________________
અરહત અરિષ્ટનેમિ ૧૬૧. તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ પાંચ ચિત્રાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગોમાં ચિત્રા નક્ષત્ર આવેલું હતું. તે જેમ કે, અરહત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા, ઇત્યાદિ બધી વક્તવ્યતાની માંડણી ચિત્રા નક્ષત્રના પાઠ સાથે પૂર્વ પ્રમાણે સમજવી થાવત્ તેઓ ચિત્રા નક્ષત્રમાં પરિનિર્વાણને પામ્યા.
૧૬૨. તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ, જે તે વર્ષાઋતુનો ચોથો માસ સાતમો પક્ષ અને કાર્તિક મહિનાનો વ. દિ. નો સમય આવ્યો ત્યારે તે કાર્તિક વ. દિ. બારશના પક્ષમાં બત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં સોરિયપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની ભારજા શિવાદેવીની કક્ષિમાં રાતનો પૂર્વભાગ અને પાછલો ભાગ ભેગો થતો હતો એ સમયે-મધરાતે ચિત્રા નક્ષત્રનો જોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ઇત્યાદિ બધું આગળ શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શન અને ધનની વૃષ્ટિ વગેરેને લગતા પાઠ સાથે તે જ રીતે અહીં કહેવું.
૧૬૩. તે કાલે તે સમયે જે તે વર્ષાઋતુનો પ્રથમ માસ, બીજો પક્ષ અને શ્રાવણ મહિનાનો સુદ પક્ષ આવ્યો તે સમયે તે શ્રાવણ સુદ પાંચમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા, યાવત્ મધરાતે ચિત્રા નક્ષત્રનો જોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક અરહત અરિષ્ટનેમિને જન્મ આપ્યો. જન્મની હકીકતમાં પિતા તરીકે “સમુદ્રવિજય'ના પાઠ સાથે યાવત્ આ કુમારનું નામ “અરિષ્ટનેમિ” કુમાર થાઓ ઇત્યાદિ બધું સમજવું.
૧૬૪. અહિત અરિષ્ટનેમિ દક્ષ હતા યાવત્ તેઓ ત્રણસે વરસ સુધી કુમાર અવસ્થામાં ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યાર પછી વળી જેમનો કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તેમને કહ્યું ઇત્યાદિ બધું જેમ આગળ આવી ગયું છે તેમ કહેવું યાવત્ “ભાગના હકદારોમાં દાનને વહેંચી આપીને ત્યાં સુધી.
જે તે વર્ષાઋતુનો પ્રથમ માસ, બીજો પક્ષ એટલે શ્રાવણનો સુદ પક્ષ આવ્યો અને તે શ્રાવણ સુદની છઠ્ઠના પક્ષે દિવસને ચડતે પહોરે જેમની વાટની પાછળ પાછળ દેવો, માનવો અને અસુરોની મંડળી ચાલી રહી છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને વાવતું. દ્વારિકા નગરીની વચ્ચોવચ્ચે થઈને નીકળે છે, નીકળીને જે તરફ રૈવતક નામનું ઉઘાન છે ત્યાં જ આવે છે. ત્યાં આવીને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે. ઊભી રખાવીને તેઓ શિબિકા-પાલખીમાંથી ઊતરે છે, ઊતરીને પોતાની મેળે જ આભરણ માળાઓ અને અલંકારોને નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લોચ કરે છે, લોચ કરીને પાણી વગરનો છઠ્ઠભક્ત કરવા સાથે તેમણે ચિત્રા નક્ષત્રનો જોગ આવતાં એક દેવદૂષ્ય લઈને બીજા હજાર પુરુષોની સાથે મુંડ થઈને ઘરવાસમાંથી નીકળીને અનગાર દશાને સ્વીકારી.
૧૬૫. અહિત અરિષ્ટનેમિએ ચોપન રાતદિવસ ધ્યાનમાં રહેતાં તેમણે હમેશાં શરીર તરફના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org