SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરને શણગાર્યું અને માથા ઉપર ધોળા સરસવ તથા ધરોને શુકન માટે મૂકીને તે સ્વપ્નલક્ષણપાઠકો પોતપોતાના ઘરોમાંથી બહાર નીકળે છે. ૬૭. બહાર નીકળીને તેઓ ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરની વચ્ચોવચ્ચ થતા જ્યાં સિદ્ધાર્થ રાજાના ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ બધા ભેગા થાય છે, તેઓ બધા ભેગા થઈ ગયા પછી જ્યાં બહારની બેઠક છે અને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં તેઓ આવે છે. તેઓ ત્યાં આવીને પોતપોતાના બંને હાથ જોડી અંજલિ કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયને “જય થાઓ વિજય થાઓ” એમ બોલીને વધાવે છે. ૬૮. ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ તે સ્વપ્નલક્ષણપાઠકોને વંદન કર્યું, તેમનાં પૂજન સત્કાર અને સંમાન કર્યા પછી તેઓ તેમને માટે અગાઉથી ગોઠવી રાખેલાં એક એક ભદ્રાસનમાં બેસી જાય છે. ૬૯. પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પડદામાં બેસાડે છે, બેસાડીને હાથમાં ફૂલફળ લઈને વિશેષ વિનય સાથે તે સ્વપ્નલક્ષણપાઠકોને સિદ્ધાર્થ ક્ષત્રિયે આ પ્રમાણે કહ્યું : હે દેવાનુપ્રિયો ! ખરેખર એમ છે કે આજે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ બિછાનામાં સૂતી જાગતી ઊંઘતી ઊંઘતી પડેલી હતી તે વખતે આ આ પ્રકારનાં ઉદાર-મોટાં ચૌદ મહાસ્વપ્નોને જોઈને તે જાગી ગઈ. તે જેમકે, હાથી, વૃષભ વગેરેનાં સ્વપ્નો હતાં. તો હે દેવાનુપ્રિયો ! એ ઉદાર ચૌદ મહાસ્વપ્નોનું હું માનું છું કે કોઈ વિશેષ પ્રકારનું કલ્યાણકારી ફળ થવું જોઈએ. ૭૦. ત્યારપછી તે સ્વપ્નલક્ષણપાઠકો સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી એ હકીક્ત સાંભળીને સમજીને રાજી રાજી થયા અને તેમનું હૃદય પણ પ્રફુલ્લ બન્યું. તેઓએ એ સ્વપ્નોને પ્રથમ તો સાધારણપણે સમજી લીધાં, પછી તેઓ તેમના વિશે વિશેષ વિચાર કરવા લાગ્યા, એમ કરીને તેઓ પરસ્પર એકબીજા એ વિશે વાતચીત કરવા લાગ્યા - એકબીજાનો મત પૂછવા-જાણવા લાગ્યા. એમ કર્યા પછી તેઓ તે સ્વપ્નોનો અર્થ પામી ગયા, તે સ્વપ્નોનો અર્થ તેઓ એકબીજા પરસ્પર જાણી ગયા, એ વિશે એક બીજાએ પરસ્પર પૂછી લીધું, નિશ્ચય ઉપર આવી ગયા અને તે બધા એ સ્વપ્નો વિશે એકમત થઈ પાકા નિશ્ચય ઉપર આવી ગયા. પછી તેઓ સિદ્ધાર્થ રાજાની સામે સ્વપ્ન શાસ્ત્રોનાં પ્રમાણભૂત વચનો બોલતા બોલતા સિદ્ધાર્થ ક્ષત્રિયને આ પ્રમાણે કહેવા લાગ્યા. ૭૧. હે દેવાનુપ્રિય ! ખરેખર એમ છે કે અમારાં સ્વપ્નશાસ્ત્રમાં બેંતાળીશ સ્વપ્નો કહેલાં છે, તથા ત્રીસ મોટાં સ્વપ્નો કહેલાં છે, એમ બધાં મળીને બહોતેર સ્વપ્નો જણાવેલાં છે. તેમાંથી હે દેવાનુપ્રિય ! અરહંતની માતાઓ અને ચક્રવર્તીની માતાઓ જ્યારે અરહંત ગર્ભમાં આવેલા હોય છે અને ચક્રવર્તી ગર્ભમાં આવેલા હોય છે ત્યારે એ ત્રીસ મોટાં સ્વપ્નોમાંથી આ ચૌદ મોટાં સ્વપ્નોને જોઈને જાગી જાય છે. તે જેમ કે, પહેલો હાથી અને બીજો વૃષભ વગેરે. ૭૨. વાસુદેવની માતાઓ વળી જ્યારે વાસુદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચૌદ મોટાં સ્વપ્નોમાંથી ગમે તે સાત મોટાં સ્વપ્નોને જોઈને જાગી જાય છે. ૭૩. વળી, બળદેવની માતાઓ જ્યારે બળદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચૌદ મોટાં ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002159
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherJashwantbhai N Shah Ahmedabad
Publication Year2006
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, Paryushan, & agam_kalpsutra
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy