________________
કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં બાર હજાર છસેને પચાસ વાદીઓની ઉત્કૃષ્ટ વાદિસંપત હતી.
કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં તેમના વીસ હજાર અંતેવાસીઓ – શિષ્યો - સિદ્ધ થયા અને તેમની ચાળીશ હજાર આર્થિકા અંતેવાસિનીઓ સિદ્ધ થઈ.
કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં બાવીશ હજાર અને નવસેં કલ્યાણ - ગતિવાળા યાવતુ ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા અનુત્તરૌપપાતિકોની-અનુત્તરવિમાનમાં જનારાઓની ઉત્કૃષ્ટ સંપત હતી.
૧૯૮. કૌશલિક અરહત ઋષભને બે પ્રકારની અંતકૃતભૂમિ હતી, તે જેમકે, યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકૃતભૂમિ. શ્રી ઋષભના નિર્વાણ પછી અસંખ્ય યુગપુરુષો સુધી મોક્ષ માર્ગ વહેતો હતો – એ તેમની યુગાંતકૃતભૂમિ. શ્રી ઋષભને કેવળજ્ઞાન થતાં અંતર્મુહૂર્ત પછી મોક્ષમાર્ગ વહેતો થઈ ગયો એટલે શ્રી ઋષભનો કેવળિપર્યાય અંતર્મુહૂર્તનો થતાં જ કોઈએ સર્વદુઃખોનો અંત કર્યો - નિર્વાણ મેળવ્યું એ તેમની પર્યાયાંતકૃતભૂમિ.
૧૯૯. તે કાલે તે સમયે કૌશલિક અરહત ઋષભ વીસ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસે વસ્યા, ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજય કરનાર તરીકે રાજ્યવાસે વસ્યા, ત્રાશી લાખ પૂર્વ વરસ સુધી ઘરવાસે વસ્યા, એક હજાર વરસ સુધી છદ્મસ્થ પર્યાયને પામ્યા, એક લાખ પૂર્વ વરસમાં એક હજાર પૂર્વ ઓછા-એટલા સમય સુધી કેવલપર્યાયને પામ્યા અને એ રીતે પૂરેપૂરાં એક લાખ પૂર્વ વરસ સુધી શ્રમણપર્યાયને પામ્યા. એ રીતે એકંદર પોતાનું ચોરાશી લાખ પૂર્વનું પૂરેપૂરું બધું આયુષ્ય પાળીને, વેદનીયકર્મ, આયુષ્યર્ક્સ, નામકર્મ અને ગોત્રકર્મ ક્ષીણ થતાં આ સુષમદુઃષમા નામની અવસર્પિણીનો ઘણો સમય વીતી જતાં અને હવે તે અવસર્પિણીના માત્ર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં બરાબર એ સમયે જે તે હેમંત ઋતુનો ત્રીજો માસ, પાંચમો પક્ષ એટલે માઘ માસનો વ. દિ. પક્ષ આવ્યો ત્યારે તે મા વ. દિ, તેરશના પક્ષમાં અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રી ઋષભ અરહત બીજા ચૌદ હજાર અનગારો સાથે પાણી વગરના ચઉદસમ ભક્તનું તપ તપતાં અને એ વેળાએ અભિજિત નક્ષત્રનો જોગ થતાં દિવસના ચડતે પહોરે પલ્યકાસનમાં રહેલા કાલગત થયા યાવત્ સર્વદુઃખોથી તદન હીણા થયા - નિર્વાણ પામ્યા.
૨૦૦. કૌશલિક અરહત ઋષભનું નિર્વાણ થયે યાવતુ તેમને સર્વદુઃખોથી તદન હીણા થયાને ત્રણ વરસ અને સાડા આઠ માસ વીતી ગયા, ત્યાર પછી પણ બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ કમ એવી એક કોટાકોટી સાગરોપમ જેટલો સમય વીતી ગયો, એ સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણ પામ્યા, ત્યાર પછી પણ નવસે વરસ પસાર થઈ ગયાં ને હવે એ દસમા સૈકાના એશીમા વરસનો આ સમય જાય છે.
૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org