________________
પ્રતિ-આ પ્રતિ ભાઈ સારાભાઈ મણિલાલ નવાબના સંગ્રહની છે અને તે કાગળ ઉપર લખાયેલી છે.
ઉપર જણાવ્યા પ્રમાણેની છ પ્રતિઓનો મેં મારા કલ્પસૂત્રના સંશોધનમાં અક્ષરશઃ ઉપયોગ કર્યો છે. અને આ ઉપરાંત જ્યાં જ્યાં પાઠભેદોને વધારે ઝીણવટથી તપાસવાની આવશ્યકતા જણાઈ ત્યાં ત્યાં મેં ખંભાત, અમદાવાદ, જૈસલમેર વગેરેના સંગ્રહોમાંની પ્રાચીન તાડપત્રીય પ્રતિઓનો ઉપયોગ પણ કર્યો છે. મારા જોવામાં આવેલા પ્રાચીન જ્ઞાનભંડારોમાં આજે જે કલ્પસૂત્રની પ્રાચીન પ્રતિઓ છે તે સૌમાં પ્રાચીનતમ પ્રતિ ખંભાતના જ્ઞાનભંડારની છે. જે સંવત ૧૨૪૭માં લખાયેલી છે
આ પ્રતિનો મેં ૨ સંકેતથી સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. આ પ્રતિ પ્રાચીનતમ (જૂનામાં જૂની) હોવા છતાં ખંડિત અને અસ્તવ્યસ્ત પાઠોવાળી હોવા ઉપરાંત ઘણી જ અશુદ્ધ હોવાથી તેને મેં મૌલિક તરીકે સ્વીકારવી પસંદ કરી નથી. મૌલિક આદર્શ તરીકે તો મેં ઉજમબાઈની ધર્મશાલાના શ્રીમૂલચંદજી મહારાજના જ્ઞાનભંડારની પ્રતિને જ સ્વીકારી છે. એ પ્રતિ ઉપરથી સ્વતંત્ર નવી પ્રેસકોપી કરાવીને નવેસર અક્ષરશઃ ઉપરોક્ત પ્રતિઓ સાથે સરખાવીને તૂટતા પાઠોની પૂર્તિ, અશુદ્ધિઓનું પરિમાર્જન અને પાઠભેદોની નોંધ કરવામાં આવી છે. આ ઉપરથી વિદ્વાનો એ સમજી જશે કે તેમના હાથમાં વિદ્યમાન પ્રસ્તુત કલ્પસૂત્ર, એક પ્રાચીન પ્રતિનું સંપૂર્ણ એકધારું સ્વરૂપ છે.
કલ્પસૂત્રની પ્રતિઓનું સ્વરૂપ ભાષા અને મૌલિક પાઠો : આજે આપણા માટે કલ્પસૂત્રની જે પ્રાચીન તાડપત્રીય કે કાગળની પ્રતિઓ વિદ્યમાન છે, તેમાં વિક્રમના તેરમા સૈકા પહેલાંની એક પણ પ્રતિ નથી. તેમાં પણ ખંભાતના શ્રીશાંતિનાથજીના પ્રાચીન તાડપત્રીય ભંડારની એક પ્રતિ. કે જે વિક્રમ સંવત ૧૨૪૭માં લખાયેલી છે તેને બાદ કરતાં બાકીની બધીય પ્રતિઓ વિક્રમના ચૌદમા અને પંદરમા સૈકાની અને મોટા ભાગની પ્રતિઓ તે પછીના સમયમાં લખાયેલી છે. આ બધી પ્રતિઓમાં ભાષાષ્ટિએ અને પાઠોની દૃષ્ટિએ ઘણું ઘણું સમવિષમપણું છે, અને પછી ગયેલા પાઠો, ઓછાવત્તા પાઠો તેમ જ અશદ્ધ પાઠોની પરંપરા વિશે તો પૂછવાનું જ શું હોય ! આજે આપણા માટે અતિદુઃખની વાત જ એ છે કે - જેસલમેરદુર્ગના ખરતરગચ્છીય યુગપ્રધાન પ્રવર આચાર્યશ્રી જિનભદ્રસૂરિના પ્રાચીનતમ જૈન જ્ઞાનભંડારમાંથી મળી આવેલ અનુમાન દશમા સૈકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક મહાભાષ્યની પ્રતિ જેવા કોઈ રડ્યાખડ્યા અપવાદ સિવાય, કોઈ પણ જૈન આગમની મૌલિક પ્રાચીન કે અર્વાચીન સાત સાંગોપાંગ અખંડ શુદ્ધ પ્રતિ એક પણ આપણા સમક્ષ નથી. તેમ જ ચૂર્ણાકાર ટીકાકાર આદિએ કેવા પાઠો કે આદર્શને અપનાવ્યા હતા એ દર્શાવનાર આદર્શો - પ્રતિઓ પણ આપણા સામે નથી. આ કારણસર કલ્પસૂત્રની મૌલિક ભાષા ને તેના મૌલિક પાઠોના સ્વરૂપનો નિર્ણય કરવો આપણા માટે અતિદુષ્કર વસ્તુ છે. અને એ જ કારણને લીધે આજના દેશી-પરદેશી ભાષા-શાસન્ન વિદ્વાનોએ આજની અતિઅર્વાચીન હસ્તપ્રતિઓના આધારે જૈન આગમોની ભાષાવિશે જે કેટલાક નિર્ણયો બાંધેલા છે કે આપેલા છે એ માન્ય કરી શકાય તેવા નથી. જર્મન વિદ્વાન ડૉ. એલ. આલ્સડોર્ફ મહાશય ચાલુ વર્ષમાં જેસલમેર આવ્યા ત્યારે તેમની સાથે આ વિશેની ચર્ચા થતાં, તેમણે પણ આ વાતને માન્ય રાખીને જણાવ્યું હતું કે “આ વિશે પુનઃ ગંભીર વિચાર કરવાની જરૂરત છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org