________________
લક્ષ્યને તજી દીધેલ હતું અને શારીરિક વાસનાઓને છોડી દીધેલ હતી ઇત્યાદિ બધું જેમ આગળ આવ્યું છે તેમ અહીં સમજવાનું છે યાવતુ અહિત અરિષ્ટનેમિને એ રીતે ધ્યાનમાં રહેતાં પંચાવનમો રાતદિવસ આવી પહોંચ્યો. જ્યારે તેઓ એ રીતે પંચાવનમા રાતદિવસની મધ્યમાં વર્તતા હતા ત્યારે જે તે વર્ષાઋતુનો ત્રીજો માસ, પાંચમો પક્ષ એટલે આસો માસનો વ. દિ. પક્ષ અને તે આસો વ. દિ. પંદરમીના - અમાવાસ્યાના પક્ષે દિવસના પાછલા ભાગમાં ઉજ્જિતશિલ શિખર ઉપર નેતરના ઝાડની નીચે પાણી વગરના અઠ્ઠમભક્તનું તેમણે તપ તપેલું હતું. બરાબર એ સમયે ચિત્રા નક્ષત્રનો યોગ આવતાં ધ્યાનમાં વર્તતા તેમને અનંત એવું યાવત્ ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. હવે તેઓ સમસ્ત દ્રવ્યો અને તેમના તમામ પર્યાયોને જાણતા દેખતા વિહરે છે. - ૧૬૬. અરહત અરિષ્ટનેમિને અઢાર ગણો અને અઢાર ગણધરો હતા. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં વરદત્ત વગેરે અઢાર હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણસંપત હતી.
અહિત અરિષ્ટનેમીના સમુદાયમાં આર્યયક્ષિણી વગેરે ચાળીસ હજાર આર્થિકાઓની ઉત્કૃષ્ટ આર્થિકાસંપત હતી.
અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં નંદ વગેરે એકલાખ અને ઓગણોસિત્તેર હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપત હતી.
અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં મહાસુવ્રતા વગેરે ત્રણ લાખ અને છત્રીસ હજાર શ્રમણોપાસિકાઓઓની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકાસંપત હતી.
અરહિત અરિષ્ટનેમિના સમુદાયમાં જિન નહીં પણ જિનની સમાન તથા સર્વ અક્ષરના સંયોગોને બરાબર જાણનારા એવા યાવત્ ચારસે ચૌદપૂર્વીઓની સંપત હતી.
એ જ રીતે પંદરસેં અવધિજ્ઞાનવાળાઓની, પંદરસેં કેવળજ્ઞાનવાળાઓની, પંદરમેં વૈક્રિયલબ્ધિવાળાઓની, એક હજાર વિપુલમતિજ્ઞાનવાળાઓની, આઠમેં વાદીઓની અને સોળસે અનુત્તરૌપપાતિકોની સંપત હતી.
તેમના શ્રમણ સમુદાયમાં પંદરસેં શ્રમણો સિદ્ધ થયા અને ત્રણ હજાર શ્રમણીઓ સિદ્ધ થઈ અર્થાત્ સિદ્ધોની તેમની એટલી સંપત હતી.
૧૬૭. અરહત અરિષ્ટનેમિના સમયમાં અંતકૃતોની એટલે નિર્વાણ પામનારાઓની ભૂમિ બે પ્રકારની હતી, તે જેમ કે, યુગઅંતકૃતભૂમિ અને પર્યાયઅંતકૃતભૂમિ. યાવત્ અરહત અરિષ્ટનેમિ પછી આઠમા યુગપુરુષ સુધી નિર્વાણનો માર્ગ ચાલુ હતો - એ તેમની યુગઅંત કૃતભૂમિ હતી. અહિત અરિષ્ટનેમિને કેવળજ્ઞાન થયે બે વર્ષ વીત્યા પછી ગમે તે કોઈએ દુઃખનો અંત કર્યો અર્થાત તેમને કેવળી થયે બે વર્ષ પછી નિર્વાણનો માર્ગ ચાલુ થયો.
૧૬૮. તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ ત્રણસેં વરસ સુધી કુમારવાસમાં રહ્યા, ચોપન રાતદિવસ છબસ્થ પર્યાયમાં રહ્યા, તદન પૂરાં નહીં - થોડાં ઓછાં સાતમેં વરસ સુધી કેવળીના કેવળીની
૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org