________________
તે જાણે છે, ઇત્યાદિ બધું આગળ શ્રીમહાવીરના પ્રકરણમાં આવ્યું છે તેમ કહેવું યાવત્ ‘માતા સ્વપ્ન જુએ છે' ત્યાં સુધી. તે સ્વપ્નો આ પ્રમાણે છે ઃ “ગજ, વૃષભ” ઇત્યાદિ બધું અહીં તે જ પ્રમાણે કહેવું. વિશેષમાં એ કે, પ્રથમ સ્વપ્નમાં ‘મુખમાં પ્રવેશ કરતા વૃષભને જુએ છે' એમ અહીં સમજવું. આ. સિવાય બીજા બધા તીર્થંકરની માતાઓ પ્રથમ સ્વપ્નમાં ‘મુખમાં પ્રવેશ કરતા હાથીને જુએ છે' એમ સમજવું. પછી સ્વપ્નની હકીકત ભાર્યા મરુદેવી, નાભિ કુલકરને કહે છે. અહીં સ્વપ્નોના ફળ બતાવનાર સ્વપ્નપાઠકો નથી એટલે એ સ્વપ્નોના ફળને નાભિ કુલકર પોતે જ કહે છે.
૧૯૩. તે કાલે તે સમયે જે તે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસનો વ. દિ. પક્ષ આવ્યો ત્યારે તે ચૈત્ર વ. દિ. આઠમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડા સાત રાત-દિવસ વીતી ગયા પછી યાવત્ આષાઢા નક્ષત્રનો જોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક કૌશલિક અરહત ઋષભ નામના પુત્રને જન્મ આપ્યો.
અહીં પૂર્વે કહ્યા પ્રમાણે જન્મસંબંધી બધી તે જ હકીકત કહેવી, યાવત્ ‘દેવો અને દેવીઓએ આવીને વસુધારાઓ વરસાવી' ત્યાં સુધી, બાકી બધું તે જ પ્રમાણે સમજવું. વિશેષમાં ‘જેલખાનાં ખાલી કરાવી નાખ્યાં’, ‘તોલ માપ વધારી દેવાં’ ‘દાણ લેવું છોડી દેવું' ઇત્યાદિ જે કુલમર્યાદાઓ આગળ બતાવી છે તે અહીં ન સમજવી તથા ‘યૂપો ઊંચા કરાવ્યા એટલે યૂપો લેવરાવી લીધા’ એ પણ અહીં ન કહેવું, એ સિવાય બધું પૂર્વ પ્રમાણે કહેવું.
૧૯૪. કૌશલિક અરહત ઋષભ, તેમનાં પાંચ નામો આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમ કે, ૧ ‘ઋષભ’ એ પ્રમાણે, ૨. ‘પ્રથમ રાજા’ એ પ્રમાણે, ૩ અથવા ‘પ્રથમ ભિક્ષાચર' એ પ્રમાણે, ૪. ‘પ્રથમ જિન’ એ પ્રમાણે, ૫ અથવા ‘પ્રથમ તીર્થંકર’ એ પ્રમાણે.
૧૯૫. કૌશલિક અરહત ઋષભ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા હતા, ઉત્તમરૂપવાળા, સર્વગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે વીશ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસમાં વસ્યા, ત્યાર પછી તેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યવાસમાં વસ્યા એટલે રાજ ચલાવ્યું અને તેસઠ લાખ પૂર્વ વ૨સ જેટલો સમય રાજ્યવાસમાં વસતાં તેમણે, જેમાં ગણિત મુખ્ય છે અને જેમાં શકુનરુતની એટલે પક્ષીઓના અવાજો ઉપરથી શુભઅશુભ પારખવાની કળા છેલ્લી છે એવી બહોતેર કળાઓ, સ્ત્રીઓના ચોસઠ ગુણો અને સો શિલ્પો એ ત્રણે વાનાં પ્રજાના હિત માટે ઉપદેશ્યાં-શીખવ્યાં, એ બધું શીખવી લીધા પછી સો રાજ્યોમાં સો પુત્રોનો અભિષેક કરી દીધો. ત્યાર પછી વળી, જેમનો કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ તેમની પાસે આવીને પ્રિય લાગે એવી યાવત્ વાણી વડે તેમને કહ્યું ઇત્યાદિ બધું જેમ આગળ આવેલું છે તે જ પ્રમાણે કહેવાનું છે - યાવત્ ‘ભાગીદારોને દાન વહેંચી આપીને' ત્યાં સુધી. પછી જે તે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસનો વ. દિ. પક્ષ જ્યારે આવ્યો ત્યારે તે ચૈત્ર વ. દિ. આઠમના પક્ષમાં દિવસના પાછલા પહોરે જેમની વાટની પાછળ દેવો મનુષ્યો અને અસુરોની મોટી મંડળી ચાલી રહી છે એવા કૌશલિક અરહત ઋષભ સુદર્શના નામની શિબિકામાં બેસીને યાવત્ વિનીતા રાજધાની વચ્ચોવચ્ચ નીકળે છે, નીકળીને જે તરફ સિદ્ધાર્થવન નામનું ઉદ્યાન છે, જે તરફ અશોકનું ઉત્તમ ઝાડ છે તે તરફ જ આવે છે, આવીને અશોકના ઉત્તમ ઝાડની નીચે શિબિકાને ઊભી રખાવે છે.
Jain Education International
હૃદ
For Private
Personal Use Only
www.jainelibrary.org