Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 73
________________ ૧૭૬. અરહત ધર્મને યાવતુ સર્વદુઃખોથી તદન છૂટા થયાંને ત્રણ સાગરોપમ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. ૧૭૭. અરહત અનંતને યાવતુ સર્વદુઃખોથી તદન છૂટા થયાંને સાત સાગરોપમ જેટલો સમય વીતી ગયો ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. ૧૭૮. અહિત વિમલને વાવતુ સર્વદુઃખોથી તદન છૂટા થયાને સોળ સાગરોપમ વીતી ગયાં અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૭૯. અહિત વાસુપૂજયને યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થયાને છેતાળીશ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૮૦. અરહત શ્રેયાંસને યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થયાને એકસો સાગરોપમ જેટલો સમય વીતી ગયો ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૮૧. અરહિત શીતળને યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થયાને બેતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ એટલા સમયથી ઊણાં એક કરોડ સાગરોપમ વીતી ગયા પછી એ સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યારપછી પણ આગળ નવસે વરસો વીતી ગયાં અને હવે તે ઉપરાંત દસમા સૈકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે. ૧૮૨. અરહત સુવિધિને યથાવત્ સર્વદુઃખોથી તદન રહિત થયાને દસ કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને બાકી બધું જેમ શીતળ અહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે છે : અર્થાતુ એ દસ કરોડ સાગરોપમમાંથી બેતાળીસ હજાર અને ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ને તે પછી નવસે વરસ વીતી ગયાં ઇત્યાદિ બધું ઉપર કહ્યા પ્રમાણે જોણવું. ૧૮૩. અરહત ચંદ્રપ્રભુને યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થયાને એક સો કરોડ સાગરોપમ જેટલો સમય પસાર થઈ ગયો, બાકી બધું જેમ શીતળ અહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ સો કરોડ સાગરોપમમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયાં ઇત્યાદિ ઉપર કહ્યા પ્રમાણે જાણવું. ૧૮૪. અરહત સુપાર્થને યાવત સર્વદુઃખોથી તદન હીણા થયાંને એક હજાર કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ એક હજાર કરોડ સાગરોપમમાંથી બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું. ૧૮૫. અરહંત પદ્મપ્રભને યાવત્ સર્વદુઃખોથી તદન હીણા થયાને દસ હજાર કરોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ ૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78