________________
પુષ્પો, સુગંધી ચૂર્ણો, વસ્ત્રો, માળાઓ, ઘરેણાં વગેરે આપીને તેમનો ભારે સત્કાર કર્યો, સમાન કર્યું, એમ સત્કાર સંમાન કરીને તેણે તેમને આખી જિંદગી સુધી પહોંચે એવું ભારે પ્રીતિદાન આપ્યું, એવું જિંદગી સુધી પહોંચે એવું ભારે પ્રીતિદાન આપીને તેણે તે સ્વપ્નલક્ષણપાઠકોને માનભરી વિદાય આપી.
૭૯. પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય પોતાના સિંઘાસણ ઉપરથી ઊભો થાય છે, સિંઘાસણ ઉપરથી ઊભો થઈને જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી પડદામાં બેઠેલાં છે ત્યાં આવે છે. ત્યાં આવીને તેણે ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું :
૮૦. “હે દેવાનુપ્રિયે !” એમ કહીને સ્વપ્નશાસ્ત્રમાં બેંતાળીશ સ્વપ્નો કહેલાં છે ત્યાંથી માંડીને માંડલિક રાજા ગર્ભમાં આવેલો હોય ત્યારે તેની માતા એ ત્રીશ મહાસ્વપ્નોમાંનું ગમે તે એક મહાસ્વપ્ન જોઈને જાગી જાય છે ત્યાં સુધીની જે બધી હકીકત એ સ્વપ્નલક્ષણપાઠકોએ કહેલી હતી તે બધી ત્રિશલા ક્ષત્રિયાણીને કહી સંભળાવે છે.
૮૧. વળી, હે દેવાનુપ્રિયે ! તમે તો આ ચૌદ મહાસ્વપ્નો જોયેલાં છે, તો “એ બધાં સ્વપ્નો ભારે મોટાં છે ત્યાંથી માંડીને ‘તમે ત્રણ લોકનો નાયક, ધર્મચક્રને પ્રવર્તાવનાર એવા જિન થનાર પુત્રને જન્મ આપશો' ત્યાં સુધીની તમામ હકીકત ત્રિશલા ક્ષત્રિયાણીને કહી બતાવે છે.
૮૨. ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાતને સાંભળીને સમજીને ખુશખુશાલ થઈ ગઈ, ભારે સંતોષ પામી અને રાજીરાજી થવાથી તેનું હૃદય ધડકવા લાગ્યું. પછી તે, પોતાના બંને હાથ જોડીને યાવત્ તે સ્વપ્નોના અર્થને સારી રીતે સ્વીકારે છે.
૮૩. સ્વપ્નોના અર્થને સારી રીતે સ્વીકારીને પછી સિદ્ધાર્થ રાજાની રજા મેળવી તેણી વિવિધ મણિ અને રત્નના જડતરને લીધે ભાતિગળ બનેલા અદ્ભૂત ભદ્રાસન ઉપરથી ઊભી થાય છે, ઊભી થઈને ઉતાવળ વિના, ચપળતારહિતપણે, વેગ વગર, વિલંબ ન થાય એ રીતે રાજહંસ જેવી ગતિએ તેણી જ્યાં પોતાનું ભવન છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેણીએ પોતાના ભવનમાં પ્રવેશ કર્યો.
૮૪. જયારથી માંડીને શ્રમણ ભગવાન મહાવીરને તે જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા છે, ત્યારથી વૈશ્રમણને-કુબેરને-તાબે રહેનારા તિર્યલોકમાં વસનારા ઘણા જૈભક દેવો ઇંદ્રની આજ્ઞાને લીધે જે આ જુનાં પુરાણાં મહાનિધાનો મળી આવે છે તે તમામને લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠલવવા લાગ્યા. મળી આવતાં જૂનાં-પુરાણાં મહાનિધાનોની -મોટા મોટા ધનભંડારોની હકીકત આ પ્રમાણે છે : ને ધનભંડારોનો હાલ કોઈ ધણીધોરી રહ્યો નથી, એ ધનભંડારોમાં હવે કોઈ વધારો કરનાર રહ્યું નથી. એ ધનભંડારો જેમનાં છે તેમનાં ગોત્રોનો પણ કોઈ હવે હયાત રહ્યો જણાતો નથી તેમ તેમનાં ઘરો પણ પડી ખંડેર પાદર થઈ ગયા જેવાં છે, એ ધનભંડારોના સ્વામીઓનો ઉચ્છેદ જ થઈ ગયેલ છે, એ ધનભંડારોમાં હવે કોઈ વધારો કરનારાનો પણ ઉચ્છેદ જ થઈ ગયેલ છે અને એ ધનભંડારોના માલિકોનાં ગોત્રોનો પણ ઉચ્છેદ થઈ ગયો છે તથા તેમના ઘરોનું પણ નામનિશાન સુદ્ધાં રહ્યું જણાતું નથી એવા ધનભંડારો ક્યાંય ગામડાઓમાં, ક્યાંય અગરોમાં – ખાણોમાં, ક્યાંય નગરોમાં, ક્યાંય ખેડાઓમાં-ધૂળિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org