SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર બીજાઓને બેસાડેલા છે એવા પણ કેટલાક હતા, કેટલાક ચારણો હતા અને કેટલાક ઘંટ વગાડનારા ઘાંટિકો હતા. એ બધા લોકોથી વીંટળાયેલા ભગવાનને પાલખીમાં બેઠેલા જોઈને ભગવાનના કુલમહત્તરો તે તે ઈષ્ટ પ્રકારની મનોહર સાંભળવી ગમે તેવી મનગમતી મનને પ્રસાદ પમાડે તેવી ઉદાર કલ્યાણરૂપ . શિવરૂપ ધન્ય મંગળમય પરિમિત મધુર અને સોહામણી વાણી દ્વારા ભગવાનનું અભિનંદન કરતા, ભગવાનની સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા : ૧૧૨. હે નંદ ! તારો જય જય થાઓ, હે ભદ્ર ! તારો જય જય થાઓ, તારું ભદ્ર થાઓ, નિર્દોષ એવાં જ્ઞાન દર્શન અને ચારિત્ર દ્વારા તું નહીં જિતાયેલી ઇંદ્રિયોને જીતી લેજે, જિતાયેલા શ્રમણ ધર્મને પાળજે, વિપ્નોને જીતી લઈને હે દેવ ! તું તારા સાધ્યની સિદ્ધિમાં સદા રહેજે, તપ દ્વારા તું રાગ અને દ્વેષ નામના મલ્લોને હણી નાખજે, વૈર્યનો મજબૂત કચ્છ બાંધીને ઉત્તમ શુક્લધ્યાન વડે આઠ કર્મશત્રુઓને મસળી નાખજે, અપ્રમત્ત બનીને હે વીર ! તું ત્રણ લોકના રંગમંડપમાં વિજય પતાકાને વરજે-મેળવજે, તિમિર વગરનું ઉત્તમ કેવલ વરજ્ઞાન પામશે, જિનવરે ઉપદેશેલા સરળ માર્ગને અનુસરીને તું પરમપદરૂપ મોક્ષને મેળવજે, પરીષહોની સેનાને હણીને તે ઉત્તમ ક્ષત્રિય ! ક્ષત્રિયનર પુંગવ ! તું જય જય જે જેકાર મેળવ, બહુ દિવસો સુધી, બહુ પક્ષો સુધી, બહુ મહિનાઓ સુધી, બહુ ઋતુઓ સુધી બહુ અયનો સુધી અને બહુ વર્ષો સુધી પરીષહો અને ઉપસર્ગોથી નિર્ભય બનીને ભયંકર અને ભારે બીહામણા પ્રસંગોમાં ક્ષમાપ્રધાન થઈને તું વિચાર અને તારા ધર્મમાં એટલે તારી સાધનામાં વિઘ્ન ન થાઓ, એમ કહીને તે લોકો ભગવાન મહાવીરનો જય જય નાદ ગજવે છે. ૧૧૩. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર હજારો નેત્રો વડે જોવાતા જોવાતા, હજારો મુખો વડે પ્રશંસાતા પ્રશંસાતા, હજારો હૃદયો વડે અભિનંદનો પામતા પામતા, ભગવાનને જોઈને લોકો એવા મનોરથો કરવા લાગ્યા કે અમે આમના સેવક થઈને રહીએ તો સારું એ રીતે હજાર જાતના મનોરથો વડે વિશેષ ઇચ્છાતા ઇચ્છતા, ભગવાનનાં કાંતિ અને રૂપગુણને જોઈને સ્ત્રીઓ “આવો અમારો ભરતાર હોય તો કેવું સારું' એ રીતે તેમની સામે વારંવાર જોઈને મનમાં પ્રાર્થના કરવા લાગી અર્થાત્ કાંતિ અને રૂપગુણને લીધે ભગવાન એ રીતે પ્રાર્થના પ્રાર્થતા અને હજારો આંગળીઓ વડે ભગવાન દેખાડાતા ખાડાતા તથા પોતાના જમણા હાથ વડે ઘણાં હજર નરનારીઓના હજારો પ્રણામોને ઝીલતા ઝીલતા ભગવાન એ રીતે હજારો ઘરોની હારની હાર વટાવતા વટાવતા વીણા, હાથના રાસડા, વાજાંઓ અને ગીતોના ગાવા- બાવાના મધુર સુંદર જય જય નાદ સાથેના અવાજ સાથે એ રીતે મંજુ મંજુ જય જય નાદનો ઘોષ સાંભળીને ભગવાન બરાબર સાવધાન બનતા બનતા પોતાનાં છત્ર ચામર વગેરેના તમામ વૈભવ સાથે તમામ ઘરેણાં - અંગે અંગે પહેરેલાં તમામ ઘરેણાંઓની કાંતિ સાથે તમામ સેના સાથે હાથી ઘોડા ઊંટ ખચ્ચર પાલખી માના વગેરે તમામ વાહનો સાથે, તમામ જનસમુદાય સાથે, તમામ આદર સાથે - તમામ ઔચિત્ય સાથે, પોતાની તમામ સંપત્તિ સાથે, તમામ શોભા સાથે, તમામ પ્રકારની ઉત્કંઠા સાથે, તમામ પ્રજા એટલે વાણિયા, હરિજન, ગરાસિયા, બ્રાહ્મણ વગેરે અઢારે વર્ણો સાથે, તમામ નાટકો સાથે, તમામ તાલ કરનારા સાથે, બધા અંતઃપુર સાથે, ફૂલ, વસ્ત્ર, ગંધ, માળા અલંકારની તમામ પ્રકારની શોભા સાથે તમામ વાજાંઓના અવાજના પડઘા સાથે એ રીતે મોટી ઋદ્ધિ મોટી ઘુતિ, મોટી સેના, મોટા વાહનો, મોટો સમુદાય અને એક સાથે વાગતાં વાજાંઓના નાદ સાથે ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002159
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherJashwantbhai N Shah Ahmedabad
Publication Year2006
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, Paryushan, & agam_kalpsutra
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy