________________
પુરુષાદાનીય અહિત પાસના સમુદાયમાં સુનંદા વગેરે ત્રણ લાખ અને સત્યાવીશ હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકાસંપદા હતી.
પુરુષાદાનીય અરહત પાસના સમુદાયમાં સાડાત્રણસેં જિન નહીં પણ જિનની જેવા તથા સર્વાક્ષરના સંયોગોને જાણનારા યાવત્ ચૌદપૂર્વીઓની સંપત હતી.
પુરુષાદાનીય અહિત પાસના સમુદાયમાં ચૌદસે અવધિજ્ઞાનીઓની સંપત હતી.
પુરુષાદાનીય અહિત પાસના સમુદાયમાં એક હજાર કેવલજ્ઞાનીઓની સંપત હતી. અગિયારસે વૈક્રિયલબ્ધિવાળાઓની તથા છમેં ઋજુમતિજ્ઞાનવાળાઓની સંપત હતી.
તેમના એક હજાર શ્રમણો સિદ્ધ થયા, તથા તેમની બે હજાર આર્થિકાઓ સિદ્ધ થઈ એટલે એમની એટલી સિદ્ધિ થનારાઓની સંપત હતી.
તેમના સમુદાયમાં સાડાસાતમેં વિપુલમતિઓની - વિપુલમતિજ્ઞાનવાળાઓની, છમેં વાદીઓની અને બારમેં અનુત્તરપપાતિકોની એટલે અનુત્તરવિમાનમાં જનારાઓની સંપત હતી.
૧૫૮. પુરુષાદાનીય અરહંત પાસના સમયમાં અંતકૃતોની ભૂમિ એટલે સર્વદુઃખોનો અંત કરનારાઓનું સ્થળ બે પ્રકારે હતું, તે જેમ કે – એક તો યુગઅંતકૃતભૂમિ હતી અને બીજી પર્યાયઅંતકૃતભૂમિ હતી. યાવત્ અરહત પાસેથી ચોથા યુગપુરુષ સુધી જુગઅંતકૃતભૂમિ હતી એટલે ચોથા પુરુષ સુધી મુક્તિમાર્ગ વહેતો – ચાલુ હતો. અરહત પાસનો કેવળી પર્યાય ત્રણ વરસનો થયો એટલે તેમને કેવળજ્ઞાન થયે ત્રણ વરસ વીત્યા પછી ગમે તે કોઈએ દુઃખોનો અંત કર્યો અર્થાત્ મુક્તિમાર્ગ વહેતો થયો, એ તેમની વેળાની પર્યાયાંતકૃતભૂમિ હતી.
૧૫૯. તે કાળે તે સમયે ત્રીસ વરસ સુધી ઘરવાસમાં રહીને, વ્યાંશી રાતદિવસ છપસ્થ પર્યાયને પામીને પૂરેપૂરાં નહીં પણ થોડાં ઓછાં સિત્તેર વરસ સુધી કેવળીપર્યાયને પામીને, પૂરેપૂરાં સિત્તેર વરસ સુધી શ્રામસ્યપર્યાયને પામીને એક એકંદર સો વરસનું પોતાનું બધું આયુષ્ય પાળીને વેદનીયકર્મ આયુષ્યકર્મ નામકર્મ અને ગોત્રકર્મનો ક્ષય થયે આ દુષમસુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જે-તે વર્ષાઋતુનો પ્રથમ માસ બીજો પક્ષ એટલે શ્રાવણમાસના શુક્લપક્ષ આવ્યો ત્યારે તે શ્રાવણ સુદની આઠમના પ્ર સંમેતશૈલના શિખર ઉપર પોતાના સહિત ચોત્રીશમા એવા અર્થાત્ બીજા તેત્રીશ પુરુષો અને પોતે ચોત્રીશમા એવા પુરુષાદાનીય અહિત પાસ મહિના સુધી પાણી વગરના માસિકભક્તનું તપ તપ્યા. એ સમયે દિવસને ચડતે પહોરે વિશાખા નક્ષત્રનો યોગ થતાં બંને હાથ લાંબા રહે એ રીતે ધ્યાનમાં વર્તતા તેઓ કાલગત થયા એટલે કાળધર્મને પામ્યા. વ્યતિક્રાંત થઈ ગયા યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થઈ ગયાં.
૧૬૦. કાલધર્મને પામેલા યાવત્ સર્વદુઃખોથી તદન છૂટા થયેલા પુરુષાદાનીય અહિત પાસને થયાં બારસે વરસ વીતી ગયાં અને આ તેરસોમા વરસના ત્રીશમા વરસનો સમય જાય છે.
E
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org