________________
વ. દિ. પક્ષની અગિયારશનો દિવસ આવ્યો ત્યારે દિવસના પૂર્વ ભાગને સમયે એટલે દિવસને ચડતે પહોરે વિશાલા શિબિકામાં બેસીને દેવો, માનવો અને અસુરોની મોટી સભા-મંડળી સાથે ઇત્યાદિ બધું થાવત્ શ્રીભગવાન મહાવીરની હકીકત પ્રમાણે જ કહેવું. અહીં વિશેષતા એ કે “પાર્શ્વનાથ ભગવાન વાણારસી નગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે, નીકળીને જે તરફ આશ્રમપદ નામનું ઉદ્યાન છે તે તરફ અને તે ઉદ્યાનમાં જે તરફ અશોકનું ઉત્તમ વૃક્ષ છે તે તરફ સમીપે જાય છે, સમીપે જઈને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે, ઊભી રખાવીને શિબિકામાંથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને પોતાની જ મેળે આભરણો માળાઓ અને બીજા અલંકારોને નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લોચ કરે છે, લોચ કરીને પાણી વગરનો અક્રમભક્ત કરવા સાથે તેમને વિશાખા નક્ષત્રનો જોગ આવતાં એક દેવદૂષ્યને લઈને બીજા ત્રણસેં પુરુષો સાથે મુંડ થઈને ઘરવાસથી નીકળીને અનગારદશાને સ્વીકારી.”
૧૫૪. પુરુષાદાનીય અરહંત પાર્થે હમેશાં શરીર તરફના લક્ષ્યને વોસરાવેલ હતું, શારીરિક વાસનાઓને તજી દીધેલ હતી, એથી અનગાર દશામાં એમને જે કોઈ ઉપસર્ગો ઉપજે છે પછી ભલે તે ઉપસર્ગો દૈવી હોય, માનવીએ કરેલા હોય કે પશુપક્ષીઓ તરફથી થતા હોય. તે ત્રણે પ્રકારના ઉત્પન્ન થયેલા ઉપસર્ગોને એઓ નિર્ભયપણે સારી રીતે સહે છે, ક્રોધ આણ્યા વિના ખમે છે, ઉપસર્ગો તરફ તેમની સામર્થ્ય સાથેની તિતિક્ષાવૃત્તિ છે અને એઓ શરીરને બરાબર અચલ દઢ રાખીને એ ઉપસર્ગોને પોતા ઉપર આવવા દે છે.
૧૫૫. ત્યાર પછી તે પાર્જ ભગવાન અનગાર થયા યાવત્ ઈર્યાસમિતિવાળા થયા અને તે રીતે આત્માને ભાવિત કરતાં કરતાં તેમને ત્યાથી રાતદિવસ વીતી ગયા અને જ્યારે તેઓ એ રીતે આત્માને ભાવિત કરતાં કરતાં ચોરાશીમા દિવસની વચ્ચે વર્તતા હતા ત્યારે જે તે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચૈત્ર માસનો વદિ. પક્ષ આવ્યો, તે ચૈત્ર માસની વ.દિ. ચોથના પક્ષે દિવસને ચડતે પહોરે ધાતકના વૃક્ષની નીચે તે પાર્થ અનગાર પાણી વગરનો છઠ્ઠભક્ત રાખીને રહ્યા હતા, એ સમયે ધ્યાનમાં વર્તતા તેઓ રહેતા હતા ત્યારે વિશાખા નક્ષત્રનો જોગ આવતાં તેમને અનંત, ઉત્તમોત્તમ એવું યાવત્ કેવળ ઉત્તમ જ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થયું યાવત્ તેઓ જાણતા અને જોતા વિહરે છે.
૧૫૬. પુરુષાદાનીય અરહિત પાસને આઠ ગણો તથા આઠ ગણધરો હતા, તે જેમ કે, ૧. શુભ, ૨. અધોસ - આઘોસ, ૩. વસિષ્ઠ, ૪. બ્રહ્મચારી, ૫. સોમ, ૬, શ્રીધર, ૭. વીરભદ્ર, અને ૮. સ.
૧૫૭. પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં અન્જદિષ્ણ વગેરે સોળ હજાર સાધુઓની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા હતી.
પુરુષાદાનીય અહિત પાસના સમુદાયમાં પુષ્કચૂલા વગેરે આડત્રીસ હજાર આર્થિકાઓની ઉત્કૃષ્ટ આર્થિકાસંપદા હતી.
પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં સુનંદ વગેરે એકલાખ ચોસઠ હજાર શ્રમણોપાસકોની 'ઉત્કૃષ્ઠ શ્રમણોપાસકસંપદા હતી.
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org