SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ઘડા લટકાવેલાં સરસ તોરણો બંધાવો, જ્યાં ત્યાં શોભે એ રીતે જમીનને અડે એવી લાંબી લાંબી ગોળ માળાઓ લટકાવો, પાંચે રંગનાં સુંદર સુગંધી ફૂલોના ઢગલા કરાવો - ફૂલો વેરાવો, ફૂલોના ગુચ્છા મુકાવો, ઠેકઠેકાણે બળતા કાળો અગર ઉત્તમ કુંદર અને તુર્કી ધૂપની સુગંધિત વાસથી આખા નગરને મઘમઘતું કરી મેલો - ઊંચે ચડતી ધૂપની વાસથી નગર મહેકી રહે એવું કરો - સુગંધને લીધે ઉત્તમ ગંધવાળું કેમ જાણે ગંધની ગુટિકા હોય એવું મઘમઘતું બનાવો તથા ઠેકઠેકાણે નગરમાં નટો રમતા હોય, નાચનારા નાચ કરતા હોય, દોરડા ઉપર ખેલ કરનારા દોરડાના ખેલો બતાવતા હોય, મલ્લો કુસ્તી કરતા હોય, મુષ્ટિથી કુસ્તી કરનારા મૂઠીથી કુસ્તી કરતા હોય, વિદૂષકો લોકોને હસાવતા હોય, કૂદનારા પોતાની કૂદના ખેલો બતાવતા હોય, કથાપુરાણીઓ કથાઓ કરીને જનમનરંજન કરતા હોય, પાઠક લોકો સુભાષિત બોલતા હોય, રાસ લેનારાઓ રાસ લેતા હોય, ભવિષ્ય જોનારા ભવિષ્ય કહેતા હોય, મોટા વાંસડા ઉપર ખેલનારા વાંસના ખેલો કરતા હોય, કંખલોકો, હાથમાં ચિત્રનાં પાટિયાં રાખીને ચિત્ર બતાવતા હોય, તૂણી લોકો તૂણ નામનું વાજું વગાડતા હોય, વીણા વગાડનારાઓ વીણા વગાડતા હોય, તાલ દઈને નાટક કરનારાઓ નાટક દેખાડતા હોય, એ રીતે જનમનના રંજન માટે નગરમાં ઠેકઠેકાણે ગોઠવણ કરો અને કરાવો. ઉપર કહેલી એવી તમામ ગોઠવણ કરીને એટલે કે નગરને સુશોભિત કરવાથી માંડીને લોકરંજન કરવા સુધીની તમામ ગોઠવણ કરો અને કરાવો, એવી ગોઠવણ કરીને ને કરાવીને હજારો યૂપો અને હજારો સાંબેલાઓને ઊંચા મુકાવો એટલે કે યૂપોથી ને સાંબેલાથી થતી હિંસાને અટકાવી અને એ હિંસાને અટકાવીને મારી આ આજ્ઞાને પાછી આપો એટલે કે મેં જે ઉપર કહ્યું છે તે બધું તમે કરી આવ્યા છો એમ તમે મારી પાસે આવીને જણાવો. ૯૮. ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપરનો હુકમ ફરમાવ્યો છે એવા નગરગુપ્તિકો એટલે નગરની સંભાળ લેનારાઓ રાજીરાજી થયા, સંતોષ પામ્યા અને યાવત્ ખુશ થવાને લીધે તેમનાં હૃદય પ્રફુલ્લ થયાં. તેઓ પોતાના બંને હાથ જોડીને સિદ્ધાર્થ રાજાના હુકમને વિનયપૂર્વક સ્વીકારીને તરત જ કુડપુર નગરમાં સૌથી પહેલું જેલને ખાલી કરવાનું કામ કરે છે. અને એ કામથી માંડીને છેક છેલ્લાં સાંબેલાં ઊંચાં મૂકવાના કામ સુધીનાં સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલાં બધાં કામો કરીને જ્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં તે નગરગુપ્તિકો જાય છે. જઈને પોતાના બંને હાથ જોડીને અને માથામાં અંજલિ કરીને સિદ્ધાર્થ રાજાને એનો એ હુકમ પાછો આપે છે. એટલે કે આપે કહેલું બધું અમે કરી આવ્યા છીએ એમ જણાવે ૯૯. ત્યારપછી તે સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડો છે એટલે કે જાહેર ઉત્સવ કરવાની જગ્યા છે ત્યાં આવે છે. આવીને યાવતુ પોતાના તમામ અંતઃપુર સાથે તમામ પ્રકારનાં પુષ્પો, ગંધો, વસ્ત્રો, માળાઓ અને અલંકારોથી વિભૂષિત થઈને તમામ પ્રકારનાં વાજાંઓ વગડાવીને મોટા વૈભવ સાથે, મોટી ઘુતિ સાથે, મોટાં લશ્કર સાથે, ઘણાં વાહનો સાથે, મોટા સમુદાય સાથે અને એક સાથે વાગતાં અનેક વાજાંઓના અવાજ સાથે એટલે કે શંખ, માટીનો ઢોલ, ભેરી, ઝાલર, ખરમુખી, હડૂક, ઢોલકું, મૃદંગ અને દુંદુભી વગેરે વાજાંઓના અવાસ સાથે દસ દિવસ સુધી પોતાની કુળમર્યાદા પ્રમાણે ઉત્સવ કરે છે. એ ઉત્સવ દરમિયાન નગરમાં દાણ લેવાનું બંધ કરવામાં આવ્યું છે, કર લેવાનો છોડી દેવામાં આવ્યો છે, જેને જે જોઈએ તે કિંમત વગર ગમે તે દુકાનેથી મેળવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખરીદવા વેચવાનું ४६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002159
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherJashwantbhai N Shah Ahmedabad
Publication Year2006
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, Paryushan, & agam_kalpsutra
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy