________________
૧૨૫. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત તેમનાં તમામ દુઃખો તદન છેદાઈ ગયાં તે રાતે ઘણા દેવો ને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ભારે કોલાહલ અને ભારે ઘોંઘાટ થયો હતો.
૧૨૬. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત્ તેમનાં તમામ દુઃખો તદન છેદાઈ ગયાં તે રાત્રે તેમના પટ્ટશિષ્ય ગૌતમગોત્રના ઇન્દ્રભૂતિ અનગારનું ભગવાન મહાવીરને લગતું પ્રેમબંધન વિછિન્ન થઈ ગયું અને તે ઇન્દ્રભૂતિ અનગારને અંત વગરનું, ઉત્તમોત્તમ એવું યાવત કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું.
૧૨૭. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત તેમનાં તમામ દુઃખો તદ્દન છેદાઈ ગયાં તે રાત્રે કાશી દેશના મલ્લકીવંશના નવ ગણ રાજાઓ અને કોશલ દેશના લિચ્છવી વંશના બીજા નવ ગણ રાજાઓ એ રીતે અઢારે ગણ રાજાઓ અમાવાસ્યાને દિવસે આઠ પહોરનો પૌષધ ઉપવાસ કરીને ત્યાં રહ્યા હતા. તેઓએ એમ વિચારેલું કે તે ભાવોદ્યોત એટલે જ્ઞાનરૂપ પ્રકાશ ચાલ્યો ગયો એટલે હવે અમે દ્રવ્યોદ્યોત એટલે દીવાનો પ્રકાશ કરીશું. * ૧૨૮. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત્ તેમનાં તમામ દુઃખો છેદાઈ ગયાં, તે રાત્રે ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર ઉપર શુદ્ર ક્રૂર સ્વભાવનો ૨૦૦ વર્ષ સુધી રહેનારો એવો ભસ્મરાશિ નામનો મહાગ્રહ આવ્યો હતો.
૧૨૯. જ્યારથી તે શુદ્ર ક્રૂર સ્વભાવનો ૨000 વર્ષ સુધી રહેનારો એવો ભસ્મરાશિ નામનો મહાગ્રહ ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર પર આવ્યો હતો ત્યારથી શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓનો પૂજા સત્કાર ઉત્તરોત્તર વધતો ચાલતો નથી.
૧૩૦. જ્યારે તે ક્ષુદ્ર ક્રૂર સ્વભાવનો ભસ્મરાશિગ્રહ ભગવાનના જન્મનક્ષત્ર ઉપરથી ખસી જશે ત્યારે શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓનો પૂજા સત્કાર વધતો વધતો ચાલશે.
૧૩૧. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત તેમનાં તમામ દુઃખો છેદાઈ ગયાં તે રાત્રે બચાવી ન શકાય એવી કંથવા નામની જીવાત ઉત્પન્ન થઈ ગઈ, જે જીવાત સ્થિર હોય - ચાલતી ન હોય - તો છદ્મસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓને આંખે જલદી જોવાય તેવી નહોતી અને જ્યારે અસ્થિર હોય એટલે કે ચાલતી હોય ત્યારે તે જીવાતને છમસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓ પોતાની આંખે ઝડપથી જોઈ શકતા હતા. એવી એ જીવાતને જોઈને ઘણા નિગ્રંથોએ અને નિગ્રંથીઓએ અનશન સ્વીકારી લીધું હતું.
૧૩૨. પ્ર. હે ભગવંત ! તે એમ કેમ થયું ? એટલે કે એ જીવાતને જોઈને નિગ્રંથો અને નિગ્રંથીઓએ અનશન કર્યું એ શું સૂચવે છે?
ઉ. આજથી માંડીને સંયમ દુરારાધ્ય થશે એટલે કે સંયમ પાળવો ઘણો કઠણ પડશે એ હકીકતને એ અનશન સૂચવે છે.
પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org