Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 72
________________ દશામાં રહ્યા - એમ એકંદર તેઓ પૂરેપૂરાં સાતમેં વરસ સુધી શ્રામણ્યપર્યાયને પામીને અને સરવાળે તેઓ પોતાનું એક હજાર વરસ સુધીનું સર્વ આયુષ્ય પામીને વેદનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ એ ચારે કર્મો તદન ક્ષીણ થઈ ગયાં પછી અને આ દુઃષમાસુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જ્યારે જે તે ગ્રીષ્માઋતુનો ચોથો માસ આઠમો પક્ષ એટલે અષાઢ શુ, દિ. નો પક્ષ આવ્યો ત્યારે તે અષાઢ સુદની આઠમના પક્ષે ઉજ્જિતશૈલ શિખર ઉપર તેમણે બીજા પાંચર્સને છત્રીશ અનગારો સાથે પાણી વગરનું માસિકભક્ત તપ તપ્યું, તે સમયે ચિત્રાનક્ષત્રનો જોગ થતાં રાતનો પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતો હતો તે સમયે મધરાતે નિષદ્યામાં રહેલા અર્થાત્ બેઠાબેઠા અરહત અરિષ્ટનેમિ કાલગત થયા યાવત્ સર્વ દુઃખોથી તદ્દન છૂટા થયા. ૧૬૯. અરહત અરિષ્ટનેમિને કાલગત થયાંને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાને ચોરાશી હજાર વર્ષ વીતી ગયાં અને તે ઉપર પંચાશીમા હજા૨ વરસનાં નવસે વ૨સ પણ વીતી ગયાં, હવે તે ઉ૫૨ દસમા સૈકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે અર્થાત્ અરહત અરિષ્ટનેમિને થયાંને ચોરાશી હજા૨ નવર્સેને એંશી વરસ વીતી ગયા ૧૭૦. અરહત નિમને કાલગત થયાંને યાવત્ સર્વદુઃખોથી તદૃન છૂટા થયાંને પાંચ લાખ ચોરાશી હજાર નવર્સે વરસ વીતી ગયાં, હવે તે ઉપર દસમા સૈકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે. ૧૭૧. અરહત મુનિસુવ્રતને યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થયાંને અગિયાર લાખ ચોરાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં, હવે તે ઉપર દસમા સૈકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે. ૧૭૨. અરહત મલ્લિને યાવત્ સર્વદુઃખોથી તદૃન છૂટા થયાંને પાંસઠ લાખ ચોરાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં, હવે તે ઉપર દસમા સૈકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે. ૧૭૩, અરહત અરને યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થયાંને એક હજાર કરોડ વરસ વીતી ગયાં, બાકી બધું શ્રીમલ્લિ વિશે જેમ કહ્યું છે તેમ જાણવું અને તે આ પ્રમાણે કહ્યું છે : અરહત અરના નિર્વાણગમન પછી એક હજાર કરોડ વરસે શ્રીમલ્લિનાથ અરહતનું નિર્વાણ અને અરહત મલ્ટિના નિર્વાણ પછી પાંસઠ લાખ અને ચોરાશી હજાર વરસ વીતી ગયાં પછી તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયાં બાદ હવે તે ઉપર આ દસમા સૈકાનો એંશીમા વરસનો સમય ચાલે છે. એજ પ્રમાણે આગળ ઉપર શ્રેયાંસનાથની હકીકત આવે ત્યાં સુધી દેખવું એટલે ત્યાં સુધી સમજવું. ૧૭૪. અરહત કુંથુને યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થયાંને એક પલ્યોપમના ચોથા ભાગ જેટલો સમય વીતી ગયો ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ શ્રીમલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. ૧૭૫. અરહત શાંતિને યાવત્ સર્વદુઃખોથી તદૃન છૂટા થયાંને ચાર ભાગ કમ એક પલ્યોપમ એટલે અડધું પલ્યોપમ જેટલો સમય વીતી ગયો ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ શ્રીમલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. Jain Education International ૬૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78