________________
ચેટો, પીઠમર્દકો - મિત્ર જેવા સેવકો, કર ભરનારા નગરના લોકો, વહેવારિયા લોકો - વાણિયાઓ, શ્રીદેવીના છાપવાળો સોનાનો પટ્ટો માથા ઉપર પહેરનારા શેઠ લોકો, મોટા મોટા સાર્થવાહ લોકો, દૂતો અને સંધિપાળોથી વીંટાયેલો જાણે કે ધોળા મહામેઘમાંથી ચંદ્ર નીકળ્યો હોય તેમ તથા ગ્રહો, દીપતાં નક્ષત્રો અને તારાઓ વચ્ચે જેમ ચંદ્ર દીસતો લાગે તેમ તે તમામ લોકોની વચ્ચે દીસતો લાગતો, ચંદ્રની પેઠે ગમી જાય એવો દેખાવડો તે રાજા સ્નાનઘરમાંથી બહાર નીકળ્યો.
૬૩. સ્નાનધરમાંથી બહાર નીકળીને જ્યાં બહારની બેઠક છે ત્યાં તે આવ્યો, ત્યાં આવીને સિંધાસણ ઉપર પૂર્વદિશામાં મુખ રહે એ રીતે બેઠો, બેસીને પોતાથી ઉત્તરપૂર્વના દિશાભાગમાં એટલે ઈશાન ખૂણામાં તેણે ધોળાં કપડાંથી ઢંકાયેલાં તથા જેમની ઉપર સરસવ વેરીને માંગલિક ઉપચાર કરવામાં આવેલ છે એવાં આઠ ભદ્રાસનો મંડાવ્યાં, એમ આઠ ભદ્રાસનો મંડાવીને પછી વળી, પોતાથી બહુ દૂર તેમ બહુ નજીક નહીં એમ વિવિધ મણિ અને રત્નોથી ભરેલો ભારે દેખાવડો મહામૂલો, ઉત્તમનગરમાં બનેલો અથવા ઉત્તમ વીંટણામાંથી બહાર નીકળેલો, પારદર્શક-આરપાર દેખાય એવા આછા કપડામાંથી નીપજાવેલો, સેંકડો ભાતવાળો, વિવિધ ચિત્રોવાળો એટલે વૃક, બળદ, ઘોડો, પુરુષ, મગર, પક્ષી, સાપ કિન્નર વિશેષ પ્રકારનો મૃગ, અષ્ટાપદ ચમરી ગાય, હાથી, વનલતા અને કમળવેલ વગેરેની ભાતવાળાં ચિત્રોવાળો એવો બેઠકની અંદર એક પડદો તણાવે છે, એવો પડદો તણાવીને પડદાની અંદર વિવિધ મણિ અને રત્નોથી જડેલું ભાતવાળું અદ્ભુત, તકિયો અને સુંવાળી કોમળ ગાદીવાળું, ધોળાં કપડાંથી ઢાંકેલું, ઘણું કોમળ, શરીરને સુખકારી સ્પર્શવાળું ઉત્તમ પ્રકારનું એક ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને બેસવા માટે મંડાવે છે.
૬૪. એવું ભદ્રાસન મંડાવીને તે સિદ્ધાર્થ ક્ષત્રિય કૌટુંબિક પુરુષોને બોલાવે છે, કૌટુંબિક પુરુષોને બોલાવીને તે આ પ્રમાણે બોલ્યા : હે દેવાનુપ્રિયો ! તમે તરત જ જાઓ અને જેઓ અષ્ટાંગમહાનિમિત્તનાં શાસ્ત્રોના અર્થના પારગામી છે, વિવિધ શાસ્ત્રોમાં કુશળ છે તેવા સ્વપ્નલક્ષણપાઠકોને એટલે સ્વપ્નોનું ફળ કહી શકે તેવા પંડિતોને બોલાવી લાવો.
૬૫. ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપર કહ્યો એ પ્રમાણેનો હુકમ ફરમાવેલ છે એવા તે કૌટુંબિક પુરુષો રાજી થયા અને તેમનું હૃદય પ્રફુલ્લિત થયું તથા તેઓ બે હાથ જોડીને રાજાની આજ્ઞાને વિનયનું વચન બોલીને સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળ્યા, નીકળીને તેઓ કુંડગ્રામનગરની વચ્ચોવચ્ચ થતા જ્યાં સ્વપ્નલક્ષણપાઠકોનાં ઘરો છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ સ્વપ્નલક્ષણપાઠકોને બોલાવે છે.
૬૬. ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુરુષો બોલાવેલા તે સ્વપ્નલક્ષણ પાઠકો હર્ષવાળા થયા, તોષવાળા થયા અને યાવત્ રાજી રાજી થવાથી તેમનું હૃદય વેગવાળું બન્યું. તે સ્વપ્નલક્ષણપાઠકો ન્હાયા, બલિકર્મ કર્યું, તેમણે અનેક કૌતુકો એટલે ટીલાંટપકાં અને મંગલકર્મો-પ્રાયશ્ચિતો કર્યાં.
પછી તેમણે ચોખ્ખાં અને બહાર જવાનાં એટલે રાજસભા વગેરેમાં જવા સારુ પહેરવા જેવાં મંગલરૂપ ઉત્તમ વસ્ત્રો પહેર્યાં, વજનમાં ભારે નહીં પણ કિંમતમાં ભારે-મોંઘાં ઘરેણાં પહેરીને તેઓએ
Jain Education International
૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org