Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 66
________________ રીતે જેઓ અનુક્રમે મુક્તિ પામ્યા કરે તેમની મોક્ષ પરત્વે યુગાન્તકતભૂમિકા કહેવાય. અને પર્યાયાંતકૃત ભૂમિકા એટલે ભગવાન કેવળી થયા પછી જે લોકો મુક્તિ પામે તેમની મોક્ષ પરત્વે પર્યાયાંતકૃતભૂમિકા કહેવાય. ભગવાનની ત્રીજા પુરુષ સુધી યુગાન્તકૃતભૂમિકા હતી એટલે કે પહેલાં ભગવાન મોક્ષે ગયા પછી એમના કોઈ શિષ્ય મોક્ષે ગયા અને પછી એમના પ્રશિષ્ય એટલે જંબુસ્વામી મોક્ષે ગયા. આ યુગાન્તકૃતભૂમિકા જંબુસ્વામી સુધી જ ચાલી પછી બંધ પડી ગઈ. અને ભગવાનને કેવળી થયે ચાર વરસ વિત્યા પછી કોઈક મોક્ષે ગયો, એટલે કે ભગવાનને કેવળી થયા પછી ચાર વરસે મુક્તિનો માર્ગ વહેતો. થયો અને તે જંબુસ્વામી સુધી વહેતો રહ્યો. ૧૪૬. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને બાર કરતાં વધારે વરસ સુધી છધસ્થ એવા મુનિ પર્યાયને પામીને તે પછી ત્રીસ કરતાં કંઈક ઓછાં વરસ સુધી કેવળી પર્યાયને પામીને એકંદર કુલ બેંતાલીસ વરસ સુધી સાધુપણાનો પર્યાય પામીને એ રીતે કુલ બોતેર વરસનું આયુષ્ય પૂરું કરીને અને તેમના વેદનીય આયુષ્ય નામ અને ગોત્રકર્મ ક્ષીણ થયા પછી આ અવસર્પિણી કાળનો દુઃષમ સુષમ નામનો ચોથો આરો બહુ વીત્યા પછી તથા તે આરાનાં ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાકી રહ્યા પછી મધ્યમાપાપા નગરીમાં હસ્તિપાળ રાજાની મોજણી કામદારોને બેસવાની જગ્યામાં એકલા કોઈ બીજું સાથે નહિ એ રીતે છ ટંકનાં ભોજન અને પાનનો ત્યાગ કરીને એટલે કે છઠ કરીને સ્વાતિ નક્ષત્રનો યોગ થયાં વહેલી સવારે એટલે કે ચાર ઘડી રાત બાકી રહેતાં પદ્માસનમાં બેઠેલા ભગવાન કલ્યાણફળવિપાકનાં પંચાવન અધ્યયનોને અને પાપફળવિપાકનાં બીજાં પંચાવન અધ્યયનોને અને કોઈએ નહિ પૂછેલા એવા પ્રશ્નોના ખુલાસા આપનારાં છત્રીસ અધ્યયનોને કહેતાં કહેતાં કાળધર્મને પામ્યા - જગતને છોડી ગયા, ઊર્ધ્વગતિએ ગયા અને એમનાં જન્મ-જરા અને મરણનાં બંધનો કપાઈ ગયાં. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, તમામ કર્મોનો એમણે નાશ કર્યો. તમામ સંતાપો વગરના થયા અને તેમનાં તમામ દુઃખો હીણાં થઈ ગયાં એટલે નાશ પામી ગયાં. ૧૪૭. આજે તમામ દુઃખો જેમનાં નાશ થઈ ગયાં છે, એવા સિદ્ધ, બુદ્ધ યાવત્ શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણ થયાને નવસો વર્ષ વિતી ગયાં, તે ઉપરાંત આ હજારમાં વર્ષના એંશીમા વર્ષનો વખત ચાલે છે. એટલે ભગવાન મહાવીરને નિર્વાણ પામ્યાને આજે ૯૮૦ વરસ થયાં. બીજી વાચનામાં વળી કેટલાક એમ કહે છે કે નવસો વરસ ઉપરાંત હજારમા વર્ષના તાણમા વર્ષનો કાળ ચાલે છે, એવો પાઠ દેખાય છે. એટલે એમને મતે મહાવીર નિર્વાણને નવસો તાણું (૯૯૩) વર્ષ થયાં કહેવાય. પુરુષાદાનીય અરહત પાસ ૧૪૮. તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરહંત પંચ વિશાખાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગોમાં વિશાખા નક્ષત્ર આવેલું હતું. તે જેમ કે, ૧ પાર્શ્વ અરહંત વિશાખા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા. ૨. વિશાખા નક્ષત્રમાં જન્મ પામ્યા. ૩. વિશાખા નક્ષત્રમાં મુંડ થઈને ઘરથી બહાર નીકળી તેમણે અનગારની દશાનો સ્વીકારી. ૪. વિશાખા નક્ષત્રમાં તેમને અનંત, ઉત્તમોત્તમ, વ્યાધાત વગરનું, આવરણ વગરનું, સકલ પ્રતિપૂર્ણ એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન પેદા થયું અને ૫. ભગવાન પાર્શ્વ વિશાખા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. પ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78