તે તેવા પ્રકારના વાસઘરમાં રહેલી હતી, જે વાસઘર – સૂવાનો ઓરડો - અંદરથી ચિત્રામણવાળું હતું, બહારથી ધોળેલું, ઘસીને ચકચકિત કરેલું અને સુંવાળું બનાવેલું હતું તથા એમાં ઊંચે ઉપરના ભાગની છતમાં ભાતભાતનાં ચિત્રો દોરેલાં હતાં, ત્યાં મણિ અને રતનના દીવાને લીધે અંધારું નાસી ગયેલું હતું, એ વાસઘરની નીચેની ફરસબંધી તદન સરખી હતી અને તે ઉપર વિવિધ પ્રકારના સાથિયા વગેરે કોરીને તેને વધુ સુંદર બનાવવામાં આવેલી હતી, ત્યાં પાંચે રંગનાં સુંદર સુગંધી ફૂલો જ્યાં ત્યાં વેરીને તે ઓરડાને સુગંધિત બનાવેલો હતો, કાળો અગર, ઉત્તમ કુદરૂ, તુરકધૂપ વગેરે વિવિધ પ્રકારના ધૂપો ત્યાં સળગતા રહેતા હોવાથી એ ઓરડો મઘમઘી રહ્યો હતો અને તે ધૂપોમાંથી પ્રગટ થતી સુગંધીને લીધે તે ઓરડો સુંદર બનેલો હતો, બીજા પણ સુગંધી પદાર્થો ત્યાં રાખેલા હોવાથી તે, સુગંધ સગંધ થઈ રહ્યો હતો અને જાણે કે કોઈ ગંધની વાટની પેઠે અતિશય મહેકી રહ્યો હતો. તે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ સુશોભિત ઓરડામાં તે તેવા પ્રકારની પથારીમાં પડી હતી. જે પથારી ઉપર સૂનારના આખા શરીરના માપનું ઓશીકું મૂકી રાખેલ હતું, બંને બાજુએ માથા તરફ અને પગ તરફ – પણ ઓશીકાં ગોઠવેલાં હતાં, એ પથારી બંને બાજુથી ઊંચી હતી અને વચ્ચે નમેલી તથા ઊંડી હતી, વળી ગંગા નદીના કાંઠાની રેતી પગ મૂકતાં જેમ સુંવાળી લાગે એવી એ પથારી સુંવાળી હતી, એ પથારી ઉપર ધોએલો એવો અળસીના કાપડનો ઓછાડ બીછાવેલો હતો, એમાં રજ ન પડે માટે આખી પથારી ઉપર એક મોટું કપડું ઢાંકેલું હતું, મચ્છરો ન આવે માટે તેની ઉપર રાતા કપડાની મચ્છરદાની બાંધેલી હતી, એવી એ સુંદર, કમાવેલું ચામડું, રૂનાં પૂમડાં, બૂરની વનસ્પતિ, માખણ અને આકડાનું રૂ એ તમામ સુંવાળી વસ્તુઓની જેવી સુંવાળી તથા સેજ-પથારી સજવાની કળાના નિયમ પ્રમાણે પથારીની આસપાસ અને ઉપર પણ સુગંધી ફૂલો, સુગંધી ચૂર્ણો વેરેલાં હોવાથી સુગંધિત બનેલી તે પથારીમાં પડેલી સૂતી-જાગતી અને ઊંઘતી ઊંઘતી ત્રિશલા ક્ષત્રિયાણી આગલી રાતનો અંત આવતાં અને પાછલી રાતની શરૂઆત થતાં બરાબર મધરાતે આ બે પ્રકારનાં ઉદાર ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી ગઈ. તે ચૌદ મહાસ્વપ્નો આ પ્રમાણે છે: ૧. હાથી, ૨. વૃષભ, ૩. સિંહ, ૪. અભિષેક, ૫. માળા, ૬. ચંદ્ર, ૭. સૂર્ય, ૮. ધ્વજ, ૯. કુંભ, ૧૦. પક્વોથી ભરેલું સરોવર, ૧૧. સમુદ્ર, ૧૨. વિમાન કે ભવન, ૧૩. રતનોનો ઢગલો અને ૧૪. અગ્નિ. ૩૪. હવે તે ત્રિશલા ક્ષત્રિયાણીએ સૌથી પહેલાં સ્વપ્નામાં હાથીને જોયો, એ હાથી ભારે ઓજવાળો, ચાર દાંતવાળો, ઊંચો, ગળી ગયેલા ભારે મેઘની સમાન ધોળો તથા ભેગો કરેલો મોતીનો હાર, દૂધનો દરિયો, ચંદ્રનાં કિરણો, પાણીનાં બિંદુઓ, રૂપાનો મોટો પહાડ એ બધા પદાર્થો જેવો ધોળો હતો. એ હાથીના ગંડસ્થળમાંથી સુગંધી મદ ઝર્યા કરે છે અને સુગંધથી ખેંચાયેલા ભમરાઓ ત્યાં ટોળે મળ્યા છે એવું એના કપોળનું મૂળ છે, વળી, એ હાથી દેવોના રાજાના હાથી જેવો છે - ઐરાવણ હાથી જેવો છે, તથા પાણીથી પરિપૂર્ણ રીતે ભરેલા વિપુલ મેઘની ગર્જના જેવો ગંભીર અને મનોહર એવો એ હાથીનો ગુલગુલાટ છે તથા એ હાથી શુભ છે, તમામ જાતનાં શુભ લક્ષણોથી અંકિત છે તથા એ હાથીના સાથળ ઉત્તમ છે એવા હાથીને ત્રિશલાદેવી સ્વપ્નામાં જુએ છે. ૧ ૩૫. ત્યાર પછી વળી, ધોળાં કમળની પાંખડીઓના ઢગલાથી પણ વધારે રૂપની પ્રભાવાળા, ૨૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ કાંતિના અંબારના ફેલાવાના લીધે સર્વ બાજુઓને દીપાવતા, જેની કાંધ જાણે કે અતિશય શોભાને લીધે હલાહલ ન થતી હોય એવી કાંતિવાળી શોભતી અને મનોહર કાંધ વાળા તથા જેની રુંવાટી ઘણી પાતળી, ચોખ્ખી અને સુંવાળી છે અને એવી રુંવાટીને લીધે જેની કાંતિ ચકચકિત થાય છે એવા, જેનું અંગ સ્થિર છે, બરાબર બંધાયેલ છે, માંસથી ભરેલ છે, તગડું છે, લટ્ટ છે અને બરાબર વિભાગવાર ઘડાયેલ છે એવા સુંદર અંગવાળા, જેનાં શિંગડાં બરાબર પૂરાં ગોળ, લઠ્ઠ, બીજા કરતાં વિશેષતાવાળાં, ઉત્કૃષ્ટ, અણીદાર અને ઘીએ ચોપડેલાં છે એવા ઉત્તમ શિંગડાવાળા તથા દેખાવમાં ગભરુ અને ઉપદ્રવ નહીં કરનાર એવા તથા જેના દાંત બધા બરાબર એકસરખા, શોભતા અને ધોળા છે એવા સુંદર દાંતવાળા, વળી, ન ગણી શકાય એટલા ગુણવાળા અને મંગલમય મુખવાળા એવા વૃષભને - બળદને ત્રિશલા દેવી બીજા સ્વપ્નામાં જુએ છે. ૨ ૩૬. પછી વળી, મોતીના હારનો ઢગલો, દૂધનો દરિયો, ચંદ્રનાં કિરણો, પાણીના બિંદુઓ અને રૂપાનો મોટો પહાડ એ બધાની સમાન ગોરા, રમણીય, દેખાવડા જેના પોંચા એટલે પંજા સ્થિર અને લઠ્ઠ-મજબૂત છે, જેની દાઢો ગોળ, ખૂબ પુષ્ટ, વચ્ચે પોલાણ વગરની, બીજા કરતાં ચડિયાતી અને અણીવાળી છે, એવી દાઢો વડે જેનું મુખ સોહામણું દેખાય છે એવા, તથા જેના બંને હોઠ ચોખ્ખાઈવાળા, ઉત્તમ કમળ જેવા કોમળ, બરાબર માપસર, શોભાયમાન અને લ છે એવા, રાતા કમળની પાંખડી જેવા કોમળ સુંવાળા તાળવાવાળા અને જેની ઉત્તમ જીભ બહાર લપલપાયમાન - લટકતી - છે, એવા, જેની બંને આંખો સોનીની મૂસમાં પડેલા તપાવેલા ઉત્તમ સોનાની પેઠે હલહલ કરે છે, બરાબર ગોળ છે તથા ચોખ્ખી વીજળીની પેઠે ઝગારા માર્યા કરે છે એવી ઉત્તમ આંખવાળા, વિશાળ અને ખુબ પુષ્ટ ઉત્તમ સાથળવાળા, બરાબર પૂર્ણપણે ભરાવદાર એવા જેનાં ચોખ્ખાં કાંધ છે એવા તથા જેની યાળ-કેસરાવળીકોમળ, ધોળી, પાતળી, સુંદર લક્ષણવાળી અને ફેલાયેલી છે એવી વાળના આડંબરથી જે શોભિત છે એવા, જેનું પૂછડું ઊંચું, પછાડીને ઊંચું કરેલ હોવાથી ગોળાકારે વળેલું અને સુંદર છે એવા, સૌમ્ય, સૌમ્ય દેખાવદાર, ગેલ કરતા, આકાશમાંથી ઊતરતા અને પોતાના મોંમાં પેસતા તથા નહોર જેના ભારે અણીવાળા છે એવા તથા જાણે કે મુખની શોભાએ પોતાનો પાલવ ન ફેલાયેલો હોય એવી સુંદર લટકતી જીભવાળા સિંહને તે ત્રિશલા ત્રીજે સ્વપ્ન જુએ છે. ૩ ૩૭ ત્યાર પછી વળી, તે પૂર્ણચંદ્રમુખી ત્રિશલા દેવી ચોથે સ્વપ્ન લક્ષ્મીદેવીને જુએ છે. એ લક્ષ્મીદેવી ઊંચા પહાડ ઉપર ઉગેલા ઉત્તમ કમળના આસન પર બરાબર બેઠેલી છે, સુંદર રૂપવાળી છે, એના બંને પગના ફણા બરાબર ગોઠવાયેલા સોનાના કાચબા જેવા ઉંચા છે. અતિ ઊંચાં અને પુષ્ટ એવાં અંગૂઠા તથા આંગળીઓમાં એના નખ જાણે રંગેલા ન હોય એવા લાલ, માંસથી ભરેલા, ઊંચા પાતળા, તાંબા સમાન રાતા અને કાંતિથી ચમકદાર છે. કમળની પાંદડીઓ જેવી સુંવાળી એના હાથ અને પગની કોમળ અને ઉત્તમ આંગળીઓ છે. એની બંને જાંઘો ચડઊતર પ્રમાણે મોથના વળાંકની પેઠે ગોળ વળાંકવાળી છે, શરીર પુષ્ટ હોવાથી એના બંને ઘુંટણ બહાર દેખાતા નથી, એના સાથળ ઉત્તમ હાથીની સૂંઢ જેવા પુષ્ટ છે તથા એણે કેડ ઉપર સોનાનો કંદોરો પહેરેલો છે એવી એણીની કેડ કાંતિવાળી અને વિશાળ ઘેરાવાવાળી છે. જેણીના શરીર ઉપરનાં રુવાટાં ઉત્તમ આંજણ, ભમરાનું ટોળું, મેઘનું જૂથ, એ બધાં જેવાં શ્યામ તથા સીધાં, બરાબર સરખાં, આંતરા વિના લગોલગ ઉગેલાં, અતિશય પાતળાં, સુંદર ૩૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ મનોહર, સુંવાળામાં સુંવાળાં નરમ અને રમણીય છે, નાભિમંડળને લીધે જેણીનાં જઘન સુંદર વિશાળ અને સરસ લક્ષણવાળાં છે એવી, હથેળીમાં સમાઈ જાય તેવો પાતળો સુંદર ત્રિવલીવાળો જેણીના શરીરનો મધ્યભાગ છે એવી, અંગે અંગે વિવિધ મણિનાં રતનનાં, પીળા સોનાનાં, ચોખ્ખા લાલ સોનાનાં જેણીએ આભરણો અને ભૂષણો સજેલાં છે એવી, જેણીના સ્તનયુગલ ઝળહળતા છે, નિર્મળ કળની સમાન ગોળ અને કઠણ છે, મોતીના હારથી તથા કુંદ-મોગરા વગેરેનાં ફૂલોની માળાથી સજેલાં છે એવી, વચ્ચે વચ્ચે જયાં શોભે ત્યાં પન્નાનાં નંગો જડેલાં હોઈને શોભાયમાન બનેલા તથા આંખને ગમે તેવી રીતે મોતીનાં ઝુમખાં લટકતાં હોઈને વિશેષ ચમકતા એવા મોતીના હારથી સુશોભિત એવી, છાતી ઉપર પહેરેલી ગીનીની માળાથી વિરાજિત એવી તથા ગળામાં પહેરેલા મણિસૂત્રથી સોહામણી એવી તે લક્ષ્મીદેવીએ ખભા સુધી લટકતાં ચમકતાં બે કુંડલને પહેરેલાં છે તેથી વધારો સોહામણા તથા સરસ કાંતિવાળા બનેલા અને જાણે કે મુખનો કુટુંબી - સગો જ ન હોય એવી રીતે મુખ સાથે એકાકાર થયેલા એવા શોભાગુણના સમુદાય વડે તે વધુ શોભીતી લાગે છે, તેનાં લોચન કમળ જેવાં નિર્મળ વિશાળ અને રમણીય છે એવી, કાંતિને લીધે ઝગારા મારતા બંને હાથમાં કમળો રાખેલાં છે અને કમળોમાંથી મકરંદનાં પાણીનાં ટીપાં ટપક્યા કરે છે એવી, ગરમી લાગે છે માટે નહીં પણ માત્ર મોજને ખાતર વીંજાતા પંખાવડે શોભતી એવી, એકદમ છૂટા છૂટા ગૂંચ વિનાના, કાળા, ઘટ્ટ, ઝીણા-સુંવાળા અને લાંબાવાળ વાળો એનો કેશકલાપ છે એવી, પદ્મદ્રહના કમળ ઉપર નિવાસ કરતી અને હિમવંત પર્વતના શિખર ઉપર દિગ્ગજોની વિશાળ અને પુષ્ટ સૂંઢમાંથી નીકળતા પાણી વડે જેણીનો અભિષેક થયા કરે છે એવી ભગવતી લક્ષ્મીદેવીને ત્રિશલા રાણી ચોથે સ્વપ્ન જુએ છે. ૪ ૩૮. પછી વળી, પાંચમે સ્વપ્ન આકાશમાંથી નીચે પડતી માળાને જુએ છે. મંદારનાં તાજાં ફૂલો ગુંથેલાં હોઈને એ માળા સુંદર લાગે છે, એમાં ચંપો, આસોપાલવ, પુનાગ, નાગકેસર, પ્રિયંગુ, સરસડો, મોગરો, મલ્લિકા, જાઈ, જૂઈ, અંકોલ, કૂજો, કોરંટકપત્ર, મરવો-ડમરો, નવમાલિકા, બકુલ, તિલક, વાસંતીવેલ, સૂર્યવિકાસી કમળો ચંદ્રવિકાસી કમળો, પાટલ, કુંદ, અતિમુક્તક, સહકાર - આંબો એ બધાં કેટલાંક વૃક્ષો અને કેટલીક વેલડી – લતા-ઓ તથા કેટલાક ગુચ્છાઓનાં ફૂલો ગૂંથીને એ માળા બનેલી હોવાથી ઘણી જ સુગંધવાળી છે તથા એ માળાની અનોપમ મનોહર સુગંધને લીધે દશે દિશાઓ મહેક મહેક થઈ રહી છે. વળી, એ માળામાં તમામ ઋતુમાં ખિલતાં સુગંધી ફૂલો ગૂંથેલાં છે, અર્થાત્ એમાં છએ ઋતુમાં ખિલતાં ફૂલોની માળાઓ મળેલી છે, માળાનો મુખ્યવર્ણ ધોળો છે છતાં તેમાં બીજાં બીજાં રંગબેરંગી ફૂલો ભળેલાં હોવાથી તે વિવિધ રંગી શોભાયમાન અને મનોહર દીસે છે તથા એમાં વિવિધ ભાતો પડે એ રીતે ફૂલો ગોઠવેલાં છે, એથી એ અચરજ પમાડે એવી લાગે છે, વળી, એ માળામાં ઉપર - નીચે - આગળ પાછળ એમ બધી બાજુઓમાં ગણગણાટ કરતાં પદિ, મધમાખી અને ભમરાઓનાં ટોળાં મળેલાં છે એથી એ માળાના તમામ ભાગો ગુંજતા જણાય છે એવી એ માળા આકાશમાંથી નીચે આવતી દેખાય છે. ૫ ૩૯. હવે છ સ્વપ્ન માતા ચંદ્રને જુએ છે. એ ચંદ્ર ગાયનું દૂધ, પાણીનાં ફીણ, પાણીનાં બિંદુઓ અને રૂપનો ઘડો એ બધાની જેવો વ-રંગે ધોળો છે, શુભ છે, હૃદય અને નયન એ બંનેને ગમે એવો છે, બરાબર સંપૂર્ણ-પૂરેપૂરો છે, ગાઢાં અને ઘેરાં અધારાવાળાં સ્થળોને અંધારાં વગરનાં બનાવનાર એવો ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ એ ચંદ્ર છે તથા પક્ષ પૂરો થતાં એટલે શુક્લપક્ષ પૂરો થતાં છેલ્લે દિવસે જેની આનંદ આપનારી તમામ કળાઓ પૂરેપૂરી રીતે ખિલી નીકળે છે એવો, કુમુદનાં વનોને ખિલવનાર, રાત્રિને શોભાવનાર, ચોખ્ખા કરેલા દર્પણના કાચ જેવો ચમકતો, હંસ સમાન ધોળા વર્ણવાળો, તારા અને નક્ષત્રોમાં પ્રધાન, તથા તેમને શોભાવનાર, અંધારાંનો શત્રુ, કામદેવના બાણોને ભરવાના ભાથા સમાન, દરિયાનાં પાણીને ઊછાળનારો, ઘૂમણી અને પતિ વગરની વિરહીસ્ત્રીઓને ચંદ્ર પોતાનાં કિરણો વડે સૂકવી નાખે છે એવો, વળી, એ ચંદ્ર સૌમ્ય અને સુંદર રૂપવાળો છે, વળી વિશાળ ગગનમંડળમાં સૌમ્ય રીતે ફરતો તે, જાણે ગગનમંડળનું હાલતું-ચાલતું તિલક ન હોય એવો, રોહિણીના મનને સુખકર એવો એ રોહિણીનો ભરથાર છે એવા, સારી રીતે ઉલ્લસતા એ પૂર્ણચંદ્રને તે ત્રિશલાદેવી સ્વપ્નમાં જુએ છે. ૬ ૪૦. ત્યાર પછી વળી, અંધારાં પડળોને ફોડી નાખનાર, તેજથી જળહળતો, રાતો આસોપાલવ, ખિલેલાં કેસુડાં, પોપટની ચાંચ, ચણોઠીંનો અડધો લાલભાગ એ બધાનાં રંગ જેવો લાલચોળ, કમળનાં વનોને ખિલવનાર, વળી, જ્યોતિષચક્ર ઉપર ફરનારો હોવાથી તેના લક્ષણને જણાવનાર, આકાશતળમાં દીવા જેવો, હિમનાં પડળોને ગળે પકડનાર એટલે ગાળી નાખનાર, ગ્રહમંડળનો મુખ્ય નાયક, રાત્રિનો નાશ કરનાર, ઊગતાં અને આથમતાં ઘડીભર બરાબર સારી રીતે જોઈ શકાય એવો, બીજે વખતે જેની સામે જોઈ જ ન શકાય એવા રૂપવાળો તથા રાત્રિમાં ઝપાટાબંધ દોડતા ચોર જાર વગેરેને અટકાવનાર, ઠંડીના વેગને હઠાવી નાખનાર, મેરુપર્વતની આસપાસ નિરંતર ફેરા ફરનાર, વિશાળ અને ચમકતા ચંદ્ર તારા વગેરેની શોભાને પોતાનાં હજાર કિરણો વડે દાબી દેનાર એવા સૂર્યને માતા સાતમે સ્વપ્ન જુએ છે. ૭ ૪૧. ત્યારપછી વળી, ઉત્તમ સોનાના દંડની ટોચ ઉપર બરાબર બેસાડેલો, ભેગાં મળેલાં નીલાં રાતાં પીળાં અને ધોળાં તથા સુંવાળાં, વળી, પવનને લીધે લહેરખીઓ લેતાં જેને માથે મોરપીંછાં વાળની પેઠે શોભી રહ્યાં છે એવા ધ્વજને માતા આઠમે સ્વપ્ને જુએ છે, એ ધ્વજ અધિક શોભાવાળો છે. જે ધ્વજને મથાળે - ઉપરના ભાગમાં - સ્ફટિક અથવા તોડેલો શંખ, અંકરત્ન, મોગરો, પાણીનાં બિંદુઓ અને રૂપાનો કળશ એ બધાની જેવા ધોળા રંગનો શોભતો સિંહ શોભી રહેલ છે જાણે કે એ સિંહ ગગનતળને ફાડી નાખવાને ફાળ ભરતો ન હોય એવો દેખાય છે એવો એ ધ્વજ છે તથા એ ધ્વજ, સુખકારી મંદમંદ પવનને લીધે ફરફરી રહેલ છે, ઘણો મોટો છે અને માણસોને એ ભારે દેખાવડો લાગે છે. ૮ ૪૨. ત્યાર પછી વળી, ઉત્તમ કંચનની જેવા ઉજળા રૂપવાળો, ચોખ્ખા પાણીથી ભરેલો, ઉત્તમ, ઝગારા મારતી કાંતિવાળો કમળોના જથ્થાથી ચારે બાજુ શોભતો એવો રૂપાનો કળશ માતાને નવમે સ્વપ્ન દેખાય છે, તમામ પ્રકારના મંગલના ભેદો એ કળશમાં ભેગા થયેલા છે એવો એ સર્વ મંગલમય છે, ઉત્તમ રત્નોને જડીને બનાવેલા કમળ ઉપર એ કળશ શોભી રહેલ છે, જેને જોતાં જ આંખ ખુશખુશ થઈ જાય છે એવો એ રૂપાળો છે, વળી, એ પોતાની પ્રભાને ચારે કોર ફેલાવી રહ્યો છે, તમામ દિશાઓને બધી બાજુએ ઊજળી કરી રહ્યો છે, પ્રશસ્ત એવી લક્ષ્મીનું એ ઘર છે, તમામ પ્રકારનાં દૂષણો વિનાનો છે, શુભ છે, ચમકિલો છે, શોભાવડે ઉત્તમ છે, તથા તમામ ઋતુનાં સુગંધી ફૂલોની માળાઓ એ કળશના ૩૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ કાંઠા ઉપર મૂકેલી છે એવા રૂપાના પૂર્ણકલશને તે માતા જુએ છે. ૯ ૪૩. ત્યાર પછી વળી, પદ્મસરોવર નામના સરોવરને માતા દસમા સ્વપ્નમાં જુએ છે, તે સરોવ૨, ઊગતા સૂર્યનાં કિરણોથી ખિલેલાં હજાર પાંખડીવાળાં - સહસ્રદલ - મોટાં કમળોને લીધે સુગંધિત બનેલ છે, એમાં કમળોનાં રજણો પડેલાં હોવાથી એનું પાણી પિંજરા રંગનું એટલે પીળું તથા રાતું દેખાય છે, એ સરોવરમાં ચારે કોર ઘણા બધા જળચર જીવો ફરી રહ્યા છે, માછલાં એ સરોવરનું અઢળક પાણી પીધા કરે છે, વળી ઘણું લાંબું, પહોળું અને ઊંડું એ સરોવર સૂર્યવિકાસી કમળો, ચંદ્રવિકાસી કુવલયો, રાતાં કમળો, મોટાં કમળો, ઊજળાં કમળો, એવાં એક પ્રકારનાં કમળોની વિસ્તારવાળી ફેલાતી વિવિધરંગી શોભાઓને લીધે જાણે કે ઝગારા મારતું હોય એવું દેખાય છે, સરોવરની શોભા અને રૂપ ભારે મનોહર છે, ચિત્તમાં પ્રમોદ પામેલા ભમરાઓ, માતેલી-મત્ત-મધમાખીઓ એ બધાનાં ટોળાં કમળો ઉપર બેસી તેમનો રસ ચૂસી રહ્યાં છે એવા એ સરોવ૨માં મીઠો અવાજ કરનારા કલહંસો, બગલાંઓ, ચકવાઓ, રાજહંસો, સારસો ગર્વથી મસ્ત બનીને તેના પાણીનો ઉપયોગ કરે છે તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓનાં નરમાદાનાં જોડકાં એ સરોવરનાં પાણીનો હોંશે હોંશે ઉપયોગ કરે છે એવું એ સરોવર કમલિનીનાં પાંદડાં ઉપર બાઝેલાં મોતી જેવાં દેખાતાં પાણીનાં ટીપાંઓ વડે ચિત્રોવાળું દેખાય છે, વળી એ સરોવર, જોનારનાં હૃદયોને અને લોચનોને શાંતિ પમાડે છે એવું છે એવા અનેક કમળોથી રમણીય દેખાતા એ સરોવરને માતા દસમે સ્વપ્ન દેખે છે. ૧૦ ૪૪. ત્યાર પછી વળી, માતા અગિયારમે સ્વપ્ને ક્ષીરોદ સાગરને દૂધના દરિયાને જુએ છે. એ ક્ષીરોદસાગરનો મધ્યભાગ, જેવી ચંદ્રનાં કિરણોના સમૂહની શોભા હોય તેવી શોભાવાળો છે એટલે અતિઊજળો છે, વળી એ ક્ષીરોદસાગરમાં ચારે બાજુ પાણીનો ભરાવો વધતો વધતો હોવાથી એ બધી બાજુએ ઘણો ઊંડો છે, એનાં મોજાં ભારે ચપળમાં ચપળ અને ઘણાં ઊંચાં ઊછળતાં હોવાથી એનું પાણી ડોલ્યા જ કરે છે, તથા જ્યારે ભારે પવનનું જોર હોય છે ત્યારે પવન એનાં મોજાંની સાથે જોરથી અથડાય છે તેથી મોજાં જાણે જોરજોરથી દોડવા લાગે છે, ચપળ બને છે, એથી એ સ્પષ્ટ દીસતા તરંગો આમતેમ નાચતા હોય એવો દેખાવ થાય છે તથા એ તરંગો ભયભીત થયા હોય એમ અતિક્ષોભ પામેલા જેવા દેખાય છે એવા એ સોહામણા નિર્મળ ઉદ્ધત કલ્લોલોના મેળાપને લીધે જોનારને એમ જણાય છે કે જાણે ઘડીકમાં એ દરિયો કાંઠા તરફ દોડતો આવે છે અને ઘડીકમાં વળી એ પોતા તરફ પાછો હઠી જાય છે એવો એ ક્ષીરોદસાગર ચમકતો અને રમણીય દેખાય છે, એ દરિયામાં રહેતા મોટા મોટા મગરો, મોટા મોટા મચ્છો, તિમિ, તિમિંગલ, નિરુદ્ધ અને તિલતિલિય નામના જળચરો પોતાનાં પૂછડાંને પાણી સાથે અફળાવ્યા કરે છે એથી એનાં ચારે બાજુ કપૂરની જેવાં ઊજળાં ફીણ વળે છે અને એ દરિયામાં મોટી મોટી ગંગા જેવી મહાનદીઓના પ્રવાહો ભારે ધસારાબંધ પડે છે, એ વેગથી પડતા પ્રવાહોને લીધે એમાં ગંગાવર્ત નામની ભમરીઓ પેદા થાય છે, એ ભમરીઓને લીધે ભારે વ્યાકુળ થતાં દરિયાનાં પાણી ઊછળે છે, ઊછળીને પાછાં ત્યાં જ પડે છે, ભમ્યા કરે છે - ઘુમરી લે છે, એવાં ઘુમરીમાં ચક્કર ચક્કર ફરતાં એ પાણી ભારે ચંચળ જણાય છે એવા એ ક્ષીરસમુદ્રને શરદઋતુના ચંદ્રસમાન સૌમ્યમુખવાળી તે ત્રિશલા માતા અગિયારમે સ્વપ્ન જુએ છે. ૧૧ ૩૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૫. ત્યારપછી વળી, માતા બારમે સ્વપ્ન ઉત્તમ દેવવિમાનને જુએ છે, એ દેવવિમાન ઊગતા સૂર્યમંડલની જેવી ચમકતી કાંતિવાળું છે, ઝળહળતી શોભાવાળું છે, એ વિમાનમાં ઉત્તમ સોનાના અને મહામણિઓના સમૂહમાંથી ઘડેલા ઉત્તમ એક હજાર અને આઠ ટેકા-થાંભલા મૂકેલા છે તેથી એ ચમકતું દેખાતું વિમાન આકાશને વિશેષ ચમકતું બનાવે છે, એવું એ વિમાન સોનાના પતરામાં જડેલા લટકતા મોતીઓના ગુચ્છાઓથી વિશેષ ચમકિલું દેખાય છે, તથા એ વિમાનમાં ચળકતી દિવ્યમાળાઓ લટકાવેલી છે, વળી એમાં વૃક, વૃષભ, ઘોડો, પુરુષ, મગર, પક્ષી, સાપ, કિન્નરો, સમૃગો, શરભ, ચમરી ગાય, વિશેષ પ્રકારનાં જંગલી જનાવરો, હાથી, વનની વેલડી, કમળવેલ વગેરેનાં વિવિધ ભાતવાળાં ચિત્રો દોરેલાં છે તથા એમાં ગંધર્વો ગાઈ રહ્યા છે અને વાજાં વગાડી રહ્યા છે તેથી એમના અવાજોથી એ પૂરેપૂરું ગાજતું દેખાય છે, વળી પાણીથી ભરેલા વિપુલ મેઘની ગર્જનાના જેવા અવાજવાળા નિત્ય ગાજતા દેવદુંદુભિના મોટા અવાજવડે જાણે આખાય જીવલોકને એ વિમાન ન ભરી દેતું હોય એવું એ ગાજે છે, કાળો અગર, ઉત્તમ કંદરૂ-કિન્નરૂ, તુરકી ધૂપ વગેરે બળતા ધૂપોને લીધે મઘમઘી રહેલું એ વિમાન ગંધના ફેલાવાને લીધે મનોહર લાગે છે અને એ નિત્ય પ્રકાશવાળું, ધોળું, ઊજળી પ્રભાવાળું, દેવોથી શોભાયમાન, સુખોપભોગરૂપ એવું ઉત્તમોત્તમ વિમાન તે ત્રિશલાદેવી સ્વપ્નામાં જુએ છે. ૧૨ ૪૬. ત્યાર પછી, માતા ત્રિશલા તેરમે સ્વપ્ન તમામ પ્રકારના રત્નોના ઢગલાને જુએ છે. એ ઢગલો ભોંતળ ઉપર રહેલો છે, છતાં ગગનમંડળના છેડાને પોતાના તેજથી ચકચકિત કરે છે, એમાં પુલક, વજ, ઇંદ્રનીલ, સાગ, કર્કેતન, લોહિતાક્ષ, મરકત, મારગલ, પ્રવાલ, સ્ફટિક, સૌગંધિક, હંસગર્ભ, અંજન, ચંદનપ્રભ વગેરે ઉત્તમ રત્નોનો રાશિ સરસ રીતે ગોઠવાયેલો છે, રત્નોનો એ ઢગલો ઊંચો મેરુપર્વત જેવો લાગે છે, એવાં રત્નોના રાશિ-ઢગલાને તે ત્રિશલા દેવી તેરમે સ્વપ્ન જુએ છે. ૧૩ ૪૭. પછી વળી, ચૌદમે સ્વપ્ન માતા ત્રિશલા અગ્નિને જુએ છે. એ અગ્નિની વાલાઓ ખૂબખૂબ ફેલાયેલ છે તથા એમાં ધોળું ઘી અને પીળાશ પડતું મધ વારંવાર છંટાતું હોવાથી એમાંથી મુદલ ધૂમાડો નીકળતો નથી એવો એ અગ્નિ ધખધખી રહ્યો છે, એની ધખધખતી જલતી જવાલાઓને લીધે એ સુંદર લાગે છે, વળી, એની નાની મોટી ઝાળો - વાલાઓનો સમૂહ એક બીજીમાં મળી ગયા જેવો જણાય છે તથા જાણે કે ઊંચે ઊંચે સળગતી ઝાળો વડે એ અગ્નિ કોઈ પણ ભાગમાં આકાશને પકવતો ન હોય એવો દેખાતો એ અતિશય વેગને લીધે ચંચળ દેખાય છે. તે ત્રિશલા માતા ચૌદમે સ્વપ્ન એવા અગ્નિને જુએ છે. ૧૪ ૪૮. એ પ્રમાણે ઉપર વર્ણવ્યાં એવાં એ શુભ, સૌમ્ય, જોતાં પ્રેમ ઊપજે એવાં, સુંદર રૂપવાળાં રૂપાળાં સ્વપ્નોને જોઈને, કમળની પાંખડી જેવાં નેત્રવાળાં અને હરખને લીધે અંગ ઉપરનું જેમનું રૂંવેરૂવું ખડું થયેલ છે તેવાં દેવી ત્રિશલા માતા પોતાની પથારીમાં લાગી ગયાં. જે રાતે મોટા જશવાળા અરિહંત - તીર્થંકર, માતાની કૂખમાં ગર્ભરૂપે આવે છે તે રાતે તીર્થંકરની બધી માતાઓ એ ચૌદે સ્વપ્નોને જુએ છે. ૪૯. ત્યાર પછી, આ એ પ્રકારના ઉદાર ચૌદ એવાં મહાસ્વપ્નો જોઈને જાગેલી છતી તે ત્રિશલા ક્ષત્રિયાણી ભારે હરખ પામી, યાવત્ તેનું હૃદય આનંદને લીધે ધડકવા લાગ્યું તથા મેહની ધારાઓથી ૩૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ છંટાયેલ કદંબનું ફૂલ જેમ ખિલી ઊઠે તેમ તેણીનાં રૂંવેરૂંવાં આખા શરીરમાં ખિલી ઊઠ્યાં એવી એ ત્રિશલા રાણી પોતાને આવેલાં એ સ્વપ્નોને સાધારણ રીતે યાદ કરે છે, એ રીતે બરાબર યાદ કરીને પોતાની પથારીમાંથી ઊભાં થાય છે, ઊભાં થઈને પગ મૂકવાના પાદપીઠ - પાવઠા - ઉપર ઊતરે છે, ત્યાં ઊતરીને ધીમેધીમે અચપલપણે વેગ વગરની અને વિલંબ ન થાય એવી રાજહંસ સમાન ગતિએ ચાલતાં જ્યાં ક્ષત્રિય સિદ્ધાર્થનું શયન છે અને જ્યાં ક્ષત્રિય સિદ્ધાર્થ છે ત્યાં આવી પહોંચ્યાં, આવીને તે પ્રકારની કાનને મીઠી લાગે તેવી, પ્રીતિ પેદા કરે તેવી, મનને ગમે તેવી, મનને પસંદ પડે તેવી, ઉદાર, કલ્યાણરૂપ, શિવ-શાંતિ-કરનારી, ધન્યરૂપ, મંગલ કરનારી એવી સોહામણી રૂડી રૂડી તથા હ્રદયંગમ, હૃદયને આલ્હાદ કરે તેવી, પ્રમાણસર મધુર અને મંજુલ ભાષા વડે વાતચીતો કરતાં કરતાં તેઓ ક્ષત્રિય સિદ્ધાર્થને જગાડે છે. ૫૦. ત્યાર પછી, ક્ષત્રિય સિદ્ધાર્થની અનુમતિ પામેલાં તે ત્રિશલા ક્ષત્રિયાણી વિવિધ પ્રકારનાં મણિ અને રત્નોને જડીને ભાતીગળ બનાવેલા - ચિત્રવાળા ભદ્રાસનમાં બેસે છે. બેસીને વિસામો લઈ ક્ષોભરહિત બની સુખાસનમાં સારી રીતે બેઠેલાં તે ક્ષતિયાણી સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રત્યે તે તે પ્રકારની ઇષ્ટ યાવત્ મધુર ભાષા વડે વાત કરતાં કરતાં આ પ્રમાણે બોલ્યાં : ૫૧. ખરેખર એમ છે કે હે સ્વામી ! આજે હું તેવા પ્રકારના ઉત્તમ બિછાનામાં સૂતીજાગતી પડી હતી, તેવામાં ચૌદ સ્વપ્નોને જોઈને જાગી ગઈ. તે ચૌદ સ્વપ્નો હાથી, વૃષભ વગેરે હતાં. તો હે સ્વામી ! એ ઉદાર એવા ચૌદ મહાસ્વપ્નોનું કોઈ હું માનું છું તેમ કલ્યાણરૂપ વિશેષ પ્રકારનું ફળ હશે ? ૫૨. ત્યાર પછી, તે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણી પાસેથી એ વાત સાંભળીને સમજીને હર્ષવાળો અને સંતુષ્ટ ચિત્તવાળો થયો, આનંદ પામ્યો, તેના મનમાં પ્રીતિ થઈ, મન ઘણું પ્રસન્ન થઈ ગયું, હર્ષને લીધે તેનું હૃદય ધડકવા લાગ્યું અને મેહની ધારાથી છંટાયેલ કદંબના સુગંધી ફૂલની પેઠે તેનાં રોમ રોમ ઊભાં થઈ ગયાં. આ રીતે ખૂબ રાજી થયેલો સિદ્ધાર્થ તે સ્વપ્નો વિશે એક સામટો સામાન્ય વિચાર કરે છે, તે સ્વપ્નો વિશે એક સામટો સામાન્ય વિચાર કરી પછી તે સ્વપ્નો નોખો નોખો વિગતથી વિચાર કરે છે, એ રીતે તે સ્વપ્નોનો નોખો નોખો વિગતથી વિચાર કરીને પછી તે પોતાની સ્વાભાવિક મતિસહિતના બુદ્ધિ વિજ્ઞાન વડે તે સ્વપ્નોના વિશેષ ફળનો નોખો નોખો નિશ્ચય કરે છે, તેમના વિશેષ ફળનો નોખો નોખો નિશ્ચય કરીને તેણે પોતાની ઇષ્ટ યાવત્ મંગળરૂપ, પિરમિત મધુર અને સોહામણી ભાષા વડે વાત કરતાં કરતાં ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું : ૫૩. હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વપ્નો દીઠાં છે, હે દેવાનુપ્રિયે ! તમે કલ્યાણરૂપ સ્વપ્નો દીઠાં છે, એ જ પ્રમાણે તમે જોયેલાં સ્વપ્નો શિવરૂપ છે, ધન્યરૂપ છે, મંગળરૂપ છે, ભારે સોહામણાં છે, એ તમે જોયેલાં સ્વપ્નો આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરનારાં, દીર્ઘાયુષ્યનાં સૂચક અને કલ્યાણકારક છે. હે દેવાનુપ્રિયે ! તમે મંગલ કરનારાં સ્વપ્નો દીઠાં છે. જેમ કે, તમે જોયેલાં સ્વપ્નોથી આપણને હે દેવાનુપ્રિયે ! અર્થનો લાભ થવો જોઈએ. હે દેવાનુપ્રિયે ! ભોગનો લાભ થવો જોઈએ, પુત્રનો લાભ થવો જોઈએ એ જ રીતે સુખનો લાભ અને રાજ્યનો લાભ થવો જોઈએ. ખરેખર એમ છે કે હે દેવાનુપ્રિયે ! તમે નવ મહિના બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડાસાત રાતદિવસ વીત્યા પછી અમારા ૩૫ For Private Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ કુલમાં ધ્વજ સમાન, અમારા કુલમાં દવા સમાન એ જ પ્રમાણે કુલમાં પર્વત સમાન અચળ, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન, કુલની કીર્તિ કરનાર, કુલનો બરાબર નિર્વાહ કરનાર, કુલમાં સૂરજ સમાન, કુલના આધારરૂપ, કુલની વૃદ્ધિ કરનાર, કુલનો જશ વધારનાર, કુલને છાંયો આપનાર વૃક્ષ સમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર, એવા પુત્રને જન્મ આપશો. વળી, તે જન્મનાર પુત્ર હાથે પગે સુકુમાર, શરીરે અને પાંચ ઇન્દ્રિયોથી પૂરો તથા જરાપણ ખોડ વગરનો હશે. તથા એ, શરીરનાં તમામ ઉત્તમ લક્ષણોથી એટલે હાથપગની રેખાઓ વગેરેથી અને વ્યંજનોથી એટલે તલ, મસ વગેરેથી યુક્ત હશે. એના શરીરનું માન, વજન અને ઊંચાઈ એ પણ બધું બરાબર હશે તથા એ પુત્ર સર્વાગે સુજાત, સુંદર, ચંદ્રસમાન સૌમ્યકાંતિવાળો, કાંત, પ્રિય લાગે એવો અને દર્શન કરવું ગમે એવો હશે અર્થાત્ હે દેવાનુપ્રિયે! તમે ઉપર વર્ણવ્યા તેવા ઉત્તમ પુત્રને જન્મ આપશો. ૫૪. વળી, તે પુત્ર જયારે પોતાનું બાળપણ પૂરું કરી ભણીગણી બરાબર ઘડાઈ–તૈયાર થઈ યૌવન અવસ્થાએ પહોંચશે ત્યારે શૂર થશે, વીર થશે, પરાક્રમી થશે, એની પાસે વિશાળ સેના તથા વાહનો વિપુલ થશે, અને તમારો એ પુત્ર રાયનો ધણી એવો રાજા થશે. માટે હે દેવાનુપ્રિયે ! તમે જે મહાસ્વપ્નો દીઠાં છે તે બધાં ભારે ઉત્તમ છે એમ કહીને યાવતું બે વાર પણ અને ત્રણ વાર પણ એમ કહીને તે સિદ્ધાર્થ રાજા, ત્રિશલા ક્ષત્રિયાણીની ભારે પ્રશંસા કરે છે. ૫૫. ત્યારપછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાત સાંભળી – સમજી ભારે હરખાણી, સંતોષ પામી યાવત્ તેનું હૃદય પ્રફુલ્લ થઈ ગયું અને તે હાથની બંને હથેળીની દશે નખ ભેગા થાય એ રીતે મસ્તકમાં શિરસાવર્ત કરવા સાથે અંજલિ કરીને આ પ્રમાણે બોલી : પ૬. હે સામી ! એ એ પ્રમાણે છે, તે સામી ! એ તમે કહ્યું તે પ્રમાણે છે, તે સામી ! તમારું કહેણ સાચું છે, તે સામી ! તમારું વચન સંદેહ વિનાનું છે, તે સામી ! હું એ તમારા કથનને વાંછું છું, હે સામી ! મેં તમારા એ કથનને તમારા મુખથી નીકળતાં જ સ્વીકારી લીધું છે, તે સામી ! તમારું મને ગમતું એ કથન મેં ફરી ફરીને વાંછેલ છે, જેમ તમે સ્વપ્નોના એ અર્થને બતાવો છો તેમ એ સાચા છે, એમ કરીને ત્રિશલા ક્ષત્રિયાણી સ્વપ્નોના અર્થને સારી રીતે સ્વીકારે છે, એ પ્રમાણે સ્વપ્નોના અર્થને • સારી રીતે સ્વીકારીને સિદ્ધાર્થ રાજાની રજા લઈ તે વિવિધ પ્રકારનાં જડેલાં મણિ અને રત્નોની ભાતવાળા અભુત ભદ્રાસન ઉપરથી ઊભી થાય છે, ઊભી થઈને ધીમે ધીમે અચપલપણે, ઉતાવળ વગરની વિલંબ કર્યા વગરની રાજહંસની જેવી ચાલથી ચાલતી એવી તે ત્રિશલા ક્ષત્રિયાણી જ્યાં પોતાનું બિછાનું છે ત્યાં આવી પહોંચે છે, ત્યાં આવી તે એમ કહેવા લાગી : * ૫૭. મને આવેલાં એ ઉત્તમ પ્રધાન મંગલરૂપ મહાસ્વપ્નો, બીજાં પાપસ્વપ્નો આવી જવાને લીધે નિષ્ફળ ન બને માટે મારે જાગતું રહેવું જોઈએ એમ કરીને તે, દેવ અને ગુરુજનને લગતી પ્રશંસાપાત્ર મંગલરૂપ ધાર્મિક અને સરસ વાતો વડે પોતાનાં એ મહાસ્વપ્નોની સાચવણ માટે જાગતી જાગતી રહેવા લાગી છે. ૫૮. ત્યાર બાદ સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રભાતના સમયમાં પોતાના કૌટુંબિક પુરુષોને સાદ દે છે, પોતાના કૌટુંબિક પુરુષોને સાદ દઈ તે આ પ્રમાણે બોલ્યો : હે દેવાનુપ્રિયે ! આજે બહારની આપણી બેઠકને Page #46 -------------------------------------------------------------------------- ________________ સવિશેષ રીતે જલદી સજાવવાની છે એટલે કે તેમાં સુગંધી પાણી છાંટવાનું છે, બરાબર સાફ કરીને તેને લીપવાની છે, ત્યાં ઉત્તમ સુગંધવાળાં પાંચ પ્રકારનાં પુષ્પો વેરવાનાં છે, કાળો અગર, ઉત્તમ કિંદરું અને તુર્કી ધૂપ સળગાવી તે આખી બેઠકને મઘમઘતી કરવાની છે તથા ઊંચે જતી સુગંધને લીધે તેને સુંદર બનાવવાની છે, જ્યાં ત્યાં સુગંધવાળાં ઉત્તમ ચૂર્ણો છાંટી તેને સુગંધ સુગંધ કરી મૂકવાની છે જાણે કે એ, કોઈ સુગંધી વસ્તુની ગોટી-ગોળી જ હોય એવી તેને સમજવાની છે; આ બધું ઝટપટ કરો, કરાવો અને કરીને તથા કરાવીને ત્યાં એક મોટું સિંઘાસણ મંડાવો, સિંઘાસણ મંડાવી તમે “મેં જે જે કહ્યું છે તે બધું કરી નાખ્યું છે. એ રીતે મારી આ આજ્ઞા મને તરત જ પાછી વાળો. ૫૯. ત્યાર પછી, સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે હુકમ કરેલા તે કૌટુંબિક પુરુષો રાજી રાજી થતા થાવત્ હૃદયમાં ઉલ્લાસ પામતા હાથ જોડીને વાવત્ અંજલિ કરીને “સ્વામી ! જેવી આપની આજ્ઞા' એમ કરીને રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી બહાર નીકળે છે, બહાર નીકળી જ્યાં બહારની બેઠક છે ત્યાં આવે છે, ત્યાં આવીને તરત જ એ બેઠને સવિશેષપણે સજાવવા મંડી પડે છે એટલે કે તે બેઠકમાં સુગંધી પાણીને છાંટવાથી માંડીને મોટું સિંઘાસણ મંડાવવા સુધીની તમામ સજાવટ કરી નાખે છે અને એ બધી સજાવટ પૂરી કરીને તે કૌટુંબિક પુરુષો જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે, ત્યાં આવીને દશે નખ ભેગા થાય એ રીતે બંને હથેળીઓને ભેળી કરી માથા ઉપર શિરસાવર્ત સાથેની અંજલિ કરી સિદ્ધાર્થ ક્ષત્રિયાની તે આજ્ઞા પાછી આપે છે એટલે હે સ્વામી ! અમે જેમ તેમ ફરમાવેલું તેમ બધું કરી આવ્યા છીએ એમ કહે છે. ૬૦. પછી, વળતે દિવસે સવારના પહોરમાં જયારે પોયણાં કોમળપણે પાંદડીએ પાંદડીએ ખીલવા માંડ્યાં છે, હરણાની આંખો કોમળપણે ધીરે ધીરે ઉઘડવા લાગી છે, ઊજળું પ્રભાત થવા આવ્યું છે, વળી, રાતા અશોકની પ્રજાના પુંજ સમાન, કેસુડાંના રંગ જેવો, પોપટની ચાંચ જેવો અને ચણોઠીના અડધા લાલ રંગ જેવો લાલચોળ તથા મોટાં મોટાં જળાશયોમાં ઉગેલાં કમળોને ખિલવનાર હજાર કિરણોવાળો તેજથી ઝળહળતો દિનકર સૂર્ય ઊગી ગયો છે ત્યારે સિદ્ધાર્થ ક્ષત્રિય બિછાનામાંથી ઊભા થાય છે. ૬૧. બિછાનામાંથી ઊભા થઈને પાવઠા ઉપર ઉતરે છે, પાવઠા ઉપરથી ઊતરીને જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે, ત્યાં આવીને વ્યાયામશાળામાં પ્રવેશ કરે છે, વ્યાયામશાળામાં પ્રવેશ કરીને અનેક પ્રકારના વ્યાયામો કરવા માટે શ્રેમ કરે છે, શરીરને ચોળે છે, પરસ્પર એકબીજાના હાથ પગ વગેરે અંગોને મરડે છે, મલ્લયુદ્ધ કરે છે અને વિવિધ પ્રકારનાં આસનો કરે છે, એ રીતે શ્રમ કરીને આખે શરીરે અને હાથ-પગ - ડોક – છાતી વગેરે અંગે અંગે થાકી ગયેલા તે સિદ્ધાર્થ ક્ષત્રિયને આખે શરીરે અને શરીરના અવયવે અવયવે પ્રીતિ ઉપજાવનારાં, સુંઘવા જેવાં સુગંધથી મઘમઘતાં, જઠરને તેજ કરનારાં, બળ વધારનાર, માદક, માંસ વધારનારા અને તમામ ઇન્દ્રિયોને તથા તમામ ગાત્રોને સુખમાં તરબોળ કરે તેવાં, સોવાર અને હજારવાર પકવેલાં એવાં શતપાક સહસ્રપાક વગેરે અનેક જાતનાં ઉત્તમ સુગંધવાળાં તેલો ચોપડવામાં આવ્યાં, પછી તળાઈ ઉપર ચામડું પાથરીને તે ઉપર બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને આપે ૩૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ શરીરે અને અવયવે અવયવે માલિશ કરવામાં નિપુણ, હાથે પગે સંપૂર્ણપણે કોમળ તળિયાંવાળા સુંવાળા, તેલ ચોપડવામાં, તેલની માલિશ કરવામાં, માલિશ કરેલું તેલ પરસેવા વાટે બહાર કાઢી નાખવામાં જે કાંઈ શરીરને ફાયદા છે તે તમામ ફાયદાના બરાબર જાણનારા, સમયના જાણકાર, કોઈ પણ કાર્યને વિના વિલંબે કરનારા, શરીરે પટ્ટા, કુશલ, બુદ્ધિશાળી અને થાકને જીતી ગયેલા એવા પુરુષોએ હાડકાંનાં સુખ માટે, માંસનાં સુખ માટે, ચામડીનાં સુખ માટે તથા રોમેરોમમાં સુખ થાય એ માટે એ ચારે પ્રકારની સુખકર અંગસેવા થાય તે નિમિત્તે તેલ વગેરેની માલિશ કરી અને સિદ્ધાર્થ ક્ષત્રિયનો તમામ થાક દૂર કરી નાખ્યો એટલે તે વ્યાયામશાળામાંથી બહાર નીકળે છે. ૬૨. વ્યાયામશાળામાંથી બહાર નીકળીને તે જ્યાં સ્નાનઘર છે ત્યાં આવે છે ત્યાં આવીને સ્નાનઘરમાં પેસે છે, સ્નાનઘરમાં પેસીને મોતીથી ભરેલાં અનેક જાળિયાંને લીધે મનોહર અને ભોંતળમાં વિવિધ મણિ અને રત્નો જડેલાં છે એવા રમણીય સ્નાનમંડપની નીચે ગોઠવવામાં આવેલા વિવિધ મણિ અને રત્નોના જડતરને લીધે ભાતવાળા બનેલા અદ્ભુત સ્નાનપીઠ ઉપર સુખે બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને ફૂલોના રસથી ભરેલાં એટલે અત્તર નાખેલાં પાણી વડે, ચંદન વગેરે નાખીને સુગંધવાળાં બનાવેલાં પાણી વડે, ઊનાં પાણી વડે, પવિત્ર તીર્થોમાંથી આણેલાં પાણી વડે અને ચોખ્ખાં પાણી વડે કલ્યાણકારી ઉત્તમ રીતે સ્નાનવિધિ પ્રમાણે સ્નાન કરાવવામાં કુશળ પુરુષોએ નવરાવ્યો તથા ત્યાં નાહતી વખતે બહુપ્રકારનાં રક્ષા વગેરેનાં સેંકડો કૌતુક તેના શરીર ઉપર કરવામાં આવ્યાં એ રીતે કલ્યાણકારી ઉત્તમ પ્રકારનો સ્નાનવિધિ પૂરો થતાં પુંછડાંવાળા, સુંવાળા સુગંધિત રાતા અંગોછા વડે તેના શરી૨ને લૂછી નાખવામાં આવ્યું. પછી તેણે ચોખ્ખું, ક્યાંય પણ ફાટ્યા તૂટ્યા વિનાનું ઘણું કિંમતી ઉત્તમ વસ એટલે ધોતિયું પહેર્યું, શરીર ઉપર સરસ સુગંધિત ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો, પવિત્ર માળા પહેરી તથા શરીર ઉપર કેસર મિશ્રિત સુગંધિત ચૂર્ણ છાંટ્યું, મણિથી જડેલાં સોનાનાં આભૂષણો પહેર્યાં એટલે અઢાર સેરવાળો હાર, નવ સેરો અર્ધહાર, ત્રણ સે૨વાળું ડોકિયું. લટકતું ઝૂમણું અને કેડમાં કંદોરો વગેરે પહેરીને એ સુશોભિત બન્યો. વળી, તેણે ડોકમાં આવનારાં તમામ ઘરેણાં પહેર્યાં, આંગળીમાં સુંદર વીંટીઓ પહેરી, ફૂલો ભરાવીને વાળને સુશોભિત બનાવ્યા, ઉત્તમ કડાં અને બાજુબંધ પહેરવાથી તેની બંને ભુજાઓ સજ્જડ થઈ ગઈ, એ રીતે તે, અધિકરૂપને લીધે શોભાવાળો બન્યો, કુંડળો પહેરવાથી મુખ ચમકવા લાગ્યું, મુગટ મૂકવાથી માથું દીપતું થયું, હૃદય હારથી ઢંકાયેલું હોઈ તે સવિશેષ દેખાવડું થયું, વીંટીઓ પહેરવાથી પીળી લાગતી આંગળીઓ ચમકવા લાગી, આ બધું પહેર્યા પછી તેણે લાંબા લટકતા કપડાનો ખેસ પોતાના અંગ ઉપર સરસ રીતે નાખ્યો અને છેક છેલ્લે તે સિદ્ધાર્થ ક્ષત્રિયે નિપુણ કારીગરે બનાવેલા વિવિધ મણિ સુવર્ણ અને રત્નોથી જડેલાં વિમળ બહુમૂલાં, ચચકતાં બનાવેલાં, મજબૂત સાંધાવાળાં ઉત્તમ પ્રકારનાં ઘણાં સુંદર વીરવલયો પહેર્યાં. વધારે વર્ણન શું કરવું ? જાણે કે તે રાજા-સિદ્ધાર્થ ક્ષત્રિય – સાક્ષાત્ કલ્પવૃક્ષ જ હોય એમ અલંકૃત અને વિભૂષિત બન્યો. આવા સિદ્ધાર્થ રાજાના માથા ઉપર છત્રધરોએ કોરંટના ફૂલોની માળાઓ લટકાવેલું છત્ર ધર્યું અને સાથે જ તે ધોળાં ઉત્તમ ચામરોથી વીંજાવા લાગ્યો, તેને જોતાં જ લોકો ‘જય જય’ એવો મંગળનાદ કરવા લાગ્યા. એ રીતે સજ્જ થયેલો, અનેક ગણનાયકો, દંડનાયકો, રાજાઓ, ઈશ્વરો - યુવરાજો, રાજાએ પ્રસન્ન થઈને જેમને પટ્ટો બંધાવેલો છે તે તલવરોરાજસ્થાનીય પુરુષો, મડંબના માલિકો, કૌટુંબિકો, મંત્રીઓ, મહામંત્રીઓ, ગણકો, દ્વારપાળો, અમાત્યો, ૩૮ Page #48 -------------------------------------------------------------------------- ________________ ચેટો, પીઠમર્દકો - મિત્ર જેવા સેવકો, કર ભરનારા નગરના લોકો, વહેવારિયા લોકો - વાણિયાઓ, શ્રીદેવીના છાપવાળો સોનાનો પટ્ટો માથા ઉપર પહેરનારા શેઠ લોકો, મોટા મોટા સાર્થવાહ લોકો, દૂતો અને સંધિપાળોથી વીંટાયેલો જાણે કે ધોળા મહામેઘમાંથી ચંદ્ર નીકળ્યો હોય તેમ તથા ગ્રહો, દીપતાં નક્ષત્રો અને તારાઓ વચ્ચે જેમ ચંદ્ર દીસતો લાગે તેમ તે તમામ લોકોની વચ્ચે દીસતો લાગતો, ચંદ્રની પેઠે ગમી જાય એવો દેખાવડો તે રાજા સ્નાનઘરમાંથી બહાર નીકળ્યો. ૬૩. સ્નાનધરમાંથી બહાર નીકળીને જ્યાં બહારની બેઠક છે ત્યાં તે આવ્યો, ત્યાં આવીને સિંધાસણ ઉપર પૂર્વદિશામાં મુખ રહે એ રીતે બેઠો, બેસીને પોતાથી ઉત્તરપૂર્વના દિશાભાગમાં એટલે ઈશાન ખૂણામાં તેણે ધોળાં કપડાંથી ઢંકાયેલાં તથા જેમની ઉપર સરસવ વેરીને માંગલિક ઉપચાર કરવામાં આવેલ છે એવાં આઠ ભદ્રાસનો મંડાવ્યાં, એમ આઠ ભદ્રાસનો મંડાવીને પછી વળી, પોતાથી બહુ દૂર તેમ બહુ નજીક નહીં એમ વિવિધ મણિ અને રત્નોથી ભરેલો ભારે દેખાવડો મહામૂલો, ઉત્તમનગરમાં બનેલો અથવા ઉત્તમ વીંટણામાંથી બહાર નીકળેલો, પારદર્શક-આરપાર દેખાય એવા આછા કપડામાંથી નીપજાવેલો, સેંકડો ભાતવાળો, વિવિધ ચિત્રોવાળો એટલે વૃક, બળદ, ઘોડો, પુરુષ, મગર, પક્ષી, સાપ કિન્નર વિશેષ પ્રકારનો મૃગ, અષ્ટાપદ ચમરી ગાય, હાથી, વનલતા અને કમળવેલ વગેરેની ભાતવાળાં ચિત્રોવાળો એવો બેઠકની અંદર એક પડદો તણાવે છે, એવો પડદો તણાવીને પડદાની અંદર વિવિધ મણિ અને રત્નોથી જડેલું ભાતવાળું અદ્ભુત, તકિયો અને સુંવાળી કોમળ ગાદીવાળું, ધોળાં કપડાંથી ઢાંકેલું, ઘણું કોમળ, શરીરને સુખકારી સ્પર્શવાળું ઉત્તમ પ્રકારનું એક ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને બેસવા માટે મંડાવે છે. ૬૪. એવું ભદ્રાસન મંડાવીને તે સિદ્ધાર્થ ક્ષત્રિય કૌટુંબિક પુરુષોને બોલાવે છે, કૌટુંબિક પુરુષોને બોલાવીને તે આ પ્રમાણે બોલ્યા : હે દેવાનુપ્રિયો ! તમે તરત જ જાઓ અને જેઓ અષ્ટાંગમહાનિમિત્તનાં શાસ્ત્રોના અર્થના પારગામી છે, વિવિધ શાસ્ત્રોમાં કુશળ છે તેવા સ્વપ્નલક્ષણપાઠકોને એટલે સ્વપ્નોનું ફળ કહી શકે તેવા પંડિતોને બોલાવી લાવો. ૬૫. ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપર કહ્યો એ પ્રમાણેનો હુકમ ફરમાવેલ છે એવા તે કૌટુંબિક પુરુષો રાજી થયા અને તેમનું હૃદય પ્રફુલ્લિત થયું તથા તેઓ બે હાથ જોડીને રાજાની આજ્ઞાને વિનયનું વચન બોલીને સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળ્યા, નીકળીને તેઓ કુંડગ્રામનગરની વચ્ચોવચ્ચ થતા જ્યાં સ્વપ્નલક્ષણપાઠકોનાં ઘરો છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ સ્વપ્નલક્ષણપાઠકોને બોલાવે છે. ૬૬. ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુરુષો બોલાવેલા તે સ્વપ્નલક્ષણ પાઠકો હર્ષવાળા થયા, તોષવાળા થયા અને યાવત્ રાજી રાજી થવાથી તેમનું હૃદય વેગવાળું બન્યું. તે સ્વપ્નલક્ષણપાઠકો ન્હાયા, બલિકર્મ કર્યું, તેમણે અનેક કૌતુકો એટલે ટીલાંટપકાં અને મંગલકર્મો-પ્રાયશ્ચિતો કર્યાં. પછી તેમણે ચોખ્ખાં અને બહાર જવાનાં એટલે રાજસભા વગેરેમાં જવા સારુ પહેરવા જેવાં મંગલરૂપ ઉત્તમ વસ્ત્રો પહેર્યાં, વજનમાં ભારે નહીં પણ કિંમતમાં ભારે-મોંઘાં ઘરેણાં પહેરીને તેઓએ ૩૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ શરીરને શણગાર્યું અને માથા ઉપર ધોળા સરસવ તથા ધરોને શુકન માટે મૂકીને તે સ્વપ્નલક્ષણપાઠકો પોતપોતાના ઘરોમાંથી બહાર નીકળે છે. ૬૭. બહાર નીકળીને તેઓ ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરની વચ્ચોવચ્ચ થતા જ્યાં સિદ્ધાર્થ રાજાના ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ બધા ભેગા થાય છે, તેઓ બધા ભેગા થઈ ગયા પછી જ્યાં બહારની બેઠક છે અને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં તેઓ આવે છે. તેઓ ત્યાં આવીને પોતપોતાના બંને હાથ જોડી અંજલિ કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયને “જય થાઓ વિજય થાઓ” એમ બોલીને વધાવે છે. ૬૮. ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ તે સ્વપ્નલક્ષણપાઠકોને વંદન કર્યું, તેમનાં પૂજન સત્કાર અને સંમાન કર્યા પછી તેઓ તેમને માટે અગાઉથી ગોઠવી રાખેલાં એક એક ભદ્રાસનમાં બેસી જાય છે. ૬૯. પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પડદામાં બેસાડે છે, બેસાડીને હાથમાં ફૂલફળ લઈને વિશેષ વિનય સાથે તે સ્વપ્નલક્ષણપાઠકોને સિદ્ધાર્થ ક્ષત્રિયે આ પ્રમાણે કહ્યું : હે દેવાનુપ્રિયો ! ખરેખર એમ છે કે આજે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ બિછાનામાં સૂતી જાગતી ઊંઘતી ઊંઘતી પડેલી હતી તે વખતે આ આ પ્રકારનાં ઉદાર-મોટાં ચૌદ મહાસ્વપ્નોને જોઈને તે જાગી ગઈ. તે જેમકે, હાથી, વૃષભ વગેરેનાં સ્વપ્નો હતાં. તો હે દેવાનુપ્રિયો ! એ ઉદાર ચૌદ મહાસ્વપ્નોનું હું માનું છું કે કોઈ વિશેષ પ્રકારનું કલ્યાણકારી ફળ થવું જોઈએ. ૭૦. ત્યારપછી તે સ્વપ્નલક્ષણપાઠકો સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી એ હકીક્ત સાંભળીને સમજીને રાજી રાજી થયા અને તેમનું હૃદય પણ પ્રફુલ્લ બન્યું. તેઓએ એ સ્વપ્નોને પ્રથમ તો સાધારણપણે સમજી લીધાં, પછી તેઓ તેમના વિશે વિશેષ વિચાર કરવા લાગ્યા, એમ કરીને તેઓ પરસ્પર એકબીજા એ વિશે વાતચીત કરવા લાગ્યા - એકબીજાનો મત પૂછવા-જાણવા લાગ્યા. એમ કર્યા પછી તેઓ તે સ્વપ્નોનો અર્થ પામી ગયા, તે સ્વપ્નોનો અર્થ તેઓ એકબીજા પરસ્પર જાણી ગયા, એ વિશે એક બીજાએ પરસ્પર પૂછી લીધું, નિશ્ચય ઉપર આવી ગયા અને તે બધા એ સ્વપ્નો વિશે એકમત થઈ પાકા નિશ્ચય ઉપર આવી ગયા. પછી તેઓ સિદ્ધાર્થ રાજાની સામે સ્વપ્ન શાસ્ત્રોનાં પ્રમાણભૂત વચનો બોલતા બોલતા સિદ્ધાર્થ ક્ષત્રિયને આ પ્રમાણે કહેવા લાગ્યા. ૭૧. હે દેવાનુપ્રિય ! ખરેખર એમ છે કે અમારાં સ્વપ્નશાસ્ત્રમાં બેંતાળીશ સ્વપ્નો કહેલાં છે, તથા ત્રીસ મોટાં સ્વપ્નો કહેલાં છે, એમ બધાં મળીને બહોતેર સ્વપ્નો જણાવેલાં છે. તેમાંથી હે દેવાનુપ્રિય ! અરહંતની માતાઓ અને ચક્રવર્તીની માતાઓ જ્યારે અરહંત ગર્ભમાં આવેલા હોય છે અને ચક્રવર્તી ગર્ભમાં આવેલા હોય છે ત્યારે એ ત્રીસ મોટાં સ્વપ્નોમાંથી આ ચૌદ મોટાં સ્વપ્નોને જોઈને જાગી જાય છે. તે જેમ કે, પહેલો હાથી અને બીજો વૃષભ વગેરે. ૭૨. વાસુદેવની માતાઓ વળી જ્યારે વાસુદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચૌદ મોટાં સ્વપ્નોમાંથી ગમે તે સાત મોટાં સ્વપ્નોને જોઈને જાગી જાય છે. ૭૩. વળી, બળદેવની માતાઓ જ્યારે બળદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચૌદ મોટાં ૪૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નોમાંથી ગમે તે ચાર મોટાં સ્વપ્નોને જોઈને જાગી જાય છે. ૭૪. માંડલિક રાજાની માતાઓ વળી, જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચૌદ મોટાં સ્વપ્નોમાંથી ગમે તે એક મહાસ્વપ્નને જોઈને જાગી જાય છે. ૭૫. હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ આ એ ચૌદ મહાસ્વપ્નો જોયેલાં છે તો તે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ એ ઉદાર સ્વપ્નો જોયાં છે, હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ યાવતું મંગલકારક સ્વપ્નો જોયાં છે. તો જેમકે, હે દેવાનુપ્રિય ! અર્થનો લાભ થવાનો, હે દેવાનુપ્રિય ! ભોગનો લાભ થવાનો, હે દેવાનુપ્રિય ! પુત્રનો લાભ થવાનો, હે દેવાનુપ્રિય ! સુખનો લાભ થવાનો, હે દેવાનુપ્રિય ! રાજયનો લાભ થવાનો, હે દેવાનુપ્રિય ! એમ ખરેખર છે કે ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા પછી તમારા કુલમાં ધ્વજ સમાન, કુલમાં દીવા સમાન, કુલમાં પર્વત સમાન, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન તથા કુલની કીર્તિ વધારનાર, કુલમાં સમૃદ્ધિ લાવનાર, કુલનો જશ ફેલાવનાર, કુલના આધાર સમાન, કુલમાં વૃક્ષ સમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર એવા તથા હાથે-પગે સુકુમાળ, પૂરેપૂરી પાંચ ઇંદ્રિયોવાળા શરીરથી યુક્ત-જરા પણ ખોડખાંપણ વિનાના, લક્ષણ વ્યંજન અને ગુણોથી યુક્ત, માન વજન અને ઊંચાઈમાં પૂરેપૂરા, સર્વાંગસુંદર, ચંદ્ર સમાન સૌમ્ય આકારવાળા, મનોહર, જોતાં જ ગમી જાય તેવા સુંદર રૂપવાળા પુત્રને જન્મ આપશે. ૭૬. વળી, તે પુત્ર પણ બાળપણ વીતાવ્યા પછી જયારે ભણીગણીને પરિપક્વ જ્ઞાનવાળો થશે અને યૌવનને પામેલો હશે ત્યારે એ શૂરો વીર અને ભારે પરાક્રમી થશે, એની પાસે વિશાળ વિસ્તારવાળાં સેના અને વાહનો હશે અને તે, ચારે સમુદ્રના છેડાથી સુશોભિત એવા આ ભૂમંડળનો ચક્રવર્તી રાજયપતિ રાજા થશે અથવા ત્રણલોકનો નેતા, ધર્મનો ચક્રવર્તી-ધર્મચક્ર પ્રવર્તાવનાર એવો જિન થશે. તો તે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉદાર સ્વપ્નો જોયેલાં છે યાવત્ હે દેવાનુપ્રિય ! એ સ્વપ્નો આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરાવે એવાં, દીર્ઘ આયુષ્યનાં સૂચક, કલ્યાણ અને મંગળ કરનારાં એવાં ત્રિશલા ક્ષત્રિયાણીએ જોયેલાં છે. ૭૭. ત્યારપછી તે સિદ્ધાર્થ રાજા તે સ્વપ્નલક્ષણપાઠકો પાસેથી સ્વપ્નોને લગતી એ વાતને સાંભળીને સમજીને રાજી રાજી થઈ ગયો, ખુબ તુષ્ટિ પામ્યો અને હર્ષને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું. તેણે પોતાના બંને હાથ જોડીને તે સ્વપ્નલક્ષણપાઠકોને આ પ્રમાણે કહ્યું : ૭૮. હે દેવાનુપ્રિયો ! જે તમે કહેલ છે એ એમ જ છે, તે પ્રકારે જ છે, એમાં કશી વિતથા નથી જ. હે દેવાનુપ્રિયો ! તમારું એ કથન અમે ઇચ્છેલું જ હતું, સ્વીકારેલું જ હતું, તમારું એ કથન અમને ગમે એવું જ થયું છે અને અમે એને બરાબર એ રીતે કબુલ કરેલ છે, હે દેવાનુપ્રિયો ! એ વાત સાચી છે જે તમોએ કહેલી છે, એમ કરીને તે, એ સ્વપ્નોને લગતી કહેલી બધી હકીકતને વિનય સાથે સારી રીતે સ્વીકારે છે, એમ સ્વીકારીને તે સ્વપ્નલક્ષણપાઠકોનો તેણે ઘણો આદરસત્કાર કર્યો એટલે તેમને વિપુલ ભોજન આપ્યું. ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ પુષ્પો, સુગંધી ચૂર્ણો, વસ્ત્રો, માળાઓ, ઘરેણાં વગેરે આપીને તેમનો ભારે સત્કાર કર્યો, સમાન કર્યું, એમ સત્કાર સંમાન કરીને તેણે તેમને આખી જિંદગી સુધી પહોંચે એવું ભારે પ્રીતિદાન આપ્યું, એવું જિંદગી સુધી પહોંચે એવું ભારે પ્રીતિદાન આપીને તેણે તે સ્વપ્નલક્ષણપાઠકોને માનભરી વિદાય આપી. ૭૯. પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય પોતાના સિંઘાસણ ઉપરથી ઊભો થાય છે, સિંઘાસણ ઉપરથી ઊભો થઈને જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી પડદામાં બેઠેલાં છે ત્યાં આવે છે. ત્યાં આવીને તેણે ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું : ૮૦. “હે દેવાનુપ્રિયે !” એમ કહીને સ્વપ્નશાસ્ત્રમાં બેંતાળીશ સ્વપ્નો કહેલાં છે ત્યાંથી માંડીને માંડલિક રાજા ગર્ભમાં આવેલો હોય ત્યારે તેની માતા એ ત્રીશ મહાસ્વપ્નોમાંનું ગમે તે એક મહાસ્વપ્ન જોઈને જાગી જાય છે ત્યાં સુધીની જે બધી હકીકત એ સ્વપ્નલક્ષણપાઠકોએ કહેલી હતી તે બધી ત્રિશલા ક્ષત્રિયાણીને કહી સંભળાવે છે. ૮૧. વળી, હે દેવાનુપ્રિયે ! તમે તો આ ચૌદ મહાસ્વપ્નો જોયેલાં છે, તો “એ બધાં સ્વપ્નો ભારે મોટાં છે ત્યાંથી માંડીને ‘તમે ત્રણ લોકનો નાયક, ધર્મચક્રને પ્રવર્તાવનાર એવા જિન થનાર પુત્રને જન્મ આપશો' ત્યાં સુધીની તમામ હકીકત ત્રિશલા ક્ષત્રિયાણીને કહી બતાવે છે. ૮૨. ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાતને સાંભળીને સમજીને ખુશખુશાલ થઈ ગઈ, ભારે સંતોષ પામી અને રાજીરાજી થવાથી તેનું હૃદય ધડકવા લાગ્યું. પછી તે, પોતાના બંને હાથ જોડીને યાવત્ તે સ્વપ્નોના અર્થને સારી રીતે સ્વીકારે છે. ૮૩. સ્વપ્નોના અર્થને સારી રીતે સ્વીકારીને પછી સિદ્ધાર્થ રાજાની રજા મેળવી તેણી વિવિધ મણિ અને રત્નના જડતરને લીધે ભાતિગળ બનેલા અદ્ભૂત ભદ્રાસન ઉપરથી ઊભી થાય છે, ઊભી થઈને ઉતાવળ વિના, ચપળતારહિતપણે, વેગ વગર, વિલંબ ન થાય એ રીતે રાજહંસ જેવી ગતિએ તેણી જ્યાં પોતાનું ભવન છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેણીએ પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. ૮૪. જયારથી માંડીને શ્રમણ ભગવાન મહાવીરને તે જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા છે, ત્યારથી વૈશ્રમણને-કુબેરને-તાબે રહેનારા તિર્યલોકમાં વસનારા ઘણા જૈભક દેવો ઇંદ્રની આજ્ઞાને લીધે જે આ જુનાં પુરાણાં મહાનિધાનો મળી આવે છે તે તમામને લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠલવવા લાગ્યા. મળી આવતાં જૂનાં-પુરાણાં મહાનિધાનોની -મોટા મોટા ધનભંડારોની હકીકત આ પ્રમાણે છે : ને ધનભંડારોનો હાલ કોઈ ધણીધોરી રહ્યો નથી, એ ધનભંડારોમાં હવે કોઈ વધારો કરનાર રહ્યું નથી. એ ધનભંડારો જેમનાં છે તેમનાં ગોત્રોનો પણ કોઈ હવે હયાત રહ્યો જણાતો નથી તેમ તેમનાં ઘરો પણ પડી ખંડેર પાદર થઈ ગયા જેવાં છે, એ ધનભંડારોના સ્વામીઓનો ઉચ્છેદ જ થઈ ગયેલ છે, એ ધનભંડારોમાં હવે કોઈ વધારો કરનારાનો પણ ઉચ્છેદ જ થઈ ગયેલ છે અને એ ધનભંડારોના માલિકોનાં ગોત્રોનો પણ ઉચ્છેદ થઈ ગયો છે તથા તેમના ઘરોનું પણ નામનિશાન સુદ્ધાં રહ્યું જણાતું નથી એવા ધનભંડારો ક્યાંય ગામડાઓમાં, ક્યાંય અગરોમાં – ખાણોમાં, ક્યાંય નગરોમાં, ક્યાંય ખેડાઓમાં-ધૂળિયા Page #52 -------------------------------------------------------------------------- ________________ ગઢવાળાં ગામોમાં, ક્યાંય નગરની હારમાં ન શોભે એવાં ગામોમાં, ક્યાંય જેમની આસપાસ ચારે બાજુ બબે ગાઉમાં જ કોઈ ગામ હોય છે એવા ગામડાઓમાં - મડંબોમાં, ક્યાંય જ્યાં જળમાર્ગ છે અને સ્થળમાર્ગ પણ છે એવા બંદરોમાં - દ્રોણમુખોમાં, ક્યાંય એકલો જળમાર્ગ કે સ્થળમાર્ગ છે એવાં પાટણોમાં, ક્યાંય આશ્રમોમાં એટલે તીર્થસ્થાનોમાં કે તાપસના મઠોમાં, ક્યાંય ખળાઓમાં અને ક્યાંય સંનિવેશોમાં મોટા મોટા પડાવોનાં સ્થાનોમાં દટાયેલાં હોય છે. વળી, એ ધનભંડારો ક્યાંય સિંગોડાના ઘાટના રસ્તાઓમાં દટાયેલા જડે છે, ક્યાંય ત્રિભેટાઓમાં, ક્યાંય ચાર રસ્તા ભેગા થાય એવા ચોકોમાં, ક્યાંય ચારે બાજુ ખુલ્લી હોય એવાં ચતુર્મુખ સ્થળોમાં એટલે દેવળોનાં કે છત્રીઓનાં સ્થાનોમાં, મોટા મોટા ધોરી રસ્તાઓમાં, ઉજ્જડ ગામડાઓની જગ્યાઓમાં, ઉજ્જડ નગરોની જગ્યાઓમાં, ગામની અને નગરની ખાળોવાળી જગ્યામાં, હાટો-દુકાનો-જ્યાં હોય તે જગ્યાએ, દેવળો, ચોરાઓ, પાણી પીવાની પરબો અને બાગબગીચાઓની જગ્યાઓમાં તથા ઉજાણી કરવાની જગ્યાઓમાં, વનોમાં, વનખંડોમાં, મસાણોમાં, સૂનાં ઘરોમાં, પર્વતની ગુફાઓમાં, શાંતિઘરોમાં એટલે કે જ્યાં બેસીને શાંતિકર્મ કરવામાં આવે છે તેવાં સ્થળોમાં, પર્વતમાં કોરી કાઢેલાં લેણોમાં, સભા ભરવાની જગ્યાઓમાં અને જ્યાં ખેડૂતો રહે છે એવાં ઘરોવાળી જગ્યાએ દટાયેલાં હોય છે. તે તમામ ધનભંડારોને ભૂંભક દેવો તે તે જગ્યાએથી ખોળી કાઢી લાવીને સિદ્ધાર્થ રાજ્ય ભવનમાં ઠલવે છે - મૂકે છે. ૮૫. વળી, જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે રાતથી આખું જ્ઞાતકુળ રૂપાથી વધવા માંડ્યું, સોનાથી વધવા માંડ્યું, ધનથી, ધાન્યથી, રાયથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનથી, ભંડારોથી, કોઠારોથી, નગરથી, અંતઃપુરથી, જનપદથી અને જશકીર્તિથી વધવા લાગ્યું તેમ જ વિપુલ-બહોળાં ધન-ગોકુળ વગેરે, કનક, રતન, મણિ, મોતી, દક્ષિણાવર્તશંખ, રાજપટ્ટો-શિલા, પરવાળાં, રાતાં રતન-માણેક એવાં ખરેખરાં સાચુકલાં ધન વગેરે એ જ્ઞાતકુળમાં વધવા લાગ્યાં અને જ્ઞાતકુળમાં પરસ્પર પ્રીતિ આદર-સત્કાર પણ ઘણો ઘણો ખૂબ વધવા માંડ્યો. ૮૬. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતાના મનમાં આ આ પ્રકારે વિચાર ચિતવન અભિલાષારૂપ મનોગત સંકલ્પ આવ્યો કે, જ્યારથી અમારો આ દીકરો કૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી અમે હિરણ્ય-ચાંદી-થી વધીએ છીએ, સોનાથી વધીએ છીએ, એ જ રીતે ધનથી, ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનોથી, ધનભંડારથી, કોઠારથી, પુરથી, અંતપુરથી, જનપદથી તથા જશકીર્તિથી વધીએ છીએ તથા બહોળાં ધન, કનક, રતન, મણિ, મોતી, શંખો, શિલા, પરવાળાં અને માણેક વગેરે ખરેખરું સાચું ધન અમારે ત્યાં વધવા માંડ્યું છે તથા અમારા આખા જ્ઞાતકુળમાં પરસ્પર એકબીજામાં પ્રીતિ ખૂબ ખૂબ વધી ગઈ છે અને એક બીજા તરફનો આદર-સત્કાર પણ ભારે વધવા લાગ્યો છે તેથી જ્યારે અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે આ દીકરાનું એ બધી વૃદ્ધિને મળતું આવે એવું, એના ગુણોને અનુસરતું, એના ગુણોથી ઉપજાવેલું એવું નામ વર્ધમાન (વર્ધમાન એટલે વધતો વધતો) કરીશું. ૮૭. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર માતા તરફ પોતાની ભક્તિ બતાવવા માટે એટલે ગર્ભમાં પોતે હલેચલે તો માતાને દુઃખ થાય એમ સમજી માતાને પોતાના હલનચલનથી દુ:ખ ન થાય તે ૪૩ For Private Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ માટે નિશ્ચલ થઈ ગયા, જરા પણ હલતા બંધ થઈ ગયા, અકંપ બની ગયા, એમણે પોતાનાં અંગો અને ઉપાંગો સંકોડી લીધાં અને એ રીતે એ, માતાની કૂખમાં પણ અત્યંત ગુપ્ત થઈને રહેવા લાગ્યા. ૮૮. ત્યારપછી તે ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં આ આ પ્રકારનો વિચાર આવ્યો કે મારો તે ગર્ભ હરાઈ ગયો છે, મારો તે ગર્ભ મરી ગયો છે. મારો તે ગર્ભ સુઈ ગયો છે, અને મારો તે ગર્ભ ગળી ગયો છે. કારણ કે મારો એ ગર્ભ પહેલાં હલતો હતો હવે હલતો નથી. એમ વિચારીને તે કલુષિત વિચારવાળી ચિંતા ને શોકના દરિયામાં ડૂબી ગઈ. હથેળી ઉપર મોટું રાખીને આર્તધ્યાનને પામેલી તે ભૂમિ ઉપર નીચી નજર કરીને ચિંતા કરવા લાગી છે અને તે સિદ્ધાર્થ રાજાનું આખું ઘર પણ શોક છાયેલું થઈ ગયું છે. એટલે કે જ્યાં પહેલાં મૃદંગો, વણાઓ વગેરે વાદ્યો વાગતાં હતાં, લોકો રાસ લેતા હતા, નાટકીયાઓ નાટક કરતા હતા, બધે વાહ વાહ થઈ રહી હતી, ત્યાં હવે બધું સૂમસામ થઈ ગયું છે, અને એ આખું ઘર ઉદાસ થઈ ગયેલું રહે છે. ૮૯. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર માતાના મનમાં થયેલો આ આ પ્રકારનો વિચારચિંતવન-અભિલાષારૂપ-મનોગત - સંકલ્પ જાણીને પોતે પોતાના શરીરના એક ભાગથી કંપે છે. ૯૦. ત્યારપછી તે ત્રિશલા ક્ષત્રિયાણી રાજી રાજી થઈ ગઈ, તુષ્ટ થઈ ગઈ અને રાજી થવાને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું, એવી રાજી થયેલી તે આ પ્રમાણે બોલી : ખરેખર મારો ગર્ભ હરાયો નથી, યાવત્ મારો ગર્ભ ગળ્યો પણ નથી, મારો ગર્ભ પહેલાં હલતો નહોતો તે હવે હલવા લાગ્યો છે. એમ કરીને તે ખુશ થયેલી અને સંતોષ પામેલી ત્રિશલા ક્ષત્રિયાણી એમ રહેવા લાગે છે. ૯૧. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર ગર્ભમાં રહેતાં રહેતાં જ આ જાતનો અભિગ્રહ-નિયમ સ્વીકારે છે, કે જયાં સુધી માતાપિતા જીવતાં હોય ત્યાં સુધી મારે મુંડ થઈને ઘરવાસ તજીને અનગારીપણાની દીક્ષા લેવાનું ખપે નહિ. ૯૨. પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી નહાઈ, બલિકર્મ કર્યું, કૌતુક અને મંગલ પ્રાયશ્ચિત્તો કર્યા. તમામ અલંકારોથી ભૂષિત થઈને તે ગર્ભને સાચવવા લાગી એટલે કે તેણીએ અતિશય ઠંડાં, અતિશય ઊનાં, અતિશય તીખાં, અતિશય કડવાં, અતિશય તરાં, અતિશય ખાટાં, અતિશય ગળ્યાં, અતિશય ચીકણાં, અતિશય લુખાં, અતિશય ભીનાં, અતિશય સૂકાં ભોજન, વસ્ત્ર, ગંધ અને માળાઓ તજી દીધા અને ઋતને યોગ્ય સુખ આપે એવાં ભોજન, વસ્ત્ર, ગંધ અને માળાઓ ધારણ કરતી તે રોગ વગરની. શોક વગરની, મોહ વગરની, ભય વગરની અને ત્રાસ વગરની બનીને રહેવા લાગી તથા તે ગર્ભ માટે જે કાંઈ હિતકર હોય તેનો પણ પરિમિત રીતે પથ્યપર્વક ગર્ભનું પોષણ થાય એ રીતે ઉપયોગ લાગી તથા ઉચિત સ્થળે બેસીને અને ઉચિત સમય જાણીને ગર્ભને પોષે એવો આહાર લેતી તે દોષ વગરના કોમળ એવાં બિછાનાં ને આસનો વડે એકાંતમાં સુખરૂપે મનને અનુકૂળ આવે એવી વિહારભૂમિમાં રહેવા લાગી. એને પ્રશસ્ત દોહદો થયા. તે દોહદો સંપૂર્ણ રીતે પૂરવામાં આવ્યા. એ દોહદોનું પૂરું વવામાં આવ્યું, એ દોહદોનું જરાપણ અપમાન થવા દેવામાં ન આવ્યું. એ રીતે તેનું પૂર્ણ વાંછિત સિદ્ધ થવાથી દોહદો શમી ગયા છે. અને હવે દોહદ થતા અટકી ગયા છે એવી તે સુખે સુખે ટેકો ४४ Page #54 -------------------------------------------------------------------------- ________________ લઈને બેસે છે, સૂવે છે, ઊભી રહે છે, આસન ઉપર બેસે છે, પથારીમાં આળોટે છે, એ રીતે તે, તે ગર્ભને સુખે સુખે ધારણ કરે છે. ૯૩. તે કાલે તે સમયે ગ્રીષ્મઋતુ ચાલતી હતી તેનો જે તે પ્રથમ માસ એટલે ચૈત્ર માસ અને તે ચૈત્ર માસનો બીજો પક્ષ એટલે ચૈત્ર માસનો શુદ્ધ પક્ષ પ્રવર્તતો હતો, તે ચૈત્ર માસના શુદ્ધ પક્ષનો તેરમો દિવસ એટલે ચૈત્ર શુ. દિ. તેરશને દિવસે બરાબર નવ મહિના તદ્દન પૂરા થયા હતા અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા હતા, ગ્રહો બધા ઉચ્ચ સ્થાનમાં આવેલા હતા, ચંદ્રનો પ્રથમ યોગ ચાલતો હતો, દિશાઓ બધી સૌમ્ય, અંધકાર વિનાની અને વિશુદ્ધ હતી, શુકનો બધાં જયવિજયનાં સૂચક હતાં,પવન જમણી તરફનો અનુકૂળ અને ભોંને અડીને ધીરે ધીરે વાતો હતો, મેદિની બરાબર ધાન પાકી જવા ઉ૫૨ આવવાને લીધે નીપજેલી હતી, દેશના તમામ લોકો પ્રમોદવાળા બની રમતગમતમાં ગુલતાન હતા તેવે સમયે લગભગ મધરાતના વખતે હસ્તોત્તરા નક્ષત્રનો એટલે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો યોગ આવતાં ત્રિશલા ક્ષત્રિયાણીએ આરોગ્ય આરોગ્યપૂર્વક પુત્રને જન્મ આપ્યો. ૯૪. જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જન્મ્યા તે રાત, ઘણા દેવો અને દેવીઓ નીચે આવતા તથા ઉપર જતા હોવાથી ભારે ઘોંઘાટવાળી અને કોલાહલવાળી પણ હતી. ૯૫. જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જન્મ્યા તે રાતે કુબેરની આજ્ઞામાં રહેતા તિરછા લોકમાં વસતા ઘણા ભૂંભક દેવોએ સિદ્ધાર્થરાજાના ભવનમાં હિરણ્યનો વરસાદ અને સુવર્ણનો વરસાદ, રતનોનો વરસાદ અને વજોનો વરસાદ, વસ્ત્રોનો વરસાદ અને ઘરેણાંનો વરસાદ, પાંદડાંનો વરસાદ અને ફૂલોનો વરસાદ, ફળોનો વરસાદ અને બીજોનો વરસાદ, માળાઓનો વરસાદ અને સુગંધોનો વરસાદ, વિવિધ રંગોનો વરસાદ અને સુગંધિત ચૂર્ણોનો વરસાદ વરસાવ્યો, વસુધા૨ા વરસાવી એટલે ધનનો રેલમછેલ વરસાદ વરસાવ્યો. ૯૬. ત્યાર પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય, ભવનપનિ વાનવ્યંતર જ્યોતિષિક અને વૈમાનિક દેવોએ તીર્થંકરનો જન્માભિષેક મહિમા કર્યા પછી, સવારના પહોરમાં નગરના રખેવાળોને બોલાવે છે, નગરના રખેવાળોને બોલાવીને તે આ પ્રમાણે બોલ્યો : ૯૭. તરત જ હે દેવાનુપ્રિયો ! કુંડપુર નગરની જેલને સાફ કરી નાખો એટલે તમામ બંદીવાનોને છોડી મૂકી જેલને ખાલીખમ ચોખ્ખી કરી નાખો, જેલને સાફ કર્યા પછી તોલમાપને માપાં અને તોલાંને - વધારી ઘો, તોલમાપને વધાર્યા પછી કુંડપુર નગરમાં અંદર અને બહાર પાણી છંટાવો, સાફ કરાવો અને લિંપાવો - ગુંપાવો, કુંડપુર નગરના સિંગોડાના ઘાટના રસ્તાઓમાં, તરફેટાઓમાં, ચોરસ્તાઓમાં ચારે બાજુ ખુલ્લાં દેવળોમાં, ધોરી માર્ગોમાં અને બીજા અવરજવરના રસ્તાઓમાં તમામ ઠેકાણે પાણી છંટાવો, ચોખ્ખું કરાવો અને જ્યાં ત્યાં તમામ શેરીઓમાં તમામ બજારોમાં પાણી છંટાવો, સાફસૂફ કરાવો, તે તમામ ઠેકાણે જોવા આવનારા લોકોને બેસવા માટે ઉપરાઉપર માંચડા બંધાવો, વિવિધ રંગથી સુશોભિત ધજા અને પતાકાઓ બંધાવો, આખા નગરને લિપાવો, ધોળાવો અને સુશોભિત બનાવો, નગરનાં ધરોની ભીંતો ઉપર ગોશીર્ષ ચંદનના, સરસ રાતા ચંદનના તથા દર્દર ચંદનના પાંચ આંગળી ઊઠેલી દેખાય એવા થાપા લગાડાવો, ઘરની અંદર ચોકમાં ચંદનના કલશ મુકાવો, બારણે બા૨ણે ચંદનના તે ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ ઘડા લટકાવેલાં સરસ તોરણો બંધાવો, જ્યાં ત્યાં શોભે એ રીતે જમીનને અડે એવી લાંબી લાંબી ગોળ માળાઓ લટકાવો, પાંચે રંગનાં સુંદર સુગંધી ફૂલોના ઢગલા કરાવો - ફૂલો વેરાવો, ફૂલોના ગુચ્છા મુકાવો, ઠેકઠેકાણે બળતા કાળો અગર ઉત્તમ કુંદર અને તુર્કી ધૂપની સુગંધિત વાસથી આખા નગરને મઘમઘતું કરી મેલો - ઊંચે ચડતી ધૂપની વાસથી નગર મહેકી રહે એવું કરો - સુગંધને લીધે ઉત્તમ ગંધવાળું કેમ જાણે ગંધની ગુટિકા હોય એવું મઘમઘતું બનાવો તથા ઠેકઠેકાણે નગરમાં નટો રમતા હોય, નાચનારા નાચ કરતા હોય, દોરડા ઉપર ખેલ કરનારા દોરડાના ખેલો બતાવતા હોય, મલ્લો કુસ્તી કરતા હોય, મુષ્ટિથી કુસ્તી કરનારા મૂઠીથી કુસ્તી કરતા હોય, વિદૂષકો લોકોને હસાવતા હોય, કૂદનારા પોતાની કૂદના ખેલો બતાવતા હોય, કથાપુરાણીઓ કથાઓ કરીને જનમનરંજન કરતા હોય, પાઠક લોકો સુભાષિત બોલતા હોય, રાસ લેનારાઓ રાસ લેતા હોય, ભવિષ્ય જોનારા ભવિષ્ય કહેતા હોય, મોટા વાંસડા ઉપર ખેલનારા વાંસના ખેલો કરતા હોય, કંખલોકો, હાથમાં ચિત્રનાં પાટિયાં રાખીને ચિત્ર બતાવતા હોય, તૂણી લોકો તૂણ નામનું વાજું વગાડતા હોય, વીણા વગાડનારાઓ વીણા વગાડતા હોય, તાલ દઈને નાટક કરનારાઓ નાટક દેખાડતા હોય, એ રીતે જનમનના રંજન માટે નગરમાં ઠેકઠેકાણે ગોઠવણ કરો અને કરાવો. ઉપર કહેલી એવી તમામ ગોઠવણ કરીને એટલે કે નગરને સુશોભિત કરવાથી માંડીને લોકરંજન કરવા સુધીની તમામ ગોઠવણ કરો અને કરાવો, એવી ગોઠવણ કરીને ને કરાવીને હજારો યૂપો અને હજારો સાંબેલાઓને ઊંચા મુકાવો એટલે કે યૂપોથી ને સાંબેલાથી થતી હિંસાને અટકાવી અને એ હિંસાને અટકાવીને મારી આ આજ્ઞાને પાછી આપો એટલે કે મેં જે ઉપર કહ્યું છે તે બધું તમે કરી આવ્યા છો એમ તમે મારી પાસે આવીને જણાવો. ૯૮. ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપરનો હુકમ ફરમાવ્યો છે એવા નગરગુપ્તિકો એટલે નગરની સંભાળ લેનારાઓ રાજીરાજી થયા, સંતોષ પામ્યા અને યાવત્ ખુશ થવાને લીધે તેમનાં હૃદય પ્રફુલ્લ થયાં. તેઓ પોતાના બંને હાથ જોડીને સિદ્ધાર્થ રાજાના હુકમને વિનયપૂર્વક સ્વીકારીને તરત જ કુડપુર નગરમાં સૌથી પહેલું જેલને ખાલી કરવાનું કામ કરે છે. અને એ કામથી માંડીને છેક છેલ્લાં સાંબેલાં ઊંચાં મૂકવાના કામ સુધીનાં સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલાં બધાં કામો કરીને જ્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં તે નગરગુપ્તિકો જાય છે. જઈને પોતાના બંને હાથ જોડીને અને માથામાં અંજલિ કરીને સિદ્ધાર્થ રાજાને એનો એ હુકમ પાછો આપે છે. એટલે કે આપે કહેલું બધું અમે કરી આવ્યા છીએ એમ જણાવે ૯૯. ત્યારપછી તે સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડો છે એટલે કે જાહેર ઉત્સવ કરવાની જગ્યા છે ત્યાં આવે છે. આવીને યાવતુ પોતાના તમામ અંતઃપુર સાથે તમામ પ્રકારનાં પુષ્પો, ગંધો, વસ્ત્રો, માળાઓ અને અલંકારોથી વિભૂષિત થઈને તમામ પ્રકારનાં વાજાંઓ વગડાવીને મોટા વૈભવ સાથે, મોટી ઘુતિ સાથે, મોટાં લશ્કર સાથે, ઘણાં વાહનો સાથે, મોટા સમુદાય સાથે અને એક સાથે વાગતાં અનેક વાજાંઓના અવાજ સાથે એટલે કે શંખ, માટીનો ઢોલ, ભેરી, ઝાલર, ખરમુખી, હડૂક, ઢોલકું, મૃદંગ અને દુંદુભી વગેરે વાજાંઓના અવાસ સાથે દસ દિવસ સુધી પોતાની કુળમર્યાદા પ્રમાણે ઉત્સવ કરે છે. એ ઉત્સવ દરમિયાન નગરમાં દાણ લેવાનું બંધ કરવામાં આવ્યું છે, કર લેવાનો છોડી દેવામાં આવ્યો છે, જેને જે જોઈએ તે કિંમત વગર ગમે તે દુકાનેથી મેળવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખરીદવા વેચવાનું ४६ Page #56 -------------------------------------------------------------------------- ________________ બંધ કરવામાં આવ્યું છે. કોઈ પણ જગ્યાએ જપ્તી કરનારા રાજપુરુષોનો પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો છે. રાજા તમામ લોકોનું દેવું ચૂકવી આપે છે, તેથી કોઈને દેવું કરવાની જરૂર ન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉત્સવમાં અનેક અપરિમિત પદાર્થો ભેગા કરવામાં આવ્યા છે. એવો એ ઉત્કૃષ્ટ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. તથા એ ઉત્સવ દરમિયાન કોઈનો થોડો કે વધુ દંડ કરવામાં આવતો નથી. અને જ્યાં ત્યાં ઉત્તમ ગણિકાઓ અને નાટકીયાઓનો નાચ ચાલુ કરવામાં આવ્યો છે તથા જ્યાં ત્યાં અનેક તમાસા ગોઠવવામાં આવ્યા છે અને મૃદંગોને નિરંતર વગાડવામાં આવે છે. એ ઉત્સવ દરમિયાન માળાઓને તાજી-કરમાયા વિનાની રાખવામાં આવી છે. અને નગરના તેમજ દેશના તમામ માણસોને પ્રમુદિત કરવામાં આવ્યા છે અને તેઓ દશે દિવસ રમતગમતમાં ગુલતાન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૦૦. ત્યારપછી તે સિદ્ધાર્થ રાજા દશ દિવસનો એ ઉત્સવ ચાલતો હતો તે દરમિયાન સેંકડો, હજારો અને લાખો યાગોને – દેવપૂજાઓને, દાયોને – દાનોને અને ભાગોને દેતો અને દેવરાવતો તથા સેંકડો, હજારો અને લાખો લંભોને - વધામણાંને સ્વીકારતો સ્વીકારતો એ પ્રમાણે રહે છે. ૧૦૧. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીરનાં માતાપિતા પહેલે દિવસે કુલપરંપરા પ્રમાણે પુત્રજન્મ નિમિત્તે કરવામાં આવતું અનુષ્ઠાન કરે છે, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યના દર્શનનો ખાસ ઉત્સવ કરે છે, છન્ને દિવસે જાગરણનો ઉત્સવ એટલે રાતિજગો કરે છે, અગિયારમો દિવસ વીતી ગયા પછી અને સુવાવડનાં તમામ કાર્યો પૂરાં થયા પછી જ્યારે બારમો દિવસ આવી પહોંચે છે ત્યારે ઘણા બહોળા પ્રમાણમાં ભોજન, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની ચીજો તૈયાર કરાવે છે, ભોજન વગેરેને તૈયાર કરાવીને પોતાના મિત્રો, જ્ઞાતિજનો, પોતાનાં સ્વજનો અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોને તથા જ્ઞાતવંશના ક્ષત્રિયોને આમંત્રણો આપે છે - પુત્રજન્મસમારંભમાં આવવાનાં નોંતરાં મોકલે છે. એમ આમંત્રણો આપીને એ બધા આવી ગયા પછી એ સૌ ન્હાયા, એ બધાએ બલિકર્મ કર્યા, ટીલાટપકાં અને દોષને નિવારનારાં મંગળરૂપ પ્રાયશ્ચિતો ક્ય. ચોખ્ખાં અને ઉત્સવમાં જવા યોગ્ય મંગળમય વસ્ત્રોને ઉત્તમ રીતે પહેર્યા અને ભોજનનો સમય થતાં ભોજનમંડપમાં તેઓ બધા આવી પહોંચ્યા, ભોજન-મંડપમાં આવ્યા પછી તેઓ બધા ઉત્તમ સુખાસનમાં બેઠા અને પછી તે પોતાનાં મિત્રો જ્ઞાતિજનો પોતાનાં સ્વજનો અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારો સાથે તથા જ્ઞાતવંશના ક્ષત્રિયો સાથે તે બહોળા ભોજન, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની વાનીઓનો આસ્વાદ લેતાં, વધારે સ્વાદ લેતાં, જમતાં અને એકબીજાને આપતાં રહે છે અર્થાત્ ભગવાનનાં માતાપિતા પોતાના પુત્રજન્મનો ઉત્સવ કરતાં આ પ્રકારનો ભોજન સમારંભ કરતાં રહે છે. ૧૦૨. જમી ભોજન કરી પરવાર્યા પછી ભગવાનાં માતાપિતા તેઓ બધા સાથે બેઠકની જગ્યામાં આવે છે, ત્યાં આવીને તેઓ ચોખ્ખા પાણી વડે કોગળા કરીને દાંત અને મુખને ચોખ્ખાં કરે છે, એ પ્રમાણે પરમશુચિ થયેલાં માતાપિતા ત્યાં આવેલા પોતાના મિત્રો જ્ઞાતિજનો પોતાનાં સ્વજનો તથા પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોને અને જ્ઞાતવંશના ક્ષત્રિયોને બહોળાં ફૂલો, વસ્ત્રો, ગંધો-સુગંધી અત્તરો, માળાઓ અને આભૂષણો આપીને તે બધાંનો સત્કાર કરે છે, તે બધાંનું સન્માન કરે છે. તે બધાંનો ૪૭. Page #57 -------------------------------------------------------------------------- ________________ સત્કાર અને સન્માન કરીને તે જ મિત્રો જ્ઞાતિજનો પોતાનાં સ્વજનો અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોની તથા જ્ઞાતવંશના ક્ષત્રિયોની આગળ ભગવાનનાં માતાપિતા આ પ્રમાણે બોલ્યા : ૧૦૩. પહેલાં પણ હે દેવાનુપ્રિયો ! અમારો આ દીકરો જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે અમને આ આ પ્રકારનો વિચાર ચિંતન યાવત્ મનોગત પેદા થયો હતો કે જ્યારથી માંડીને અમારો આ દીકરો કૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી માંડીને અમે હિરણ્યવડે વધીએ છીએ, સુવર્ણ વડે, ધન વડે થાવત્ સાવટાવડે તથા પ્રીતિ અને સત્કાર વડે ઘણા ઘણા વધવા માંડ્યા છીએ અને સામતરાજાઓ અમારે વશ થયેલા છે. તેથી કરીને જ્યારે અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે એ દીકરાનું એને અનુસરતું એના ગુણને શોભે એવું ગુણનિષ્પન્ન યથાર્થ નામ “વર્ધમાન” એવું પાડશું તો હવે આ કુમાર “વર્ધમાન નામે થાઓ એટલે આ કુમારનું નામ અમે ‘વર્ધમાન” એવું પ્રસિદ્ધ કરીએ છીએ. . શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામો આ પ્રમાણે કહેવામાં આવે છે તે જેમકે – તેમનું માતાપિતાએ પાડેલું પહેલું નામ વર્ધમાન, સ્વાભાવિક સ્મરણ શક્તિને લીધે તેમનું બીજું નામ શ્રમણ એટલે સહજ સ્કૂરણ શક્તિને લીધે તેઓએ તપ વગેરે કરીને સાધનાનો પરિશ્રમ કરેલ છે એથી તેમનું બીજું નામ શ્રમણ અને કોઈ આકસ્મિક ભય ઊભો થતાં કે ભયાનક ક્રૂર સિંહ વગેરે જંગલી જનાવરોનો ભય આવતાં એઓ તદન અચલ રહેનારા છે - જરાપણ પોતાના સંકલ્પથી ડગતા નથી એવો અકંપ છે. ગમે તેવા પરીષહો એટલે ભૂખ-તરસ વગેરેનાં સંકટો આવતાં તે એટલે બીજાઓ તરફથી ગમે તેવાં શારીરિક સંકટો આવતાં લેશ પણ ચલિત થતા નથી. એ અને ઉપસર્ગોને ક્ષમા વડે શાંતચિત્તે બરાબર સહન કરવામાં સમર્થ છે. ભિક્ષઓની પ્રતિમાઓ છે, ધીમાન છે, શોક અને હર્ષ આવતાં તે બંનેને સમભાવે સહન કરનારા છે તે તે સગુણોના ભાજન છે અને ભારે શક્તિ ધરાવનારા છે માટે દેવોએ તેમનું ત્રીજું નામ શ્રમણ ભગવાન મહાવીર કર્યું છે. ૧૦૫. શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા, તેમનાં ત્રણ નામો આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમ કે, સિદ્ધાર્થ, સર્જસ-શ્રેયાંસ અને સંસ-યશસ્વી. ૧૦૬. શ્રમણ ભગવાન મહાવીરની માતા વાસિષ્ઠ ગોત્રનાં હતાં, તેમનાં ત્રણ નામો આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમ કે, ત્રિશલા અથવા વિદેહદિના અથા પ્રિયકારિણી. ૧૦૭. શ્રમણ ભગવાન મહાવીરના પિતૃત્વ એટલે કાકા સુપાસ નામે હતા, મોટા ભાઈનું નામ નંદિવર્ધન હતું, બહેનનું નામ સુદંસણા હતું અને તેમનાં પત્નીનું નામ યશોદા હતું અને એમનું ગોત્ર કૌડિન્ય હતું. ૧૦૮, શ્રમણ ભગવાન મહાવીરનાં દીકરી કાશ્યપ ગોત્રનાં હતાં, તેમનાં બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમ કે, અણોજજા અથવા પ્રિયદર્શના. ૧૦૯. શ્રમણ ભગવાન મહાવીરનાં દૌહિત્રી - દીકરીનાં દીકરી કાશ્યપગોત્રનાં હતાં. તેમનાં બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમ કે, શેષવતી અથવા સ્વતી-યશસ્વતી. ४८ , Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. શ્રમણ ભગવાન મહાવીર દક્ષ હતા, એમની પ્રતિજ્ઞા દક્ષ-ડહાપણ ભરેલી હતી, એ પોતે ભારે રૂપાળા હતા, સર્વગુણસંપન્ન હતા, અને ભદ્ર તથા વિનયવાળા હતા, પ્રખ્યાત હતા અથવા જ્ઞાતવંશના હતા, જ્ઞાતવંશના પુત્ર હતા અથવા જ્ઞાતવંશના રાજા સિદ્ધાર્થના પુત્ર હતા, જ્ઞાતવંશના કુળમાં ચંદ્રસમાન હતા, વિદેહ હતા એટલે એમનો દેહ બીજાઓના દેહ કરતાં બાંધામાં વિશેષ પ્રકારના જુદા બાંધાવાળો હતો, વિદેહદિન એટલે વિદેહદિત્રા-ત્રિશલા માતા-ના તનય હતા, વિદેહ એટલે ત્રિશલા માતાના શરીરથી જન્મેલા હતા, વિદેહસૂમાલ હતા એટલે ગૃહસ્થાવાસમાં ભારે સુકોમળ હતા અને ત્રીસ વરસ સુધી ગૃહસ્થાવાસ કરીને પોતાનાં માતાપિતા દેવગત થયાં ત્યાર પછી પોતાના વડીલ મોટા પુરુષોની અનુજ્ઞા મેળવીને પોતાની પ્રતિજ્ઞા પૂરી થતાં છતાં ફરી પણ લોકાંતિક જીતકલ્પી દેવોએ તે પ્રકારની ઇષ્ટ, મનોહર, સાંભળવી પ્રિય લાગે એવી, મનને ગમતી, મનને ખુશ કરનારી, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગળરૂપ, પરિમિત, મધુર અને શોભાવાળી તથા હૃદયંગમ, હૃદયને આહલાદ ઉપજાવનારી, ગંભીર અને પુનરુક્તિ વગરની વાણી વડે ભગવાનને નિરંતર અભિનંદન આપ્યા અને તેમની-ભગવાનનીખુબ સ્તુતિ કરી, એ રીતે અભિનંદન આપતા તથા તેમની ખૂબ સ્તુતિ કરતા તે દેવો આ પ્રમાણે બોલ્યા : હે નંદ ! તારો જય થાઓ જય થાઓ, હે ભદ્ર ! તારો જય થાઓ જય થાઓ, તારું ભદ્ર થાઓ, હે ઉત્તમોત્તમ ક્ષત્રિય - હે ક્ષતિયનરપુંગવ ! તારો જય થાઓ જય થાઓ, હે ભગવંત લોકનાથ ! તું બોધ પામ, આખા જગતમાં તમામ જીવોને હિત સુખ અને નિઃશ્રેયસ કરનારું તું ધર્મતીર્થ-ધર્મચક્ર પ્રવર્તાવ, એ ધર્મચક્ર આખા જગતમાં તમામ જીવોને હિત સુખ અને નિઃશ્રેયસ કરનારું થશે એમ કહીને તે દેવો “જય જય' એવો નાદ કરે છે. ૧૧૧. શ્રમણ ભગવાન મહાવીરને પહેલાં પણ એટલે માનવી ગૃહસ્થ ધર્મમાં આવતાં - વિવાહિત જીવનથી - પહેલાં પણ ઉત્તમ, આભોગિક, નાશ ન પામે એવું જ્ઞાનદર્શન હતું, તેથી શ્રમણ ભગવાન મહાવીર તે પોતાનાં ઉત્તમ આભોગિક જ્ઞાનદર્શન દ્વારા પોતાનો નિષ્ક્રમણકાળ એટલે પ્રવ્રયાસમય આવી પહોંચ્યો છે એમ જુએ છે, એ રીતે જોયા જાણ્યા પછી હિરણ્યને તજી દઈને, સુવર્ણને તજી દઈને, ધનને તજી દઈને, રાજ્યને તજી દઈને, રાષ્ટ્રને તજી દઈને, એ જ પ્રમાણે સેનાને, વાહનોને, ધનભંડારને, કોઠારને તજી દઈને, પુરને તજી દઈને, અન્તઃપુરને તજી દઈને, જનપદને તજી દઈને, બહોળાં ધન કનક રતન મણિ મોતી શંખ રાજપટ્ટ કે રાજાવત પરવાળાં માણેક વગેરે સત્ત્વવાળું સારવાળું એ તમામ દ્રવ્ય વિશેષ પ્રકારે તજી દઈને, પોતે નિમેલા દેનારાઓ દ્વારા એ તમામ ધનને ખુલ્લું કરીને તે તમામને દાનરૂપે દેવોનો વિચાર કરીને અને પોતાના ગોત્રના લોકોમાં એ તમામ ધન ધાન્ય હિરણ્ય રતન વગેરેને વહેંચી આપીને હેમંત ઋતુનો જે તે પહેલો માસ અને પહેલો પક્ષ એટલે માગશરનો વ.દિ. પક્ષ આવતાં તથા તે માગશર મહિનાની વ.દિ. દશમનો દિવસ આવતાં જયારે છાયા પૂર્વદિશા તરફ ઢળતી હતી અને બરાબર પ્રમાણ પ્રમાણે ન ઓછી કે ન વધુ એવી પૌરુષી થવા આવી હતી તે સમયે સુવ્રતનામને દિવસે વિજય નામના મુહૂર્ત ભગવાન ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેઠા અને તેમની પાછળ પાછળ દેવો માનવો અને અસુરોનાં મોટાં ટોળાં મારગમાં ચાલતાં હતાં તથા આગળ કેટલાક શંખ વગાડનારા હતા, કેટલાક ચક્રધારી હતા, કેટલાક હળધારી હતા એટલે ગળામાં સોનાનું હળ લટકતું રાખનારા ખાસ પ્રકારના ભાટ લોકો હતા, કેટલાક મુખમંગળિયા-મુખે મીઠું બોલનારા - હતા, વર્ધમાનકો એટલે પોતાના ખભા ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉપર બીજાઓને બેસાડેલા છે એવા પણ કેટલાક હતા, કેટલાક ચારણો હતા અને કેટલાક ઘંટ વગાડનારા ઘાંટિકો હતા. એ બધા લોકોથી વીંટળાયેલા ભગવાનને પાલખીમાં બેઠેલા જોઈને ભગવાનના કુલમહત્તરો તે તે ઈષ્ટ પ્રકારની મનોહર સાંભળવી ગમે તેવી મનગમતી મનને પ્રસાદ પમાડે તેવી ઉદાર કલ્યાણરૂપ . શિવરૂપ ધન્ય મંગળમય પરિમિત મધુર અને સોહામણી વાણી દ્વારા ભગવાનનું અભિનંદન કરતા, ભગવાનની સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા : ૧૧૨. હે નંદ ! તારો જય જય થાઓ, હે ભદ્ર ! તારો જય જય થાઓ, તારું ભદ્ર થાઓ, નિર્દોષ એવાં જ્ઞાન દર્શન અને ચારિત્ર દ્વારા તું નહીં જિતાયેલી ઇંદ્રિયોને જીતી લેજે, જિતાયેલા શ્રમણ ધર્મને પાળજે, વિપ્નોને જીતી લઈને હે દેવ ! તું તારા સાધ્યની સિદ્ધિમાં સદા રહેજે, તપ દ્વારા તું રાગ અને દ્વેષ નામના મલ્લોને હણી નાખજે, વૈર્યનો મજબૂત કચ્છ બાંધીને ઉત્તમ શુક્લધ્યાન વડે આઠ કર્મશત્રુઓને મસળી નાખજે, અપ્રમત્ત બનીને હે વીર ! તું ત્રણ લોકના રંગમંડપમાં વિજય પતાકાને વરજે-મેળવજે, તિમિર વગરનું ઉત્તમ કેવલ વરજ્ઞાન પામશે, જિનવરે ઉપદેશેલા સરળ માર્ગને અનુસરીને તું પરમપદરૂપ મોક્ષને મેળવજે, પરીષહોની સેનાને હણીને તે ઉત્તમ ક્ષત્રિય ! ક્ષત્રિયનર પુંગવ ! તું જય જય જે જેકાર મેળવ, બહુ દિવસો સુધી, બહુ પક્ષો સુધી, બહુ મહિનાઓ સુધી, બહુ ઋતુઓ સુધી બહુ અયનો સુધી અને બહુ વર્ષો સુધી પરીષહો અને ઉપસર્ગોથી નિર્ભય બનીને ભયંકર અને ભારે બીહામણા પ્રસંગોમાં ક્ષમાપ્રધાન થઈને તું વિચાર અને તારા ધર્મમાં એટલે તારી સાધનામાં વિઘ્ન ન થાઓ, એમ કહીને તે લોકો ભગવાન મહાવીરનો જય જય નાદ ગજવે છે. ૧૧૩. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર હજારો નેત્રો વડે જોવાતા જોવાતા, હજારો મુખો વડે પ્રશંસાતા પ્રશંસાતા, હજારો હૃદયો વડે અભિનંદનો પામતા પામતા, ભગવાનને જોઈને લોકો એવા મનોરથો કરવા લાગ્યા કે અમે આમના સેવક થઈને રહીએ તો સારું એ રીતે હજાર જાતના મનોરથો વડે વિશેષ ઇચ્છાતા ઇચ્છતા, ભગવાનનાં કાંતિ અને રૂપગુણને જોઈને સ્ત્રીઓ “આવો અમારો ભરતાર હોય તો કેવું સારું' એ રીતે તેમની સામે વારંવાર જોઈને મનમાં પ્રાર્થના કરવા લાગી અર્થાત્ કાંતિ અને રૂપગુણને લીધે ભગવાન એ રીતે પ્રાર્થના પ્રાર્થતા અને હજારો આંગળીઓ વડે ભગવાન દેખાડાતા ખાડાતા તથા પોતાના જમણા હાથ વડે ઘણાં હજર નરનારીઓના હજારો પ્રણામોને ઝીલતા ઝીલતા ભગવાન એ રીતે હજારો ઘરોની હારની હાર વટાવતા વટાવતા વીણા, હાથના રાસડા, વાજાંઓ અને ગીતોના ગાવા- બાવાના મધુર સુંદર જય જય નાદ સાથેના અવાજ સાથે એ રીતે મંજુ મંજુ જય જય નાદનો ઘોષ સાંભળીને ભગવાન બરાબર સાવધાન બનતા બનતા પોતાનાં છત્ર ચામર વગેરેના તમામ વૈભવ સાથે તમામ ઘરેણાં - અંગે અંગે પહેરેલાં તમામ ઘરેણાંઓની કાંતિ સાથે તમામ સેના સાથે હાથી ઘોડા ઊંટ ખચ્ચર પાલખી માના વગેરે તમામ વાહનો સાથે, તમામ જનસમુદાય સાથે, તમામ આદર સાથે - તમામ ઔચિત્ય સાથે, પોતાની તમામ સંપત્તિ સાથે, તમામ શોભા સાથે, તમામ પ્રકારની ઉત્કંઠા સાથે, તમામ પ્રજા એટલે વાણિયા, હરિજન, ગરાસિયા, બ્રાહ્મણ વગેરે અઢારે વર્ણો સાથે, તમામ નાટકો સાથે, તમામ તાલ કરનારા સાથે, બધા અંતઃપુર સાથે, ફૂલ, વસ્ત્ર, ગંધ, માળા અલંકારની તમામ પ્રકારની શોભા સાથે તમામ વાજાંઓના અવાજના પડઘા સાથે એ રીતે મોટી ઋદ્ધિ મોટી ઘુતિ, મોટી સેના, મોટા વાહનો, મોટો સમુદાય અને એક સાથે વાગતાં વાજાંઓના નાદ સાથે ૫૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ એટલે શંખ-માટીનો ઢોલ-લાકડાનો ઢોલ, ભેરિ, ઝાલર, ખરમુખી, હુડુકક, દુંદુભિ વગેરે વાજાંઓના નાદ સાથે ભગવાન કુંડપુર નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે, નીકળીને જયાં જ્ઞાતખંડ વન નામનું ઉદ્યાન છે, તેમાં જ્યાં આસોપાલવનું ઉત્તમ વૃક્ષ છે ત્યાં આવે છે. ૧૧૪. ત્યાં આવીને આસોપાલવના ઉત્તમ ઝાડની નીચે પોતાની પાલખીને ઊભી રાખે છે, એ ઝાડ નીચે પાલખીને ઊભી રાખીને પાલખી ઉપરથી પોતે નીચે ઊતરે છે, પાલખી ઉપરથી નીચે ઊતરીને પોતાની મેળે જ હાર વગેરે આભરણો ફૂલની માળાઓ અને વીંટી-વેઢ વગેરે અલંકારોને ઉતારી નાખે છે. એ બધાં આભરણો, માળાઓ અને અલંકારોને ઉતારી નાખીને પોતાને હાથે જ પાંચ મુષ્ટિ લોચ કરે છે એટલે ચાર મુઠિ વડે માથાના અને એક મૂઠિ વડે દાઢીના વાળને ખેંચી કાઢે છે એ રીતે વાળનો લોચ કરીને પાણી વિનાના છઠ્ઠ ભક્ત - બે ઉપવાસ - સાથે એટલે છ ટેક સુધી ખાનપાન તજી દઈને અર્થાત એ રીતે બે ઉપવાસ કરેલા ભગવાન હસ્તોત્તરા નક્ષત્રનો અર્થાતુ ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો યોગ આવતાં એક દેવદૂષ્ય લઈને પોતે એકલા જ, કોઈ બીજું સાથે નહીં, એ રીતે મુંડ થઈને અગારવાસ તજી દઈને અનગારિક પ્રવજયાને સ્વીકારે છે. ૧૧૫. શ્રમણ ભગવાન મહાવીર એક વરસ ઉપરાંત એક મહિના સુધી યથાવત ચીવરધારી એટલે કપડું ધારણ કરનાર હતા અને ત્યારપછી અચેલ એટલે કપડા વગરના થયા તથા કરપાત્રી થયા. ૧૧૬. શ્રમણ ભગવાન મહાવીર દીક્ષા સ્વીકાર્યા પછી બાર વરસ કરતાં વધારે સમય સુધીના સાધનાના ગાળામાં શરીર તરફ તદન ઉદાસીન રહ્યા એટલે એ ગાળામાં તેમણે શરીરની માવજત તરફ લેશ પણ લક્ષ્ય ન કર્યું અને શરીરને તજી દીધું હોય એ રીતે શરીર તરફ વત્ય - સાધનાના ગાળામાં જે જે ઉપસર્ગો આવતા રહે છે, જેવા કે, દિવ્ય ઉપસર્ગો, માનવીકૃત ઉપસર્ગો અને તિર્યંચ યોનિકો તરફથી એટલે દૂર ભયાનક પશુપક્ષીઓ તરફથી આવતા ઉપસર્ગો, અનુકૂળ ઉપસર્ગો વા પ્રતિકૂળ ઉપસર્ગો જે એવા કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે બધાને સારી રીતે નિર્ભયપણે સહન કરે છે, લેશ પણ રોષ આયા વિના ખમી રહે છે, અદીન ભાવે કોઈની પણ ઓશિયાળની લેશ પણ અપેક્ષા રાખ્યા વિના તેજસ્વીપણે સહન કરે છે અને અડગપણે મનને નિશ્ચય રાખીને સહન કરે છે. ૧૧૭. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર અનગાર થયા, ઈર્યાસમિતિ, ભાષાસમિતિ એષણાસમિતિ આદાનભાંડમાત્રનિક્ષેપણાસમિતિ અને પારિષ્ઠાપરનિકાસમિતિ એટલે પોતાનાં મલ, મૂત્ર, થંક, બડખા, લીંટ અને બીજો દેહમલ એ બધાંને નિર્જીવ શુદ્ધ સ્થળે પરઠવવા માટે રાખવામાં આવતી કાળજી. એ રીતે પાંચ સમિતિને ધારણ કરતા ભગવાન મનને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા, વચનને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા અને શરીરને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા થયા, મનગુપ્તિ, વચનગુપ્તિ તથા કાયગુપ્તિને સાચવનારા થયા. એ રીતે ગુપ્તિવાળા અને જિતેંદ્રિય ભગવાન સર્વથા નિર્દોષપણે બ્રહ્મચર્યવિહારે વિચરનારા થયા, ક્રોધ વિનાના, અભિમાન વિનાના, છળકપટ વગરના અને લોભરહિત ભગવાન શાંત બન્યા, ઉપશાંત થયા, તેમના સર્વ સંતાપો દૂર થયા, તેઓ આસ્રવ વગરના, મમતા રહિત, પાસે કશો પણ પરિગ્રહ નહીં રાખનારા અકિંચન થયા. હવે તો એમની પાસે ગાંઠવાળીને સાચવવા જેવી એક પણ ચીજ રહી નથી એવા એ અંતરથી અને બહારથી છિન્નગ્રંથ થયા. જેમ કાંસાના ૫૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ વાસણમાં પાણી ચોંટતું નથી તેમ તેમનામાં કોઈ મળ ચોંટતો નથી એવા એ નિરૂપલેપ થયા, જેમ શંખની ઉપર કોઈ રંગ ચડતો નથી એમ એમની ઉપર રાગદ્વેષની કશી અસર પડતી નથી એવા એ ભગવાન જીવની પેઠે અપ્રતિહત કોઈ પ્રકારનો પ્રતિબંધ રાખ્યા વિના અખ્ખલિતપણે વિહરવા લાગ્યા, જેમ આકાશ બીજા કોઈ આધારની ઓશિયાળ રાખતું નથી તેમ ભગવાન બીજા કોઈની સહાયતાની ગરજ રાખતા નથી એવા નિરાલંબન થયા, વાયુની પેઠે પ્રતિબંધ વગરના બન્યા એટલે જેમ વાયુ એક જ સ્થળે રહેતો નથી પણ બધે રોકટોક વિના ફર્યા કરે છે તેમ ભગવાન એક જ સ્થળે બંધાઈને ન રહેતાં બધે નિરીહભાવે ફરનારા થયા, શરદઋતુના પાણીની પેઠે એમનું હૃદય નિર્મળ થયું, કમળપત્રની પેઠે નિરૂપલેપ થયા એટલે પાણીમાંથી ઉગેલા કમળના પત્રને જેમ પાણીનો છાંટો ભીંજાડી શકતો નથી તેમ ભગવાનને સંસારભાવ - પ્રપંચભાવ ભીંજાડી શકતો નથી, કાચબાની પેઠે ભગવાન ગુન્હેંદ્રિય થયા, મહાવરાહના મુખ ઉપર જેમ એક જ શિંગડું હોય છે તેમ ભગવાન એકાકી થયા, પક્ષીની પેઠે ભગવાન તદન મોકળા થયા, ભારંડપક્ષીની પેઠે ભગવાન અપ્રમત્ત બન્યા, હાથીની પેઠે ભારે શૂર થયા, બળદની પેઠે પ્રબળ પરાક્રમી થયા, સિંહની પેઠે કોઈથી પણ ગાંજયા ન જાય એવા બન્યા, મેરુની પેઠે અડગ અકંપ સુનિશ્ચળ બન્યા, તથા ભગવાન સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવી સૌમ્યતાવાળા, સૂરજ જેવા ઝળહળતા તેજવાળા, ઉત્તમ સોનાની પેઠે ચમકતી દેહકાંતિવાળા અને પૃથ્વીની પેઠે તમામ સ્પર્શોને સહનારા સર્વસહ અને ઘી હોમેલા અગ્નિની પેઠે તેજથી જાજવલ્યમાન થયા. ૧૧૮. નીચેની બે ગાથાઓમાં ભગવાનને જેની જેની ઉપમા આપવામાં આવેલ છે તે તે અર્થવાળા શબ્દોનાં નામ આ પ્રમાણે ગણાવવામાં આવેલ છે. કાંસાનું વાસણ, શંખ, જીવ, ગગન-આકાશ, વાયુ, શરદઋતુનું પાણી, કમળનું પત્ર, કાચબો, પક્ષી, મહાવરાહ અને ભારંડપક્ષી. ૧ હાથી, બળદ, સિહ, નગરાજ મેરુ, સાગર, ચંદ્ર, સૂરજ, સોનું, પૃથ્વી અને અગ્નિ. ૨ તે ભગવંતને ક્યાંય પ્રતિબંધ નથી એટલે ભગવાનના મનને હવે કોઈ રીતે બંધાવાપણું રહ્યું નથી. એવો તે પ્રતિબંધ-બંધાવાપણું - ચાર પ્રકારે હોય છે : ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી અને ૪. ભાવથી. ૧. દ્રવ્યથી એટલે સજીવ, નિર્જીવ તથા મિશ્ર એટલે નિર્જીવસજીવ એવા કોઈ પ્રકારના પદાર્થોમાં હવે ભગવાનને બંધાવાપણું રહ્યું નથી. - ૨. ક્ષેત્રથી એટલે ગામમાં, નગરમાં, અરણ્યમાં, ખેતરમાં, ખળામાં, ઘરમાં, આંગણામાં કે આકાશમાં એવા કોઈ પણ સ્થાનમાં ભગવાનને બંધાવાપણું રહ્યું નથી. ૩. કાળથી એટલે સમય, આવલિકા, આનપ્રાણ, સ્તોક, ક્ષણ, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પખવાડિયું, મહિનો, ઋતુ, અયન, વરસ કે બીજો કોઈ દીર્ધકાળનો સંયોગ, એવા કોઈ પ્રકારના સૂક્ષ્મ કે સ્કૂલ વા નાના-મોટા કાળનું બંધન રહ્યું નથી. પર Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪. ભાવથી એટલે ક્રોધ, અભિમાન, છળકપટ, લોભ, ભય, હાસ્ય-ઠઠ્ઠામશ્કરી, રાગ, દ્વેષ, કજીયોરંટો, આળ ચડાવવું, બીજાના દોષોને પ્રગટ કરવા - ચાડી ખાવી, બીજાની નિંદા કરવી, મનને રાગ, મનનો ઉદ્વેગ, કપટવૃત્તિ સહિત જુઠું બોલવું અને મિથ્યાત્વના ભાવોમાં એટલે ઉપર્યુક્ત એવી કોઈ પણ વૃત્તિમાં કે વૃત્તિઓમાં ભગવાનને બંધાવાપણું છે નહીં અર્થાત્ ઉપર જણાવેલા ચારે પ્રકારના પ્રતિબંધોમાંનો કોઈ એક પણ પ્રતિબંધ ભગવાનને બાંધી શકે એમ નથી. ૧૧૯. તે ભગવાન ચોમાસાનો સમય છોડી દઈને બાકીના ઉનાળાના અને શિયાળાના આઠ માસ સુધી વિહરતા રહે છે. ગામડામાં એક જ રાત રહે છે અને નગરમાં પાંચ રાતથી વધુ રોકાતા નથી, વાંસલાના અને ચંદનના સ્પર્શમાં સમાન સંકલ્પવાળા ભગવાન ખડ કે મણિ તથા ઢેકું કે સોનું એ બધામાં સમાનવૃત્તિવાળા તથા દુઃખ-સુખને એક ભાવે સહન કરનારા, આ લોક કે પરલોકમાં પ્રતિબંધ વગરના, જીવન કે મરણની આકાંક્ષા વિનાના સંસારનો પાર પામનારા અને કર્મના સંગનો નાશ કરવા સારુ ઉદ્યમવંત બનેલા - તત્પર થયેલા એ રીતે વિહાર કરે છે. ૧૨૦. એમ વિહરતાં વિહરતાં ભગવાનનો અનોપમ ઉત્તમ જ્ઞાન, અનોપમ દર્શન, અનોપમ સંજમ, અનોપમ એટલે નિર્દોષ વસતિ, અનોપમ વિહાર, અનોપમ વીર્ય, અનોપમ સરળતા, અનોપમ કોમળતા - નમ્રતા, અનોપમ અપરિગ્રહભાવ, અનોપમ ક્ષમા, અનોપમ અલોભ, અનોપમ ગુપ્તિ, અનોપમ પ્રસન્નતા વગેરે ગુણો વડે અને અનોપમ સત્ય સંજમ તપ વગેરે જે જે ગુણોના ઠીક ઠીક આચરણને લીધે નિર્વાણનો માર્ગ એટલે સમ્ય દર્શન, સમ્ય જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ રત્નત્રય વિશેષ પુષ્ટ બને છે અર્થાત મુક્તિફળનો લાભ તદન પાસે આવતો જાય છે, તે તે તમામ ગુણો દ્વારા આત્માને ભાવિત કરતા ભગવાન રહે છે અને એ રીતે વિહરતાં તેમનાં બાર વરસ વીતી જાય છે. અને તેમા વરસનો વચગાળાનો ભાગ એટલે ભર ઉનાળાનો બીજો મહિનો અને તેનો ચોથો પક્ષ ચાલે છે, તે ચોથો પક્ષ એટલે વૈશાખ માસના શુક્લ પક્ષ, તે વૈશાખ માસના શુક્લ પક્ષની દશમીને દિવસે જ્યારે છાયા પૂર્વ તરફ ઢળતી હતી, પાછલી પોરષી બરાબર પૂરી થઈ હતી, સુવ્રત નામનો દિવસ હતો, વિજય નામનું મુહૂર્ત હતું ત્યારે ભગવાન ભિક-જંભિયા-ગ્રામ નગરની બહાર ઋજુવાલિકા નદીને કાંઠે એક ખંડેર જેવા જૂના ચૈત્યની બહુ દૂર નહીં તેમ બહુ પાસે નહીં એ રીતે શ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં શાળાના વૃક્ષની નીચે ગોદોહાસને ઊભડક બેસીને ધ્યાનમાં રહેલા હતા. ત્યાં એ રીતે ધ્યાનમાં રહેતા અને આતાપના દ્વારા તપ કરતા ભગવાને છ ટંક ભોજન અને પાણી નહીં લેવાનો છઠનો તપ કરેલો હતો, હવે બરાબર જે વખતે ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો યોગ થયેલો હતો તે વખતે એ રીતે ધ્યાનમાં મગ્ન રહેતા ભગવાન મહાવીરને અંતવગરનું, ઉત્તમોઉત્તમ, વ્યાઘાત વગરનું, આવરણ વિનાનું, સમગ્ર અને સર્વ પ્રકારે પરિપૂર્ણ એવું કેવળવર જ્ઞાન અને કેવળવર દર્શન પ્રગટ્યું. ૧૨૧. ત્યાર પછી તે ભગવાન અહિત થયા, જિન કેવળી સર્વજ્ઞ અને સર્વદર્શી થયા, હવે ભગવાન દેવ માનવ અને અસુર સહિત લોકનાં – જગતનાં તમામ પર્યાય જાણે છે, જુએ છે – આખા લોકમાં તમામ જીવોનાં આગમન-ગમન સ્થિતિ, ચ્યવન-ઉપપાત, તેમનું મન, માનસિક સંકલ્પો, ખાનપાન, તેમની સારી નરસી તમામ પ્રવૃત્તિઓ, તેમના ભોગવિલાસો, તેમની જે જે પ્રવૃત્તિઓ ખુલ્લી છે તે અને જે જે પ્રવૃત્તિઓ છાની છે તે તમામ પ્રવૃત્તિઓને ભગવાન જાણે છે, જુએ છે. હવે ભગવાન ૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ અરહા થયા એટલે તેમનાથી કશું રહસ્ય છૂપું રહી શકે એમ નથી એવા થયા, અરહસ્યના ભાગી થયા - તેમની પાસે કરોડો દેવો નિરંતર સેવા માટે રહેવાને લીધે હવે તેઓને રહસ્યમાં -- એકાંતમાં રહેવાનું બનતું નથી એવા થયા, એ રીતે અરહા થયેલા ભગવાન તે તે કાળે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિઓમાં વર્તતા સમગ્ર લોકના તમામ જીવોના તમામ ભાવોને જાણતા-જોતા-વિહરતા રહે છે. ૧૨૨. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગ્રામને અવલંબીને પ્રથમ વર્ષાવાસ - ચોમાસું - કર્યું હતું અર્થાત્ ભગવાન પ્રથમ ચોમાસામાં અસ્થિક ગ્રામમાં રહ્યા હતા. ચંપા નગરીમાં અને પૃષ્ઠ ચંપામાં ભગવાને ત્રણ ચોમાસાં કર્યાં હતાં – ભગવાન ચંપામાં અને પૃષ્ઠચંપામાં ચોમાસું રહેવા ત્રણ વાર આવ્યા હતા, વૈશાલી નગરીમાં અને વાણિયા ગામમાં ભગવાન બાર વાર ચોમાસું રહેવા આવ્યા હતા. રાજગૃહનગરમાં અને તેની બહારના નાલંદા પાડામાં ભ ચૌદ વાર ચોમાસું રહેવા આવ્યા હતા, મિથિલા નગરીમાં ભાવાન છ વાર ચોમાસું રહેવા આવ્યા હતા, ભદિયા નગરીમાં બે વાર, આલબિકા નગરીમાં એક વાર, સાવત્થી નગરીમાં એકવાર, પ્રણીતભૂમિમાં એટલે વજભૂમિ નામના અનાર્ય દેશમાં એકવાર ભગવાન ચોમાસું રહેવા આવ્યા હતા અને તદન છેલ્લે ચોમાસું રહેવા ભગવાન મધ્યમા પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મોજણી કામદારોની કચેરીવાળી જગ્યામાં આવ્યા હતા. ૧૨૩. ભગવાન જ્યારે છેલ્લું ચોમાસું રહેવા ત્યાં મધ્યમા પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મોજણી કામદારોની કચેરીવાળી જગ્યામાં આવેલા ત્યારે તે ચોમાસાની વર્ષાઋતુનો ચોથો મહિનો અને સાતમો પક્ષ ચાલતો હતો, સાતમો પક્ષ એટલે કાર્તિક માસનો વ. દિ. પક્ષ, તે કાર્તિક માસના વ. દિ. પખવાડિયાની પંદરમી તિથિ એટલે અમાસ આવી અને ભગવાનની તે છેલ્લી રાત હતી. તે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા - દુનિયા છોડીને ચાલ્યા ગયા, ફરીવાર જનમ ન લેવો પડે એ રીતે ચાલ્યા ગયા, તેમનાં જન્મ જરા-મરણનાં તમામ બંધનો છેદાઈ ગયાં અર્થાત્ ભગવાન સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, દુ:ખોના અંતકૃત-નાશ કરનારા - થયા, પરિનિર્વાણ પામ્યા અને તેમનાં તમામ દુઃખો હમણાં થઈ ગયાં – ચાલ્યાં ગયાં. ભગવાન જ્યારે કાળધર્મને પામ્યા ત્યારે ચંદ્ર નામનો બીજો સંવત્સર ચાલતો હતો, પ્રીતિવર્ધન નામે માસ હતો, નંદિવર્ધન નામે પખવાડિયું હતું, અગ્નિવેસ-અશ્મિ - નામે તે દિવસ હતો જેનું બીજું નામ “ઉવસમ' એમ કહેવાય છે અને દેવાણંદા નામે તે રાત્રિ હતી જેનું બીજું નામ “નિરઇ કહેવાય છે, એ રાતે અર્થ નામનો લવ હતો, મુહૂર્ત નામનો પ્રાણ હતો, સિદ્ધ નામનો સ્ટોક હતો, નાગ નામે કરણ હતું, સર્વાર્થસિદ્ધ નામે મુહૂર્ત હતું અને બરાબર સ્વાતિ નક્ષત્રનો યોગ આવેલો હતો. એવે સમયે ભગવાન કાળધર્મને પામ્યા, દુનિયા છોડીને ચાલ્યા ગયા અને યાવત્ તેમનાં તમામ દુઃખો તદન હમણાં થઈ ગયાં – તદન છેદાઈ ગયાં. ૧૨૪. જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત્ તેમનાં તમામ દુઃખો તદન છેદાઈ ગયાં તે રાતે ઘણા દેવો અને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ખૂબ ઉદ્યોત ઉદ્યોત પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો હતો. ૫૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત તેમનાં તમામ દુઃખો તદન છેદાઈ ગયાં તે રાતે ઘણા દેવો ને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ભારે કોલાહલ અને ભારે ઘોંઘાટ થયો હતો. ૧૨૬. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત્ તેમનાં તમામ દુઃખો તદન છેદાઈ ગયાં તે રાત્રે તેમના પટ્ટશિષ્ય ગૌતમગોત્રના ઇન્દ્રભૂતિ અનગારનું ભગવાન મહાવીરને લગતું પ્રેમબંધન વિછિન્ન થઈ ગયું અને તે ઇન્દ્રભૂતિ અનગારને અંત વગરનું, ઉત્તમોત્તમ એવું યાવત કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. ૧૨૭. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત તેમનાં તમામ દુઃખો તદ્દન છેદાઈ ગયાં તે રાત્રે કાશી દેશના મલ્લકીવંશના નવ ગણ રાજાઓ અને કોશલ દેશના લિચ્છવી વંશના બીજા નવ ગણ રાજાઓ એ રીતે અઢારે ગણ રાજાઓ અમાવાસ્યાને દિવસે આઠ પહોરનો પૌષધ ઉપવાસ કરીને ત્યાં રહ્યા હતા. તેઓએ એમ વિચારેલું કે તે ભાવોદ્યોત એટલે જ્ઞાનરૂપ પ્રકાશ ચાલ્યો ગયો એટલે હવે અમે દ્રવ્યોદ્યોત એટલે દીવાનો પ્રકાશ કરીશું. * ૧૨૮. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત્ તેમનાં તમામ દુઃખો છેદાઈ ગયાં, તે રાત્રે ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર ઉપર શુદ્ર ક્રૂર સ્વભાવનો ૨૦૦ વર્ષ સુધી રહેનારો એવો ભસ્મરાશિ નામનો મહાગ્રહ આવ્યો હતો. ૧૨૯. જ્યારથી તે શુદ્ર ક્રૂર સ્વભાવનો ૨000 વર્ષ સુધી રહેનારો એવો ભસ્મરાશિ નામનો મહાગ્રહ ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર પર આવ્યો હતો ત્યારથી શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓનો પૂજા સત્કાર ઉત્તરોત્તર વધતો ચાલતો નથી. ૧૩૦. જ્યારે તે ક્ષુદ્ર ક્રૂર સ્વભાવનો ભસ્મરાશિગ્રહ ભગવાનના જન્મનક્ષત્ર ઉપરથી ખસી જશે ત્યારે શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓનો પૂજા સત્કાર વધતો વધતો ચાલશે. ૧૩૧. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત તેમનાં તમામ દુઃખો છેદાઈ ગયાં તે રાત્રે બચાવી ન શકાય એવી કંથવા નામની જીવાત ઉત્પન્ન થઈ ગઈ, જે જીવાત સ્થિર હોય - ચાલતી ન હોય - તો છદ્મસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓને આંખે જલદી જોવાય તેવી નહોતી અને જ્યારે અસ્થિર હોય એટલે કે ચાલતી હોય ત્યારે તે જીવાતને છમસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓ પોતાની આંખે ઝડપથી જોઈ શકતા હતા. એવી એ જીવાતને જોઈને ઘણા નિગ્રંથોએ અને નિગ્રંથીઓએ અનશન સ્વીકારી લીધું હતું. ૧૩૨. પ્ર. હે ભગવંત ! તે એમ કેમ થયું ? એટલે કે એ જીવાતને જોઈને નિગ્રંથો અને નિગ્રંથીઓએ અનશન કર્યું એ શું સૂચવે છે? ઉ. આજથી માંડીને સંયમ દુરારાધ્ય થશે એટલે કે સંયમ પાળવો ઘણો કઠણ પડશે એ હકીકતને એ અનશન સૂચવે છે. પપ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩. તે કાળે તે સમયે ભગવાન મહાવીરને ઇન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર (૧૪000) શ્રમણોની ઉત્કૃષ્ટી શ્રમણ સંપદા હતી. ૧૩૪. ભગવાન મહાવીરને આર્ય ચંદના વગેરે છત્રીસ હજાર (૩૬000) આર્થિકાઓની ઉત્કૃષ્ટી આર્થિક સંપદા હતી. ૧૩૫. શ્રમણ ભગવાન મહાવીરને શંખ શતક વગેરે એકલાખ ઓગણસાઠ હજાર શ્રાવકોની ઉત્કૃષ્ટી શ્રમણોપાસક સંપદા હતી. ૧૩૬. શ્રમણ ભગવાન મહાવીરને સુલસા રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રમણોપાસિકાઓની – શ્રાવિકાઓની ઉત્કૃષ્ટી શ્રાવિકા સંપદા હતી. ૧૩૭. શ્રમણ ભગવાન મહાવીરને જિન નહિ છતાં જિનની જેવા સર્વાપર સન્નિપાતી અને જિનની પેઠે સાચું સ્પષ્ટીકરણ કરનારા એવા ત્રણસો ચતુર્દશપૂર્વધરોની - ચૌદપૂર્વીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૩૮, શ્રમણ ભગવાન મહાવીરને વિશેષ પ્રકારની લબ્ધિવાળા એવા તેરસો અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૩૯. શ્રમણ ભગવાન મહાવીરને સંપૂર્ણ ઉત્તમ જ્ઞાન ને દર્શનને પામેલા એવા સાતસો કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૪૦. શ્રમણ ભગવાન મહાવીરને દેવ નહિ છતાં દેવની સમૃદ્ધિને પામેલા એવા સાતસો વૈક્રિયલબ્ધિવાળા શ્રમણોની ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૪૧. શ્રમણ ભગવાન મહાવીરને અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં રહેનારા, મનવાળા, પૂરી પર્યાપ્તિવાળા એવા પંચેન્દ્રિય પ્રાણીઓનાં મનના ભાવોને જાણે એવા પાંચસો વિપુલમતિ જ્ઞાની શ્રમણોની ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૪૨. શ્રમણ ભગવાન મહાવીરને દેવ, મનુષ્ય ને અસુરોવાળી સભાઓમાં વાદ કરતાં પરાજય ન પામે એવા ચારસો વાદીઓની એટલે શાસ્ત્રાર્થ કરનારાઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૪૩. શ્રમણ ભગવાન મહાવીરના સાતસો શિષ્યો સિદ્ધ થયા વાવંત તેમનાં સર્વદુઃખો છેદાઈ ગયાં - નિર્વાણને પામ્યા અને શ્રમણ ભગવાન મહાવીરની ચૌદસો શિષ્યાઓ સિદ્ધ થઈ – નિર્વાણ પામી. ૧૪૪. શ્રમણ ભગવાન મહાવીરને ભવિષ્યની ગતિમાં કલ્યાણ પામનારા, વર્તમાન સ્થિતિમાં કલ્યાણ અનુભવનારા અને ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા આઠસો અનુત્તરપપાતિક મુનિઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. એટલે કે એમના એવા સાતસો મુનિઓ હતા કે જે અનુત્તર વિમાનમાં જનારા હતા. ૧૪૫. શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં મોક્ષે જનારા લોકોની બે પ્રકારની ભૂમિકા હતી. જેમ કે યુગાન્તકૃતભૂમિકા અને પર્યાયાંતકૃતભૂમિકા. યુગાન્તકુતભૂમિકા એટલે જે લોકો અનુક્રમે મુક્તિ પામે એટલે કે ગુરુ મુક્તિ પામે એ પછી એનો શિષ્ય મુક્તિ પામે પછી એનો પ્રશિષ્ય મુક્તિ પામે, એ ૫૬ Page #66 -------------------------------------------------------------------------- ________________ રીતે જેઓ અનુક્રમે મુક્તિ પામ્યા કરે તેમની મોક્ષ પરત્વે યુગાન્તકતભૂમિકા કહેવાય. અને પર્યાયાંતકૃત ભૂમિકા એટલે ભગવાન કેવળી થયા પછી જે લોકો મુક્તિ પામે તેમની મોક્ષ પરત્વે પર્યાયાંતકૃતભૂમિકા કહેવાય. ભગવાનની ત્રીજા પુરુષ સુધી યુગાન્તકૃતભૂમિકા હતી એટલે કે પહેલાં ભગવાન મોક્ષે ગયા પછી એમના કોઈ શિષ્ય મોક્ષે ગયા અને પછી એમના પ્રશિષ્ય એટલે જંબુસ્વામી મોક્ષે ગયા. આ યુગાન્તકૃતભૂમિકા જંબુસ્વામી સુધી જ ચાલી પછી બંધ પડી ગઈ. અને ભગવાનને કેવળી થયે ચાર વરસ વિત્યા પછી કોઈક મોક્ષે ગયો, એટલે કે ભગવાનને કેવળી થયા પછી ચાર વરસે મુક્તિનો માર્ગ વહેતો. થયો અને તે જંબુસ્વામી સુધી વહેતો રહ્યો. ૧૪૬. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને બાર કરતાં વધારે વરસ સુધી છધસ્થ એવા મુનિ પર્યાયને પામીને તે પછી ત્રીસ કરતાં કંઈક ઓછાં વરસ સુધી કેવળી પર્યાયને પામીને એકંદર કુલ બેંતાલીસ વરસ સુધી સાધુપણાનો પર્યાય પામીને એ રીતે કુલ બોતેર વરસનું આયુષ્ય પૂરું કરીને અને તેમના વેદનીય આયુષ્ય નામ અને ગોત્રકર્મ ક્ષીણ થયા પછી આ અવસર્પિણી કાળનો દુઃષમ સુષમ નામનો ચોથો આરો બહુ વીત્યા પછી તથા તે આરાનાં ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાકી રહ્યા પછી મધ્યમાપાપા નગરીમાં હસ્તિપાળ રાજાની મોજણી કામદારોને બેસવાની જગ્યામાં એકલા કોઈ બીજું સાથે નહિ એ રીતે છ ટંકનાં ભોજન અને પાનનો ત્યાગ કરીને એટલે કે છઠ કરીને સ્વાતિ નક્ષત્રનો યોગ થયાં વહેલી સવારે એટલે કે ચાર ઘડી રાત બાકી રહેતાં પદ્માસનમાં બેઠેલા ભગવાન કલ્યાણફળવિપાકનાં પંચાવન અધ્યયનોને અને પાપફળવિપાકનાં બીજાં પંચાવન અધ્યયનોને અને કોઈએ નહિ પૂછેલા એવા પ્રશ્નોના ખુલાસા આપનારાં છત્રીસ અધ્યયનોને કહેતાં કહેતાં કાળધર્મને પામ્યા - જગતને છોડી ગયા, ઊર્ધ્વગતિએ ગયા અને એમનાં જન્મ-જરા અને મરણનાં બંધનો કપાઈ ગયાં. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, તમામ કર્મોનો એમણે નાશ કર્યો. તમામ સંતાપો વગરના થયા અને તેમનાં તમામ દુઃખો હીણાં થઈ ગયાં એટલે નાશ પામી ગયાં. ૧૪૭. આજે તમામ દુઃખો જેમનાં નાશ થઈ ગયાં છે, એવા સિદ્ધ, બુદ્ધ યાવત્ શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણ થયાને નવસો વર્ષ વિતી ગયાં, તે ઉપરાંત આ હજારમાં વર્ષના એંશીમા વર્ષનો વખત ચાલે છે. એટલે ભગવાન મહાવીરને નિર્વાણ પામ્યાને આજે ૯૮૦ વરસ થયાં. બીજી વાચનામાં વળી કેટલાક એમ કહે છે કે નવસો વરસ ઉપરાંત હજારમા વર્ષના તાણમા વર્ષનો કાળ ચાલે છે, એવો પાઠ દેખાય છે. એટલે એમને મતે મહાવીર નિર્વાણને નવસો તાણું (૯૯૩) વર્ષ થયાં કહેવાય. પુરુષાદાનીય અરહત પાસ ૧૪૮. તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરહંત પંચ વિશાખાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગોમાં વિશાખા નક્ષત્ર આવેલું હતું. તે જેમ કે, ૧ પાર્શ્વ અરહંત વિશાખા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા. ૨. વિશાખા નક્ષત્રમાં જન્મ પામ્યા. ૩. વિશાખા નક્ષત્રમાં મુંડ થઈને ઘરથી બહાર નીકળી તેમણે અનગારની દશાનો સ્વીકારી. ૪. વિશાખા નક્ષત્રમાં તેમને અનંત, ઉત્તમોત્તમ, વ્યાધાત વગરનું, આવરણ વગરનું, સકલ પ્રતિપૂર્ણ એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન પેદા થયું અને ૫. ભગવાન પાર્શ્વ વિશાખા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. પ૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯, તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્જ અરહંત, જે તે ગ્રીષ્મઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચૈત્ર મહિનાનો વ. દિ. નો સમય આવ્યો ત્યારે તે ચૈત્ર વ. દિ. ચોથના પક્ષમાં વીશ સાગરોપમની આયુષ મર્યાદાવાળા પ્રાણત નામના કલ્પ-સ્વર્ગમાંથી આયુષ મર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર, દિવ્ય જન્મ અને દિવ્ય શરીર છૂટી જતાં તરત જ ચવીને અહીં જ જંબૂદીપ નામના દ્વીપમાં ભારત વર્ષમાં વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં રાતનો પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતો હતો એ સમયે - મધરાતે - વિશાખા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ૧૫૦. પુરુષાદાનીય અરિહંત પાર્શ્વ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા, તે જેમ કે, “હું ચવીશ' એમ તે જાણે છે. ઇત્યાદિ બધું આગળ શ્રી ભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શનના વર્ણનને લગતા તે જ પાઠ વડે કહેવું યાવત્ “માતાએ પોતાના ઘરમાં પ્રવેશ કર્યો યાવત્ “માતા સુખે સુખે તે ગર્ભને ધારણ કરે છે.' ૧૫૧. તે કાલે તે સમયે જે તે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ અને પોષ મહિનાનો વ.દિ. નો સમય આવ્યો ત્યારે તે પોષ વ. દિ. દશમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તેમની ઉપર સાડાસાત રાતદિવસ વીતી ગયા પછી રાતનો પૂર્વભાગ તથા પાછલો ભાગ જોડાતો હતો તે સમયે - મધરાતે - વિશાખા નક્ષત્રનો યોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક પુરુષાદાનીય અરિહંત પાર્થ નામના પુત્રને જનમ આપ્યો. અને જે રાતે પુરુષાદાનીય અરહંત પાર્થ જન્મ પામ્યા તે રાત ઘણા દેવો અને દેવીઓ વડે યાવત ઉપર ઝળહળાટવાળી અથવા ઝગારા મારતી હોય તેવી થઈ હતી અને દેવો તથા દેવીઓની આવજાને લીધે કોલાહલવાળી પણ થઈ હતી. ” - બાકી બધું શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવ્યા પ્રમાણે જ કહેવું. વિશેષમાં આ સ્થળે બધે “પાર્થ” ભગવાનનું નામ લઈને તે પાઠ વડે બધી હકીકત કહેવી યાવત્ “તેથી કરીને કુમારનું નામ “પાર્થ” હો.' ૧૫ર. પુરુષાદાનીય અરહંત પાર્થ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે ત્રીશ વરસ સુધી ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યારે પછી વળી જેમનો કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તે પ્રકારની ઈષ્ટ વાણી દ્વારા યાવત્ તેમને આ પ્રમાણે કહ્યું : “હે નંદ ! તારો જય થાઓ, જય થાઓ. હે ભદ્ર ! તારો જય થાઓ જય થાઓ યાવત્ “તે દેવો એ રીતે “જયજય' શબ્દનો પ્રયોગ કરે છે.' ૧૫૩. પુરુષાદાનીય અરહંત પાર્થને માનવીના ગૃહસ્થધર્મથી પહેલાં પણ એટલે ભગવાન પાર્શ્વ માનવદેહે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો તે પહેલાં પણ ઉત્તમ આભોગિક જ્ઞાન હતું ઇત્યાદિ તે બધું શ્રી ભગવાન મહાવીરની હકીકત પ્રમાણે કહેવું યાવતું દાયિકોમાં – ભાગના હકદારોમાં - દાનને બરાબર વહેંચીને જે તે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ એટલે પોષ માસનો વ.દિ. પક્ષ આવ્યો અને તે પોષ માસના પ૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ વ. દિ. પક્ષની અગિયારશનો દિવસ આવ્યો ત્યારે દિવસના પૂર્વ ભાગને સમયે એટલે દિવસને ચડતે પહોરે વિશાલા શિબિકામાં બેસીને દેવો, માનવો અને અસુરોની મોટી સભા-મંડળી સાથે ઇત્યાદિ બધું થાવત્ શ્રીભગવાન મહાવીરની હકીકત પ્રમાણે જ કહેવું. અહીં વિશેષતા એ કે “પાર્શ્વનાથ ભગવાન વાણારસી નગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે, નીકળીને જે તરફ આશ્રમપદ નામનું ઉદ્યાન છે તે તરફ અને તે ઉદ્યાનમાં જે તરફ અશોકનું ઉત્તમ વૃક્ષ છે તે તરફ સમીપે જાય છે, સમીપે જઈને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે, ઊભી રખાવીને શિબિકામાંથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને પોતાની જ મેળે આભરણો માળાઓ અને બીજા અલંકારોને નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લોચ કરે છે, લોચ કરીને પાણી વગરનો અક્રમભક્ત કરવા સાથે તેમને વિશાખા નક્ષત્રનો જોગ આવતાં એક દેવદૂષ્યને લઈને બીજા ત્રણસેં પુરુષો સાથે મુંડ થઈને ઘરવાસથી નીકળીને અનગારદશાને સ્વીકારી.” ૧૫૪. પુરુષાદાનીય અરહંત પાર્થે હમેશાં શરીર તરફના લક્ષ્યને વોસરાવેલ હતું, શારીરિક વાસનાઓને તજી દીધેલ હતી, એથી અનગાર દશામાં એમને જે કોઈ ઉપસર્ગો ઉપજે છે પછી ભલે તે ઉપસર્ગો દૈવી હોય, માનવીએ કરેલા હોય કે પશુપક્ષીઓ તરફથી થતા હોય. તે ત્રણે પ્રકારના ઉત્પન્ન થયેલા ઉપસર્ગોને એઓ નિર્ભયપણે સારી રીતે સહે છે, ક્રોધ આણ્યા વિના ખમે છે, ઉપસર્ગો તરફ તેમની સામર્થ્ય સાથેની તિતિક્ષાવૃત્તિ છે અને એઓ શરીરને બરાબર અચલ દઢ રાખીને એ ઉપસર્ગોને પોતા ઉપર આવવા દે છે. ૧૫૫. ત્યાર પછી તે પાર્જ ભગવાન અનગાર થયા યાવત્ ઈર્યાસમિતિવાળા થયા અને તે રીતે આત્માને ભાવિત કરતાં કરતાં તેમને ત્યાથી રાતદિવસ વીતી ગયા અને જ્યારે તેઓ એ રીતે આત્માને ભાવિત કરતાં કરતાં ચોરાશીમા દિવસની વચ્ચે વર્તતા હતા ત્યારે જે તે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચૈત્ર માસનો વદિ. પક્ષ આવ્યો, તે ચૈત્ર માસની વ.દિ. ચોથના પક્ષે દિવસને ચડતે પહોરે ધાતકના વૃક્ષની નીચે તે પાર્થ અનગાર પાણી વગરનો છઠ્ઠભક્ત રાખીને રહ્યા હતા, એ સમયે ધ્યાનમાં વર્તતા તેઓ રહેતા હતા ત્યારે વિશાખા નક્ષત્રનો જોગ આવતાં તેમને અનંત, ઉત્તમોત્તમ એવું યાવત્ કેવળ ઉત્તમ જ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થયું યાવત્ તેઓ જાણતા અને જોતા વિહરે છે. ૧૫૬. પુરુષાદાનીય અરહિત પાસને આઠ ગણો તથા આઠ ગણધરો હતા, તે જેમ કે, ૧. શુભ, ૨. અધોસ - આઘોસ, ૩. વસિષ્ઠ, ૪. બ્રહ્મચારી, ૫. સોમ, ૬, શ્રીધર, ૭. વીરભદ્ર, અને ૮. સ. ૧૫૭. પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં અન્જદિષ્ણ વગેરે સોળ હજાર સાધુઓની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા હતી. પુરુષાદાનીય અહિત પાસના સમુદાયમાં પુષ્કચૂલા વગેરે આડત્રીસ હજાર આર્થિકાઓની ઉત્કૃષ્ટ આર્થિકાસંપદા હતી. પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં સુનંદ વગેરે એકલાખ ચોસઠ હજાર શ્રમણોપાસકોની 'ઉત્કૃષ્ઠ શ્રમણોપાસકસંપદા હતી. ૫૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ પુરુષાદાનીય અહિત પાસના સમુદાયમાં સુનંદા વગેરે ત્રણ લાખ અને સત્યાવીશ હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકાસંપદા હતી. પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં સાડાત્રણસેં જિન નહીં પણ જિનની જેવા તથા સર્વાક્ષરના સંયોગોને જાણનારા યાવત્ ચૌદપૂર્વીઓની સંપત હતી. પુરુષાદાનીય અહિત પાસના સમુદાયમાં ચૌદસે અવધિજ્ઞાનીઓની સંપત હતી. પુરુષાદાનીય અહિત પાસના સમુદાયમાં એક હજાર કેવલજ્ઞાનીઓની સંપત હતી. અગિયારસે વૈક્રિયલબ્ધિવાળાઓની તથા છમેં ઋજુમતિજ્ઞાનવાળાઓની સંપત હતી. તેમના એક હજાર શ્રમણો સિદ્ધ થયા, તથા તેમની બે હજાર આર્થિકાઓ સિદ્ધ થઈ એટલે એમની એટલી સિદ્ધિ થનારાઓની સંપત હતી. તેમના સમુદાયમાં સાડાસાતમેં વિપુલમતિઓની - વિપુલમતિજ્ઞાનવાળાઓની, છમેં વાદીઓની અને બારમેં અનુત્તરપપાતિકોની એટલે અનુત્તરવિમાનમાં જનારાઓની સંપત હતી. ૧૫૮. પુરુષાદાનીય અરહંત પાસના સમયમાં અંતકૃતોની ભૂમિ એટલે સર્વદુઃખોનો અંત કરનારાઓનું સ્થળ બે પ્રકારે હતું, તે જેમ કે – એક તો યુગઅંતકૃતભૂમિ હતી અને બીજી પર્યાયઅંતકૃતભૂમિ હતી. યાવત્ અરહત પાસેથી ચોથા યુગપુરુષ સુધી જુગઅંતકૃતભૂમિ હતી એટલે ચોથા પુરુષ સુધી મુક્તિમાર્ગ વહેતો – ચાલુ હતો. અરહત પાસનો કેવળી પર્યાય ત્રણ વરસનો થયો એટલે તેમને કેવળજ્ઞાન થયે ત્રણ વરસ વીત્યા પછી ગમે તે કોઈએ દુઃખોનો અંત કર્યો અર્થાત્ મુક્તિમાર્ગ વહેતો થયો, એ તેમની વેળાની પર્યાયાંતકૃતભૂમિ હતી. ૧૫૯. તે કાળે તે સમયે ત્રીસ વરસ સુધી ઘરવાસમાં રહીને, વ્યાંશી રાતદિવસ છપસ્થ પર્યાયને પામીને પૂરેપૂરાં નહીં પણ થોડાં ઓછાં સિત્તેર વરસ સુધી કેવળીપર્યાયને પામીને, પૂરેપૂરાં સિત્તેર વરસ સુધી શ્રામસ્યપર્યાયને પામીને એક એકંદર સો વરસનું પોતાનું બધું આયુષ્ય પાળીને વેદનીયકર્મ આયુષ્યકર્મ નામકર્મ અને ગોત્રકર્મનો ક્ષય થયે આ દુષમસુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જે-તે વર્ષાઋતુનો પ્રથમ માસ બીજો પક્ષ એટલે શ્રાવણમાસના શુક્લપક્ષ આવ્યો ત્યારે તે શ્રાવણ સુદની આઠમના પ્ર સંમેતશૈલના શિખર ઉપર પોતાના સહિત ચોત્રીશમા એવા અર્થાત્ બીજા તેત્રીશ પુરુષો અને પોતે ચોત્રીશમા એવા પુરુષાદાનીય અહિત પાસ મહિના સુધી પાણી વગરના માસિકભક્તનું તપ તપ્યા. એ સમયે દિવસને ચડતે પહોરે વિશાખા નક્ષત્રનો યોગ થતાં બંને હાથ લાંબા રહે એ રીતે ધ્યાનમાં વર્તતા તેઓ કાલગત થયા એટલે કાળધર્મને પામ્યા. વ્યતિક્રાંત થઈ ગયા યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થઈ ગયાં. ૧૬૦. કાલધર્મને પામેલા યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થયેલા પુરુષાદાનીય અહિત પાસને થયાં બારસે વરસ વીતી ગયાં અને આ તેરસોમા વરસના ત્રીશમા વરસનો સમય જાય છે. E Page #70 -------------------------------------------------------------------------- ________________ અરહત અરિષ્ટનેમિ ૧૬૧. તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ પાંચ ચિત્રાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગોમાં ચિત્રા નક્ષત્ર આવેલું હતું. તે જેમ કે, અરહત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા, ઇત્યાદિ બધી વક્તવ્યતાની માંડણી ચિત્રા નક્ષત્રના પાઠ સાથે પૂર્વ પ્રમાણે સમજવી થાવત્ તેઓ ચિત્રા નક્ષત્રમાં પરિનિર્વાણને પામ્યા. ૧૬૨. તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ, જે તે વર્ષાઋતુનો ચોથો માસ સાતમો પક્ષ અને કાર્તિક મહિનાનો વ. દિ. નો સમય આવ્યો ત્યારે તે કાર્તિક વ. દિ. બારશના પક્ષમાં બત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં સોરિયપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની ભારજા શિવાદેવીની કક્ષિમાં રાતનો પૂર્વભાગ અને પાછલો ભાગ ભેગો થતો હતો એ સમયે-મધરાતે ચિત્રા નક્ષત્રનો જોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ઇત્યાદિ બધું આગળ શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શન અને ધનની વૃષ્ટિ વગેરેને લગતા પાઠ સાથે તે જ રીતે અહીં કહેવું. ૧૬૩. તે કાલે તે સમયે જે તે વર્ષાઋતુનો પ્રથમ માસ, બીજો પક્ષ અને શ્રાવણ મહિનાનો સુદ પક્ષ આવ્યો તે સમયે તે શ્રાવણ સુદ પાંચમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા, યાવત્ મધરાતે ચિત્રા નક્ષત્રનો જોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક અરહત અરિષ્ટનેમિને જન્મ આપ્યો. જન્મની હકીકતમાં પિતા તરીકે “સમુદ્રવિજય'ના પાઠ સાથે યાવત્ આ કુમારનું નામ “અરિષ્ટનેમિ” કુમાર થાઓ ઇત્યાદિ બધું સમજવું. ૧૬૪. અહિત અરિષ્ટનેમિ દક્ષ હતા યાવત્ તેઓ ત્રણસે વરસ સુધી કુમાર અવસ્થામાં ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યાર પછી વળી જેમનો કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તેમને કહ્યું ઇત્યાદિ બધું જેમ આગળ આવી ગયું છે તેમ કહેવું યાવત્ “ભાગના હકદારોમાં દાનને વહેંચી આપીને ત્યાં સુધી. જે તે વર્ષાઋતુનો પ્રથમ માસ, બીજો પક્ષ એટલે શ્રાવણનો સુદ પક્ષ આવ્યો અને તે શ્રાવણ સુદની છઠ્ઠના પક્ષે દિવસને ચડતે પહોરે જેમની વાટની પાછળ પાછળ દેવો, માનવો અને અસુરોની મંડળી ચાલી રહી છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને વાવતું. દ્વારિકા નગરીની વચ્ચોવચ્ચે થઈને નીકળે છે, નીકળીને જે તરફ રૈવતક નામનું ઉઘાન છે ત્યાં જ આવે છે. ત્યાં આવીને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે. ઊભી રખાવીને તેઓ શિબિકા-પાલખીમાંથી ઊતરે છે, ઊતરીને પોતાની મેળે જ આભરણ માળાઓ અને અલંકારોને નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લોચ કરે છે, લોચ કરીને પાણી વગરનો છઠ્ઠભક્ત કરવા સાથે તેમણે ચિત્રા નક્ષત્રનો જોગ આવતાં એક દેવદૂષ્ય લઈને બીજા હજાર પુરુષોની સાથે મુંડ થઈને ઘરવાસમાંથી નીકળીને અનગાર દશાને સ્વીકારી. ૧૬૫. અહિત અરિષ્ટનેમિએ ચોપન રાતદિવસ ધ્યાનમાં રહેતાં તેમણે હમેશાં શરીર તરફના Page #71 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્યને તજી દીધેલ હતું અને શારીરિક વાસનાઓને છોડી દીધેલ હતી ઇત્યાદિ બધું જેમ આગળ આવ્યું છે તેમ અહીં સમજવાનું છે યાવતુ અહિત અરિષ્ટનેમિને એ રીતે ધ્યાનમાં રહેતાં પંચાવનમો રાતદિવસ આવી પહોંચ્યો. જ્યારે તેઓ એ રીતે પંચાવનમા રાતદિવસની મધ્યમાં વર્તતા હતા ત્યારે જે તે વર્ષાઋતુનો ત્રીજો માસ, પાંચમો પક્ષ એટલે આસો માસનો વ. દિ. પક્ષ અને તે આસો વ. દિ. પંદરમીના - અમાવાસ્યાના પક્ષે દિવસના પાછલા ભાગમાં ઉજ્જિતશિલ શિખર ઉપર નેતરના ઝાડની નીચે પાણી વગરના અઠ્ઠમભક્તનું તેમણે તપ તપેલું હતું. બરાબર એ સમયે ચિત્રા નક્ષત્રનો યોગ આવતાં ધ્યાનમાં વર્તતા તેમને અનંત એવું યાવત્ ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. હવે તેઓ સમસ્ત દ્રવ્યો અને તેમના તમામ પર્યાયોને જાણતા દેખતા વિહરે છે. - ૧૬૬. અરહત અરિષ્ટનેમિને અઢાર ગણો અને અઢાર ગણધરો હતા. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં વરદત્ત વગેરે અઢાર હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણસંપત હતી. અહિત અરિષ્ટનેમીના સમુદાયમાં આર્યયક્ષિણી વગેરે ચાળીસ હજાર આર્થિકાઓની ઉત્કૃષ્ટ આર્થિકાસંપત હતી. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં નંદ વગેરે એકલાખ અને ઓગણોસિત્તેર હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપત હતી. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં મહાસુવ્રતા વગેરે ત્રણ લાખ અને છત્રીસ હજાર શ્રમણોપાસિકાઓઓની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકાસંપત હતી. અરહિત અરિષ્ટનેમિના સમુદાયમાં જિન નહીં પણ જિનની સમાન તથા સર્વ અક્ષરના સંયોગોને બરાબર જાણનારા એવા યાવત્ ચારસે ચૌદપૂર્વીઓની સંપત હતી. એ જ રીતે પંદરસેં અવધિજ્ઞાનવાળાઓની, પંદરસેં કેવળજ્ઞાનવાળાઓની, પંદરમેં વૈક્રિયલબ્ધિવાળાઓની, એક હજાર વિપુલમતિજ્ઞાનવાળાઓની, આઠમેં વાદીઓની અને સોળસે અનુત્તરૌપપાતિકોની સંપત હતી. તેમના શ્રમણ સમુદાયમાં પંદરસેં શ્રમણો સિદ્ધ થયા અને ત્રણ હજાર શ્રમણીઓ સિદ્ધ થઈ અર્થાત્ સિદ્ધોની તેમની એટલી સંપત હતી. ૧૬૭. અરહત અરિષ્ટનેમિના સમયમાં અંતકૃતોની એટલે નિર્વાણ પામનારાઓની ભૂમિ બે પ્રકારની હતી, તે જેમ કે, યુગઅંતકૃતભૂમિ અને પર્યાયઅંતકૃતભૂમિ. યાવત્ અરહત અરિષ્ટનેમિ પછી આઠમા યુગપુરુષ સુધી નિર્વાણનો માર્ગ ચાલુ હતો - એ તેમની યુગઅંત કૃતભૂમિ હતી. અહિત અરિષ્ટનેમિને કેવળજ્ઞાન થયે બે વર્ષ વીત્યા પછી ગમે તે કોઈએ દુઃખનો અંત કર્યો અર્થાત તેમને કેવળી થયે બે વર્ષ પછી નિર્વાણનો માર્ગ ચાલુ થયો. ૧૬૮. તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ ત્રણસેં વરસ સુધી કુમારવાસમાં રહ્યા, ચોપન રાતદિવસ છબસ્થ પર્યાયમાં રહ્યા, તદન પૂરાં નહીં - થોડાં ઓછાં સાતમેં વરસ સુધી કેવળીના કેવળીની ૬૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ દશામાં રહ્યા - એમ એકંદર તેઓ પૂરેપૂરાં સાતમેં વરસ સુધી શ્રામણ્યપર્યાયને પામીને અને સરવાળે તેઓ પોતાનું એક હજાર વરસ સુધીનું સર્વ આયુષ્ય પામીને વેદનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ એ ચારે કર્મો તદન ક્ષીણ થઈ ગયાં પછી અને આ દુઃષમાસુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જ્યારે જે તે ગ્રીષ્માઋતુનો ચોથો માસ આઠમો પક્ષ એટલે અષાઢ શુ, દિ. નો પક્ષ આવ્યો ત્યારે તે અષાઢ સુદની આઠમના પક્ષે ઉજ્જિતશૈલ શિખર ઉપર તેમણે બીજા પાંચર્સને છત્રીશ અનગારો સાથે પાણી વગરનું માસિકભક્ત તપ તપ્યું, તે સમયે ચિત્રાનક્ષત્રનો જોગ થતાં રાતનો પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતો હતો તે સમયે મધરાતે નિષદ્યામાં રહેલા અર્થાત્ બેઠાબેઠા અરહત અરિષ્ટનેમિ કાલગત થયા યાવત્ સર્વ દુઃખોથી તદ્દન છૂટા થયા. ૧૬૯. અરહત અરિષ્ટનેમિને કાલગત થયાંને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને ચોરાશી હજાર વર્ષ વીતી ગયાં અને તે ઉપર પંચાશીમા હજા૨ વરસનાં નવસે વ૨સ પણ વીતી ગયાં, હવે તે ઉ૫૨ દસમા સૈકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે અર્થાત્ અરહત અરિષ્ટનેમિને થયાંને ચોરાશી હજા૨ નવર્સેને એંશી વરસ વીતી ગયા ૧૭૦. અરહત નિમને કાલગત થયાંને યાવત્ સર્વદુઃખોથી તદૃન છૂટા થયાંને પાંચ લાખ ચોરાશી હજાર નવર્સે વરસ વીતી ગયાં, હવે તે ઉપર દસમા સૈકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે. ૧૭૧. અરહત મુનિસુવ્રતને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાંને અગિયાર લાખ ચોરાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં, હવે તે ઉપર દસમા સૈકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે. ૧૭૨. અરહત મલ્લિને યાવત્ સર્વદુઃખોથી તદૃન છૂટા થયાંને પાંસઠ લાખ ચોરાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં, હવે તે ઉપર દસમા સૈકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે. ૧૭૩, અરહત અરને યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થયાંને એક હજાર કરોડ વરસ વીતી ગયાં, બાકી બધું શ્રીમલ્લિ વિશે જેમ કહ્યું છે તેમ જાણવું અને તે આ પ્રમાણે કહ્યું છે : અરહત અરના નિર્વાણગમન પછી એક હજાર કરોડ વરસે શ્રીમલ્લિનાથ અરહતનું નિર્વાણ અને અરહત મલ્ટિના નિર્વાણ પછી પાંસઠ લાખ અને ચોરાશી હજાર વરસ વીતી ગયાં પછી તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયાં બાદ હવે તે ઉપર આ દસમા સૈકાનો એંશીમા વરસનો સમય ચાલે છે. એજ પ્રમાણે આગળ ઉપર શ્રેયાંસનાથની હકીકત આવે ત્યાં સુધી દેખવું એટલે ત્યાં સુધી સમજવું. ૧૭૪. અરહત કુંથુને યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થયાંને એક પલ્યોપમના ચોથા ભાગ જેટલો સમય વીતી ગયો ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ શ્રીમલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. ૧૭૫. અરહત શાંતિને યાવત્ સર્વદુઃખોથી તદૃન છૂટા થયાંને ચાર ભાગ કમ એક પલ્યોપમ એટલે અડધું પલ્યોપમ જેટલો સમય વીતી ગયો ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ શ્રીમલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬. અરહત ધર્મને યાવતુ સર્વદુઃખોથી તદન છૂટા થયાંને ત્રણ સાગરોપમ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. ૧૭૭. અરહત અનંતને યાવતુ સર્વદુઃખોથી તદન છૂટા થયાંને સાત સાગરોપમ જેટલો સમય વીતી ગયો ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. ૧૭૮. અહિત વિમલને વાવતુ સર્વદુઃખોથી તદન છૂટા થયાને સોળ સાગરોપમ વીતી ગયાં અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૭૯. અહિત વાસુપૂજયને યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થયાને છેતાળીશ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૮૦. અરહત શ્રેયાંસને યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થયાને એકસો સાગરોપમ જેટલો સમય વીતી ગયો ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૮૧. અરહિત શીતળને યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થયાને બેતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ એટલા સમયથી ઊણાં એક કરોડ સાગરોપમ વીતી ગયા પછી એ સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યારપછી પણ આગળ નવસે વરસો વીતી ગયાં અને હવે તે ઉપરાંત દસમા સૈકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે. ૧૮૨. અરહત સુવિધિને યથાવત્ સર્વદુઃખોથી તદન રહિત થયાને દસ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને બાકી બધું જેમ શીતળ અહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે છે : અર્થાતુ એ દસ કરોડ સાગરોપમમાંથી બેતાળીસ હજાર અને ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ને તે પછી નવસે વરસ વીતી ગયાં ઇત્યાદિ બધું ઉપર કહ્યા પ્રમાણે જોણવું. ૧૮૩. અરહત ચંદ્રપ્રભુને યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થયાને એક સો કરોડ સાગરોપમ જેટલો સમય પસાર થઈ ગયો, બાકી બધું જેમ શીતળ અહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ સો કરોડ સાગરોપમમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયાં ઇત્યાદિ ઉપર કહ્યા પ્રમાણે જાણવું. ૧૮૪. અરહત સુપાર્થને યાવત સર્વદુઃખોથી તદન હીણા થયાંને એક હજાર કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ એક હજાર કરોડ સાગરોપમમાંથી બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું. ૧૮૫. અરહંત પદ્મપ્રભને યાવત્ સર્વદુઃખોથી તદન હીણા થયાને દસ હજાર કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ ૬૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ દસ હજાર કરોડ સાગરોપમ જેટલો સમયમાંથી બેતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ બાદ માસ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું. ૧૮૬. અરત સુમતિને યાવત્ સર્વદુઃખોથી તદન હીણા થયાંને એક લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે : અર્થાત્ તે એક લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઉપર કહ્યા પ્રમાણે જાણવું. ૧૮૭. અરહત અભિનંદનને યાવત્ સર્વદુઃખોથી તદ્દન હીણા થયાંને દસ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ તે દસ લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઉપર કહ્યા પ્રમાણે જાણવું. ૧૮૮. અરહત સંભવને યાવત્ સર્વદુઃખોથી હીણા થયાંને વીશ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ વીશ લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેતાળીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમય મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઉપર કહ્યા પ્રમાણે જાણવું. ૧૮૯. અરહત અજિતને યાવત્ સર્વદુઃખોથી હીણા થયાંને પચાસ લાખ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ પચાસ લાખ કરોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેતાળીશ હજા૨ ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઉપર કહ્યા પ્રમાણે જાણવું. શ્રીકૌશલિક અરહત ઋષભદેવ ૧૯૦, તે કાલે તે સમયે કૌશલિક એટલે કોશલા-અયોધ્યા-નગરીમાં થયેલા અરહત ઋષભ ચાર ઉત્તરાષાઢાવાળા અને પાંચમા અભિજિત નક્ષત્ર વાળા હતા એટલે તેમના જીવનના ચાર પ્રસંગોએ ઉત્તરાષાઢા નક્ષત્ર આવેલુ હતું અને જીવનના પાંચમા પ્રસંગે અભિજિત નક્ષત્ર આવેલ હતું. તે જેમ કે, કૌશલિક અરહત ઋષભદેવ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા યાવત્ અભિજિત નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. ૧૯૧. તે કાલે તે સમયે કૌશલિક અરહત ઋષભ, જે તે ગ્રીષ્મ ઋતુનો ચોથો માસ, સાતમો પક્ષ એટલે અષાઢમાસનો વ. દિ. પક્ષ આવ્યો ત્યારે તે અષાઢ વ. દિ. ચોથના પક્ષે તેત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાંથી આયુષ્યમર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર ઇત્યાદિ છૂટી જતાં યાવત્ - તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં ઇક્ષ્વાકુભૂમિમાં નાભિ કુલકરની ભારજા મરુદેવીની કુક્ષિમાં રાતનો પૂર્વભાગ અને પાછલો ભાગ જોડાતો હતો એ સમયે મધરાતે - ઉત્તરાષાઢા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ૧૯૨. અને કૌશલિક અરહત ઋષભ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા, તે જેમ કે, ‘હું ચવીશ' એમ ૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ તે જાણે છે, ઇત્યાદિ બધું આગળ શ્રીમહાવીરના પ્રકરણમાં આવ્યું છે તેમ કહેવું યાવત્ ‘માતા સ્વપ્ન જુએ છે' ત્યાં સુધી. તે સ્વપ્નો આ પ્રમાણે છે ઃ “ગજ, વૃષભ” ઇત્યાદિ બધું અહીં તે જ પ્રમાણે કહેવું. વિશેષમાં એ કે, પ્રથમ સ્વપ્નમાં ‘મુખમાં પ્રવેશ કરતા વૃષભને જુએ છે' એમ અહીં સમજવું. આ. સિવાય બીજા બધા તીર્થંકરની માતાઓ પ્રથમ સ્વપ્નમાં ‘મુખમાં પ્રવેશ કરતા હાથીને જુએ છે' એમ સમજવું. પછી સ્વપ્નની હકીકત ભાર્યા મરુદેવી, નાભિ કુલકરને કહે છે. અહીં સ્વપ્નોના ફળ બતાવનાર સ્વપ્નપાઠકો નથી એટલે એ સ્વપ્નોના ફળને નાભિ કુલકર પોતે જ કહે છે. ૧૯૩. તે કાલે તે સમયે જે તે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસનો વ. દિ. પક્ષ આવ્યો ત્યારે તે ચૈત્ર વ. દિ. આઠમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડા સાત રાત-દિવસ વીતી ગયા પછી યાવત્ આષાઢા નક્ષત્રનો જોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક કૌશલિક અરહત ઋષભ નામના પુત્રને જન્મ આપ્યો. અહીં પૂર્વે કહ્યા પ્રમાણે જન્મસંબંધી બધી તે જ હકીકત કહેવી, યાવત્ ‘દેવો અને દેવીઓએ આવીને વસુધારાઓ વરસાવી' ત્યાં સુધી, બાકી બધું તે જ પ્રમાણે સમજવું. વિશેષમાં ‘જેલખાનાં ખાલી કરાવી નાખ્યાં’, ‘તોલ માપ વધારી દેવાં’ ‘દાણ લેવું છોડી દેવું' ઇત્યાદિ જે કુલમર્યાદાઓ આગળ બતાવી છે તે અહીં ન સમજવી તથા ‘યૂપો ઊંચા કરાવ્યા એટલે યૂપો લેવરાવી લીધા’ એ પણ અહીં ન કહેવું, એ સિવાય બધું પૂર્વ પ્રમાણે કહેવું. ૧૯૪. કૌશલિક અરહત ઋષભ, તેમનાં પાંચ નામો આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમ કે, ૧ ‘ઋષભ’ એ પ્રમાણે, ૨. ‘પ્રથમ રાજા’ એ પ્રમાણે, ૩ અથવા ‘પ્રથમ ભિક્ષાચર' એ પ્રમાણે, ૪. ‘પ્રથમ જિન’ એ પ્રમાણે, ૫ અથવા ‘પ્રથમ તીર્થંકર’ એ પ્રમાણે. ૧૯૫. કૌશલિક અરહત ઋષભ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા હતા, ઉત્તમરૂપવાળા, સર્વગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે વીશ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસમાં વસ્યા, ત્યાર પછી તેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યવાસમાં વસ્યા એટલે રાજ ચલાવ્યું અને તેસઠ લાખ પૂર્વ વ૨સ જેટલો સમય રાજ્યવાસમાં વસતાં તેમણે, જેમાં ગણિત મુખ્ય છે અને જેમાં શકુનરુતની એટલે પક્ષીઓના અવાજો ઉપરથી શુભઅશુભ પારખવાની કળા છેલ્લી છે એવી બહોતેર કળાઓ, સ્ત્રીઓના ચોસઠ ગુણો અને સો શિલ્પો એ ત્રણે વાનાં પ્રજાના હિત માટે ઉપદેશ્યાં-શીખવ્યાં, એ બધું શીખવી લીધા પછી સો રાજ્યોમાં સો પુત્રોનો અભિષેક કરી દીધો. ત્યાર પછી વળી, જેમનો કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ તેમની પાસે આવીને પ્રિય લાગે એવી યાવત્ વાણી વડે તેમને કહ્યું ઇત્યાદિ બધું જેમ આગળ આવેલું છે તે જ પ્રમાણે કહેવાનું છે - યાવત્ ‘ભાગીદારોને દાન વહેંચી આપીને' ત્યાં સુધી. પછી જે તે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસનો વ. દિ. પક્ષ જ્યારે આવ્યો ત્યારે તે ચૈત્ર વ. દિ. આઠમના પક્ષમાં દિવસના પાછલા પહોરે જેમની વાટની પાછળ દેવો મનુષ્યો અને અસુરોની મોટી મંડળી ચાલી રહી છે એવા કૌશલિક અરહત ઋષભ સુદર્શના નામની શિબિકામાં બેસીને યાવત્ વિનીતા રાજધાની વચ્ચોવચ્ચ નીકળે છે, નીકળીને જે તરફ સિદ્ધાર્થવન નામનું ઉદ્યાન છે, જે તરફ અશોકનું ઉત્તમ ઝાડ છે તે તરફ જ આવે છે, આવીને અશોકના ઉત્તમ ઝાડની નીચે શિબિકાને ઊભી રખાવે છે. હૃદ For Private Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ઇત્યાદિ બધું આગળ આવ્યું છે તે પ્રમાણે કહેવું યાવત્ “પોતે જ ચાર મુષ્ટિ લોચ કરે છે ત્યાં સુધી. તે સમયે તેમણે પાણી વગરના છઠ્ઠ ભક્તનું તપ કરેલ હતું, હવે એ સમયે આષાઢા નક્ષત્રનો જોગ થતાં ઉગ્રવંશના, ભોગવંશના, રાજન્યવંશના અને ક્ષત્રિયવંશના ચાર હજાર પુરુષો સાથે તેમણે એક દેવદૂષ્ય લઈને મુંડ થઈને ઘરવાસમાંથી નીકળી અને અનગાર દશાને-ભિક્ષુદશાને સ્વીકારી. ૧૯૬. કૌશલિક અહિત ઋષભે એક હજાર વરસ સુધી હમેશાં પોતાના શરીર તરફના લક્ષ્યને તજીને દીધેલ હતું, શારીરિક વાસનાઓને છોડી દીધેલ હતી એ રીતે પોતાના આત્માને ભાવિત કરતાં કરતાં તેમનાં એક હજાર વરસ વીતી ગયાં. પછી જ્યારે જે તે હેમંત ઋતુનો ચોથો માસ, સાતમો પક્ષ એટલે ફાગણ માસનો વ. દિ. પક્ષ આવ્યો ત્યારે તે ફાગણ વ. દિ. અગિયારશના પક્ષે દિવસના આગળના ભાગમાં પુરિમતાલ નગરની બહાર શકટમુખ નામના ઉદ્યાનમાં વડનાં ઉત્તમ ઝાડની નીચે રહીને ધ્યાન ધરતાં તેમણે પાણી વગરના અટ્ટમનું તપ કરેલું હતું એ સમયે આષાઢા નક્ષત્રનો જોગ થતાં એ રીતે ધ્યાનમાં વર્તતા તેમને અનંત એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયું યાવત્ હવે તેઓ બધું જાણતા વિહરે છે. - ૧૯૭. કૌશલિક અરહત ઋષભને ચોરાશી ગણો અને ચોરાશી ગણધરો હતા. કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં ઋષભસેન પ્રમુખ ચોરાશી હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણ સંપત હતી. કૌશલિક અરહંત ઋષભના સમુદાયમાં બ્રાહ્મી વગેરે ત્રણ લાખ આર્થિકાઓની ઉત્કૃષ્ટ આર્થિકાસંપત હતી. કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં સિજર્જસ પ્રમુખ ત્રણ લાખ અને પાંચ હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપત હતી. કૌશલિક અહિત ઋષભના સમુદાયમાં સુભદ્રા પ્રમુખ પાંચ લાખ અને ચોપન હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ સંપત હતી. કૌશલિક અહિત ઋષભના સમુદાયમાં જિન નહીં પણ જિનની જેવા ચાર હજાર સાતસેને પચાસ ચૌદ પૂર્વધરોની ઉત્કૃષ્ટ સંપત હતી. કૌશલિક અહિત ઋષભના સમુદાયમાં નવ હજાર અવધિજ્ઞાનિઓની ઉત્કટ સંપત હતી. કૌશલિક અરહંત ઋષભના સમુદાયમાં વીર હજાર કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ણ કેવલજ્ઞાનિસંપત હતી. કૌશલિક અરહંત ઋષભના સમુદાયમાં વીસ હજાર અને મેં વૈક્રિયલબ્દિવાળાઓની ઉત્કૃષ્ટ સંપત હતી. કૌશલિક અરહંત ઋષભના સમુદાયમાં અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં વસતા પર્યાપ્ત સંશી પંચેન્દ્રિયોના મનોભાવને જાણનારા એવા વિપુલમતિજ્ઞાનવાળાઓની બાર હજાર છસેંને પચાસ એટલી ઉત્કૃષ્ટ સંપત હતી.” Page #77 -------------------------------------------------------------------------- ________________ કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં બાર હજાર છસેને પચાસ વાદીઓની ઉત્કૃષ્ટ વાદિસંપત હતી. કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં તેમના વીસ હજાર અંતેવાસીઓ – શિષ્યો - સિદ્ધ થયા અને તેમની ચાળીશ હજાર આર્થિકા અંતેવાસિનીઓ સિદ્ધ થઈ. કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં બાવીશ હજાર અને નવસેં કલ્યાણ - ગતિવાળા યાવતુ ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા અનુત્તરૌપપાતિકોની-અનુત્તરવિમાનમાં જનારાઓની ઉત્કૃષ્ટ સંપત હતી. ૧૯૮. કૌશલિક અરહત ઋષભને બે પ્રકારની અંતકૃતભૂમિ હતી, તે જેમકે, યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકૃતભૂમિ. શ્રી ઋષભના નિર્વાણ પછી અસંખ્ય યુગપુરુષો સુધી મોક્ષ માર્ગ વહેતો હતો – એ તેમની યુગાંતકૃતભૂમિ. શ્રી ઋષભને કેવળજ્ઞાન થતાં અંતર્મુહૂર્ત પછી મોક્ષમાર્ગ વહેતો થઈ ગયો એટલે શ્રી ઋષભનો કેવળિપર્યાય અંતર્મુહૂર્તનો થતાં જ કોઈએ સર્વદુઃખોનો અંત કર્યો - નિર્વાણ મેળવ્યું એ તેમની પર્યાયાંતકૃતભૂમિ. ૧૯૯. તે કાલે તે સમયે કૌશલિક અરહત ઋષભ વીસ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસે વસ્યા, ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજય કરનાર તરીકે રાજ્યવાસે વસ્યા, ત્રાશી લાખ પૂર્વ વરસ સુધી ઘરવાસે વસ્યા, એક હજાર વરસ સુધી છદ્મસ્થ પર્યાયને પામ્યા, એક લાખ પૂર્વ વરસમાં એક હજાર પૂર્વ ઓછા-એટલા સમય સુધી કેવલપર્યાયને પામ્યા અને એ રીતે પૂરેપૂરાં એક લાખ પૂર્વ વરસ સુધી શ્રમણપર્યાયને પામ્યા. એ રીતે એકંદર પોતાનું ચોરાશી લાખ પૂર્વનું પૂરેપૂરું બધું આયુષ્ય પાળીને, વેદનીયકર્મ, આયુષ્યર્ક્સ, નામકર્મ અને ગોત્રકર્મ ક્ષીણ થતાં આ સુષમદુઃષમા નામની અવસર્પિણીનો ઘણો સમય વીતી જતાં અને હવે તે અવસર્પિણીના માત્ર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં બરાબર એ સમયે જે તે હેમંત ઋતુનો ત્રીજો માસ, પાંચમો પક્ષ એટલે માઘ માસનો વ. દિ. પક્ષ આવ્યો ત્યારે તે મા વ. દિ, તેરશના પક્ષમાં અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રી ઋષભ અરહત બીજા ચૌદ હજાર અનગારો સાથે પાણી વગરના ચઉદસમ ભક્તનું તપ તપતાં અને એ વેળાએ અભિજિત નક્ષત્રનો જોગ થતાં દિવસના ચડતે પહોરે પલ્યકાસનમાં રહેલા કાલગત થયા યાવત્ સર્વદુઃખોથી તદન હીણા થયા - નિર્વાણ પામ્યા. ૨૦૦. કૌશલિક અરહત ઋષભનું નિર્વાણ થયે યાવતુ તેમને સર્વદુઃખોથી તદન હીણા થયાને ત્રણ વરસ અને સાડા આઠ માસ વીતી ગયા, ત્યાર પછી પણ બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ કમ એવી એક કોટાકોટી સાગરોપમ જેટલો સમય વીતી ગયો, એ સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણ પામ્યા, ત્યાર પછી પણ નવસે વરસ પસાર થઈ ગયાં ને હવે એ દસમા સૈકાના એશીમા વરસનો આ સમય જાય છે. ૬૮ Page #78 -------------------------------------------------------------------------- ________________ Printed by : "Mercury" (0) 079 -27545211 (M) 09327 - 007016